"પત્ની - કુંવારા અને પરિણિત વ્યક્તિમાં શુ ફરક છે ?
પતિ - કુંવારાના શર્ટનુ બટન ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે અને પરણેલાના શર્ટ પર બટન જ નથી ટકતા"
##############
"પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત.
પત્ની - જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત."
##############
"પત્ની -આજે રેલયાત્રા કરતી વખતે ટીટીએ મારુ અપમાન કર્યુ ?
પતિ - કેમ શુ કહ્યુ એણે ?
પત્ની - તેણે કહ્યુ, તમે ત્રણ મુસાફરોની જગ્યા રોકી લીધી"
##############
"રમેશ : અમારાં લગનને દોઢ વર્ષ થઇ ગયાં પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.
મદન : બહુ સારું, પણ એવું કેમ?
રમેશ : તેને પસંદ નથી કે જયારે તે બોલતી હોય ત્યારે કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે"
##############
"જુગની - મેં સાંભળ્યુ છે કે શર્માજીએ દહેજ માટે પોતાની પત્નીને પિયર મોકલી આપી.
પતિ - શુ તુ સાચુ કહી રહી છે.
જુગની - હા, બિલકુલ સાચુ
પતિ - સારુ છે, પહેલા શર્માજીની પત્નીને પિયરથી આવવા દો પછી જોઉ છુ"
##############
"પત્ની - હવે ઉઠો, બાર વાગી ગયા છે ક્યા સુધી સૂતા રહેશો ?
પતિ - અરે કયા બાર વાગ્યા છે, દિવસના કે રાતના.
પત્ની - દિવસના બાર વાગ્યા છે."
##############
"લગ્નના ત્રણ ચાર મહિના પછી રાજેશ થોડો ટેંશનમાં લાગતો હતો. એક દિવસ તેના મિત્ર મનીષે પૂછ્યુ - લગ્ન પછી તારી જીંદગીમાં શુ ફેરફાર આવ્યો છે ?
રાજેશે નિરાશાજનક અવાજમાં કહ્યુ - કંઈ ખાસ નહી, પહેલા એકલતા સતાવતી હતી હવે પત્ની.."
##############
"એક સ્ત્રીને પતિની કબર પર પંખો કરતી જોઈ પોપટે પૂછ્યું તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરતા હતા, હજી પણ તેનો ખ્યાલ રાખો છો.
સ્ત્રી - અમારામાં રિવાજ છે કે પતિની કબર સૂકાય નહી ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતા"
##############
"પિતા - કેટલીવાર કીધુ કે જમતી વખતે બોલવાનુ નહી
પુત્ર - પણ પિતાજી હુ તો બતાવી રહ્યો હતો કે તમારી દાળમાં મચ્છર પડ્યુ છે."
##############
"પત્ની - સાંભળો છો, ભૂકંપ આવ્યો છે, મકાન હલી રહ્યુ છે, પડી જશે તો ?
પતિ - પડવા દે ને આપણે શુ ? હજુ આપણુ ક્યા થયુ છે, હજુ તો બેંકનુ છે"
##############
"પત્ની - મને ગોલ્ડવાળો હીરા જડેલો હાર અપાવી દો, તો હુ તમને સાત જન્મો સુધી પ્રેમ કરીશ.
પતિ - હાર સાથે કંગન પણ અપાવી દઈશ, પણ એક સરતે તુ આપણી મુલાકાત આ એક જ વર્ષ પૂરતી રાખે, આ પછી હુ સહી નહી શકુ"
##############
"પતિ - હે ઈશ્વર, તે આવી મૂર્ખ પત્ની કેમ બનાવી ?
પત્ની - એ માટે કે હું તમારા જેવા મૂરખના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લઉ. બે બુધ્ધુ"
##############
"પત્ની (પતિથી)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે?
પતિ- હોય છે ને...જરૂર હોય છે, હું એ જ તો ભોગવી રહ્યો છું"
##############
"પતિ- જો હું ક્યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યો હોય તો હું મરી જાઉં.
પત્ની- અને જો હું ક્યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોય, તો હું વિધવા થઈ જાઉં"
##############
"જમતી વખતે પણ પોતાના પતિને ઉપન્યાસ વાંચતો જોઈને પત્નીએ રસોડામાંથી બહાર આવી અન ઉપન્યાસ છીનવાનો પ્રયત્ન કરવા લાગી. પતિએ એ ઉપન્યાસ ન આપવાનો પ્રયત્ન કરતા બોલ્યો - આ હું તને કેવી રીતે આપુ, આ તો મારી જાન છે.
પત્ની ગુસ્સો બતાવતા બોલી - આ તારી જાન છે, તો હુ કોણ છુ ?
પતિ બોલ્યો - તુ મારી જાનની દુશ્મન"
##############
"શર્માજીને ઓફિસમાં જ બેઠા બેઠા જાણ થઈ કે તેમણે હરીફાઈમાં લંડનની યાત્રાનુ ઈનામ જીત્યુ છે, તેમને ઘણી ખુશી થઈ. ખુશ થઈને તેમણે પોતાની પત્નીને ફોન લગાવ્યો - શુ તુ લંડન જવા માંગે છે ?
પત્ની ખુશીથી ઉછળીને બોલી - જરૂર, લંડન તો મારા સપનામાં છે, મારી નસનસમાં છે, હુ જરૂર તમારી સાથે આવીશ. પણ તમે કોણ બોલો છો ?"
