"ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે.
શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી."
##############
"નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ.
પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં."
##############
"ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો
મીનુ - કેમ ?
ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો."
##############
"એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે?
બીજો મિત્ર- ગર્લફ્રેંડ"
##############
"દીપુએ ઘરે આવીને મમ્મીને કહ્યુ - મમ્મી, આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે કેટલા ભાઈ-બહેન છો ? મેં કહ્યુ - હુ એકનો એક છુ.
મમ્મી ઉત્સુકતાથી બોલી - તો પછી શુ કહ્યુ શિક્ષકે ?
દીપુ - તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો."
##############
"પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે
પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને."
##############
"બે બાળકો લડી રહ્યા હતા
એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક - નહી મારા સારા છે
પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે
બીજો બાળક - નહી મારો ભાઈ સારો
પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
બીજો બાળક - હા, એ વાત તો સાચી હશે, કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે."
##############
"જજ - હું તને જેલમાં મોકલુક છુ.
ચોર - શુ ચાર્જ લાગશે ?
જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે."
##############
"શિક્ષક - ટિમ્બકટુ ક્યા છે ?
વિદ્યાર્થી - ખબર નહી મેડમ, પણ મારા ખ્યાલથી ટિમ્બક વન અને ટિમ્બક થ્રી ની વચ્ચે જ ક્યાક હશે."
##############
"પહેલોલાગે છે કે આજે વરસાદ નહી પડે.
બીજો - નહી આજે તો વરસાદ જરૂર પડશે ?
પહેલો -કેમ ?
બીજો - એક તો મે નવા કપડાં પહેર્યા છે, છત્રી પણ ઘરે ભૂલી આવ્યો છુ, અને ઉપરથી પેપરમાં પણ લખ્યુ છે કે આજે વરસાદ નહી પડે."
##############
"રમણ - મને છ વાગે ઉઠાડી દેજે
મમ્મી - પણ, બેટા છ તો વાગી ગયા છે
રમણ - તો પછી ઉઠાડી દો ને ."
##############
"એક બાળક તેની દાદી પાસે ગયો અને બોલ્યો - દાદીજી, તમે શેરડી ખાશો ?
દાદી - કેવી રીતે ખાઉ, મારા મોઢાનાં તો એક પણ દાંત નથી
બાળક - તો સારુ, આ શેરડી સાચવો હુ રમીને આવું છુ."
##############
"પિતાજી - અરે, બેટા તે ભીનુ શર્ટ કેમ પહેર્યુ છે ?
પુત્ર - કારણ કે આના પર લખ્યુ છે કે વોશ એંડ વિયર"
##############
"ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે?
ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…"
##############
"બાળક - ચાલો પપ્પા આજે આપણે સ્કુલ સ્કુલ રમીએ.
પપ્પા - પણ હું શિક્ષક બનીશ.
બાળક - તો આજે હું ગેરહાજર છુ."
##############
"એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ - બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો - પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે."
##############
"માઁ- રાજુ, બેટા તુ તારા જન્મદિવસે કોણે-કોણે બોલાવવા માંગે છે.
રાજુ- દાદાજી, મામાજી, ચાચાજી અને મોટાભીઓને. આ લોકો જ તો મને ભેટ કે પૈસા આપશેને."
##############
એકવાર એક સ્ત્રી પોતાના બાળકોને જમવાનુ ગરમ હોવાથી પંખા વડે ઠંડુ કરી ખવડાવી રહી હતી. થોડી વાર પછી તેની ત્રણ વર્ષની છોકરી આવીને બોલી - મમ્મી દાદરા પણ ઠંડા કરી દો મને નીચે રમવા જવુ છે. તેની મમ્મીએ તેની વાત ધ્યાનમાં ન લીધી. તો થોડીવાર પછી છોકરી પોતે જ દાદરા પર પંખાથી હવા કરી રહી હતી
##############
"ડોક્ટર, તમારા દવાખાનામાં બે નર્સ ખૂબ જ બદમાશ છે.
હા, તેમણે જાણી જોઈને મૂકવામાં આવી છે.
કેમ ડોક્ટર ?
બીજી નર્સોને કારણે જો કોઈ દર્દી સાજો થઈને પણ ઘરે ન જાય તો અમે આમને ડ્યૂટી પર લગાવી દઈએ છીએ."
##############
"મમ્મી - ખબર છે, બેંકમાં સર્વિસ કરતી અમારી પેલી નવી આંટીનુ નામ મને આજે ખબર પડી ગયુ.
મમ્મી - કેવી રીતે ?
ટિંકૂ - હુ આજે જ્યારે પપ્પા સાથે બેંક ગયો હતો ત્યારે મેં એ આંટીને જોયા, તેઓ ત્યાં કામ કરી રહ્યા હતા. અને તેમની સામે કાઉંટર પર તેમની નેમ પ્લેટ પણ મૂકી હતી જેની ઉપર લખ્યુ હતુ 'ચાલુ ખાતુ'"
##############
"નિરવઃ મારા પપ્પા બાળપણમાં ખૂબ જ શક્તિશાળી હતા.
