"તાજેતરમાં જ થયેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જેમનું ઘરમાં પત્નીઓ આગળ કઈં ઉપજતું નથી..

તેવા જ પુરુષો વૉટ્સએપમા ગૃપના એડમિન થઈને બેસે છે…"




##############


"પત્ની: રસોડામાંથી બટાકાં લાવી આપોને | પતિ : રસોડામાં તો ક્યાંય બટાકાં દેખાતાં નથી..

પત્ની: તમે તો છો જ આંધળા અને કામચોર | મને ખબર જ હતી તમને નહીં મળે, એટલે પહેલાંથી લઈને જ આવી છું |"




##############


"મુકલા શેઠે જમણવાર રાખ્યું 

બધા ને એક હોલ માં બેસાડ્યા 

૨ રૂપિયા મા જમણવાર …. 

બધા જમતા હતા ત્યાં તો બીજી જાહેરાત કરી 

૧ રૂપિયા મા સાંજનુ જમણવાર 

બીજા લોકો પણ આવ્યા હોલ ખીચોખીચ …

બધા જમતા હતા ત્યાં તો ત્રીજી જાહેરાત કરી 

૫૦ પૈસા રાતે જમણવાર

આખુ ગામ આવી ગયું . બધા ખૂબ જમ્યા

હોલ બંધ કરી દેવા મા આવ્યો

ફરીથી જાહેરાત થઈ….

સંડાસ જવાના ૧૦૦૧ રૂપિયા 

 

જીયો dil se…."




##############


"સત્ય નારાયણની કથા

 

 

 

 

અને

 

ઘરવાળીની વાતુ.

લોકો ધ્યાનથી હાંભળવાનો ઢોંગ કરે છે"




##############


સફળ પુરુષ એ છે જે પોતાની પત્ની ખર્ચ કરે તેના કરતાં વધારે પૈસા કમાય. જ્યારે સફળ મહિલા એ છે જે આ પ્રકારના પુરુષ સાથે પરણે..!




##############


"એક વખત રજનીકાંત 100 મીટરની દોડમાં ઉતર્યો.

વિચારવાની જરુર નથી કે રજનીકાંત પહેલો આવ્યો.

આ જોઇને આઇન્સ્ટાઇને આત્મહત્યા કરી લીધી.

પૂછો કેમ ? કારણ કે પ્રકાશનું કિરણ ત્રીજુ આવ્યું.

બીજા ક્રમે રજનીકાંતનો પડછાયો આવ્યો હતો."




##############


"સાંતા પાસે મંદિર બનાવવા માટે કોઇએ દાન

માંગ્યું. સાંતાએ 10 હજારનો ચેક આપી દીધો.

દાન માંગનારઃ ચેક પર સાઇન તો કરો.

સાંતાઃ અમે સારું કામ કરવા માટે અમારું નામ

જાહેર નથી કરતા..."




##############


"જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.

.

.

તમારે પ્રગતિ કરવી હોય તો..

.

.

.

હું રોજ સવારે ચાલવા નીકળુંછું, આવતા રહેજો."




##############


"1000 પેજની કોઇ બુક વાંચવી હોય તો,

કેટલાં દિવસમાં પતી જાય????

Writer- ૬ મહીના

Doctor- ૨ મહીના

Lawyer- ૧ મહીનો

Engineering Students-પહેલાં ­ એ કો ભઇ પરીક્ષા ક્યારે છે???

રાતો રાત આખી બુક પતાવી નાખીશું...!!!

હા...હા...હા...

અત્યારે આ જ લાગું પડે છે મને...

એક્ઝામ ટાઇમ"




##############


"કોઈ ના બાપ થી ના બીવે

.

.

.

.

.

.

 

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

..

 

અહીંયા કવિ ""મારી"" વાત કરે છે"




##############


"દુશ્મન_બની_લડી_લેજો,,,,

 

પણ_દોસ્ત_બની_વિશ્વાસઘાત_ના_કરશો..

 

અામાં કવિ સરપંચની ચુંટણીનો પ્રચાર કરે છે."




##############


"રાખો ભરોસો તમે ખુદ પર

સાને શોધો છો ફરિશ્તાઓ ...?

 

પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ

તોય શોધી લે છે ને રસ્તાઓ..

 

 

 

*આમા કવિ ના ગામમાં દારૂ"




##############


"અકેલે અકેલે કહા જા રહે હો હમે સાથ લેલો.

 

જહાં જા રહે હો

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

.

 

 

 

 

*આમાં કવિ એના ભાઈબંદ ને બોટલ લઈ જતા જોઈ જાય છે*"




##############


"ઉવા...ઉઉ.....ઉવા.....ઉઉ......

......

...

..

.

ઉઉ...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કાય નય....

કવિ ને ત્યા બાબો આયવો....."




##############


"તમે વૉટ્સએપ્પ વાપરો છો?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

હાં ..

 

...

તો વાપરો વાપરો તમતમારે.

મોજ થી વાપરો.

આમા કવિ ને કોઈ વાંધો નથી."