##############
"લગ્નના એક વર્ષ પછી સોહની રડતી રડતી પોતાની માઁ પાસે આવી અને બોલી - મમ્મી, હુ ગુરજીતની સાથે નથી રહી શકતી. એ તો દરેક સમયે નશામાં જ રહે છે.
માઁ બોલી - આ વાતની તને આજે ખબર પડી, એક વર્ષ પછી.
ગુરજીત - પણ મમ્મી, પહેલા ખબર કેવી રીતે પડતી. એ તો કાલે એ પીધા વગર આવ્યા ત્યારે ખબર પડી કે એ તો પીયે છે"
##############
"પત્ની - જ્યારે તુ મારા પિયરે જાય છે તો ખૂબ જ સંકોચાય છે, જ્યારે લગ્ન કરવા આવ્યા હતા, ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા
પતિ - ત્યારે હુ એકલો નહોતો. 500 લોકોનો વરઘોડો પણ મારી સાથે હતો."
##############
"જજ - તમે તમારા પતિને ધનુષબાણથી કેમ માર્યો.
પત્ની - કારણ કે હુ મારા બાળકને જગાવવા નહોતી માંગતી"
##############
"એક સ્ત્રીએ ફોટોગ્રાફરને કહ્યુ - મને હીરા-માણેકના જડાઉ ઘરેણા પહેરેલ ફોટો ખેંચવો છે ?
ફોટોગ્રાફરે કહ્યુ - પરંતુ મેડમ, તમે તો એવા ઘરેણા પહેર્યા નથી, પછી આવો ફોટો કેમ ?
સ્ત્રી બોલી - એટલા માટે કે જો મારા પતિ બીજા લગ્ન કરે તો તેમની બીજી પત્ની મારા ફોટામાં આટલા ઘરેણા જોઈને બળશે અને મારા પતિને ઘરેણાં માટે નિરંતર સતાવતી રહેશે"
##############
"ડોક્ટરે દિલાસો આપતા પતિને કહ્યુ - તમે તમરી પત્નીની ચિંતા કરશો, તમે તો સમજો કે અમારી અહીંથી તમને પત્નીના રૂપમાં એક નવી સ્ત્રી મળશે.
પતિ ઉછળીને બોલ્યો - સાચે જ, પણ મારી પત્નીને ખબર પડી જશે તો ?"
##############
"એક વખત એક ભાઇ એક બંગલાની બેલ વગાડી, પત્નીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યુ -તમારે કોનુ કામ છે?
પેલો કહેઃ તમારા પતિનું કામ છે, ક્યા છે?
પત્ની શું કામ હતુ ?
પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… પત્ની - પણ એ તો કાલે જ બહાર ગામ ગયા છે.
પેલો કહેઃ ઓ મારે તો એ બિલનુ પેમેન્ટ એમને આપવાનુ હતુ..
પત્ની - અને આજે સવારે તો પાછા પણ આવી ગયા છે."
##############
"એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને પૂછ્યુ - મને સમજાતુ નથી કે હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ?
બહેનપણી બોલી - છુટાછેડા આપી દે."
##############
"પત્ની - શુ તમે મને ખૂબ જ પ્રેમ કરો છો ?
પતિ પ્રેમથી બોલ્યો - હા પ્રિયે હુ તારા માટે મારો જીવ પણ આપી શકુ છુ.
પત્ની - જીવ ન આપતા, બસ બસો રૂપિયા આપો."
##############
"અંજૂએ પોતાના પતિને પૂછ્યુ - મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો."
##############
"પત્નીને બ્યુટી પાર્લરમાં વાળ ધૂંધરાલા કરવા જતી જોઈને પતિ બોલ્યો - જો ભગવાનને તારા વાળ ધૂંધરાલા કરવા હોત તો તે પોતે જ કરી દેતા.
પત્ની હસીને બોલી - જ્યારે હું નાની હતી ત્યારે તેમણે મારા વાળ ધૂધરાલા કર્યા હતા, પણ જ્યારે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે આ મોટી થઈ ગઈ છે આટલુ કામ તો જાતે કરી લેશે."
##############
"નોકરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી - આજે મેં નોકરાણીને કાઢી મૂકી.
પતિ - તે કેમ આવુ કર્યુ ? તારે તેને એક વાર સુધરવાની તક તો આપવી હતી.
પત્ની - પણ, હું તમને કોઈ તક આપવા નથી માંગતી."
##############
"પત્ની - જ્યા પણ પૈસા મુકુ છુ, આ નાનકો ચોરી લે છે, હવે શુ કરુ ?
પતિ - તુ એક આઈડિયા વાપર, પૈસા નોટમાં મુક, નોટબુકને તે અડતો પણ નથી"
##############
"ચંદુજીએ ખૂબ જ કોંફિડંસથે રડતા બાળકના ખોળામાં લઈન તરત તેના મોઢામાં મીઠી ચૂસણી લગાવી દીધી અને લોરીની એવી કડવી તાન છોડી કે બે મિનિટમાં જ બધુ દ્રશ્ય બદલાઈ ગયુ.
બચ્ચૂએ પોતાની ચૂસણી પિતાજીના મોઢામાં ફંસાવી દીધી હતી અને પોતે સપ્તમ રાગનુ રુદન આલાપી રહ્યો હતો"
##############
"એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને પૂછ્યુ - મને સમજાતુ નથી કે હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ?