અજયઃ તને કોણે કહ્યુ ?
નિરવઃ મારા દાદાજી કહેતા હતા કે બાળપણમાં જ્યારે તારા પપ્પા રડતા હતા ત્યારે આખુ ઘર માથે લેતા હતા"
##############
"નંદૂજી - બેટા, હુ લગ્ન કરીને પછતાઈ રહ્યો છુ તેથી એક સલાહ તને પણ આપુ છુ કે તુ લગ્ન ન કરીશ.
મુન્નુ - યાદ રાખીશ પપ્પા, અને આ સલાહ મારા બાળકોને પણ આપીશ."
##############
"પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા
મૂર્ખ આ શુ કરે છે તુ ?
પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો."
##############
"ટિંકૂએ સવાલ પૂછી-પૂછીને પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.
તેણે એક પ્રશ્ન એ પૂછ્યો - પપ્પા તમે ઓફિસમાં શુ કરો છો ?
પપ્પાએ ગુસ્સામાં કહ્યુ - કંઈ નહી.
ટિંકૂ - હં..હં.... ત્યાં આરામ કરો છો એટલે જ ઘરે મોડા સુધી ટીવી જુઓ છો"
##############
"એક બાળકે પંડિતજીને પૂછ્યુ - પંડિતજી, બિલાડીની પાછળ-પાછળ ચાલવુ એ શકુન કહેવાય કે અપશકુન ?
પંડિતજીએ જવાબ આપ્યો - બેટા, આ તો આ વાત પર નિર્ભર કરે છે કે આગળ ચાલનારો માણસ છે કે ઉંદર."
##############
"પુત્રએ પૂછ્યુ - પપ્પા, તમે અંધારાથી ગભરાવો છો ?
પપ્પા - નહી બેટા ?
પુત્ર - વાદળ, વીજળી અને અવાજથી ?
પપ્પા - બિલકૂલ નહી.
પુત્ર - શાબાશ પપ્પા, મતલબ તમે મમ્મી સિવાય કોઈનાથી નથી ગભરાતા."
##############
"એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ?
પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે."
##############
"બંટીએ કહ્યુ - જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે એક વાર કુતુબમીનાર પરથી પડી ગયો હતો.
બબલી - છતા તુ બચી ગયો ?
બંટી - મને યાદ નથી કારણ કે હું ખૂબ જ નાનો હતો."
##############
"દાદાજી - આયુષ, બેટા બતાવ તો અક્કલ મોટી કે ભેંસ ?
આયુષ - દાદાજી, પહેલા મને બંનેની જન્મતારીખ બતાવો."
##############
"નેતાજી - મને વોટ આપો. હું તમારા ગામને સ્વર્ગ બનાવી દઈશ
શ્રોતા - પણ સાહેબ, અમારે તો હજુ ઘણું જીવવું છે"
##############
"શિક્ષકે વર્ગમાં બધાને કહ્યું કે - ""આવતીકાલે બધા ગાય ઉપર એક નિબંઘ લખી લાવજો.""
બીજે દિવસે બધાને નિબંધ લખેલી નોટ બહાર કાઢવા કહ્યુ, ગટ્ટુની પાસે જઈને જોયુ તો તેના હાથ પર પાટો હતો.
શિક્ષકે પૂછ્યુ - 'કેમ આ શુ થયુ ? નિબંધ લખવો ન પડે એટલે એક નવુ નાટક ?'
ગટ્ટુ બોલ્યો - 'નહિ નહિ હુ તો લેશન કરતો હતો પણ !'
શિક્ષકે કહ્યું - 'તો એમા હાથ કેવી રીતે ભાંગે ?'
ગટ્ટુ બોલ્યો - ""તમે કહ્યું હતું કે ગાય પર નિબંધ લખી લાવવો બરાબર્ ? હુ તો એમ જ કરતો હતો પણ જેવો મે ગાય પર બેસીને નિબંધ લખવો શરુ કર્યો કે તરત ગાયે મને શિંગડુ માર્યું. અને હું તેના પરથી પડી ગયો. જેના કારણે મારો હાથ ભાંગી ગયો."""
##############
"પુત્રી - મા, તમે પિતાજી સાથે લગ્ન કેમ કર્યા ?
માઁ - તને પણ આ વાતની નવાઈ લાગે છે ?"
##############
"ગ્રાહક- (દુકાનદારને) કૂતરાના ગળાનો પટ્ટો બતાવજો.
દુકાનદાર- આ લો, પરંતુ એ તો કહો કે કૂતરો ક્યા છે, નાખીને જોવું પડશે.
ગ્રાહક - હું જ મારા ગળામાં નાખી જોઉં છુ.
દુકાનદાર - તો શુ કૂતરા માટે બીજો કાઢુ ?"