##############


"મહેરબાની કરી happy new year, happy new year in advance આવા મેસેજ મોકલવા નહિ, મારે નવું વર્ષ એટલે દિવાળી,બેસતું વર્ષ (કારતક સુદ ૧ (પડવો) ). માટે કોઈ એ ઉત્સાહમા આવિ મને શુભેચ્છા પાઠવી નહીં

.

.

.

.

.

.

.

.

.

.

*અહીં કવી આખા ગામ મા ફરી વળ્યાં પણ 31 મા પીવા માટે દારૂ નું સેટિંગ થયુ નથી, એટલે કવી હાલ ગુસ્સા મા છે*"




##############


"જે મજા *#લાલ પાણી* માં છે..

 

એ મજા *#માલ પાણી* માં નથી ભાઈ..

.

.

.

.

.

.

.

.

 

*આમાં કવિથી એકેય છોકરી પટતી નથી એટલે દારૂ ના રવાડે ચડ્યા છે.*"




##############


"સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો,

આજે કેટલાય પરીવારો સાથે હોત.

આમા કવિ ની ચમચી ચૉરાઈ ગય છે."




##############


"ફુલ નહી, તો ફુલ ની પાખડી પણ ચાલશે. ..!

 

 

આમા કવિ સરપંચ ને બદલે સભ્ય મા ફોરમ ભર્યુ લાગે છે. …!"




##############


પોલીસવાલાની દોસ્તી કે દુશ્મની સારી નઈઆમા કવિને રીમાન્ડ પર લીધા લાગે છે.




##############


"ફક્ત સ્ત્રીઓ ની પોસ્ટ પર લાઈક ને કોમેન્ટ કરવા વાળાઓ..યાદ રાખજો અંતિમ સંસ્કાર મા સ્ત્રીઓ નથી આવતી.

 

આમાં કવિનું ક્યાંય સેટિંગ થાતું નથીે"




##############


"બાતાે કો તેરી હમ ભુલાના સકેગે

હોકે જુદા હમ જુદાના હો સકેઆમા કવિના છૂટાછેડા થઈ ગયા છે પણ એનુ

બૈરુ ખાધા ખોરાકી માગે છે…"




##############


"એક નમ્ર વિનંતી છે કે…ફ્રી નેટ, ફ્રી બેલેન્સ, ફ્રી ટીશર્ટ, ફ્રી પેનડ્રાઇવ.. કે.. કોઈ પણ ફ્રી લોડા લસુન ઝાટા ઝુમમર કે વસ્તુ ના મેસેજ ન મોકલતા.

 

અમે લુખ્ખા નથી, તમને મળે તો વાપરો

 

આમા કવિ ઓનલાઈન શોપિંગ કરીને બેવકુફ બન્યો છે"




##############


"સાંવરિયો રે મારો સાંવરિયો….હું તો ખોબો માગુ ને આપે દરિયો….

 

.

 

.

 

આમા કવિ રિલાયન્સ જીઓ ની 31 માર્ચ સુધી લંબાયેલ સ્કીમ ની વાત કરે છે"




##############


"જોવો છે મને વિશાળ દરિયો

એવો દરિયા કિનારો

જયા શરાબ પણ મલે ને શબાબ પણ આમા કવિ ને દીવ જવાની ઈરછા છે"




##############


"“શું કરે છે તમારા સંતાનો?””બસ, ગોઠવાઈ ગયાં છે. મોટો ડોક્ટર થયો એ હાલ કેનેડા છે. નાનો અહીં બેંકમાં ઓફિસર છે”

 

“પણ તમારે તો ૩ દિકરા હતા ને!?”

 

“હા, પણ એક કવિ થઈ ગ્યો!”"




##############


"દરેક ઘર નું સરનામું તો હોય …પણ……. ગમતા સરનામે ઘર બની જાય…..એ જીવન છે

 

કવી આમા વરાછા રોડ ની વાત કરે છે…"




##############


"ઓછુ સમજે તે ચાલે પણ ઊંધુ સમજે તે ન ચાલે…કવિ આમા હાથ જોડી ન કે છે કે સુકામ હેરાન કરો છો..

મારા વિચારો નુ અવળુ અર્થઘટન કરો છેા..

અશ્રુભીની આંખે પોતાની પર્સનલ વેદના ઠાલવતા કવિ કહે છે કે હવે તો ઘર મા પણ જમવાનુ માગુ તો છોકરાવ કે છે કે મમ્મી કવી ભુખ્યો થ્યો છે.."




##############


"ડોન કા ઈંતજાર તો ગ્યારહ કોલેજ કી લડકિયાં કર રહી હૈલેકિન ડોન કા કોલેજ આના મુશ્કિલ હી

 

નહીં નામુમકિન હૈ

 

ક્યોંકી…

 

. ડોન , માંડવી વીણે છે.."




##############


"સમય બદલાય છે ઝીંદગી સાથે,ઝીંદગી બદલાય છે સમય સાથે,

 

સમય નથી બદલાતો આપણી સાથે,

બસ,આપણા બદલાય છે સમય સાથેl

 

આમાં કવિ ને એનાં સગાવલા એ બેંકમાં પૈસા નાખવાની ના પાડી દીધી"




##############


"દુનીયા અમારી કોઈ સગી નથીઅમારી બઉ ખરાબ દશા હતી

 

કોઈ નતુ ત્યારે મારી જાનુડી હતી

 

આમાં કવિ એ એનાં માલ ને બેંક ની લાઈન માં ઊભી રાખી હતી"




##############


"કવિ :

‘દોસ્ત, એવી ચા પીવડાવ

કે રોમે રોમે દીવા થઈ જાય !’