બહેનપણી બોલી - છુટાછેડા આપી દે."
##############
"જ્યારે અમારા લગ્ન થયા હતા, ત્યારે અમે બંને સુખ દુ:ખમાં એકબીજાનો સાથ આપતા હતા, એ ઉદાસ થતી તો હુ પણ ઉદાસ થતી, એ ખુશ થતી તો હું પણ ખુશ થતો, એ બીમાર પડતી તો હું પણ બીમાર પડતો હતો.
અને હવે ?
હવે એ માઁ બનવાની છે"
##############
"અંજૂએ પોતાના પતિને પૂછ્યુ - મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો."
##############
"એક પત્નીને તેના પતિને યાદ અપાવ્યું - સાંભળો છો, શુ તમે આપણા મહેમાનોને કંઈક તાજુ નહી ખવડાવો ?
પતિ બોલ્યો - જરૂર.
એમ કહી તેણે તરત જ બારી ખોલી નાખી."
##############
"પત્ની - પુરૂષોને ટાલ કેમ પડે છે ?
પતિ - કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે.
પત્ની - તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી ?
પતિ - તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા."
##############
"પત્ની - મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે તમારી સાથે કોઈ વાત નહોતુ કરતુ.
પતિ - હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે."
##############
"શીલા - (મીનાને) અરે વાહ, તારો હાર તો ખૂબ જ સરસ છે, શુ કોઈ સારી નોકરી મળી ગઈ છે ?
મીના - નહી સારો પતિ મળી ગયો છે."
##############
"પતિએ પોતાની નવીનવેલી પત્નીને કહ્યુ - પાર્ટનર હું તારા માટે બધુ જ કરવા તૈયાર છુ.
પત્ની બોલી - સારું, શરૂઆત તમારી ચેકબુકથી કરી દો"
##############
"લાલી- 12 વાગ્યા સુધી ઘરે આવવાનો સ્માય છે ? ક્યારની રાહ જોઈ રહી છુ.
રમણ - આ જાગતા રહેવાનો સમય છે ? 4 કલાકથી હું બહાર તારા ઉંધવાની રાહ જોઈ રહ્યો છુ"
##############
"મીનાએ પોતાની માઁ ને પતિની ફરિયાદ કરી - હું તો એમની આવારગીથી કંટાળી ગયો છુ.
કેમ શુ થયુ ? - માઁ એ પૂછ્યુ
શુ બતાવુ, મેં ગઈકાલે સિનેમા હોલમાં કોઈ છોકરી સાથે તેમને જોયા - મીનાએ કહ્યુ.
તો તે એને રંગે હાથે પકડ્યો કેમ નહી ? માં એ કહ્યુ.
મીનાએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યુ - કેવી રીતે પકડતી, હું પણ મારા બોયફ્રેંડ સાથે બેસી હતી ને."
##############
"પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતી ઘરમાં આવી અને એક કવર પતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.
પતિએ પૂછ્યુ - શુ થયુ ?
પત્ની - મારો ફોટો જુઓ, ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે, એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.
પતિ - (ફોટો જોતાં) સારૂ છે ને તારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે."
##############
"પતિએ પત્નીને કહ્યું - સવારે તે મને દાઢીનું પાણી આપ્યું હતુ તે કેટલું ગંદુ હતુ.
પત્ની - દાઢીનું પાણી ? પણ મેં તો તમને ચા આપી હતી"
##############
"એક સ્ત્રીએ પડોશમાં જઈને કહ્યુ - બહેન જરા તમારુ વેલણ આપજો, મારા પતિ હમણા ઘરે આવ્યા છે.
પડોશવાળી સ્ત્રી બોલી - લઈ જાવ બહેન, પણ જલ્દી પાછુ વાળજો, મારા પતિ પણ હમણા આવવાની તૈયારીમાં છે"
##############
"સાંજે ઓફેસેથી પરત આવતા પતિએ જોયુ કે પત્ની અરીસાની સામે પોતાનું શરીર નિહાળી રહી હતી. પતિને જોઈને તે
બોલી - આજે હું ડોક્ટર પાસે ગઈ હતી, તેમણે મારુ શરીર જોઈને મારી ઘણી પ્રશંસા કરી, કહી રહ્યા હતા કે આટલુ સુંદર શરીર તેમણે કદી નથી જોયુ.
પતિ મહાશય બળીને ખાખ થઈ ગયા - શુ તેમણે એ ગઘેડાની ચર્ચા નહી કરી જે દરેક સમયે તારા મગજમાં છવાય રહે છે.
નહી તમારા વિશે તો એમણે કંઈ જ ન કહ્યુ - પત્નીએ જવાબ આપ્યો."
##############
"પત્ની - તમે જાણો છો, બાળકો ઘરનો પ્રકાશ હોય છે.
પતિ - કેવી રીતે ?
પત્ની - લાઈટ બંધ કરતા જ તેમને તાવ આવી જાય છે"
##############
"એક ધનવાન પતિએ પોતાની પત્નીને જણાવ્યુ - હુ પોતાની કોલેજ લાઈફને કારણે ઈલેક્શન હાર્યો.
પત્નીએ પૂછ્યુ - કોલેજ લાઈફને કારણે ? પણ તમારી કોલેજ લાઈફ તો વીતી ગઈ છે.