##############
"ટીચર -ઈતિહાસ ખૂબ જ રસપ્રદ હોય છે, જેમા અતીતની બધી જ માહિતી મળી જાય છે.
ચિંટૂ - હું નથી વાંચવા માંગતો કારણ કે તેમા કોઈ ભવિષ્ય નથી હોતુ."
##############
"બે કંજૂસ મિત્રો ઘણા સમય પછી મળ્યા તો એકે કહ્યુ - મિલનની ખુશીમાં એક-એક ચા થઈ જાય.
બીજો બોલ્યો - જરૂર પીશું, પરંતુ બિલ તારે આપવું પડશે, યાદ છે છેલ્લીવાર મેં પીવડાવી હતી"
##############
"એક વાર નીકી બીમાર પડી. તો તેમના ફેમિલી ડોક્ટર તેને તપાસવા આવ્યા. તેને તપાસ્યા પછી તે બોલ્યા - ગભરાવવા જેવુ કશુ નથી. બસ એનુ પેટ ખરાબ છે.
એટલામાં નીકી બોલી - પણ ડોક્ટર સાહેબ હું તો રોજ સાબુથી ઘસી ઘસીને ન્હાવુ છુ, જુઓ મારુ પેટ કેટલુ સાફ છે."
##############
"સુરેશ - અરે પ્રકાશ, હાથમાં પાટો કેવી રીતે આવ્યો.
પ્રકાશ - મેં ગાયના દાંત ગણવા માતે તેના મોઢામાં હાથ નાખ્યો. તેણે મારી આંગળી ગણવા મોઢુ બંધ કરી લીધુ."
##############
"એક સાહેબે એક પંડિતને જમવા માટે ઘરે બોલાવ્યો. જ્યારે તેમણે ઘણું ખાઈ લીધુ ત્યારે તેમણે પેટ તરફ ઈશારો કહી જણાવ્યુ - બસ ભરાઈ ગઈ.
ત્યારબાદ મલાઈ પેંડાથી ભરેલી એક પ્લેટ મૂકવામાં આવી તો તેમણે તે પણ ખાઈ લીધી.
આ જોઈને એક છોકરાએ કહ્યુ - પંડિતજી તમારી બસ તો ભરાઈ ગઈ હતી તો આ કેવી રીતે ખાધા ?
પંડિતજી બોલ્યા - યજમાન, બસ તો ભરાઈ ગઈ હતી, પરંતુ કંડક્ટરની સીટ તો ખાલી હતી ને."
##############
"ટીચર - રીંકુ તુ રોજ છેલ્લી પાટલીએ બેસીને શુ કરતો રહે છે, આજે મારે તારું જનરલ નોલેજ ચકાસવુ પડશે. ચાલ બતાવ બાદશાહ કરતા મોટો કોણ ?
રાજૂ-એમાં તો હું પાકો છુ સીમ્પલ બાદશાહ કરતા મોટો એક્કો.
પતિ - ખિસ્સુ કપાઈ ગયુ. પત્ની-પોલીસમાં રિપોર્ટ કરી?પતિ-નહી દરજી પાસે સીવડાવ્યુ."
##############
"ટન્નૂએ જંગલમાં વાઘ પર બંદૂક તાણી હતી કે વાઘે ઝડપથી બંદૂકને ઝાટકીને ફેંકી દીધી અને કહ્યુ - બોર્ડ નથી વાંચતો, અહીં શિકાર કરવાની મનાઈ છે.
ટન્નૂએ બોર્ડ વાંચીને સોરી કહ્યુ અને જવા લાગ્યો.
વાઘે કહ્યુ - થોભી જા, હવે હું તારો શિકાર કરીશ
ટન્નૂએ કહ્યુ - પણ અહીં તો શિકાર કરવાની મનાઈ છે
વાઘ બોલ્યો - આપણે તો ભાઈ અભણ છીએ...હા..હા..હા..."
##############
"રજત(મયંકને) ટપાલમાં નવા પ્રતિક ચિહ્નોમાં વાપરવામાં આવેલ લાલ અને પીળા રંગો અંગે તમારા શુ વિચારો છે ?
મયંક - એટલુ જ કે આપણે પણ આપણા જીવનમાં લાલ અને પીળા કોમ્બિનેશનના કપડાં વધુમાં વધુ પહેરવા જોઈએ."
##############
"મુન્નાભાઈએ એમબીબીએસની ડિગ્રી કમ્પલીટ કર્યા પછી પ્રેકટીસ શરૂ કરી.
તેમને દર્દીની આંખો, જીભ, અને કાન બરાબર ચેક કર્યા અને છેવટે બોલ્યો - જકાસ, બોલે તો બેટરી એકદમ ફર્સ્ટક્લાસ ચાલે છે."
##############
"એક મિત્રએ બીજા મિત્રને કહ્યુ - ભાઈ, મારી ડાબી બાજુ વાધ, અને જમણી બાજુ ચીતો અને સામેની બાજુ એક હાથી હતો.