ચાવાળો :

‘સાહેબ, ચામાં દૂધ નાખું કે ઘાસલેટ?

કવિ ની ઈજ્જત ની …….."




##############


"ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય….ગાડી માં ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય…

 

આમ કવિ PORBANDER ના રોડ ની વાત કરે છે…."




##############


"કરવટે બદલતે રહે સારી રાત હમઆપકી કસમ આપકી કસમ

 

આમાં ખાસ કંઇ નથી

 

કવિને પાછળ ગુમડુ થયું છે

 

સીધા સુઈ શકતા નથી."




##############


"પત્ની(મોટથી બૂમ પાડીને)- સાંભળો છો? મેં

તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે.

પતિ- ના હોય, તુ મને બનાવે છે.

પત્ની હું તમને નહીં આપણા પાડોશીને

બનાવી રહી શું."




##############


"છોકરો- તારી લિપ્સ્ટીક સુંદર છે 

 

છોકરી- થેંક્સ 

 

છોકરો- તારી સેંડલ સુંદર છે 

 

છોકરી- થેંક્સ 

 

છોકરો- તારી પાયલ સુંદર છે 

 

 

છોકરી- થેંક્સ 

 

છોકરો- તોય પણ તૂ સારી નહી લાગતી !!"




##############


"એક પતિએ વધુ દારૂ પી લીધી. તે લડખડાવીન ચાલવા લાગ્યો તો પત્ની બોલી - તમે વધુ પી લીધી છે.

થેક્યૂ, ડાર્લિંગ, હુ તો સમજ્યો હતો કે હું લંગડો થઈ ગયો છુ. પતિએ નશામાં જવાબ આપ્યો."




##############


"સંબંધીના બેસણામાં જઈ આવેલા પોતાના પતિને પત્નીએ સાંત્વના આપતા કહ્યુ

પત્ની - સાંભળીને દુ:ખ થયુ કે તમારા મામાજીનુ અવસાન થઈ ગયુ. શુ બીમારી હતી તેમને ?

પતિ - ભૂલી જવાની બીમારી હતી, તે દિવસે શ્વાસ લેવાનુ જ ભૂલી ગયા હતા."




##############


"પતિએ પત્નીને કહ્યુ કે - પ્રિયે, જુઓ આ વખતે આપણે જન્મદિવસ પર સામાન ઓછો મંગાવીશુ. મોંઘવારી ખૂબ વધી ગઈ છે. તેથી આપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ.

પત્ની બોલી - તમે તો મારા મોઢાની વાત કહી દીધી. હું પણ વિચારી રહ્યો છુ કે આ વખતે જન્મદિવસ પર મીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ."




##############


"જમ્યાપછી પતિએ પોતાની પત્નીને પૂછ્યુ - બોલો શ્રીમતીજી હવે તમે શુ કરશો ?

પત્ની - કશુ નહી બસ હવે પેપર વાંચીશ, ટીવી જોઈશ વગેરે વગેરે..

પતિ - ઠીક છે, તમે જ્યારે વગેરે વગેરે કામ કરવા આવો ત્યારે મારા શર્ટના બટન ટાંકવાનુ ન ભૂલતા."




##############


"એક મિત્રએ (બીજા મિત્રને)- તમારા શર્ટના કિનારે ગાંઠ કેમ બાંધી છે ?

બીજો મિત્ર - પત્નીનો પત્ર પોસ્ટમાં નાખવાની યાદ રહે તેથી.

પહેલો મિત્ર - તો શુ તમે એ પત્ર પોસ્ટ કરી દીધો ?

બીજો મિત્ર -નહી મારી પત્ની પત્ર આપવાનું જ ભૂલી ગઈ."




##############


"પત્ની - આપણાં બાબાએ એક નવી શોધ કરી છે જે અસંખ્ય રેકોર્ડ તોડી નાખે છે.

પતિ - એમ ? અદભૂત ! શું શોધ્યુ છે એણે ?

પત્ની - ગ્રામોફોન માટેની નવી સોય."




##############


ક્રિકેટરની પત્નીએ પતિને સલાહ આપી કે - તમે પહેલાથી બતાયા ન કરો કે મેચ ફિક્સ છે, બધી મજા ચૂરચૂર થઈ જાય છે.




##############


"પત્ની (પતિને) - રાવણ કોણ હતો ?

પતિ - કેવા ડફોળ સાથે લગ્ન થયુ છે, તને એટલી પણ ખબર નથી? શુ તે કદી મહાભારત નથી વાચ્યું ?"




##############


"શ્વેતા -(પોતાની બહેનપણીને) તારા પતિ શુ કરે છે ?

રીના - નાના-મોટા બધાને ઉપર-નીચે ચઢાવીને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે.

શ્વેતા -(ગભરાઈને) મતલબ !