પતિએ જવાબ આપ્યો હા, વાત એમ છે કે લોકોને ખબર પડી ગઈ કે હુ કોલેજ લાઈફમાં એક સમયે આઠ-દસ છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો"
##############
"એક નવી નવેલી પત્નીએ પોતાની બહેનપણીને કહ્યુ - મને મારા પતિ માટે જમવાનુ બનાવતા નથી આવડતુ, આથી તેઓ મારાથી નારાજ રહે છે, બતાવ હું શુ કરુ ?
બહેનપણી બોલી - તમે ચિંતા ન કરો, હુ તને જમવાનુ બનાવી આપીશ.
નવી નવેલી નિશાસા નાખતી બોલી - તુ ક્યાં સુધી મદદ કરીશ, તેઓ તો કહે છે કે મને બેડરૂમમાં પ્રેમ કરતા પણ નથી આવડતો."
##############
"એક પતિએ પોતાના પડોશીને કહ્યુ કે - મોટા નિશાનેબાજ બનો છો. ખબર છે, મારી પત્ની બચી ગઈ. નહિ તો તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત. હુ હમણા પોલીસ પાસે જઉ છુ...
પડોશીએ તેમને રોકતા કહ્યુ કે - આવુ ન કરતા, પણ તમે ચાહો તો મારી પત્નીને ગોળી મારીને બદલો વાળી શકો છો"
##############
"પતિ બહુ કંજૂસ હતો, તે પોતાની પત્નીની સાથે ચોપાટી પર ગયો. થોડી વાર પછી તે બોલ્યો - ચાલ, આપણે ફરીવાર એક એક ભેલ પૂરી ખાઈએ.
એક એક ફરી નો મતલબ શુ ? હજુ તો આપણે એક પણ ભેલપૂરી નથી ખાધી.
ભૂલી ગઈ, જ્યારે આપણે અહીં બે વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે આપણે એક-એક ભેલપૂરી ખાધી હતી"
##############
"એક બહેનપણી - કાલે એક છોકરો મને જોવા આવ્યો હતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.
બીજી બોલી - કેમ ?
પહેલીએ જણાવ્યુ - તે મને પૂછવા લાગ્યો કે તમને ગીત ગાતા આવડે છે ?
બીજીએ પૂછ્યુ - એમાં અપમાન ક્યા થયુ ? તેણે તો તને સીધો એક સવાલ જ પૂછ્યો
પણ તેણે ખાસ્સીવાર સુધી આ ગીત સાંભળ્યા પછી આ સવાલ કર્યો હતો - પહેલી બહેનપણીએ ચોખવટ કરી."
##############
"પત્ની મરી રહી હતી. તેણે પતિને પાસે બોલાવીને ગળગળા સ્વરે કહ્યુ - પ્રાણનાથ હું જઈ રહી છુ. મરતાં પહેલા હું મારા બધા ગુન્હા તમારી સામે કબૂલ કરવા માંગુ છુ. મેં જ તમારી સૂટકેસમાંથી દસહજાર રૂપિયા લીધા હતા. હું તમારા મિત્રને ચોરી છૂપે મળતી હતી. હું જ તમારા કાળા ઘનની સૂચના ઈંકમ ટેક્ષ વિભાગને આપી હતી. મેં જ...
પતિ વચ્ચે જ બોલ્યો - છોડો ડાર્લિંગ હવે વીતી વાતોને ભૂલાવી દો.જે થઈ ગયુ તે થઈ ગયુ. આમ તો હું જ તને ઝેર આપ્યુ છે, જેને કારણે તુ મરી રહી છે."
##############
"વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. એક પત્રનો રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો - મેં સાંભળ્યુ છે કે રંગનાથન જી, તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનુ પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો - શ....શ... ચૂપ.. આટલા જોરથી ન બોલતા. શુ તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો. મારી પત્નીનો તો એ વિચાર છે કે મને ફક્ત 1250 રૂપિયાજ મળે છે"
##############
"પતિ (પત્નીને) - સમ્મોહનનો અર્થ શુ છે ?
પત્ની - કોઈ માણસને પોતાના પ્રભાવથી વશીભૂત કરીને તેની પાસેથી મનપસંદ કામ કરાવી લેવુ તેને સમ્મોહન કહે છે.
પતિએ હસીને કહ્યુ - અરે નહી, તેને તો લગ્ન કહે છે"
##############
"કલબમાં પત્તાંની રમત રમી રહ્યા હતા. એક સિપાહીએ પોતાની ઘડિયાળ જોઈ અને પત્તા ફેકી દીધા.
મિત્રો બોલ્યા - શુ થયુ ?
હુ નીકળુ છુ, બરાબર આઠ વાગે પંડિતજીનો ટીવી પર સિતાર વાદનનો કાર્યક્રમ છે, મને બરાબર આઠ વાગે પહોંચવાનુ છે.
અરે વાહ, અમને નહોતી ખબર કે તુ સંગીતનો આટલો શોખીન છે.
હું સંગીતનો નહી, પંડિતજીની પત્નીનો પ્રેમી છુ, મને આઠ વાગે પંડિતજીન ઘરે પહોંચવાનુ છે."
##############
"પત્નીએ કહ્યુ - હુ વ્યસ્તતાને કારણે તમારી પેંટમાં બટન લગાવી ન શકી તેમા આટલો ગુસ્સો કરવાની શુ જરૂર છે ? તમારી પેંટ તમને પત્ની કરતા વધુ વ્હાલી છે ?