બીજો મિત્ર - તો તમે કેવી રીતે બચી ગયા ?
પહેલો મિત્ર - કશુ નહી યાર, હું ઝૂલા પરથી ઉતરી ગયો."
##############
"એક મિત્રએ બીજા મિત્રને કહ્યુ - ભાઈ, મારી ડાબી બાજુ વાધ, અને જમણી બાજુ ચીતો અને સામેની બાજુ એક હાથી હતો.
બીજો મિત્ર - તો તમે કેવી રીતે બચી ગયા ?
પહેલો મિત્ર - કશુ નહી યાર, હું ઝૂલા પરથી ઉતરી ગયો."
##############
"એક જાડો માણસ રેલ્વેના પાટા પર સૂઈ રહ્યો હતો, એટલામાં ત્યાંથી પસાર થતા બીજા માણસે કહ્યુ - ભાઈ ઉઠ, ટ્રેન આવશે તો મરી જઈશ.
જાડો માણસ - મને તો કંઈ ન થાય, આટલુ મોટુ હવાઈ જહાજ મારા પરથી પસાર થઈ ગયુ તો ટ્રેન શી વિસાત છે ?"
##############
"બે મિત્રો રસ્તેથી જઈ રહ્યા હતા, રસ્તામાં તેમને બે બોમ્બ પડેલા જોયા.
પહેલો મિત્ર - ચાલ, આ બોમ્બ પોલીસને આપી દઈએ.
બીજો મિત્ર - પણ એકાદ રસ્તામાં ફૂટી ગયો તો ?
પહેલો મિત્ર - ખોટું બોલવાનુ કે એક જ મળ્યો હતો."
##############
"ટીંકુ હાજર જવાબી હતો. એક દિવસ તેના દાદાજી તેને હનુમાનની વાર્તા સંભળાવી રહ્યા હતા...કે જ્યારે હનુમાનજીએ સૂર્યને ફળ સમજીને મોઢામાં નાખી દીધુ તો સંસારમાં અંધારુ છવાઈ ગયુ.
ટીંકુ તરત જ બોલ્યો - તો પછી લોકોએ પોત-પોતાની લાઈટ કેમ ચાલુ કરી લીધી ?"
##############
"શેઠાણીએ નોકરને પૂછ્યુ - મારા ગયા પછી તે ફ્રીજ સાફ કર્યુ ?
નોકર - હા, દાળ બગડી ગઈ છે, પણ વ્હીસકીનો સ્વાદ સારો છે."
##############
"બાળક - મમ્મી મને રસ્તામાં એક રૂપિયો મળ્યો.
થોડીવાર પછી બાળકે એ રૂપિયો ફેકી દીધો.
મમ્મીએ પૂછ્યુ -કેમ બેટા, રૂપિયો કેમ ફેંકી દીધો ?
બાળક - મમ્મી, મને યાદ આવ્યુ ગયુ કે આ મારો રૂપિયો નથી, મારો રૂપિયો તો શાળામાં પડી ગયો હતો.
લાઈટ કેમ નહી"
##############
"એક વ્યક્તિ સાઈકલ પર જઈ રહ્યો હતો. તેની સાઈકલ પાછળ બેસેલો છોકરો જોર-જોરથી રડતો હતો.
બાળકને રડતો જોઈને એક રસ્તે જતી વ્યક્તિએ પૂછ્યૂ - બાળક રડી રહ્યો છે છતાં તમે બેધડક જઈ રહ્યા છો.
સાઈકલવાળો બોલ્યો - સાઈકલમાં ઘંટી નથી સાહેબ."
##############
"એક માણસ ઘણો આળસુ હતો તે એક દિવસ હાજમાની દુકાને ગયો
આળસી-મારી દાઢી બનાવો
હજામ-દાઢી કરવી હોય તો માથ ઉપર કરો
આળસી-માથુ ઉંચુ કરવુ પડશે ? જવાદે વાળ કાપ."
##############
"શિક્ષક - બાળકો, એક પ્રશ્નનો જવાબ આપો બતાવો પહેલા ઈંડુ આવ્યુ કે મરઘી ?
એક બાળક - ઈંડુ.
શિક્ષક - એ કેવી રીતે ?
બીજુ બાળક - આ તો તમે બીજો પ્રશ્ન પૂછી નાખ્યો."
##############
"બે લૂંટારૂઓ ચોરી કરીને પૈસા ગણી રહ્યા હતા. એક ચોર બીજાને બોલ્યો - ગણીશ નહી, જલ્દી કર.
બીજો બોલ્યો - પછી તુ મારી સાથે ઝગડીશ.
પહેલો બોલ્યો - ગણવાની જરૂર નથી, કાલે પેપરમાં સાચી રકમ આવી જશે."
##############
"રાકેશ. તારુ સેકંડ ડિવીજન આવ્યુ છે આ વખતે.
હા, ચંદનનુ પણ સેકંડ જ આવ્યુ છે, હું તેની પાછળ જ બેસેલો હતો"
##############
"રાકેશ. તારુ સેકંડ ડિવીજન આવ્યુ છે આ વખતે.
હા, ચંદનનુ પણ સેકંડ જ આવ્યુ છે, હું તેની પાછળ જ બેસેલો હતો"
##############
"મોહન - પિતાજી, ગુરૂજનોની આજ્ઞાનુ પાલન કરવુ જોઈએને ?
પિતા - જરૂર બેટા.
મોહન - તો પછી મારા ગુરૂજી કહે છે કે હું ફરી છઠ્ઠા ધોરણમાં બેસી જઉ. માની લઉ પિતાજી"
##############
"માઁ એ બાળકોને ભેગા કરીને કહ્યુ - જે અઠવાડિયામાં સૌથી વધુ આજ્ઞાકારી હશે તેને અઠવાડિયાના અંતે ઈનામ મળશે.
બાળકોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યુ - આ વખતે આ ઈનામ પિતાજી સિવાય કોઈને નહી મળે."
##############
"એક બાળક ડોક્ટરને - ડોક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનુ જોઉ છું કે મારા પગમાં કાંટા ખૂંચી રહ્યા છે. આનો કોઈ ઈલાજ ખરો ?
ડોક્ટર - હા, બિલકુલ સરળ, તુ રોજ ચપ્પલ પહેરીને ઉંધી જા, કાંટા નહી વાગે."
##############
"પિતા(પુત્રને) રામૂ, મેં તને જે પત્ર પોસ્ટ કરવા આપ્યો હતો તે પોસ્ટ કરી દીધો ?
પુત્ર - પિતાજી, કેવી રીતે કરતો, દરેક લેટર બોક્સ પર તાળુ મારેલુ હતુ."
##############
"પુત્ર(પિતાને) પિતાજી તમારો જન્મ ક્યા વારે થયો હતો ?
પિતા - બેટા શુક્રવારે.
પુત્ર - કેટલા વાગે ?
પિતા - રાત્રે દસ વાગે.
પુત્ર - ઓહ, પિતાજી ! તો પછી તમારું તો ચિત્રહાર જોવાનુ જ રહી ગયુ હશે."
##############
"રમેશ - તારા પપ્પા આ કૂતરાની કીમંત વધુ બતાવી રહ્યા છે, કોણ જાણે કે આ વફાદાર છે કે નહી.
પરેશ - એના વફાદારી પર તો શક કરીશ જ નહી મિત્ર, પપ્પા આને અત્યાર સુધી 10 વખત વેચી ચૂક્યા છે પણ આ દરેક વખતે અમારા જ ઘરે પરત આવી જાય છે."
##############
"જ્યોતિષે ટ્રક ડ્રાઈવરને કહ્યુ - એક સુંદર સ્ત્રી તમારા માર્ગમાં આવશે, સાવધાન રહેજો.
ટ્રક ડ્રાઈવર બોલ્યો - મારે સાવધાન રહેવાની શુ જરૂરર સાવધાન તો એને રહેવાનુ છે."
##############
"એક મિત્ર(બીજાને) - તારો ફોટો ખૂબ જ સુંદર છે.
બીજો મિત્ર - ક્યા જોયો ? પત્ર-મિત્રમાં ?
પહેલો - નહી, પોલીસ સ્ટેશનમાં."
##############
"પિતા - બેટા, આનો શુ સબૂત છે કે તુ દંડ-બેઠક કરવા અખાડામાં ગયો જ હતો ?
પુત્ર - આ જુઓ, ત્યાંની લાલ માટી.
પિતા - શાબાશ, હવે તુ બતાવ બેટા, આજે તુ કમ્પ્યૂટર ક્લાસ ગઈ હતી ?
પુત્રી - જી હા, ગઈ હતી. આ જુઓ સબૂતના રૂપે ત્યાંના કમ્પયૂટરનું માઉસ."
##############
"છોકરીની છેડતીનો એક કેસ ચાલી રહ્યો હતો. જજે યુવતીને પૂછ્યુ - શુ તમે આ યુવકને જાણો છો ?
હા, આ એ જ છે જેણે મારી સાથે છેડતી કરી હતી - યુવતીએ યુવક તરફ હાથ કરીને કહ્યુ
જજે પૂછ્યુ - આણે તમારી છેડતી ક્યારે કરી હતી ?
યુવતીએ શરમાઈન કહ્યુ - જી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં."
##############
"એક છોકરો રાત્રે ઝડપથી સાઈકલ પર જઈ રહ્યો હતો અને સાઈકલ આગળ લાઈટ પણ નહોતી. પોલીસે તેણે જોઈને રોકવા આગળ વધ્યો અને બૂમ પાડી - થોભી જા, લાઈટ નથી.
સાઈકલવાળા છોકરાએ એ જ સ્પીડમાં સાઈકલ ચલાવતા કહ્યુ - ઈંસ્પેક્ટર, તમે ખસી જાવ, બ્રેક પણ નથી."
##############
"લાલી - મારો ભાઈ દિવસમાં દસ વખત કપડાં બદલે છે.
ટોની - શુ એ ફિલ્મોમાં કામ કરે છે ?
લાલી - ના, એ તો છ મહિનાનો જ છે."
##############
"નાનુ બાળક - માઁ, હુ જ્યારે મોટો થઈશ ત્યારે પડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.
માં બોલી - કેમ
બાળક - બીજુ કરી પણ શુ શકાય છે.... તુ તો મને રોડ ક્રોસ કરવાની તો તુ મને ના પાડે છે."
##############
"પુત્રને હાથના બળે ઘરમાં ધૂસતો જોઈને તેના પપ્પાએ બૂમ પાડી - મૂર્ખ, આ શુ કરે છે ?
પુત્રએ માસુમિયતથી જવાબ આપ્યો - તમારી ઈચ્છાનુ પાલન કરુ છુ પપ્પા, તમે કહ્યુ હતુ ને કે જો તુ ફેલ થઈશ તો ઘરમાં પગ નહી મૂકવા દઉં."
##############
"અરે, તારી નાની બહેને આપણને વાતો કરતા જોઈ લીધા. હવે શુ કરીશુ - છોકરો ઘબરાઈને બોલ્યો.
એને દસ પૈસા આપી દો"
##############
"નવવધૂએ પોતાના પતિને પૂછ્યુ - તમે પથારીમાં ઘડિયાળ લઈને કેમ ઉંધો છો ?
પતિ બોલ્યો - ટિક-ટિકની અવાજથી મને આ વાતનો અનુભવ થતો રહે છે કે હું હજુ જીવતો છુ"
##############
"એક નિર્માતા - મેં સાંભળ્યુ છે કે તમે રંગીન ચિત્ર બનાવી રહ્યા છો /
બીજો નિર્માતા - સાચુ સાંભળ્યુ છે.
પહેલો નિર્માતા - તો તેના માટે હાલ શુ કરી રહ્યા છો ?
બીજો - રંગ ખરીદવા બજાર જઈ રહ્યો છુ"
##############
"એક નિર્માતા - મેં સાંભળ્યુ છે કે તમે રંગીન ચિત્ર બનાવી રહ્યા છો /
બીજો નિર્માતા - સાચુ સાંભળ્યુ છે.
પહેલો નિર્માતા - તો તેના માટે હાલ શુ કરી રહ્યા છો ?
બીજો - રંગ ખરીદવા બજાર જઈ રહ્યો છુ"
##############
"એકવાર મમ્મીએ પોતાના પાંચ વર્ષીય બાળકને પૂછ્યુ - જે માણસ ખરાબ હોય તેને શુ કહેવાય છે ?
બાળક બોલ્યો - પાપી.
અને સારા માણસને શુ કહેવાય ?મમ્મીએ ખુશ થઈને ફરી પૂછ્યુ.
બાળક બોલ્યો - પાપા."
##############
"એક બહેન - બટાકા શુ ભાવ છે ?
શાકવાળો - 6 રૂપિયે કિલો.
બહેન - પણ સામેના દુકાનવાળો તો ચાર રૂપિયે કિલો આપી રહ્યો છે.
શાકવાળો - તો જાવ ત્યાંથી જ લો.
બહેન - પણ તેની પાસે હમણા નથી.
શાકવાળો - જ્યારે મારી પાસે નથી હોતા, તો હું બે રૂપિયે કિલો વેચુ છુ."
##############
"એક ફિલ્મના ઉદ્ઘાટન પછી તે ફિલ્મના નિર્માતાએ ખૂબ ઉત્સાહપૂર્વક પત્રકારોને પૂછ્યુ - તમને ફિલ્મનો કયો ભાગ સારો લાગ્યો ?
પત્રકાર - ઈંટરવલ"
##############
"પિંકી (રમેશને) તારુ આજનુ પેપર કેવુ ગયુ ?
રમેશ - આજના પેપરમાં તો ફક્ત પાંચ જ નંબર મળવાના છે.
પિંકી - તને કેવી રીતે ખબર ?
રમેશ - એ તો શિક્ષકે પેપર શરૂ થતા પહેલા જ કહી દીધુ હતુ કે સફાઈના પાંચ નંબર મળશે."
##############
"ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી. ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી. જોયુ તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો.
મમ્મી બોલી - શુ થયુ ટિંકૂ ?
ટિંકૂ - મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે"
##############
"કંડકટરની પાસે એક બાળક પોતાની મમ્મી સાથે બેસ્યો હતો. એક યાત્રી બોલ્યો - એક લાલ કિલ્લો આપજો
બે રૂપિયા આપો - કંડકટરે બોલ્યો.
બંનેની વાત સાંભળી બાળક બોલ્યો - જુઓ મમ્મી, આટલો મોટો કિલ્લો આ માણસ બે રૂપિયામાં વહેંચી રહ્યો છે."
##############
"કુણાલ - મમ્મી, શુ બધી વાર્તાઓ 'એક રાજા હતો...' થી શરૂ થાય છે ?
મમ્મી એ કહ્યુ - નહી બેટા, એ તો બહુ જુની વાત છે. હવે તો વાર્તાઓ જે રાતે તારા પપ્પા સંભળાવે છે - 'આજે ઓફિસમાં જરૂરી કામ હતી, એટલે રાત સુધી રોકાવવુ પડ્યુ....' થી શરૂ થાય છે"
##############
"એક વિદ્યાર્થીએ કહ્યુ - આ ખતરનાક રસ્તો છે, ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડ કેમ નથી મૂક્યુ ?
તેની પાસે ઉભેલા છોકરાએ કહ્યુ - હા, આ એક ખતરનાક રસ્તો છે, અહીં સાવચેતીનુ બોર્ડ લગાવ્યુ હતુ, પણ બે વર્ષ સુધી કોઈ દુર્ધટના નથી તો તેને કાઢી નાખવામાં આવ્યુ."
##############
"ચિંટુ - કેમ યાર, આકાશમાંથી હંમેશા વરસાદ પડતો રહે છે ?
પીંટુ - નહી તો.
ચિંટુ - તો પછી લોકો જ્યારે વિમાનમાંથી કૂદે છે ત્યારે છત્રી કેમ લગાવે છે ?"
##############
"સાંભળ્યુ છે કે તારા પપ્પાના એક ઈશારે ટ્રેફિક ચાલે છે ?
સાચી વાત છે.
તારા પપ્પા શુ કરે છે ?
ટ્રાફિક પોલીસ છે."
##############
"એક ગામનો છોકરો પહેલીવાર એક શહેરના મિત્રને ઘરે ગયો. તેના મિત્રએ તેને જમવા બેસાડ્યો તે સતત વીસ રોટલી ખાતો જ ગયો. શહેરના મિત્રએ કંટાળીને તેને ટોક્યો - મિત્ર, તુ ખાતાં ખાતા પાણી નથી પીતો ?
ગામનો છોકરો બોલ્યો - પીવુ છુ, પણ અડધુ જમ્યા પછી"
##############
"બાળકને રડતો જોઈ તેના પપ્પાએ કહ્યુ - કેમ રડી રહ્યો છે ?
બાળકે કહ્યુ - દસ રૂપિયા આપો તો બતાવીશ.
પપ્પાએ દસ રૂપિયા આપીને કહ્યુ - હવે બતાવ, કેમ રડી રહ્યો હતો
બાળકે કહ્યુ - દસ રૂપિયા માટે"
##############
"મહેશ ભટ્ટે સલમાનને પૂછ્યુ - જો કોઈ 1945મા જન્મયો હોય તો તેની ઉંમર શુ હોય ?
સલમાન બોલ્યો - ઉમંર ત્યારેજ બતાવી શકાય જ્યારે ખબર પડે કે તે સ્ત્રી છે કે પુરૂષ. કારણકે એક જ વર્ષે જન્મેલા સ્ત્રી પુરુષની વચ્ચે ઓછામાં ઓછુ દસ વર્ષનુ અંતર હોય છે"
##############
"ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ.
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો આંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?"
##############
"પિતાજી ઓફિસથી ઘરે આવતા જ દીકરાએ માઁની ફરિયાદ કરતા કહ્યુ - પપ્પા, મમ્મીએ આજે મને કારણ વગર માર્યો.
પિતાએ સમજાવત કહ્યુ કે - અરે બેટા, સહન કરી લેતા શીખ, મને જો હું છેલ્લા વીસ વર્ષથી સહન કરી રહ્યો છુ"
##############
"એક દિવસ એક ત્રણ વર્ષના બાબાએ પોતાની મમ્મીને પૂછ્યુ - મમ્મી મારા દૂધના દાંત આવી ગયા ?
મમ્મી બોલી - હા, બેટા.
બાબાએ ફરી પૂછ્યુ - તો પછી મારા ખાંડના દાંત ક્યારે આવશે ?"
##############
"શિક્ષકે પૂછ્યુ - અરે, રાજુ તુ શાળામાં કેવી રીતે આવી ગયો ? કોઈનો ફોન આવ્યો હતો કે તુ બીમાર છે અને શાળામાં નહી આવે.
રાજુ ચૂપચાપ ઉભો રહ્યો
શિક્ષકે પૂછ્યુ - કેમ શુ વાત છે ?
રાજુ ધીરેથી બોલ્યો - સર, મે તેને બે દિવસ પછી ફોન કરવા કહ્યુ હતુ"
##############
"ભત્રીજો- કાકા, તમે મારા જન્મદિવસ પર જે એક નાનકડું રમકડું આપ્યુ હતુ, તેને માટે આભાર
કાકા - બેટા તેની માતે આભાર માનવાની શુ જરૂર છે ?
ભત્રીજો - મારુ પણ આ જ માનવુ છે, પણ મારી મમ્મીએ કહ્યુ કે રમકડું ભલે નાનુ હોય, આભાર તો કહી જ દેવુ જોઈએ."
##############
"એક ગામડિયો શહેરમાં આવ્યો. તેના વાળ ખૂબ મોટા હતા. તેને જોઈને શહેરના ચાર-પાંચ છોકરાઓ તેની પાસે આવીને બોલ્યા - તમારા માથા પર વાળ છે કે ઘાસની ગઠડી.
ગામડિયો બોલ્યો - અરે તેથી જ હું વિચારી રહ્યો હતો કે શહેરના ગધેડા ભેગા કેમ થઈ રહ્યા છે."
##############
"શિક્ષિકા - મનિયા, સમતોલ આહાર એટલે શુ ?
મનિયો - બહેન, મારુ માનવુ છે કે બંને હાથમાં બબ્બે ચોકલેટ કે બબ્બે બિસ્કીટ હોય તો સમતોલ આહાર કહેવાય."
##############
"પિતા (પુત્રને) - તને ભૂગોળમાં કેટલા અંક મળ્યા ?
પુત્ર - અંકિતથી આઠ ઓછા.
પિતા - અંકિતના કેટલા આવ્યા ?
પુત્ર - આઠ."
##############
"શિક્ષક - (ગટ્ટુને) બોલ ગટ્ટુ કપડાં કોણે કહેવાય ? બતાવો તો.
ગટ્ટુ - મને નથી ખબર ?
શિક્ષક - ડફોળ, આટલું પણ નથી જાણતો, આ તારી પૈંટ શાની બનેલી છે ?
ગટ્ટુ - જી હા ખબર છે, પપ્પાની જુની પૈંટમાંથી."
##############
"બાળક(શિક્ષકને) - મેડમ, જેણે કશું ન કર્યુ હોય તેને સજા આપવી યોગ્ય કહેવાય ?
શિક્ષક - નહી.
બાળક - તો ઠીક છે આજે મેં હોમવર્ક નથી કર્યુ"
##############
શાળામાં એક વિદ્યાર્થીને પરીક્ષા આપતા એક પ્રશ્ન - ક્રિકેટ મેચ પર નિબંધ લખો. ના જવાબમાં લખ્યુ કે - વરસાદને કારણે આજે મેચ નહી રમાઈ શકી
##############
"એક વિદ્યાર્થી - ચાલતી બસમાંથી ક્યારે ઉતરવું જોઈએ ?
બીજો વિદ્યાર્થી - જ્યારે હોસ્પિટલ પાસે હોય."
##############
"સોનુ - તને ખબર છે મારો કૂતરો સો સુધીની ગણતરી કરી શકે છે ?
મોનુ - હા, ખબર છે.
સોનુ - તને કોણે કહ્યુ ?
મોનુ - મારા કૂતરાએ"
##############
"એક દિવસે શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો - આળસ શું છે ?
બીજા દિવસે વિદ્યાર્થીઓની નોટબુક તપાસતી વખતે એક કોરી નોટબુક જોઈ, જેના પ્રથમ પેજ પર લખ્યું હતુ - આળસ શુ છે ? અને ચાર પેજ કોરા છોડીને પાંચમા પેજ પર લખ્યુ હતુ - આ જ આળસ છે."
##############
"પિતાએ પુત્રને પૂછ્યુ - બેટા તુ ઈતિહાસમાં ફેલ કેમ થયો ?
પુત્ર - શુ કરુ પિતાજી બધા પ્રશ્નો તે સમયના હતા જ્યારે મારો જન્મ પણ નહોતો થયો."
##############
"પૌત્ર - (દાદીને) દાદી, તમે મારું મોઢું ન ધોતા.
દાદી - પણ કેમ ? હું જ્યારે તારા જેવડી હતી ત્યારે દિવસમાં ત્રણ વખત મોઢું ધોતી હતી.
પૌત્ર - ઓહ દાદી, ત્યારે જ હું વિચારું જે તમારું મોઢું આવું સંકડાઈ કેમ ગયુ"
##############
"સંસ્કૃતના શિક્ષકે બાળકોની પરીક્ષા લેવાના ઈરાદે પૂછ્યુ કે બતાઓ કે એ શુ છે જે કદી નથી મરતો, જેને આગ બાળી નથી શકતી, જેને કોઈ નષ્ટ નથી કરી સકતુ ?
ફિલ્મી હીરો સર, એક બાળકે તરતજ જવાબ આપ્યો"
##############
"બંટી સરકસ જોઈને પાછો ફર્યો તો પિતાજીએ પૂછ્યુ - કેવુ લાગ્યુ સર્કસ ?
બંટીએ નાદાનીથી ઉત્તર આપ્યો - બીજુ બધુ તો ઠીક હતું, પણ નિશાને બાજનું નિશાનું સારુ નહોતુ, તેણે ગોળ પૈડા પર ફરતી છોકરીને ચાર-પાંચ ચાકુ માર્યા પણ એક પણ વાગ્યુ નહી."
Post a Comment
Post a Comment