રીના - તે બસ કંડક્ટર."




##############


"પત્ની ગભરાઈને અંદર આવી અને પતિને કહ્યુ - સાંભળો છો ? ભૂકંપ આવી રહ્યો છે. આખું મકાન હલી રહ્યું છે. કદાચ પડી જશે.

પતિ - પડતુ હોય તો પડવા દે. એની ચિંતા મકાનમાલિક કરશે."




##############


"દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ મોટી ચોપડી ખોલીને વાંચવા માંડ્યું

પત્ની - આજે ફ્રીમાં પી ને આવ્યા ?

પતિ - ના, આજે નથી પીધી.

પત્ની - તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?"




##############


"એક દિવસ પતિ-પત્ની એક કવિ સંમેલનમાં ગયા. થોડીવાર પછી પતિએ પત્નીને ધીરેથી કાનમાં કહ્યું - જો તારી બાજુવાળા કાકા ઉંધી રહ્યા છે.

પત્ની ખિજાઈને બોલી - ઓહ હો...આટલી અમથી વાત કહેવા માટે તમે મારી ઉંધ બગાડી ?"




##############


"પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે - આમા લખ્યુ છે કે મહત્તમ મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે.

પત્ની(શરમાતાં) - હવે બસ પણ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી"




##############


"પત્ની(પતિને) તમને ખબર છે આપણું બાળક ચાલવા લાગ્યું છે ?

પતિ - ક્યારથી ?

પત્ની - એક અઠવાડિયાથી.

પતિ - અત્યાર સુધી તો તે ખૂબ દૂર નીકળી ગયો હશે."




##############


"દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ મોટી ચોપડી ખોલીને વાંચવા માંડ્યું

પત્ની - આજે ફ્રીમાં પી ને આવ્યા ?

પતિ - ના, આજે નથી પીધી.

પત્ની - તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો."




##############


"પતિ - નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા.

પત્ની - પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે.

પતિ - ભઈ પણ તને તૈયાર થવામાં થોડો તો સમય લાગશે ને!"




##############


"પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે - આમા લખ્યુ છે કે મહત્તમ મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે.

પત્ની(શરમાતાં) - હવે બસ પણ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી."




##############


"પત્ની - સામે રોડ પર જે ભિખારી બેઠો છે તે આંધળો હોવાનો ઢોંગ કરી રહ્યો છે.

પતિ - કેમ, તે કંઈ રીતે જાણ્યું ?

પત્ની - કાલે તેણે મને કહ્યું, સુંદરી ભગવાનના નામે કાંઈક આપતી જા.

પતિ - તેણે તને સુંદરી કહ્યું હવે તો મને વિશ્વાસ થઈ ગયો કે તે સાચે જ આંધળો છે."




##############


"પોપટ -આજે જીવનમાં પહેલી વખત એલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ખૂલી.

મિત્ર - કેમ અત્યાર સુધી એલાર્મનો અવાજ કાને નહોતો પડતો.

પોપટ -ના, એવું નથી પણ આજે પત્નીએ ઘડિયાળ મારા માથા પર મારી."




##############


"પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?

પતિ - ના, કાલથી છાપુ બંધ."




##############


"પતિ - આજે કોણ જાણે કોનુ મોઢુ જોયું હતુ કે આખો દિવસ ખાવાનું ન મળ્યું.

પત્ની - મારુ માનો તો, બેડરુમમાંથી અરીસો હટાવી લો, નહિ તો રોજે-રોજ આ જ ફરિયાદ રહેશે."




##############


"મધુ - તમારા શરીર પર આ શાના નિશાન છે.?

શ્રીમતી પોપટ - કાલે મારા પતિએ મને માર્યુ હતું.

મધુ - પણ તમારા પતિ તો ગઈકાલે બહાર ગયા હતા ને ?

શ્રીમતી પોપટ- હુ પણ એવું જ સમજતી હતી."




##############


"એક વાર પોતાના ટાલિયા પતિને પત્નીએ પૂછ્યુ - શું તમને આ ટાલથી કદી કોઈ તકલીફ નથી થતી ?

પતિ - ના, આમ તો ખાસ કોઈ નહિ, હા, પણ જ્યારે મોઢુ ધોઉં છુ ત્યારે એ સમજાતુ નથી કે ક્યા સુધી ધોવાનું છે."




##############


"પતિ(ગુસ્સેથી) - કેમ આજે તુ ફરી પેલા મીનાભાભી જોડે ઝઘડી ?

પત્ની - અરે ના હવે, મારો તો આઠ દિવસથી એક જ ઝઘડો ચાલે છે."




##############


"પતિ( પત્નીને ) વશીકરણ એટલે શું ?

પત્ની - કોઈ માણસને પોતાના પ્રભાવથી વશીભૂત કરીને તેના પાસે ફાવ્યું કામ કરાવવું તેને વશીકરણ કહે છે.

પતિએ હસીને કહ્યુ - અરે નહી, એને તો લગ્ન કહેવાય છે."




##############


"પતિએ પત્નીને ધમકાવતાં કહ્યુ - તુ મોહનલાલની દુકાનેથી ખરીદી ના કરતી, એ આંખોમાં ધૂળ નાખીને સામાન આપે છે.