પતિએ કહ્યુ - હા, કેમ ન હોય, પત્ની વગર તો કંઈ પણ જઈ શકુ છુ પણ પેંટ વગર નથી જઈ શકતો."
##############
"પતિ - પ્રિયે, આજે તારો જન્મદિવસ છે, બોલ તને અજે ક્યાં લઈ જઉં ?
પત્ની - (ખુશ થઈને)જ્યાં હું પહેલા કદી ન ગઈ હોઉં એવી જગ્યાએ.
પતિ - તો ચાલ, તને રસોડામાં લઈ જઉ."
##############
"ચૂંટણી લડી રહેલી સ્ત્રીને પત્રકારે કહ્યુ - તમને ચૂંટણી લડવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો ?
સ્ત્રી - જ્યારે પણ મેં મારા પતિ સાથે લડુ છુ ત્યારે જીત મારી જ થાય છે."
##############
"પતિ - ખબર છે ?
હું લગ્ન પહેલા ખૂબ જ રખડું હતો.
શું તુ પણ આવુ જ કરતી હતી ?
પત્ની - ગુણ મળ્યા વગર કાંઈ લગ્ન થઈ શકતા હોય ?"
##############
"એક સભામાં ધર્મનો ઉપદેશ આપી રહેલા એક સાધુ મહારાજ કહી રહ્યા હતા - દરેક પત્નીએ પોતાના પતિના પગલે-પગલે ચાલવું જોઈએ.
આ સાંભળી એક સ્ત્રી વચ્ચે જ ઉભી થઈને બોલી - પરંતુ મહારાજ મારા પતિ તો પોસ્ટમેન છે, હું તેમના પગલે ચાલીને લોકોના ઘરે ઘરે કેવી રીતે જઈ શકું છુ"
##############
"પ્રેમી - તમારી મોટી બહેનના શુ હાલ છે, જેણે એક લખપતિ સાથે લગ્ન કર્યા હતા.
પ્રેમિકા - તે ખૂબ જ શ્રીમંત છે પણ પતિ સાથે બિલકુલ બનતુ નથી.
પ્રેમી - તો પછી છુટાછેડા કેમ નથી લેતી ?
પ્રેમિકા - પણ, છુટાછેડા લેવાથી આરામ અને મિલકત કેવી રીતે મળશે ?"
##############
"પત્ની-તમે મને ચીઢવો છો ને હું હવે પહેલા જેવી નથી દેખાતી, પણ ખબર છે હું આજે પણ દેખાવડી છુ, આજે બસમાં મને જોઈને ત્રણ-ત્રણ માણસોએ ઉભા થઈને મને જગ્યા આપી.
પતિ-તેઓ જાણતા હતા, કે કોઈ એક ઉઠશે તો તુ બેસી નહી શકે, અને બે ઉઠશે તો બાકીના એકને બેસવામાં તકલીફ થશે. તને ત્રણ સીટ તો જોઈએ જ."
##############
"સંજના - સંજય, જો મારા જીભ પર કેટલા મોટા ચાંદા પડી ગયા છે.
સંજય - પડે જ ને ! તુ તેને કદી આરામ જ નથી આપતી, દિવસભર ચલાવ્યા જ કરે છે તો એવુ જ થાય ને."
##############
"પતિ-આજકાલ દરેક ઓફિસમાં સ્માર્ટ અને પાતળી સ્ત્રી જ શોભે છે, અને ઓફિસોમાં તો એવી જ માંગ છે.
પત્ની-શુ, તમે સાચુ કહો છો.
પતિ-હા, બિલકુલ સાચુ.
પત્ની - તો પછી હુ પણ ડાયેટિંગ કરવાનું શરૂ કરી દઉ.
પતિ - પણ તુ ક્યાં જાડી છે ?
પત્ની- ખબર નહી, ક્યારે મારા બોસને હું જાડી લાગુ અને મને કાઢી મૂકે."
##############
"એક છોકરીએ પોતાના લગ્નના પ્રસંગે પોતાના જૂના પ્રેમીને આમંત્રણ કંકોતરી મોકલી.
પ્રેમીએ કંકોતરી ખૂબ જ ધ્યાનથી વાંચી અને જેની સાથે તેના લગ્ન થઈ રહ્યા હતા તેનો સંપર્ક કર્યો. પાછળથી એક શુભેચ્છા પાઠવતો એક તાર મોકલ્યો જેમા લખ્યુ હતુ કે - ઈશ્વર કરે તમારી જીંદગીમાં આવો દિવસ વારંવાર આવે."
##############
"એક સાહેબે કપડાની નવી દુકાન ખોલી હતી. તેમણે એક રાત્રે સપનામાં જોયુ કે એક ગ્રાહક વીસ ગજ કપડું માંગી રહ્યો છે. ખુશ થઈને તેમણે ગ્રાહક માટે કપડું ફાડવાનુ શરૂ કર્યુ.
ત્યારે તેમની પત્ની જાગી ગઈ અને બરાડી, શુ કરી રહ્યા છો ?મારી સાડી કેમ ફાડી રહ્યા છો ?
તેઓ ઉંધમાં જ બબડવા લાગ્યા - વાઘણ પત્ની, દુકાનમાં પણ પીછો નથી છોડતી."
