"જજ: તમે શું ગુનો કર્યો છે?
સંતા: મેં વહેલા શોપિંગ કરી કીધું હતું
જજ: એ તો કઈ ગુનો નથી, પણ કેટલા વહેલા તમે શોપિંગ કર્યું?
સંતા: દુકાન ખુલવાના પહેલા."
##############
"સન્તા એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયો.
વેઈટર નાસ્તો લાવતાં પહેલાં ખાલી ડીશો મુકી ગયો એમાંની એક પ્લેટમાં ટીશ્યુ પેપર હતો.
સન્તાને થયું ”યે કૌન સી ખાનેકી ચીજ હૈ?”
સન્તા ટીશ્યુ પેપર ખાવા જ જતો હતો ત્યાં પાછળ બેઠેલો બન્તા બોલી ઉઠયો,
”મત ખાના ઓયે! બહોત ફીકા હૈ !”"
##############
"સંતા - નેપોલિયનની વાત સાચી છે યાર, દુનિયામાં કંઈ અશક્ય નથી.
બંતા - પણ, હુ તો કહુ છુ કે આ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈ એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે."
##############
"સંતા- અહી પાસે કોઈ કબ્રસ્તાન છે ?
બંતા - નહી
સંતા - તો પછી ગાડીની રાહ જોતા જોતા જે લોકો મરી જાય છે, તેમણે દફન કયાં કરવામાં આવે છે."
##############
"પોસ્ટમેન સંતાને - તમારી ચિઠ્ઠી પહોંચાડવા માટે 3 કિલોમીટર પગપાળા ચાલીને આવવુ પડે છે.
સંતા - તમે આવવાને બદલે ચિઠ્ઠી પોસ્ટ કરી દેજો"
##############
"સંતા(લાઈબ્રેરિયનને)-હું આ ચોપડી લઈ ગયો હતો પરંતુ આ વાચેલી બધી ચોપડીઓ કરતાં સૌથી વધારે બોરિંગ છે. આમા તો ફક્ત પાત્ર જ છે. વાર્તા તો ક્યાંય નથી.
લાઈબ્રેરિયન - તમે અમારી ફોનબુક લઈ ગયા હતા."
##############
"સંતા - ક્યાં જઈ રહ્યાં છો ?
બંતા - હુ મારે ગામ જઈ રહ્યો છું ?
સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ?
બંતા - અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ."
##############
"સંતા-(દુકાનદારને) કોઈ સરસ કાપડ બતાવો.
દુકાનદાર - પ્લેનમાં બતાવુ ?
સંતા - પ્લેનમાં જવાની શી જરૂર છે, અહીં જ બતાવી દો ને."
##############
"સંતા-(બંતાને) યાર, મારી ઘડિયાળ ચાલતી નથી, શુ કરુ ?
બંતા- એ ચાલશે તો ત્યારે જ્યારે તેને હાથના બદલે પગમાં બાંધીશ."
##############
"સંતા - રમણ, તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ?
બંતા - મારા અનુભવોના આધારે કહુ તો લગ્નને મફતમાં ધોવાની અને બે ટાઈમ સમયસર જમવાનું મળવાની એક ખૂબ જ ખર્ચાળ રીત."
##############
"સંતા - કાલે મે જોયું તો એક પુરૂષ સ્ત્રી સાથે લડી રહ્યો હતો. મેં તેને કહ્યું કે તું સાચો બહાદુર હોય તો પુરુષ જોડે લડને.
બંતા - પછી શું થયુ ?
સંતા - થવાનું શું હતુ ? જ્યારે મને ભાન થયું ત્યારે હું હોસ્પિટલમાં હતો."
##############
"એક વાર સંતા અડધો કલાકમાં દસ વાર ટોયલેટ ગયો, ત્યારે બંતાએ પૂછ્યુ - કેમ સંતા સાહેબ, આજે તમને ચેન નથી ?
સંતા - છે પણ ખુલતી નથી."