પત્ની - તમે મને નથી ઓળખતાં ? હું જ્યારે પણ સામાન ખરીદુ છુ ત્યારે હું આંખો બંધ કરી દઉં છું."




##############


"એક નવવધૂને તેના સસરા મીઠાઈ ખવડાવતા બોલ્યા - મીઠાઈ લો, મોઢુ ખોલો.

સાસુએ હાથ રોકતા કહ્યુ - અરે રહેવા દો, એ દિવસો ન આવે કે વહુ આપણી સામે મોં ખોલે."




##############


"લગ્નનાં ત્રણ-ચાર મહિના પછી રાજેશ થોડો ચીડાયેલો લાગવા માંડ્યો. એક દિવસ તેના મિત્ર મનીષે તેને પૂછ્યું - દોસ્ત લગ્ન પછી તારી જીંદગીમાં શુ બદલાવ આવ્યો.

 

રાજેશે દુ:ખી થઈને કહ્યુ - કોઈ ખાસ નહી, પહેલા એકલતા કોરી ખાતી હતી, હવે પત્ની બચકાં ભરે છે."




##############


"પત્ની પોતાના ડોક્ટર પતિને એકવાર બોલી - તમે બીજાને પાન-સિગારેટ છોડવાનું કહો છો અને પોતે તો આખો દિવસ આને ફૂંકે રાખો છો.

આવુ કેમ ?

પતિ - જો હું ખુદ ફૂંકીશ નહી તો એનાથી થતાં નુકસાનની જાણ કેવી રીતે થશે ?"




##############


"પતિ - મારી નજર કમજોર થઈ ગઈ છે. હું વિચારી રહ્યો છુ કે એક ચશ્મો બનાવી લઉ.

પત્ની - અરે રહેવા દો, આ આખી કોલોનીમાં મારાથી સુંદર બીજુ કોઈ છે જ નહી."




##############


"પતિ - (પત્નીને) તુ રોજ જમ્યા પછી મોઢું કેમ નથી ધોતી ? તારું મોં જોઈને હું કહી શકુ છુ કે આજે તે શું ખાધુ છે ?

પત્ની - બોલો તો મેં આજે શુ ખાધુ છે ?

પતિ - તે આજે દહીંવડા ખાધા છે.

પત્ની - તમે ઉલ્લુ બની ગયા, એ તો મેં કાલે રાતે તમારા ઉંધ્યા પછી ખાધા હતા."




##############


"એક સ્ત્રીને તેના ઘરના નોકરે ઘબરાયેલા સ્વરમાં કહ્યુ - સાહેબ દરવાજાની પાસે બેહોશ થઈ પડ્યા છે. તેમના એક હાથમાં એક કાગળ અને બીજા હાથમાં એક મોટુ પેકેટ છે.

મહિલા ખુશ થઈને બોલી - બહુ સરસ, મારી નવી સાડીઓ આવી ગઈ છે."




##############


પતિ-પત્નીમાં બોલચાલ બંધ હતી પતિએ બીજા દિવસે સવારે ઉઠીને કશે જવાનું હતુ. તેમણે એક કાગળ પર પત્નીને લખી દીધુ - સવારે મને છ વાગે ઉઠાડી દેજે. સવારે પતિની આંખો ખુલી તો સાત વાગ્યા હતા, પણ તેના પથારી પાસે એક કાગળ પડ્યો હતો, જેમાં લખ્યું હતુ કે - ઉઠો છ વાગી ગયા છે.




##############


"એક દિવસ એક પત્ની પોતાના પતિને બોલી - સાંભળો છો, મેં એક સપનુ જોયુ કે તમે મને સોનાનો હાર આપી રહ્યા છો.

આ સાંભળી પતિ કશુ નહી બોલ્યો અને હસતો રહ્યો.

બીજા દિવસે પતિ એક ગિફટ લઈને પત્નીને આપે છે

પત્ની બહુ ઉમંગથી તેને ખોલે છે. ગિફ્ટમાં એક ચોપડી નીકળે છે ' સપનું અને સપનાની બકવાસ'."




##############


"શર્માજી લગ્નની 21મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. તેમના ઘેર આવેલા એક મિત્રએ પૂછ્યુ - શુ આ વીસ વર્ષોમાં તમે તમારા દામ્પત્ય જીવનમાં કોઈ બદલાવ આવ્યાનો અનુભવ કર્યો ?

શર્માજી બોલ્યા - હા મામૂલી, પહેલા પત્નીને જોઈને દિલ ઘડકતુ હતુ હવે હંમેશા ઘડકે છે."




##############


"રામ શ્યામને - પછી તેં રજાઓમાં ક્યાં જવાનો નિર્ણય કર્યો ?

હજુ સુધી કશું નક્કી નથી કર્યુ.

કેમ ?

હું કહું છુ કે આખી દુનિયા ફરીશુ પણ મારી પત્ની કહે છે, બીજે કશે જઈશુ."




##############


"પતિએ પત્નીને પૂછ્યું કે - ઈશ્વરે તને સુંદરતા અને બેવકૂફી એક સાથે કેમ આપી દીધી ?