##############
"ડોક્ટર સાહેબ મારુ દિલ અને મગજ બિલકુલ જવાબ આપી ચૂક્યુ છે. જરાક આહટ થતાં જ ઉછળી પડે છે.
દરવાજાની ઘંટી વાગત જ દિલ જોર-જોરથી ધડકવા માંડે છે. રાત્રે ઉંધ આવતી નથી, મારી બીમારી શુ છે. મને તો કશું જ સમજાતુ નથી. એક રોગીએ ડોક્ટરને આશ્ચર્ય સહિત પૂછ્યુ.
તમારી અને મારી બીમારીમાં કોઈ અંતર નથી. તારી જેમ હું પણ વિવાહિત છુ - ડોક્ટરે સમજાવતા કહ્યુ."
##############
"એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ - તારો પતિ તો પહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો, હવે ઘરે જલ્દી કેવી રીતે આવી જાય છે ?
બીજી બોલી - ખૂબ જ સહેલાઈથી... એક રાત્રે જ્યારે તેઓ મોડા ઘરે આવ્યા અને તેમણે કોલબેલ વગાડી. હું અંદરથી બોલી, અજય ડિયર, હવે તુ મને સતાવીશ નહી. તેમના આવવાનો સમય થઈ ગયો છે, તુ કાલે આવજે."
##############
"એક હીરોઈનને તેની બહેનપણીએ પૂછ્યુ - અરે તે એક સેક્રેટરી સાથે લગ્ન કેમ કરી લીધા ?
અભિનેત્રીએ જવાબ આપ્યો - વાત એમ છે કે તે ખૂબ જ બદમાશ થઈ ગયો હતો અને હું તેને સજા આપવા માંગતી હતી."
##############
"પતિ -હવે તમે ઝગડો બંધ કરો હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.
પત્ની-તમે રહો શાંતિ સાથે હું રમણ સાથે રહેવા માંગુ છુ."
##############
"પત્ની-તમે મારા માટે પણ તાજમહેલ કેમ નથી બનાવતા ? લોકો તમને મહાન માણસ ગણશે.
પત્ની-પહેલા તુ મર તો ખરી, પછી હું મારી મહાનતા બતાવુ."
##############
"પત્ની - નહી જજ સાહેબ, હું હવે આ માણસ સાથે રહેવા નથી માંગતી. તમે હવે મને છુટાછેડા કરાવી આપો.
જજ - એકવાર ફરી વિચારી લો, તમે આમની કાંઈક આવડત જોઈને જ લગ્ન કર્યા હશે.
પત્ની - હા, પણ હવે તેમની બધી આવડત ખર્ચાઈ ગઈ છે"
##############
"પત્ની - લગ્નને તમે શુ માનો છો ?
પતિ - એક એવી ઉમરકેદ જેમાં સારો વ્યવ્હાર ન કરવાથી મુક્તિ મળે છે"
##############
"પત્ની - સાંભળ્યુ તમે ? રાજેશની પત્નીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.
પતિ - તે ટેલિફોન એક્સચેંજમાં કામ કરે છે. ખબર છે ને કે ટેલિફોન ઓપરેટર કદી કદી રોંગ નંબર પણ આપી દે છે."
##############
"એક પત્નીએ સોંદર્ય પ્રસાધનોની દુકાનના વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લિપસ્ટિક જોઈએ.
દુકાનદાર બોલ્યો - લીલી જ કેમ ? આ રંગની લિપસ્ટિક હોઠો પર ગંદી લાગે છે.
પત્નીએ શરમાતા કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે."
##############
"પતિ - પ્રિયે, મારા સમ ખાઈને કહો કે તને બિલકુલ ભૂખ નથી લાગી.
પત્ની - સમ ખાવા જેટલી જગ્યા હોત તો તમે લાવેલી મીઠાઈ ન ખાઈ લેતી ?"
##############
"પતિ - શુ જમવાનુ બનાવ્યુ છે તમે, શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે.
પત્ની - તમે જ તો કહો છો કે પ્રેમ....
પતિ - આંધળો હોય છે, પણ આટલો પણ નહી કે કાચુ કે બળેલુ પણ ખબર ન પડે."
##############
ટીવી પર જાહેરાત જોઈને પત્નીને પણ હાજમાની ગોળીઓ ખાવી શરૂ કરી દીધી. એક દિવસ પતિએ હસીને કહ્યુ - તુ ગમે તેટલી હાજમાની ગોળી ખાઈ લે તારા પેટમાં કોઈ વાત નહી પચે.
##############
"એક સજ્જન પોતાની પત્નીની સાથે ટ્રેનમાં ચઢી અને તરત જ ઘબરાઈને પ્લેટફોર્મ પર કૂદી પડી. ટ્રેનમાં બેસેલા યાત્રિઓએ પૂછ્યુ - શુ થયુ ભાઈ કૂદી કેમ પડ્યો ?
પેલા સજ્જન બોલ્યા - અંદર લખ્યુ છે કે વિસ્ફોટક વસ્તુને સાથે લઈને યાત્રા કરવાની મનાઈ છે."
##############
"વિવેક - (પોતાના મિત્રને) - આજકાલ મારી પત્ની મારી લાંબી ઉંમરની અને આગલા જન્મમાં પણ હું જ એનો પતિ બનૂ, તે માટે વ્રત કરી રહી છે.
મિત્ર - તો સારુ છે ને, તને આનાથી શુ સમસ્યા છે.