##############
"સંતા અને બંતા જેલ તોડીને ભાગે છે. અને બે થૈલા પડેલા જોઈને તેમાં સંતાઈ જાય છે. એક પોલીસવાળાને સંદેહ થતા તે સંતાના થેલાને લાત મારે છે.
સંતા - ભો..ભોં.. થેલામાં કૂતરો સમજીને પોલીસવાળો ફરી બીજા થૈલાને લાત મારે છે.
બંતા- (બૂમ પાડીને) થૈલામાં બટાકા છે."
##############
"સતા-(બંતાને) તને જ્યારે ઠંડી લાગે છે ત્યારે તુ શુ કરે છે ?
બંતા- હું હિટરની પાસે બેસી જઉં છું
સંતા- તો પણ તારી ઠંડી ન ભાગે તો ?
બંતા- પછી હું હિટર ચાલુ કરી દઉં છું"
##############
"સંતા અને બંતા રસ્તામાં ઉભા રહીને વાતો કરતા હતા. એકદમ સામે બે યુવતીઓ આવતી દેખાઈ. સંતાએ કહ્યુ - ગજબ થઈ ગયો મારી પત્ની અને પ્રેમિકા બંને એકસાથે આવી રહી છે.
બંતા બોલ્યો - કેટલી વિચિત્ર વાત છે, હું પણ એવુ જ કહેવાનો હતો."
##############
"એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું: 'યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે, છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?'
સંતા કહે છે: 'યાર ક્યા કરું ? મૈંને આપ કો ફોન લગાયા તો અંદર સે કીસીને બોલા, પ્લીઝ ટ્રાય લેટર !'"
##############
"સંતા- શુ તારો ક્યારેક ભૂતથી પાલો પડ્યો છે ?
બંતા - નહી, મેં ધણા પ્રયત્નો કર્યા કે ભૂતથી પાલો પડે, પણ આજે હું તારાથી બચી જ ન શક્યો."
##############
"સંતા હુઈની ઘરે બે છોકરીઓ જન્મી, તેણે પોતાના પડોસી બંતાને કહ્યુ કે છોકરીઓનુ હું અંગ્રેજી નામ મૂકવા માંગુ છુ, શુ નામ મુકુ.
બંતાએ કહ્યુ એકનુ નામ કેટ મુકી દે, સંતા બોલ્યો અને બીજીનુ નામ શુ મુકુ ?
બંતાએ કહ્યુ - ડુપ્લીકેટ"
##############
"સંતા - શુ તમને જલેબી પસંદ છે ? જો છે તો શુ તમે 500 ગ્રામ જલેબી એકસાથે ખાઈ શકો છો ?
બંતા - આમ તો જલીબી મને વધુ પસંદ નથી, પણ જો એક કિલો રબડી સાથે મળે તો હુ જરૂર ખાઈ લઈશ."
##############
"સંતા - જે દિવસથી મારી ફીયાંસીને મળીને આવ્યો છુ તે દિવસથી હું કશુ ખાઈ શકતો નથી, કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી ?
બંતા - મતલબ તને તારી ફીયાંસી સાથે પ્રેમ થઈ ગયો છે.
સંતા - નહી....... કારણકે એક જ મુલાકાતમાં મારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે."
##############
"સંતા - મારી પત્ની રોજ ફરિયાદ કરતી હતી કે મારી પાસે પહેરવા માટે વ્યવસ્થિત કપડાં નથી.
બતા - તો શુ તે એણે કપડાં સીવડાવી આપ્યા.
સંતા - નહી યાર, મેં મારા ધરની બારીઓમાં પરદા લગાવડાવી દીધા."
##############
"સંતા - ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુ નામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો ?
બંતા - નહી. સંતા - કેમ ?
બંતા - પત્નીએ મને પુસ્તક વાંચવાને તક જ ન આપી."
##############
"બંતા- અરે સંતા તે કાન પર કેળુ કેમ મુક્યુ છે ?
સંતા- ઓ ભગવાન, તો શુ હું લંચમાં પેંસિલ ખાઈ ગયો શુ ?"
##############
"સંતા એક દિવસ પ્રેશર કુકર લઈને આવ્યો અને બીજા જ દિવસે પાછુ આપવા ગયો.
દુકાનદાર - શુ પ્રોબ્લેમ છે આમા ?
સંતા - ઘરમાં જવાન પુત્રી છે અને આ સાલુ સીટી માટે છે."
##############
"સંતાએ પોતાના મકાનનો એક રૂમ ભાડે આપ્યો.
ભાડૂઆતે કહ્યુ - બીજુ બધુ તો ઠીક છે, પણ બારી ધણી નાની છે. ઈમરજંસીમાં તેનો ઉપયોગ નહી થઈ શકે.
સંતા - ઈમરજંસી જેવી કોઈ તકલીફ નહી આવે કારણકે હું ભાડુ એડવાંસમાં જ લઈ લઉં છુ."
##############
"સંતા ઝાડ પર ચઢી ગયો, તો ઝાડ પર બેસેલા વાંદરાએ પૂછ્યું : ઉપર કેમ આવ્યો ?
સંતા- સફરજન ખાવા.
વાંદરો- પણ આ તો કેરીનું ઝાડ છે!
સંતા- હા ખબર છે, એટલે જ તો સફરજન સાથે લાવ્યોય છું."
##############
"એક દિવસ સંતાએ ડોક્ટરને આવીને કહ્યુ - તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે, ડોક્ટર સાહેબ. ડોક્ટરે કહ્યુ - થયો હશે. પણ મને યાદ નથી આવતુ કે મેં તમારી સારવાર ક્યારે કરી ?
બંતા - મારી નહી, મારા કાકાની. તમારી સારવારથી મારા કાકા સ્વર્ગમાં ગયા અને તેમની મિલકતનો હું એકમાત્ર વારસદાર થઈ ગયો."
##############
"સંતા - ચાલ, વગર વિચાર્યે ખોટુ બોલી બતાવ તો, હુ તને સો રૂપિયા આપીશ.
બંતા - હમણા તો તુ એક હજાર રૂપિયા આપવાની વાત કરતો હતો ને ?"
##############
"સંતા-કેમ લા, ગઈકાલે રસ્તા પર કેમ પડ્યો હતો ?
બંતા- હું મારી આખી બોટલ પી ગયો હતો, કારણ કે આ જરૂરી થઈ ગયુ હતુ.
સંતા- અરે, જરૂરી કેમ થઈ ગયુ હતુ ?
બંતા - કારણ કે મારી બોટલનું ઢાંકણું ખોવાય ગયુ હતુ."
##############
"સંતા - બતાવ બંતા, લોકો અક્કલથી કામ લે તો શુ થાય ?
બંતા - તો તેમણે તલાક નહી આપવી પડે.
સંતા - અને વધુ બુધ્ધિથી કામ કરે તો ?
બંતા - તો લગ્ન કરવાનો વારો જ ન આવે."
##############
"બંતા -(સંતાને) ચાલ, 5 રૂપિયા ફાળો આપ, એક નેતાનું અવસાન થઈ ગયુ છે, આપણે બધાએ મળીને તેનો અંતિમ સંસ્કાર કરવાનો છે.
સંતા - આ લે 15 રૂપિયા, અને ચાલ એક સાથે ત્રણના અંતિમ સંસ્કાર કરી નાખીએ."
##############
"સંતા અને બંતા ગીત ગાઈ રહ્યા હતા. તેમાંથી સંતા સીધો ઉભો હતો અને બંતા શીર્ષાસનમાં ઉભો રહીને ગીત ગાઈ રહ્યો હતો. એક વ્યક્તિ જ્યારે જોયું ત્યારે તેને રોકાઈને પૂછ્યું - કેમ ભાઈ આ રીતે શીર્ષાસનમાં ઉભા રહીને જ કેમ ગાઈ રહ્યા છો ?
બંતા બોલ્યો - અરે સમજાતું નથી, આ સાઈડ એ ગાઈ રહ્યો છે અને હું સાઈડ બી ગાઈ રહ્યો છુ."
##############
"સંતા : જ્યારે હું જંગલમાંથી એકલો પસાર થઈ રહ્યો હતો. ત્યાદરે મને ડાકૂ મળ્યાં . તેઓ મારી ઘડિયાળ, કાર અને રૂપિયા બધું લઈ ગયાં.
બંતા : પણ તારી પાસે પિસ્તોંલ હતી ને?
સંતા : હા, હતી ને. પણ પિસ્તોહલ પર તેઓની નજર જ ન પડી."
##############
"સંતાસિંહનું ટાબરિયું અર્ધો લિટર પેટ્રોલ પી ગયું. સંતાએ લાફો મારીને પૂછયું : ક્યૂં પિયા પેટ્રોલ ?
ટાબરિયું : ટીચરને બોલા કી મેરી એવરેજ કમ હૈ, સો મૈંને…."
##############
"લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરી : 'ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…'
પોલીસ : 'પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?'
સંતા : 'ટી.વી. તો હું જોતો હતો ને ?'"
##############
"સંતા - મને તો મારા મિત્રએ કહ્યું હતુ કે તમારું અવસાન થઈ ગયુ છે.
બંતા- કેવી વાત કરી રહ્યા છો, હું તો તમારી સામે જ જીવતો ઉભો છુ.
સંતા- હું તમારી વાતથી વધારે મારા મિત્રની વાત પર વિશ્વાસ કરું છું."
##############
"સંતા - યાર, આપણે ફટકડા સળગાવીએ છીએ તો પહેલા પ્રકાશ દેખાય છે અને પછી અવાજ સંભળાય છે, આવું કેમ ?
બંતા- અરે યાર, આવું એટલા માટે હોય છે કારણ કે આપણી આંખો આગળ છે અને કાન પાછળ."
##############
"બંતાએ સાઈકલની નવી દુકાન ખોલી હતી. સંતા નામનો એક ઘરાક તેની દુકાને આવ્યો.
સંતા - મારે સાઈકલ ખરીદવી તો છે, પણ સરળ હપ્તેથી.
બંતા - કંઈ વાંધો નહી, બોલો, પહેલાં હેંડલ લઈ જશો કે પૈંડલ."
##############
"સંતા - તમારી છત્રીમાં તો કાણું છે.
બંતા - ખબર છે, મેં જ કર્યુ છે.
સંતા- પણ કેમ?
બંતા - અરે યાર, જ્યારે વરસાદ બંધ થઈ જશે ત્યારે મને ખબર પડી જાયને એટલા માટે."
##############
"બંતા - અરે સંતા, તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ?
સંતા - બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મે એ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે."
##############
"સંતા - (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ?
બંતા - ભારતની જનસંખ્યા."
##############
"સંતા - હું બધા પ્રકારના હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છુ.
બંતા- ખોટું, તુ મેટરનિટિ હોસ્પિટલમાં તો નહિ દાખલ થયો હોય ને ?
સંતા - અરે યાર ત્યાજ તો હું જન્મયો હતો."
##############
"સંતા ચોરે બંતા ચોરને કહ્યુ - મને આ ઠંડીની ઋતુ બિલકુલ ગમતી નથી.
બંતા -કેમ ?
સંતા - બધા લોકો પોતાના ખિસ્સામાં હાથ નાખે છે માટે."
##############
"બંતા- અરે જો સંતા, આ કોલ્ડ્રિંકની બોટલમાં વંદો તરી રહ્યો છે
સંતા- અરે વાહ, શુ સીન છે.
માણસોની સાથે સાથે આ જીવોને પણ ફેવરેટ ડ્રિંક છે."
##############
"સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ - તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ?
બંતા ગુનેગારે કહ્યુ - સાહેબ, ડબ્બામાં લખ્યુ હતુ કે 'આ તમામ સંપત્તિ તમારી પોતાની છે.' એટલે એમાંથી હુ મારો ભાગ લેતો હતો."
##############
"સંતા-બંતા એક ચા ની દુકાને બેઠા-બેઠા વાતો કરી રહ્યાં હતાં
સંતા : અરે યાર બંતા તને ખબર છે કાલે રાત્રે હું એક ફિલ્મ જોઈ રહ્યો હતો જેમાં એક ચુડેલ ક્યારેક મારી આગળ તો ક્યારેક મારી પાછળ આટા-ફેરા કરી રહી હતી.
બંતા : કઈ ફિલ્મ હતી એ ?
સંતા : ફિલમ-બિલમ કંઈ નહીં એ તો મારા લગ્નની વીડિયો કેસેટ હતી."
##############
"બંતા - મને તારા ઘરની માખીઓ સતાવી રહી છે. જ્યારથી આવ્યો છુ ત્યારથી મારી પર જ બેસી રહી છે. ઉડાવુ છુ તો ફરી બેસે છે
સંતા - હું પણ આમની આદતથી કંટાળી ગયો છુ જ્યાં ગંદી વસ્તુ દેખાય છે ત્યાંજ બેસવાનું શરૂ થઈ જાય છે."
##############
"સંતા (બંતાને) - દોસ્ત જો હું પાંચ કિલો ખાંડ ખાઈ જવું તો તુ મને શુ આપે ?
બંતા - હોસ્પિટલ જવાનું ભાડુ."
##############
"સંતા અને બંતા ઘણા રંગીન મૂડમાં વાતો કરતા કરતા હોટલથી બહાર નીકળ્યા. અચાનક સામે બે સ્ત્રીઓને આવતી જોઈ તેઓ થંભી ગયા.
સંતાએ સંતાવાની કોશિશ કરીને ગભરાતાં-ગભરાતાં કહ્યુ - હે ભગવાન મારી પત્ની અને પ્રેમિકા એક સાથે આવી રહી છે.
બંતા બોલ્યો - મજાક ન કર, એ તો મારી પત્ની અને મારી પ્રેમિકા છે."
##############
"સંતા- યાર, મને ખાસી બહું થઈ રહી છે, શું કરુ ?
બંતા - આજથી તું તળેલી વસ્તુ ખાવાની બંધ કરી દે અને ફક્ત દૂધ બ્રેડ જ ખા.
સંતા - આજથી નહી યાર, કાલથી.
બંતા - એક કેમ ?
સંતા - આજે તો તારી ઘેર જમણવાર છે ને."
##############
"સંતા પ્લેટફોર્મ પર ઉભો હતો અને અચાનક જ ટ્રેનના પાટા પર કૂદી જાય છે.
બંતા - અરે, તુ મરી જઈશ.
સંતા - અરે, તુ મરી જઈશ, તે સાંભળ્યું નહી કે ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી છે."
##############
"સંતા પોતાના બાળકોને બાળક-ગાડીમાં ફેરવી રહ્યો હતો, જે કોઈ પણ મળતું તે પૂછતું, કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો?
સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે.
વ્યક્તિ - તેથી જ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે."
##############
"સંતા - માણસ પત્નીથી પણ વધુ કોમ્ય્યૂટર પાછળ પાગલ કેમ બને છે ?
બંતા - કંટ્રોલ કી ને કારણે."
##############
"સંતા- તે ભાખડા ડેમ વિશે સાંભળ્યું છે ?
બંતા- હા, સાંભળ્યું છે.
સંતા- તે મારા રાજુજીએ ખોદયો હતો.
બંતા - તે મૃત સાગર વિશે સાંભળ્યું છે.
સંતા- હા, સાંભળ્યું છે.
બંતા- તેને તો મારા રાજુજીએ માર્યો હતો."
##############
"સંતા - એ.કે 47 સૌથી શક્તિશાળી છે.
બંતા - તે મારી વાઈફને નથી જોઈ તેથી આવુ બોલે છે,"
##############
"બંતા - આ ચપ્પુ કેમ ઉકાળી રહ્યો છે ?
સંતા - સુસાઈડ કરવા માટે
બંતા - તો ઉકાળવાની શી જરૂર છે ?
સંતા - ઈંફેક્શન ન થઈ જાય માટે."
##############
"સંતા - અરે બંતા, કોઈ આવ્યું છે, તે સ્વિમિંગ પુલ માટે ફાળો ઉઘરાવી રહ્યા છે.
બંતા - એમને એક ગ્લાસ ફરીને પાણી આપી"
##############
"સંતા - કાચમાં પોતાનો ચહેરો જોઈને - યાર બંતા, આ કાચમાં જે માણસ છે, તેને મેં ક્યાંક જોયો છે.
બંતા - (કાચમાં ચહેરો જોઈને) અરે, મૂર્ખ આ હુ જ છુ."
##############
"સંતા - મારી પત્ની તો ઝધડો થતાં જ પિયર જતી રહે છે.
બંતા - તુ તો બહું નસીબદાર છે. મારી પત્ની તો ઝધડો થતાં જ પિયરવાળાને અહીં બોલાવી લે છે."
##############
"સંતા - ફોર્ડ શુ છે ?
બંતા - ગાડી.
સંતા - અને ઓક્સફોર્ડ શુ છે ?
બંતા - બળદગાડી."
##############
"સંતા-પોતાની તૂટેલી ચંપલ સીવડાવવા ગઈ.
ચંપલની હાલત જોઈને મોચી બોલ્યો હું આને નથી સીવી શકતો
સંતાએ કહ્યુ - અરે યારે કોશિશ તો કરો, નેપોલિયને કહ્યુ હતુ કે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.
મોચીએ ચંપલ પરત લેતા કહ્યુ - બાબૂ સાહેબ, મહેરબાની કરીને આને નેપોલિયન પાસેથી જ સીવડાવો."
##############
"સંતા અને બંતા લગ્ન પછી પહેલીવાર મળ્યા. સંતા - શુ બતાવું મારી પત્નીને તો ગાતા આવડે છે પણ ગાતી જ નથી.
બંતા- તુ તો નસીબદાર છે,મારી પત્નીને તો ગાતાં નથી આવડતું છતાં ગાયા જ કરે છે."
##############
"સંતા ભિખારીએ બંતાને પૂછ્યુ - જો તને પાંચ લાખની લોટરી લાગે તો ?
બંતા ભિખારીએ કહ્યુ - તો હું કારમાં ભીખ માંગવા જાઉ."
##############
"સંતા અને બંતા (વેટરને) અમારી માટે બે કપ ગરમા-ગરમ ચા લાવજે.
સંતા - સાંભળ, કપ ચોખ્ખા હોવા જોઈએ.
વેટરે ચા આપતા સંતાને કહ્યુ - સાહેબ, ચોખ્ખો કપ તમારો છે."
##############
"સંતા - બંતા, બતાવ તો ચંદ્ર અને ધરતીનો શુ સંબંધ છે ?
બંતા - ભાઈ-બહેન હશે બીજુ શુ ?
સંતા - એ કેવી રીતે ?
બંતા - કારણ કે આપણે ચંદ્રને મામા કહીએ છીએ અને ધરતીને મામા."
##############
"બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું હતુ, તેની પાસે પહેલો દર્દી આવ્યો. તેણે જણાવ્યું ડોક્ટર સાહેબ મારા કાનમાં રોજ 20 મિનિટ સુધી સણકા મારે છે.
બંતાએ સલાહ આપી - તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો."
##############
"બંતા લેખક એક દિવસ એક સભામાં ભાષણ આપી રહ્યા હતા - કેવો સંજોગ છે કે જે દિવસે પ્રેમચંદજીનું અવસાન થયુ તે દિવસે મારો જન્મ થયો. જોવામાં આવે તો તે દિવસ હિન્દી સાહિત્યને માટે....
'બહુ દુર્ભાગ્યનો દિવસ હતો' સંતા સભાની વચ્ચે જ બોલી ઉઠ્યો."
##############
"સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’<br>
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’"
##############
"પત્ની ગભરાઈને અંદર આવી અને પતિને કહ્યુ - સાંભળો છો ? ભૂકંપ આવી રહ્યો છે. આખું મકાન હલી રહ્યું છે. કદાચ પડી જશે.
પતિ - પડતુ હોય તો પડવા દે. એની ચિંતા મકાનમાલિક કરશે."
##############
"સંતા - (સંગીતની મહેફિલમાં) ગાતી વખતે આ ગાયકો પોતાની આંખો કેમ બંધ કરી લે છે ?
બંતા - એ લોકો બહુ દયાળુ સ્વભાવના હોય છે, તેઓ લોકોનું દુ:ખ નથી જોઈ શકતા"
##############
"બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી
જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય, અને કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે."
##############
"સંતા-બંતા એક દિવસ હોટલમાં જમવા ગયા.
સંતા(બંતાને) - અરે યાર જમવામાં સ્વાદ નથી.
બંત(વેઈટરને) - વેઈટર, સ્વાદ લઈને આવો."
##############
"સંતા- જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
બંતા- હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે."
##############
"સંતાએ એક દિવસ હિંમત કરીને એક પઠાણ આગળ જઇને કહી દીધું, મેં આપકી બેટીકા હાથ માંગને આયા હું!
પઠાણ એવો ચિડાયો કે સંતાને ધનાધન ધનાધન મારીને ધોઇ નાંખ્યો, માંડ માંડ જમીન પર બેઠા થતાં બોલ્યો : 'ઓ કે, તો ફિર મેં આપ કી ના સમજું.'"
##############
"સંતા- યાર બંતા, પચાર રૂપિયા આપ. બંતા- અરે મારી હેસિયત તો જો! પચાસ રૂપિયા માંગી રહ્યો છે! સંતા- તો મને સો રૂપિયા આપી દે.
બંતા- ઓયે, તારી હેસિયત તો જો ! સો રૂપિયા માંગી રહ્યો છે!"
##############
"બંટાસિંહનાં બેઉ ટાબરિયાંએ પરીક્ષામાં બાપનું નામ જુદું લખ્યું. શિક્ષકે કાન પકડીને કારણ પૂછ્યું : 'કેમ અલ્યા ? આવું કેમ ?'
છોટે બંટા : 'ફિર તૂસી બોલતે હો કી કોપી કરતે હો….ઈસલિયે.'"
##############
"સંતાને ચૂંટણીમાં ઉભા રહેવાનો શોખ થયો, તેણે પોતાનુ નામાંકન ભરી દીધુ. તેણે પ્રચાર કરવાનો પણ શરૂ કર્યો. એક દિવસે પત્રકારોએ તેનો ઈંટરવ્યુ લીધો. તમે છેક નીચેના પગથિયાથી શરૂ કરીને ટોચ સુધીના ધંધાએ પહોંચ્યા એમ ને ? તમે જરા કહેશો કે તમે શરૂઆત ક્યાંથી કરી હતી અને હમણાં ક્યા સુધી પહોંચ્યા છો.
મેં જૂતા-પોલીશથી શરૂઆત કરી હતી, અને હવે લોકોના વાળ કાપું છુ."
##############
"સંતા અને બંતા એક્ઝામ આપ્યા પછી ઝઘડી રહ્યા હતા,
ટીચર: કેમ ઝઘડો છો?
સંતા: આ મૂરખે જવાબ પેપર કોરું છોડ્યું છે..
ટીચર: તો શું?
સંતા: મેં પણ એવું જ કર્યું છે.. હવે ટીચર તો એવું જ વિચારેને કે અમે બંને એ કોપી કરી છે!!!"
##############
"સંતા ડોક્ટરને: આ ફૂલોની માળા કોના માટે છે?
ડોક્ટર: આ મારું પહેલું ઓપરેશન છે.. સફળ થાય તો મારા માટે નહીતર તમારા માટે..!!!"
##############
"સંતા: ડોક્ટર સાહેબ.. હું ચશ્માં લગાવીશ પછી વાચી તો શકીશ ને?
ડોક્ટર: હા બિલકુલ !
સંતા: તો તો સારું ડોક્ટર સાહેબ.. નહીતર અભણની જીંદગી કઈ જીંદગી છે???"
##############
"સંતા: આજે રવિવાર છે અને મારે તેને એન્જોય કરવો છે.. આથી હું ત્રણ પિક્ચરની ટીકીટ લાવ્યો છું..
જીતો: ત્રણ કેમ? સંતા: તારા અને તારા મમ્મી-પપ્પા માટે.."
##############
"સંતા: જો તને કઈ થઇ ગયું તો હું પાગલ થઇ જઈશ
જીતો: તું બીજા લગ્ન તો નહિ કરે ને?
સંતા: પાગલનો શું ભરોસો.. એ તો કઈ પણ કરી શકે!!!"
##############
સંતા રોડ પર ઘોડો દોડાવી રહ્યો હતો.. રેડ સિગ્નલ હોવા છતાં તેને ઘોડો દોડાવે રાખ્યો.. આથી ટ્રાફિક પોલીસે સીટી મારી અને તેને રોક્યો.. સંતાએ ઘોડાની પૂછડી ઉચી કરી અને કહ્યું "લે લખી લે નંબર...! "
##############
"સંતા - જો હુ આ નારિયેળના ઝાડ પર ચઢી જઉં તો મને એંજિનિયરિંગ કોલેજની છોકરીઓ દેખાય જશે. બંતા - અને ચઢીને... ઝાડ છોડી દઈશ
તો મેડિકલ કોલેજની પણ દેખાય જશે."
##############
"બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય,
કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે"
##############
"સંતા અને બંતા એક્ઝામ આપ્યા પછી ઝઘડી રહ્યા હતા,
ટીચર: કેમ ઝઘડો છો?
સંતા: આ મૂરખે જવાબ પેપર કોરું છોડ્યું છે..
ટીચર: તો શું?
સંતા: મેં પણ એવું જ કર્યું છે.. હવે ટીચર તો એવું જ વિચારેને કે અમે બંને એ કોપી કરી છે!!!"
##############
"સંતા ડોક્ટરને: આ ફૂલોની માળા કોના માટે છે?
ડોક્ટર: આ મારું પહેલું ઓપરેશન છે.. સફળ થાય તો મારા માટે નહીતર તમારા માટે..!!!"
##############
"સંતા: ડોક્ટર સાહેબ.. હું ચશ્માં લગાવીશ પછી વાચી તો શકીશ ને?
ડોક્ટર: હા બિલકુલ !
સંતા: તો તો સારું ડોક્ટર સાહેબ.. નહીતર અભણની જીંદગી કઈ જીંદગી છે???"
##############
"સંતા: આજે રવિવાર છે અને મારે તેને એન્જોય કરવો છે.. આથી હું ત્રણ પિક્ચરની ટીકીટ લાવ્યો છું..
જીતો: ત્રણ કેમ? સંતા: તારા અને તારા મમ્મી-પપ્પા માટે.."
##############
"સંતા: જો તને કઈ થઇ ગયું તો હું પાગલ થઇ જઈશ
જીતો: તું બીજા લગ્ન તો નહિ કરે ને?
સંતા: પાગલનો શું ભરોસો.. એ તો કઈ પણ કરી શકે!!!"
##############
સંતા રોડ પર ઘોડો દોડાવી રહ્યો હતો.. રેડ સિગ્નલ હોવા છતાં તેને ઘોડો દોડાવે રાખ્યો.. આથી ટ્રાફિક પોલીસે સીટી મારી અને તેને રોક્યો.. સંતાએ ઘોડાની પૂછડી ઉચી કરી અને કહ્યું "લે લખી લે નંબર...! "
Post a Comment
Post a Comment