પત્ની તરત જ બોલી - સુંદરતા એટલા માટે આપી કે તમે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકો, અને બેવકૂફી એટલા માટે કે હું તમારો પ્રસ્તાવ સ્વીકારી લઉં."




##############


"મ્નસુખલાલની પોતાની પત્ની સાથે સખત લડાઈ થઈ ગઈ. પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંકીને માર્યુ, જે મનસુખના ઘુંટણ પર વાગ્યું અને હાડકું

તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછી જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને પોતાના બાજુના પલંગ પર એક દર્દીને સૂતેલો

જોયો, જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.

મનસુખલાલે તેને પૂછ્યું - શુ તમારી બે પત્નીઓ છે ?"




##############


"ભારતીએ એક દિવસ સાસરેથી રડતાં રડતાં આવીને પોતાની મમ્મીને કહ્યું - હું હવે તરુણ સાથે નથી રહી શકતી.

મમ્મી બોલી - કેમ?

ભારતી - કારણકે તે રોજ દારૂ પીવે છે.

મમ્મી - આ વાતનો વિરોધ તું આજે કરે છે લગ્નના એક વર્ષ પછી !

ભારતી - પણ મમ્મી, પહેલા ખબર પડતી તો હું વિરોધ કરતીને, એ તો કાલે પીધા વગર ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે તે રોજ પીવે છે"




##############


પતિ- હવે ઝગડો બંધ કર, હું શાંતિની સાથે રહેવા માંગુ છું. પત્‍ની- હા, હા જાઓ રહો તમે શાંતિની સાથે, હું પણ મગનની સાથે રહેવા જઉં છું.




##############


પત્‍ની હું વિચારું છું કે મારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં. આ સાંભળી પતિ ઉઠીને જવા લાગે છે. પત્‍ની- હવે તમે ક્‌યાં જઈ રહ્યાં છો? પતિ- સાધુ બનવા




##############


પતિ- ચાલ આજે આપણે કોઈ હોટેલમાં જમવા જઈએ. પત્‍ની- કેમ, મારા હાથનું ખાવાનું ખાઈ ખાઈને બોર થઈ ગયા છો? પતિ- અરે નહીં, બસ આજે વાસણ સાફ કરવાનો મૂડ નથી.




##############


પતિ : ધાર કે હું મરી જાઉ તો? પત્‍ની : આવું ના બોલો, તમને ખબર છેને કાળી સાડીમાં હું જરા પણ સારી નથી લાગતી




##############


પત્‍ની : હવે સાડીઓમાં કઈ કઈ ફેશન આવશે? પતિ : તે જ બે ફેશન, એક જો તને પસંદ નહીં આવે અને બીજી જે લેવા માટે મારા ખિસ્‍સામાં પૈસા નથી.




##############


પત્‍ની : ક્‌લ્‍બમાં આજે મજાની પાર્ટી છે, જેમાં તમામ સભ્‍યોને કહ્યું છે કે ઘરથી કોઈપણ એક નકામી વસ્‍તુ લઈને આવે. પતિ : તો, તું શું લઈ જઈ રહી છે? પત્‍ની : મને કંઈ પણ સમજમાં નથી આવતું પણ તમે સાથે આવશોને?




##############


પતિ (નવી પત્‍નીને) : હું તારા ખાવાના બનાવવામાં કોઈ ખામી નથી કાઢતો , પરંતુ મારી આ ઈચ્‍છા અવશ્‍ય છે કે તું મારે મા ની જેમ સર સ રસોઈ બનાવે. પત્‍ની : ઠીક છે આ કોઈ મુશ્‍કેલ કામ નથી, જો તમે પણ મારા પિતાજીની જેમ લોટ બાંધવાનું શીખો લો તો.




##############


પત્‍ની (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરેઆવે છે. બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે. પત્‍ની : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું ત્‍યારે તે સુતા હોય છે.




##############


"પતિ(નવી પત્નીને) હું તારી રસોઈમાં કોઈ ખામી કાઢતો નથી, પરંતુ હું ઈચ્છુ છુ કે તુ મારી બાની જેમ જ રસોઈ બનાવે.

પત્ની - ઠીક છે, આ કોઈ મુશ્કેલ કામ નથી, જો તમે પણ તમારા પિતાજીની જેમ લોટ બાંધવાનુ શીખો."




##############


"પત્ની પતિ પાસેથી કાર ચલાવવાનુ શીખી રહી હતી. ત્યારે પત્નીએ કહ્યુ - તમે આ સામેનો અરીસો બરાબર લગાવ્યો નથી.

પતિ - કેમ કોઈ ગરબડ છે ?

પત્ની - આમાં તો ફક્ત પાછળ આવતી કાર જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી."




##############


"પતિ - ધારો કે હું મરી જાઉ તો ?

પત્ની - એવું ના બોલો કાળી સાડીમાં હું જરાપણ સારી નથી લાગતી."




##############


"જમતી વખતે પતિએ કહ્યુ - આજે ફરી દુધીનું શાક બનાવ્યું, તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથી નવા જનમમાં માણસ ગધેડો બને છે.