વિવેક - સમસ્યા એ છે કે જો ભગવાને તેનુ સાંભળી લીધુ તો મારો આ જન્મ તો ગયો, આગલો જન્મ પણ નરકમાં ધકેલાઈ જશે"
##############
"જજ (પતિને) તમારા પર આરોપ છે કે તમે તમારી પત્નીને એકલી છોડીને ભાગી ગયા હતા, શુ તમારે તમારા બચાવ માટે કાંઈક કહેવુ છે ?
પતિ - સાહેબ બચાવ કરી શકતો હોત તો ભાગવાની જરૂર જ કેમ પડતી"
##############
"પતિ - મને એ લોકોથી નફરત છે, જે પીઠ પાછળ વાતો કરે છે.
પત્ની - ખાસ કરીને સિનેમાહોલમાં"
##############
"બીમાર પતિએ હોશમાં આવતા જ બબડવાનુ ચાલુ કર્યુ - મેં ક્યાં છુ ? શુ હું સ્વર્ગમાં પહોંચી ગયો છુ ?
પત્નીએ સાંત્વના આપી - નહી, ડાર્લિંગ, હમણાં તો હુ તમારી સાથે જ છુ."
##############
"પતિ - તુ કહે છે કે તને મારી સાથે બીજી મુલાકાતમાં પ્રેમ થયો. પણ પહેલી મુલાકાતમાં આવુ ન થયુ ? પ્રેમ તો હંમેશા પહેલી નજરમાં થાય છે.
પત્ની - તમે મને બીજીવાર મળ્યા ત્યારે આ વાત ખબર પડી કે તમે ખૂબ શ્રીમંત છો."
##############
"અંજૂએ પોતાના પતિને પૂછ્યુ - મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો."
##############
"પત્નીને બ્યુટી પાર્લરમાં વાળ ધૂંધરાલા કરવા જતી જોઈને પતિ બોલ્યો - જો ભગવાનને તારા વાળ ધૂંધરાલા કરવા હોત તો તે પોતે જ કરી દેતા.
પત્ની હસીને બોલી - જ્યારે હું નાની હતી ત્યારે તેમણે મારા વાળ ધૂધરાલા કર્યા હતા, પણ જ્યારે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે આ મોટી થઈ ગઈ છે આટલુ કામ તો જાતે કરી લેશે."
##############
"કરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી - આજે મેં નોકરાણીને કાઢી મૂકી.
પતિ - તે કેમ આવુ કર્યુ ? તારે તેને એક વાર સુધરવાની તક તો આપવી હતી.
પત્ની - પણ, હું તમને કોઈ તક આપવા નથી માંગતી."
##############
"પત્ની - શુ તમે મને ખૂબ જ પ્રેમ કરો છો ?
પતિ પ્રેમથી બોલ્યો - હા પ્રિયે હુ તારા માટે મારો જીવ પણ આપી શકુ છુ.
પત્ની - જીવ ન આપતા, બસ બસો રૂપિયા આપો."
##############
"પ્રેમી - તો પાકુ છે ને કે આજે રાતે આપણે બે વાગે શહેર છોડીને ભાગી જશુ.
તુ બિલકુલ પણ મોડુ ન કરતી, હું તારી રાહ જોઈશ.
પ્રેમિકા - તુ ચિંતા ન કરીશ મારા પતિ મારો સામાન બાંધી રહ્યા છે."
##############
"પત્ની- કોલેજનો તમારો કોઈ કડવો અનુભવ યાદ છે ?
પતિ - હા, તારી અને મારી પહેલી મુલાકાત કોલેજમાં થઈ હતી."
##############
"મેં કહ્યુ - દિલરૂબા !
તેણે કહ્યુ - પૈસા બતાવ
મેં કહ્યુ - પૈસા નથી
તેણે કહ્યુ - કેમ નથી
મેં કહ્યુ - મોંધવારી છે
તેણે કહ્યુ - જા તુ મારો ભાઈ છે."
##############
"પત્ની(ગુસ્સે થઈને) - તમે જીવનમાં કદી કોઈ ભલાઈનુ કામ કર્યુ છે ?
પતિ - હા, તારા જેવી સ્ત્રી સાથે લગ્ન કરીને."
##############
"પતિએ પત્નીને પારકા પુરૂષ સાથે ફરતાં જોઈ લીધો.
ઘરે આવતા જ તે પત્ની સાથે ઝગડવા લાગ્યો.
પત્નીએ કહ્યુ કે જ્યારે હું કોઈ પારકાં પુરૂષ સાથે બજારમાં ફરતી હોઉ તો તમારે તો ખુશ થવુ જોઈએ કે તમારા પૈસાની બચત થઈ રહી છે."
##############
"વૃધ્ધ પત્નીએ પોતાની બહેનપણીને કહ્યુ - મેં મારા પતિની દાંતથી નખ તોડવાની આદત છોડાવી નાખી.
બહેનપણી બોલી - કેવી રીતે ?
પત્ની - મેં તેમના દાંત સંતાડીને મુકી દીધા"
##############
"પત્નીએ પતિને કહ્યુ - યાદ રાખજો, જો આજ તમે દારૂપીને ઘરે આવશો તો હું આપધાત કરી લઈશ.
પતિ - પ્રિયે, તુ રોજ સવારે આ જ વાત કહે છે પરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કે ન હું દારૂ પીવાનુ છોડુ છુ."
##############
"પત્ની - લગ્ન શુ છે ?
પતિ - લગ્ન એ ચ્યુઈંગમ છે. શરૂઆતમાં થોડા સમય સુધી ગળ્યુ લાગે છે, પણ પછી ગમે તેટલુ ચાવો બેસ્વાદ જ લાગશે"
##############
"પતિ - મારા મરવાના સમાચાર પહેલા કોને આપીશ ?
પત્ની - વીમા કંપનીને."
##############
"પત્ની(દયાની ઈચ્છાથી) મને એવો શક છે કે મારા પતિ પોતાની નવી સ્ટેનોને પ્રેમ કરી રહ્યા છે.
નોકરાણી - હું નથી માની શકતી. તમે મને બળાવવા આવી વાતો કરી રહ્યા છો."
##############
"પત્ની - પહેલી નજરના પ્રેમને તમે શુ કહો છો ?
પતિ - ઠીક છે, આનાથી સમયની સાથે સાથે છોકરીને ઈમ્પ્રેસ કરવાના ખર્ચા પણ બચે છે"
##############
"પતિ -(નવી-નવી પત્નીને) લાગે છે કે તને સફાઈ ખૂબ પસંદ છે.
પત્ની(શરમાઈને) તમને કેવી રીતે ખબર પડી ?
પતિ - જે વાસણોમાં તે જમવાનુ પીરસ્યુ છે તેમાં સાબૂની વાસ આવી રહી છે."
##############
"પતિ - તુ કેટલી ભોળી છે. શુ તુ મારી આંખોમાં મારા દિલની સ્થિતિ નથી વાંચી શકતી ?
પત્ની - તમે તો જાણો છો કે હુ ભણેલી નથી."
##############
"પત્ની જે કાર ચલાવવાનુ શીખી રહી હતી, પોતાના પતિને બોલી - જુઓ આ અરીસો સારી રીતે લગાવ્યો નથી.
પતિ - કેમ, કંઈ ગરબડ છે ?
પત્ની બોલી - હા, આમાં તો ફક્ત પાછળની ગાડીઓ જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી."
##############
"પોતાના પતિને લઢતા એક હીરોઈન બોલી - તમે સ્ટુડિયોમાં જઈને એવુ કેમ કહ્યુ કે હું તમારી પત્ની છુ ? હવે બધાને ખબર પડી ગઈ કે હુ પરણેલી છુ . હવે મારા કેરિયરનુ શું ?
પતિએ ગભરાતા કહ્યુ - લોકોને ખબર પડશે કે તુ પરણેલી છે તો શુ ફરક પડશે ""
પત્ની બોલી - ખબર પડશે નહી પડી ગઈ છે, આ ખબર પડ્યા પછી તો હીરોએ લવસીનમાં એક પણ ભૂલ નથી કરી."
##############
"એક વાર એક પત્રકારે અમિતાભની સાથે એક ઈંટરવ્યુ લેવાનુ નક્કી કર્યુ.
પત્રકારે પ્રશ્ન કર્યો - પુરૂષો અને સ્ત્રીઓની પસંદગી વિશે તમારે શુ કહેવુ છે ?
અમિતાભે જવાબ આપ્યો - પુરૂષોની પસંદ શ્રેષ્ઠ હોય છે ને સ્ત્રીઓની પસંદ હલકી હોય છે.
જયા બચ્ચને તરત જ જવાબ આપ્યો - તેથી જ તો આમને મને પસંદ કરી અને મેં તેમને."
##############
"પત્ની - જમવાનુ બની ગયુ છે, તમે ગરમા-ગરમ બે ફુલકાં ખાઈને જાવ.
પતિ - ઘરમાં બર્નોલ છે ?
પત્ની - હા, છે.
પતિ - તો, જરૂર ખાઈશ."
##############
"પતિ પત્ની વચ્ચે ઝગડો થઈ રહ્યો હતો.
પત્ની(ગુસ્સામાં)- તમે લગ્ન પછી મને શુ સુખ આપ્યુ, શુ આપ્યુ છે મને ?
પતિ - બે બાળકો તો આપી દીધા બીજુ શુ આપુ ?"
##############
"પત્ની - બતાવો, પુરૂષ માટે કંઈ વસ્તુનુ વધુ મહત્વ છે,પત્ની કે પેંટનું ?
પતિ - પેંટનુ કારણકે પત્ની વગર તો એ કયાય જઈ શકે છે."
##############
"પત્ની (પતિને) - સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી.
પતિ - (પતિએ મૂર્ખામી પર હસતા)- તેને મને રોક્યો હતો ?"
##############
"એક પત્નીએ સોંદર્ય પ્રસાધનની દુકાને જઈને વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લાલી જોઈએ.
વિક્રેતાએ પૂછ્યુ - લીલો જ કેમ ? આ રંગ તો હોઠ પર ગંદો લાગશે.
પત્નીએ શરમાઈને કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે."
##############
"એક પત્નીએ પતિને કહ્યુ - છોકરીઓની શાળા પાસે બોર્ડ લાગ્યુ છે - મહેરબાની કરીને ગાડી ધીરે ચલાવો, શાળા છે. પણ મહિલા કોલેજની સામે કોઈ બોર્ડ નથી.
પતિ - આપણા અધિકારીઓ સમજુ છે. તેમને ખબર છે કે તેમના વિસ્તારમાં ગાડી તેની જાતે જ ધીમી થઈ જાય છે."
Post a Comment
Post a Comment