પત્નીએ કહ્યુ- એ તો તમારે ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતુ."




##############


"પત્ની - તમે હંમેશા મારી મા અને બહેનને જ કોસતાં હોય છે, જે કહેવું હોય તે મને કહો. પરંતુ તેમના સુધી ન પહોંચો.

પતિ - કેવી વાતો કરે છે. તેમના કારણે જ તો તું મારા ગલે બંધાણી છે."




##############


"પતિ - આજે રવિવારની રજા છે અને આજે મને ખૂબ મજા આવશે, હું ફિલ્મોની ત્રણ ટિકિટ લાવ્યો છુ.

પત્ની - ત્રણ શા માટે ?

પતિ - તારી અને તારા મમ્મી-પપ્પાની."




##############


"પતિ-પત્ની મ્યુઝિયમ જોવા ગયા

પતિ - અહીં દુનિયાના તમામ પ્રાચીન હથિયારો છે.

પત્ની - આ સંગ્રહાલય બનાવવાળો જરૂર કુંવારો જ રહ્યો હશે.

પતિ - કેવી રીતે ?

પત્ની - આમાં સ્ત્રીઓનુ હથિયાર વેલણ તો છે જ નહી"




##############


"પત્ની (બહેનપણીને)આજકાલ મારા પતિ રોજ મોડા ઘરે આવે છે.

બહેનપણી - તો તુ તેને ધમકાવીને રાખ, એટલે તે સીધા થઈ જશે.

પત્ની - પણ ક્યારે ધમકાવુ ? જ્યારે હું ઘરે પહોંચુ છુ ત્યારે તે સુતા હોય છે."




##############


"પત્ની - હું મારી સાચી ઉંમર કોઈને પણ બતાવતી નથી ?

પતિ - ક્યારેય નહી ?

પત્ની - નહી.

પતિ - ભૂલથી પણ નહી ?

પત્ની - નહિ, જે વાત હું છેલ્લા 40 વર્ષથી છુપાવી રાખી છે તે કોઈને પણ એમ જ કેવી રીતે બતાવી દઉં."




##############


"પતિએ અંતિમ શ્વાસ લેતાં લેતાં પત્નીને કહ્યું - મારા મર્યા પછી તુ અશોક સાથે લગ્ન કરી લેજે.

પત્ની- અશોક સાથે ? એ તો તમારો પાક્કો દુશ્મન છે.

પતિ - હા, તેની જોડે હું બદલો લેવા માંગુ છું."




##############


"પત્ની - સામેની બારીમાં જે પોપટ-મેના બેઠા છે,તે રોજ અહીં આવે છે. સાથે-સાથે બેસે છે અને પ્રેમાલાપ કરે છે અને એક અમે છે કે દિવસભર લડતાં રહે છે.

 

પતિ - પણ તે એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે આ પોપટ અને મેનાની જોડીમાં પોપટ તો હંમેશા એ જ રહે છે, પણ મેના રોજ નવી આવે છે"




##############


"એક જાડા માણસે પોતાની પત્નીને પૂછ્યું- જાડા લોકો ખુશમિજાજ કેમ હોય છે ?

પત્ની - ખુશમિજાજ ન રહે તો શુ કરે, ના તો તે લડી શકે છે, અને ન તો ભાગી શકે છે."




##############


"એક મિત્ર (બીજાંને ) યાર, લગ્ન પછી શું થાય છે ?

બીજો મિત્ર - પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે. બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે. ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે."




##############


"જજ - આરોપ છે કે તમે તમારી પત્નીને અસહાય છોડીને ભાગી ગયા હતા. શુ તમે તમારા બચાવમાં કશું કહેવા માંગો છો ?

પતિ - સાહેબ, હું મારો બચાવ કરી શકતો તો મારે ભાગવાની શી જરૂર હતી."




##############


"એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૂછ્યું - તમારી શર્ટના ખૂણાં પર આ ગાઁઠ કેવી રીતે બંધાઈ ?

બીજાએ જવાબ આપ્યો - પત્નીનો પત્ર પોસ્ટબોક્સમાં નાખવાની યાદ રહે તે માટે.

પહેલો બોલ્યો - શુ તમે તે પત્ર પોસ્ટ કરી દીધો ?

બીજાએ જવાબ આપ્યો - નહી, મારી પત્ની મને તે પત્ર આપવાનું જ ભૂલી ગઈ."




##############


"પત્ની (પતિને) - સાંભળો છો ? આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો લઈને આવી.

પતિ - તો શુ થઈ ગયુ, કલે તુ બજારમાં જઈને આઠ સાડીયો લઈને આવજે.

પત્ની - સાચુ કહો છો ?

પતિ - બધાને બતાવીને પરત કરી દેજે. સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસ સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે."




##############


"બે સ્ત્રીઓ પુરુષોની બીજા પર નિર્ભરતા વિશે વાત કરી રહી હતી. એક હસીને બોલી - મારા પતિ બિલકુલ બાળકોની જેમ અસહાય છે.

બીજી બોલી - મારા પતિના પણ એ જ હાલ છે. ક્યાં સુધીની વાત કરું ? ઓફિસમાંથી આવીને જ્યારે તે શર્ટમાં બટન લગાવે છે ત્યારે સોઈમાં દોરો પણ મારે જ પરોવી આપવો પડે છે."




##############


"પત્નીએ કટાક્ષ કરતાં કહ્યુ કે - કેમ તમે તો મને સગાઈ પહેલાં કહેતા હતા કે તારી નાનામાં નાની ઈચ્છા પૂરી કરીશ.

પતિ - હા. પણ હું એ જોઈ રહ્યો છુ કે તારી કંઈ ઈચ્છા એટલી નાની છે જેને હું પૂરી કરી શકું."




##############


"પતિ- શુ હજુ સુધી જમવાનું તૈયાર નથી થયું ? તો પછી હુ જાઉં છુ હોટલમાં જમવા.

પત્ની - અડધો કલાક રોકાઈ જાવ.

પતિ - શુ તુ અડધો કલાકમાં રસોઈ તૈયાર કરી લઈશ ?

પત્ની - નહી, ત્યાં સુધી હું તમારી સાથે આવવા તૈયાર થઈ જતી."




##############


"મહિલા - ઈંસ્પેક્ટર સાહેબ, મારા પતિ શાકભાજી બનાવવા બટાકાં લેવા બજારમાં ગયા હતા, હજું સુધી પરત ફર્યા નથી.

ઈંસ્પેકટર - કોઈ વાંધો નહી, જ્યાં સુધી અમે શોધખોળ કરીએ છીએ ત્યાં સુધી બીજી શાકભાજી થી કામ ચલાવો."




##############


"ત્ની- (પતિને) સાંભળો છો, આવતી કાલે મારી મમ્મી આવવાની છે.

પતિ - તુ તો એ કહે કે સાથે તારા પપ્પા આવવાના છે કે નહી ?

પત્ની - કેમ આવુ પૂછી રહ્યા છો.

પતિ - રસોઈકામમાં થોડી મદદ થઈ જતી."




##############


"મહિલા(બહેનપણીને) - તે તારા માટે લાંબો પતિ કેમ પસંદ કર્યો ?

બહેનપણી - કારણકે જ્યારે હું વાત કરું તો માથું ઉચકીને કરું અને એ વાત કરે તો માથુ નમાવીને."




##############


"પત્ની એ પતિને કહ્યું - સાંભળો છો ? આવી જ રીતે જો તમારા વાળ ખરતાં રહેશે તો હું તમને છુટાછેડા આપી દઈશ

મને ટાલિયા લોકો પસંદ નથી.

પતિ ચોંકીને બોલ્યો - હેં.. હું પણ કેટલો મૂર્ખો છુ, ભગવાન જોડે કશું સારું માંગવાને બદલે હંમેશા કહેતો રહ્યો કે મારા વાળ સહી- સલામત રહે."




##############


"એક મહિલાએ થાનેદારને કહ્યું - મારા પતિએ મારા પર હાથ ઉપાડવાની હિમંત કરી, તમે તેમની રિપોર્ટ લખો.

થાનેદારે પૂછ્યું - તમારા પતિ પહેલવાન છે શુ ?

મહિલા એ જવાબ આપ્યો - ક્યાનો પહેલવાન, પત્નીના હાથનો રોજ માર ખાધા પછી કોઈ ડરપોક પણ કોઈને નથી કહેતો."




##############


"બે મિત્રો મળ્યા એકબીજાનું અભિવાદન કર્યા પછી એક બોલ્યો - કાલે મે મારી પત્નીને ખૂબ જ પરેશાન કરી.

બીજાએ પૂછ્યું - કેવી રીતે ?

પહેલો બોલ્યો - મેં તેને એક સાડી લાવી આપી અને ઘરના બધા અરીસા સંતાડીને મૂકી દીધા."




##############


"પતિ - તુ ભિખારીયોને રોજ ખાવાનું કેમ આપે છે ?

પત્ની - એક એ જ તો છે જે વગર કશું બોલે ચૂપચાપ ખાઈ લે છે."




##############


"પત્ર લખતાં-લખતાં પતિદેવ રોકાઈ ગયા અને ચિંતાની સ્થિતિમાં અહીં તહીં જોવા લાગ્યા. પત્નીએ તેમને ચિંતિંત જોઈને બોલી - ' તમે એકદમ ચિંતામાં કેમ પડી ગયા ?

પતિએ બતાવ્યુ - 'અત્યારે તો એ મારી જીભ પર જ હતી....અચાનક ગાયબ થઈ ગઈ.

પત્ની બોલી - 'ચિંતા શુ કામ કરો છો, ફરી વિચારો, યાદ આવી જશે.

'કેવી રીતે પાછી આવશે, એ તો કવર પર ચોંટાડવાની ટિકીટ હતી ! તેણે અફસોસ સાથે જણાવ્યું."




##############


"પત્ની (ગુસ્સામાં)- 12 વાગ્યે ઘરે આવવાનો સમય છે? ક્યારની વાટ જોઈ રહી છું?'

પતિ- શું આ જાગતા રહેવાનો સમય છે? 4 કલાકથી બહાર તું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું."