"કરોડીમલનું ઓપરેશન કરવા માટે ડોક્ટર જયારે બેહોશીનું ઇન્જેક્શન લગાવવા ગયા
ત્યારે એકાએક કરોડીમલ બોલ્યા: “ડોક્ટર સાહેબ, એક મિનીટ જરા ઉભા રહો.”
ડોક્ટર ઉભા રહી ગયા. કરોડીમલે પોકેટમાંથી તેનું પર્સ કાઢ્યું.
આ જોઇને ડોક્ટર સાહેબ બોલ્યા: “અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે? લઇ લઈશું એ તો…”
કરોડીમલ: “ફી ની તો મને પણ ઉતાવળ નથી ડોક્ટર સાહેબ…
હું તો મારા રૂપિયા ગણી રહ્યો છુ.”"
##############
"કરોડીમલને હાર્ટ-સર્જરી માટે ઓપરેશન થીએટરમાં લઇ જવામાં આવ્યા.
જયારે કરોડીમલની નજર તાજા ગુલાબના હાર પર પડી ત્યારે તેણે નર્સને પૂછ્યું: “આ હાર કોના માટે છે?”
નર્સ: “તમારું ઓપરેશન સફળ રહે તો ડોક્ટર માટે, નહીતર તમારા માટે.”"
##############
"કરોડીમલ એક વખતે બજારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં એનો મિત્ર દાનુંમલ મળી ગયો તો કરોડીમલે તરત પૂછ્યું - તારી દીકરી ના લગ્ન થઇ ગયા એ ઘણા આનંદ ની વાત છે જમાઈ તો સારો છે ને ?
દાનુંમલ - શું ખાક સારો છે ? મેં રૂપિયા પંદર હજારનો ખર્ચ મારી દીકરીના ભણતર પાછળ કર્યો અને દીકરીએ એવા મામુલી માણસ સાથે લગ્ન કરી લીધા છે કે મહીને માંડ અઢીશો રૂપિયા કમાય છે.
કરોડીમલ - તો પછી દુખ કઈ વાતનું છે યાર ? તારી મૂડીનું વિશ ટકા વ્યાજ તો મળી જ રહ્યું છે."
##############
"એકવાર નાનુંમલે કરોડીમલને પૂછીયું - મને એક વાત નથી સમજાતી. વરસાદ થાય છે ત્યારે વીજળી કેમ ચમકે છે ?
કરોડીમલ - વીજળી એટલા માટે ચમકે છે કે વાદળ બેટરીનો પ્રકાશ ફેકીને જોઇલે છે કે કોઈ જગ્યા સુકી તો નથી રહી ગઈ ને."
##############
"કંજુસ કરોડીમલનું કહેવું છે કે -
જે સ્ત્રી જાગૃત હોય છે તે પોતાના પતિ સાથે લડે છે.જે સ્ત્રી વધુ જાગૃત હોય છે તે પોતાના પાડોશી સાથે લડે છે. અને જે સ્ત્રી ખુબ ખુબ જાગૃત હોય છે એ ચુંટણી લડે છે."
##############
"એકવાર કરોડીમલ પોતાના સાસરે ગયો. સાસરે તેનું સ્વાગત કરતા કહ્યું - જરા હાથ મો ધોઈ લો, પછી શું લેશો ? ચા, કોફી કે કાઈ ઠંડુ ?
' રોકડા જ આપી દો ને..... કરોડીમલ બોલ્યા"
##############
"કરોડીમલ આંખ બંધ કરીને એક પછી એક પેગ ગટગટાવી રહ્યો હતો તેથી વેઈટર તેને પૂછીયું - તમે આંખ બંધ કરી ને શા માટે પીવો છો ?
કરોડીમલ - મને ડોકટરે દારૂ પર નજર કરવાની ના પાડી છે."
##############
"કજરારી કિશોરીની હિટલરશાહીથી કરોડીમલ ત્રાસી ગયો હતો અને વારંવાર તેના મિત્રો પાસે કિશોરીના ત્રાસની ફરિયાદ કાર્ય કરતો.એક દિવસ તેના મિત્ર નાનુંમલે પૂછયું - કિશોરી સાથે તે લવ મેરેજ કાર્ય છે. લગ્ન પહેલા તને કિશોરીના સ્વભાવ વિશે ખબર ન હતી ?
કરોડીમલ - ખબર હતી, એક દિવસ મેં તેને એક વીટી આપી હતી. ત્યાર પછી તેની તબિયત એવી સુધરી કે આંગરીમાં થી વીટી કાઢવી અશક્ય થઇ ગઈ એટલે લગ્ન કરવા સિવાય મારી પાસે બીજો વિકલ્પ ન રહ્યો."
##############
"કરોડીમલ - ( ગ્રાહકને ) શું લાવું સાહેબ ?
ગ્રાહક - એક પ્લેટ ઈડલી
( કરોડીમલ ઈડલીની પ્લેટ લઇ આવ્યો )
ગ્રાહક - આ ઈડલી તો સાવ નાની છે. તેનો ભાવ આટલો બધો કેમ?
કરોડીમલ - આ હોટેલનો માલિક હું છું અને હું પંચાગમાં માનું છું.
ગ્રાહક - પણ તેને અને ખાધપદાર્થની સાઈજ તથા ભાવ વચ્ચે શું સંબંધ હોઈ સકે ?
કરોડીમલ - સંબંધ છે ! ખાધપદાર્થના ભાવ સુદના ચંદ્રની જેમ વધે અને તેની સાઈજ વદના ચંદ્રની જેમ ઘટે."
##############
"નાનુંમાલ - તારો કુતરો કમાલ છે. ગઈ કાલે મારી પત્ની સંગીતનો અભ્યાસ કરવા બેઠી ત્યારે તે સતત ભસતો રહ્યો.
કરોડીમલ - વાંક કૂતરાનો નથી શરૂઆત તારી પત્નીએ કરી હતી."
##############
"જીંદગીમાં પહેલીવાર કરોડીમલને એક ચીથરેહાલ ભિખારી પર દયા આવી.એણે એને પાંચની નોટ આપી સહાનુભુતિથી પૂછ્યું - તારી આવી હાલત કેવી રીતે થઇ ?
ભિખારી - હું પણ તમારી જેમ ઉદાર હતો."
##############
"રાત્રે આંઠ વાગે કરોડીમલ બહારગામ જઈ રહ્યો હતો.સ્ટેશને પોહચ્યા પછી તેને વિચાર આવ્યો કે મારી પત્ની કિશોરી ઘણી ઉડાઉ છે. દીવો હોલવવાનું ભૂલી ગઈ હશે તો ઘણું કેરોશીન બળી જશે, તેથી એ ગાડી જવા દઈને ઘેર પાછો આવ્યો. સાંકળ ખખડાવી કિશોરીએ બારણા ખોલતા પૂછીયું - કેમ પાછા આવ્યા ?
કરોડીમલ - તે દીવો તો હોલવી નાખ્યો છે ને ?
કિશોરી - હા.... તમે ગયા કે તરત જ હોલવી નાખેલો, પણ તમે છેક સ્ટેશનેથી પાછા આવ્યા એટલા ચંપલ ઘસાયા એનું શું ?
કરોડીમલ - તું ચિંતા ન કર હું ચંપલ હાથમાં લઇને આવ્યો છું."
##############
"નાનુંમલ - દોસ્ત મારી પત્ની ઘણી ઉડાઉ છે. છ મહિના પહેલા અઢીશો ગ્રામ ચોખ્ખું ઘી લીધેલું એ આજે ખલાશ થઇ ગયું.
કરોડીમલ - ઓહ ! તો તું મારી રીત અજમાવ, મેં બે વર્ષ પહેલા સો ગ્રામ ઘી લીધેલું એ હજુ પણ ચાલે છે.
નાનુંમલ - કઈ રીતે ?
કરોડીમલ - અમે ઘી કાચની શીશીમાં પેક કરી દીધું છે. રોટલી પર શીશી ફેરવી દઈએ છીએ."
##############
"ધનુંમલ - કરોડીમલ તારા કેટલા સંતાન છે ?
કરોડીમલ - નવ
ધનુંમલ - તારે ત્યાં કુટુંબ નિયોજનવાળા નથી આવ્યા ?
કરોડીમલ - આવ્યા હતા પણ ખો ખો ની ટીમ સમજીને તરત ચાલ્યા ગયા."
##############
"કરોડીમલ પાસે ત્રણ પસ્તાવ હતા. પહેલી છોકરી ટેલીફોન ઓપરેટર હતી,બીજી નર્સ હતી તથા ત્રીજી શિક્ષિકા હતી. ખુબ વિચાર કરીને એણે શિક્ષિકાને જ પસંદ કરી.
નાનુંમલે આ પસંદગીનું કારણ પૂછ્યું તો એણે કહ્યું વાત એમ છે કે ટેલીફોન ઓપરેટર હમેશા કહેશે કે એન્ગેજ નર્સ કહેશે આરામ કરો, પણ શિક્ષિકા જ હમેશા કહેશે ' ફરીથી '"
##############
"યજમાને વાતચીત દરમિયાન પોતાના ઘેર મહેમાન બનીને આવેલા કરોડીમલ ને કહ્યું - સદા પ્રસન્ન રહેવું સૌભાગ્યની વાત છે. જે લોકો પોતાનું કામ કરતા ગણગણતા રહે છે એ લોકોને જોઇને મને ઘણો આનંદ થાય છે.
કરોડીમલ - કદાચ એટલે જ તમારા ઘરમાં મચ્છર ઘણા છે."
##############
"રમેશ કરોડીમલનો વિરોધી હતો. એક દિવસ એણે કરોડીમલને પૂછીયું - શું તમે દુર્ઘટના અને દુર્ભાગ્યની વ્યાખ્યા ઉદાહરણ સહીત જણાવી શકશો ?
કરોડીમલ - જી હા, જરૂર જો તમે નદી માં પડી જાવ તો એ દુર્ઘટના કહેવાય અને જો કોઈ તમને બહાર કાઢે તો એ દુર્ભાગ્ય કહેવાય."
##############
"' અરે ભાઈ , આટલો પરેશાન કેમ છે ? નાનુંમલે કરોડીમલને પરેશાન જોતા પૂછ્યું.
' વાત ન પૂછ યાર... મેં સ્વપ્નમાં જોયું કે મને ક્યાંકથી વિશ હાજર રૂપિયા મળ્યા છે. કરોડીમલે જવાબ આપ્યું.
'અરે, તો આમાં પરેશાન થવાની શું વાત છે? સ્વપ્નાની વાત તો ખોટી હોય છે. નાનુંમલે કહ્યું.
' સાંભળ તો ખરો, જયારે મેં મારી પત્નીને જણાવ્યું તો એણે કહ્યું કે ઊંઘ ઉડતા પહેલા જ તમે એ પૈસા બેંકમાં જમા કેમ ન કરાવી દીધા, અને એ જ વિચારીને હું ત્યારથી પસ્તાઈ રહ્યો છું.કરોડીમલે જવાબ આપ્યો."
##############
"' કેમ ભાઈ આ બે હાજર નો ચેક કોને મોકલી રહ્યો છે ? દાનુંમલે કરોડીમલને પૂછ્યું
' મારા એક વિપતીગ્રસ્ત મિત્રની મદદ માટે.કરોડીમલે જવાબ આપ્યું.
પણ ભાઈ તે ચેક પર તારી સહી તો કરી જ નથી...દાનુંમલે ચોકી ઉઠતા કહ્યું.
' હા મને ખબર છે. હું મારું નામ ગુપ્ત રાખવા ઈચ્છું છું. કારણ કે હું ગુપ્તદાન કરી રહ્યો છું..કરોડીમલે જવાબ આપ્યું."
##############
દાનુંમલ અને કરોડીમલ એક વિશાળ નદીમાં પોતપોતાની નૌકાઓમાં સફર કરી રહ્યા હતા. અચાનક દાનુંમલની નાવ ઉંધી વળી ગઈ અને એ પાણીમાં ડૂબકી ખાવા લાગ્યો. જયારે એ પાણીની સપાટી પર એકવાર બેવાર અને ત્રીજીવાર આવ્યો તો કરોડીમલે ઘણા નમ્ર અને સરળ અવાજે પૂછ્યું - ' મારા ગાઢ મિત્ર, મને ઘણું જ દુખ છે કે તું ડૂબી રહ્યો છે પણ જો તું ચોથીવાર પાણીની સપાટી પર ન આવે તો શું હું તારી નૌકા લઇ લઉં ?
##############
"કરોડીમલે પોતાના દોસ્તને કહ્યું - યાર આ વિનોદ તો ઘણો જ ખોટો માણસ છે. હળાહળ ખોટું બોલે છે.
'કેમ, એણે એવું કયું જૂથ બોલી નાખ્યું ? દોસ્તે પૂછ્યું.
' યાર એણે મને કહ્યું હતું કે મારી પત્ની રોજ રાતે મારા એક પાડોશી યુવાન સાથે બાગમાં ફરવા જાય છે. તેથી મેં સતત ચાર દિવસ સુધી મારી પત્ની અને એના પ્રમીનો પીછો કર્યો ત્યારે માંડ મને ખાતરી થઇ કે મારી પત્ની સાથે બાગમાં ફરવાવાળો એ યુવાન તો બીજો જ છે. મારો પાડોશી તો કદાપી નથી. કરોડીમલે પોતાના દોસ્તને જણાવ્યું."
##############
"એક કર્મચારીએ કંપનીના માલિક કરોડીમલને કહ્યું - હું દશ વર્ષથી તમારી કંપનીમાં કામ કરી રહ્યો છું તો પણ તમે કદી મારો પગાર વધારવા માટે નથી કહ્યું.
કર્મચારી આગળ કઈ બોલે તે પહેલા જ કરોડીમલ બોલી ઉઠયા - ' ફક્ત એજ કારણે તમારી નોકરી જળવાઈ રહી છે."
##############
"નાનુંમલ - હવે તો તારા કષ્ઠના દિવસો વીતી ગયા. એક છોકરો ડોક્ટર બની ગયો અને બીજો છોકરો વકીલ.
કરોડીમલ - વીત્યા નથી શરુ થયા છે. કાલે એક કારવાળો મારી સાથે અથડાયો, મારો પગ ઘાયલ થઇ ગયો. હવે મારો ડોક્ટરપુત્ર દબાણ કરી રહ્યો છે કે ઘાયલ પગ તાત્કાલીક કપાવી નાખો નહીતર ગેગરીન સડો થઇ જવાનો ડર છે પણ મારો વકીલ પુત્ર કહે છે કે જખમને વધુ ખરાબ થવા દો, જેથી કારવાળા પર વધુ નુકશાનીનો દાવો માંડી શકાય."
##############
"સહરાના રણની વચ્ચે કરોડીમલને એકલો ફરતો જોઈ એક પ્લેન ના પાયલોટ પ્લેન નીચે લાવ્યો અને કરોડીમલને પૂછ્યું, શું તમે અહી કોઈ વસ્તુ શોધી રહ્યા છો ?
હા...
કઈ વસ્તુ ?
યુરેનિયમ...
યુરેનિયમ શું વસ્તુ છે.
મેં પોતે નથી જોયું.
તો પછી જે વસ્તુને તમે પોતે જોઈ પણ નથી એની શોધ કેવી રીતે કરી શકશો ?
' કોલંબસનિ વાત તો સાંભરી જ હશે. શું હું કોલંબસ ન બની શકું કે યુરેનિયમ શોધતા શોધતા કંઈક બીજું શોધી કાઢું....."
##############
ચુંટણી ટાણે કરોડીમલ પોતાના વિસ્તારમાં ભાષણ આપી રહ્યો હતો.આ દરમિયાન કોઈએ એના પર ટામેટું ફેક્યું. ટામેટું એની છાતી સાથે અથડાઈને નીચે પડી ગયું. ઉમેદવાર કરોડીમલે ઘણી ધીરજથી ટામેટું ઉઠાવી લીધું પછી લોકોને દેખાતા બોલ્યા - હું આવી ચીજો મીઠા સાથે ખાઉં છું. મહેરબાની કરી મીઠું પણ ફેકો.
##############
કરોડીમલ ચુંટણી હારી ગયો જયારે ઘેર આવ્યો ત્યારે એની પત્ની કિશોરી બોલી - ' તમે હરો-જીતો એની સાથે મારે કઈ લેવા-દેવા નથી. તમે ફક્ત એટલું જણાવી દો કે તમને મળેલા બે મતમાંથી એક મારો હતો પણ બીજો કઈ ચુડેલનો હતો ?
##############
કરોડીમલ ચુંટણી હારી ગયો જયારે ઘેર આવ્યો ત્યારે એની પત્ની કિશોરી બોલી - ' તમે હરો-જીતો એની સાથે મારે કઈ લેવા-દેવા નથી. તમે ફક્ત એટલું જણાવી દો કે તમને મળેલા બે મતમાંથી એક મારો હતો પણ બીજો કઈ ચુડેલનો હતો ?
##############
કરોડીમલે પોતાની હોટેલની બહાર એક બોર્ડ મુક્યું હતું જેમાં લખ્યું હતું - જો તમે અંદર નહિ પધારો તો હું અને તમે બંને ભૂખ્યા મરી જઈશું.
##############
"કરોડીમલે બારમાં ખુબ શરાબ પીધો, પછી લથડીયા ખાતા બોલ્યો - ' વેઈટર મેં આજ ઘણો શરાબ પી લીધો છે. કોઈક એવી ચીજ લાવી આપ જેનાથી હું ભાનમાં આવી જાઉં.
' આ રહ્યું તમારું બીલ શેઠ......... વેઈટરે બીલ આગળ ધર્યું."
##############
કરોડીમલે પોતાના પાડોશી નાનુંમલને ફરિયાદ કરી ' જમાનો ઘણો ખરાબ આવી ગયો છે. આજકાલ દોસ્ત પણ સાથ નથી આપતા. મારો દોસ્ત મરી પત્નીને લઈને ભાગી શકે છે,પણ નથી ભાગતો.
##############
"ગાડીના ડબ્બામાં રાજકારણની વાત સમાપ્ત થતા નેતાજીએ કહ્યું. હવે તો સમાજવાદ થશે,સામ્યવાદ આવશે,માર્ક્સવાદ આવશે.
આ સાંભળી ઉપરની બર્થ પર સૂતેલો કરોડીમલ જાગી ગયો અને આંખ ચોળતા કહેવા લાગ્યો,સાહેબ જયારે અમદાવાદ આવી જાય ત્યારે મને જગાડી દેજો તમારી ઘણી મહેરબાની થશે."
##############
"કર્મચારી - સાહેબ મારો પગાર વધારો. હવે મારા લગ્ન થઇ ગયા છે.
કરોડીમલ - કારખાનાની બહાર થવાવાળી દુર્ઘટના માટે અમે જવાબદાર નથી."
##############
"કરોડીમલે નવા રસોયાએ બનાવેલો સૂપ ચાખતા પૂછયું - શું એ સાચું છે કે તું સેનાના મેસમાં કામ કરી ચુક્યું છે ?
' જી હાં સાહેબ ત્યાં મેં બે વર્ષ કામ કર્યું અને બે વાર માર પણ ખાધો. રસોયાએ જવાબ આપ્યું.
ફક્ત બે જ વાર ? તો તો તું ઘણો ભાગ્યાસાળી છે."
##############
"કરોડીમલ - શેઠ મને મારા ઘરવાળાને મળવા માટે બે રૂપિયા આપશો ?
શેઠ - ' હા હા લઇ જા......... પણ તારા ઘરવાળા ક્યાં છે ?
કરોડીમલ - જી.... તેઓ સામેના થીયેટરમાં પિક્ચર જોઈ રહ્યા છે."
##############
"એક ગ્રાહક કરોડીમલની હોટલના બંદોબસ્તથી પરેશાન થઇ ગયો,તેથી કરોડીમલ ને ફરિયાદ કરવા લાગ્યો, જો હું આ હોટલમાં જ મરી જાઉં તો કોને ફાયદો થશે.
' સાહેબ બધી રીતે તમને જ લાભ છે. કારણ કે એ સ્થિતિમાં તમારે અમારું બીલ નહિ ચૂકવું પડે. કરોડીમલે સ્પસ્ટતા કરી."
##############
"એક મુનીમે પોતાના શેઠ કરોડીમલને એક વાર જમવા બોલાવ્યા. કદી ન બોલાવવા વાળા મુનીમ પર કરોડીમલને નવાઈ લાગી. એણે મુનીમને પૂછ્યું - કેમ શું કોઈ ખાસ વાત છે ?
પચ્ચીસ વર્ષ પહેલા મારા જીવનમાં જે એક ખુશીનો અવસર આવ્યો હતો એની આજ રજત જયંતી છે.
'કયો અવસર હતો એ ?
' તમે મારા પગારમાં ચાર રૂપિયાનો વધારો કર્યો હતો અને આજ પચ્ચીસ વર્ષ પુરા થઇ રહ્યા છે."
##############
"કરોડીમલ - ( નોકરને ) ગ્રાહક જે કંઈ કહે એ સાચું માની લેવું જોઈએ તથા એની સામે દલીલ ન કરવી જોઈએ. એ શા માટે તારી સાથે ઝઘડતો હતો /
નોકર - જી એ કહી રહ્યો હતો કે આ દુકાનનો માલિક ચોર લુટારો છે."
##############
"કરોડીમલે પોતાના મુનીમને ફોન પર આદેશ આપ્યો - ' ઘઉંમાં કાંકરા અને ડાલ્ડા ઘીમાં ગ્રીષ ભેળવવાનું કામ તાત્કાલિક બંધ કરાવી દો આજ મને એહસાસ થઇ ગયો કે હું કેટલું ખરાબ કામ કરી રહ્યો હતો.
મુનીમે કહ્યું - ' સારું શેઠ પણ તમે અત્યારે ક્યાંથી બોલો છો ?
જેલમાંથી ...........કરોડીમલે જવાબ આપ્યો."
##############
"કરોડીમલને ઘણું ઓછું સંભળાતું આખરે એણે સાંભળવાનું યંત્ર ખરીદયુ. જે એટલું નાનું હતું કે સરળતાથી દેખાતું ન હતું. થોડા દિવસ પછી એ દુકાનદાર નો આભાર માનવા આવ્યો તો દુકાનદારે સૌજન્યતાથી પૂછ્યું - તમારા ઘરવાળાને આ યંત્ર ગમ્યું ?
કરોડીમલ - ' અરે ભાઈ, તેઓ જાણતા પણ નથી કે એ યંત્રના સહારે હું સાંભરી શકું છું. એટલે તેઓ મારી સામે પણ મનની વાતો કરતા રહે છે. એનું જ પરિણામ છે કે ફક્ત એક મહિનામાં જ હું ત્રણ વાર વસીયત બદલી ચુક્યો છું."
##############
"ગ્રાહક - ( હોટલમાં ) મારે અર્ધી મુર્ગી માટે ક્યાં સુધી રાહ જોવી પડશે ?
કરોડીમલ - જ્યાં સુધી અર્ધી માટે ગ્રાહક ન મળી જાય. તમે જ જરા વિચારો અર્ધા માટે અમે આખી મુર્ગી કઈ રીતે હલાલ કરી શકીએ."
##############
"એક ગ્રાહક કરોડીમલની હોટલના બંદોબસ્તથી પરેશાન થઇ ગયો,તેથી કરોડીમલ ને ફરિયાદ કરવા લાગ્યો, જો હું આ હોટલમાં જ મરી જાઉં તો કોને ફાયદો થશે.
' સાહેબ બધી રીતે તમને જ લાભ છે. કારણ કે એ સ્થિતિમાં તમારે અમારું બીલ નહિ ચૂકવું પડે. કરોડીમલે સ્પસ્ટતા કરી."
##############
"કરોડીમલ - ( દુકાનદારને ) જુઓ, મારે એવું કપડું જોઈએ જે ભાવમાં સસ્તું, દેભાવમાં જાડું હોય અને વર્ષો સુધી ચાલે.
દુકાનદર - ( નોકરને ) અરે રામુ,સાહેબને જરા છાણીયું દેખાડ."
##############
"નાનુંમલ - તે તારી સુંદર પત્નીને ચુતાચેડા કેમ આપી દીધા ?
કરોડીમલ - તાર-દિવસ ઘરકામ ના રોદણાં જ રડ્યા કરતી.
નાનુંમલ - એટલે ?
કરોડીમલ - બચતના ખ્યાલથી ઘરમાં નોકરાણી રાખતી ન હતી અને મારા મારા હાથનું કામ એને પસંદ ન હતું."
##############
"કરોડીમલ - તું આટલી બધી પરેશાન કેમ છે ?
કિશોરી - મુન્નો પાંચ પૈસાનો સિક્કો ગળી ગયો છે.
કરોડીમલ - ગળી જવા દે. આજકાલ પાંચ પૈસાનું આવે છે શું ?"
##############
"કરોડીમલના પિતા કરોડીમલને સાથે લઈને ફોટો પડાવવા ગયા. ફોટોગ્રાફરે પૂછ્યું - તમારા પિતાની ઉમર કેટલી છે.
કરોડીમલ - ૯૮ વર્ષ
ફોટોગ્રાફર - ( ખુશ થઈને ) શ્રીમાન, બે વર્ષ પછી તમારા પિતાને જો તમે અહી લઇ આવશો તો મને એમનો ફોટો પડતા ઘણો આનંદ થશે.
કરોડીમલ - તને આશા છે કે તું બે વર્ષ સુધી જીવીશ ?"
##############
"નાનુંમલ - આજ મેં ફૂટબોલને એટલા જોરથી કિક મારી કે છ કલાક પછી નીચે આવ્યો.
કરોડીમલ - આજ મેં ક્રિકેટમાં બોલને એવા જોરથી ફટકાર્યો કે છ કલાક પછી નીચે આવ્યો અને એના પર લખ્યું હતું - ' બીજી વાર આ દડો ચંદ્ર પર ના ફેકતા."
##############
કરોડીમલ ને ગીત ગાવાનો શોખ હતો. એકવાર એ નદી કિનારે ગીત લલકારવા લાગ્યો. મહેબુબા ઓ મહેબુબા... ત્યાં જ તેનો પગ લપસ્યો અને તે પાણી માં પડ્યો, તો એ ગાવા લાગ્યો. ' મૈ ડુબા મૈ ડુબા.
##############
"કરોડીમલ ઘણાજ સપના સજાવીને મુબઈ આવ્યો. ખુબ કોશિશો પછી એને નોકરી તો મળી ગઈ પણ રહેવા મકાન ન મળ્યું.
એક દિવસ શાકમાર્કેટમાંથી એણે એક તરબૂચ ખરીદ્યું અને ચોપાટી પર ખાવાનો પોગ્રામ બનાવ્યો. ખીશામાંથી ચાકુ કાઢી જેવા તરબૂચ ના બે ટુકડા કાર્ય ત્યાં જ તરબૂચમાંથી અઢાર ફૂટ ઉંચો જીન પ્રગટા થઈને કહેવા લાગ્યો - શું હુકુમ છે મારા આકા.
કરોડીમલ ડરી ગયો અને કહેવા લાગ્યો - ' નવલકથામાંથી નવલિકા સ્વરૂપે આવ તો કંઈક હુકમ પણ કરું. જીને તત્કાળ આજ્ઞાનું પાલન કર્યું અને માણસ સ્વરૂપે પ્રગટ થયો.
કરોડીમલ - શું તું મારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે ?
જીન - તમે બસ હુકુમ કરો.
કરોડીમલ - તો તું મને મુંબઈમાં ક્યાંક ભાડાનું મકાન અપાવી દે.
જીન - તમારું તો દિમાગ ફરી ગયું છે. જો મુંબઈમાં ભાડાનું મકાન મળતું હોત તો હું આ બે રૂપિયાના તડબુચમાં રહેત."
##############
"કરોડીમલ વાળંદની દુકાને ગયો અને ખુરશી પ બેસતા બોલ્યો.
ત્રણે ટુકા કરી દેજે.
' ત્રણે ? વાળંદને નવાઈ લાગી.
' હા દાઢી, વાળ અને તારી વાતચીત."
##############
"એક વાર કરોડીમલ ગંગા સ્નાન કરીને પાછો આવી રહ્યો હતો.
રસ્તામાં એક તગડા સાધુ ભીખ માગી તો કરોડીમલે ભ્રુકુટી ચઢાવતા કહ્યું - ભીખ શા માટે માંગે છે ? મહેનત કેમ નથી કરતો ?
સાધુ પણ અક્કડતાથી બોલ્યો - તમે ભીખ માંગી છે ?
કરોડીમલ - ના ........
સાધુ - ' તો પછી તમને શું ખબર કે ભીખ કોને કહેવાય છે ?"
##############
"કરોડીમલ એક પત્રિકાનો સંપાદક બની ગયો. એના જુના મકાન માલિકે એકવાર એને પત્ર લખ્યો - જુઓ સાહેબ છેલ્લા છ મહિનાથી જયારે પણ મેં તમને તમારા મકાન ભાડાનું બીલ મોકલ્યું ત્યારે ત્યારે તમે એના પર અસ્વીકૃતિ રચના લખીને પાછું મોકલાવી દીધું. આ વખતે હું તમને સખ્ત તાકીદ કરું છું કે આ તમારી પત્રિકામાં પ્રકાશ માટે મોકલેલી કોઈ રચના નથી પણ છેલ્લા સાત મહિનાના બાકી ભાડાનું બીલ છે.
થોડા દિવસ પછી કરોડીમલે જવાબ આપ્યો - મહેરબાની કરીને કાગળની એક તરફ હાશિયો છોડીને લખો."
##############
"એકવાર કરોડીમલ ઘણા જ ઝનૂનથી પગ પછાડતો પોસ્ટ ઓફિસે ગયો અને પોસ્ટમાસ્તરને કહ્યું - કેટલા દિવસથી મારા પ ધમકી પત્રો આવી રહ્યા છે. હું એ વિશે કંઈક કરવા ઈચ્છું છું.
જરૂર કરો. પત્ર દ્વારા કોઈને ધમકી આપવી એ ગેરકાયદેસર વાત છે પણ તમે આવા પત્ર લખનારનું ઠામ ઠેકાણું જણાવી શકશો ?
જરૂર ... કરોડીમલ બોલ્યો - ઇન્કમટેક્ષવાળા."
##############
"એક મહિલા ઉમેદવાળ પોતાના ચુંટણીક્ષેત્રની મુલાકાતે નીકળી.
એક ઘરનું બારણું ખટખટાવ્યુ તો તો સામે કરોડીમલ ઉભા હતા
મહિલા બોલી - હું ઈચ્છું છું કે તમે મને મદદ કરો.
કરોડીમલ - માફ કરજો બહેન, મારા લગ્ન તો ઘણા વર્ષો પહેલા થઇ ગયા છે."
##############
"સાળી - જીજાજી મને કોઈ પણ કામ છુપાઈને કરવું પસંદ નથી જે કરો એ ખુલ્લેઆમ કરો.
કરોડીમલ - તને ના કોણ પડે છે ? તું રોજ મારી સામે સ્નાન કર."
##############
"લેખક - ( કરોડીમલને ) મેં એક શાનદાર પુસ્તક લખ્યું હતું ગઈ કાલે જ પૂર્ણ કર્યું. એ છપાયું હોત તો ખળભળાટ મચી જાત પણ શું કરું, મારા છોકરાએ આખું પુસ્તક આગમાં નાખી દીધું
કરોડીમલ - તારા છોકરાની ઉમર કેટલી છે ?
લેખક - ચાર વર્ષ
કરોડીમલ - તને ધન્ય છે કે તારા પુત્ર આટલી નાની ઉમરે સાહિત્ય પારખું બની ગયો છે."
##############
"કરોડીમલ - ઘણું મોડું થઇ ગયું. મને ઘેર જવાદે . મારી પત્ની ભૂખી બેઠી હશે.
નાનુંમલ - ઘણો ભાગ્યશાળી છે તું કે આવી પતિવ્રતા પત્ની મળી. જે તારા વગર જમતી પણ નથી.
કરોડીમલ - શું ધૂળ ખાય ? રસોઈ તો હું જઈને બનાવુ છું."
##############
"શેઠ - ( કરોડીમલને ) શું તું મને બેવકૂફ મને છે ?
કરોડીમલ - શેઠ મને તો અહી આવ્યે હજુ એક દિવસ થયો છે.
મને ક્યાંથી ખબર હોય ?"
##############
"ચોકીદાર - જાગતે રહો... હોશિયાર..... જાગતે રહો...
કરોડીમલ - જો અમારે જાગવું હોત તો તારી શું જરૂર હતી ?"
##############
"કરોડીમલ - ( પાડોસણને ) તેમે મારા પુત્રને કેમ માર્યો ?
પાડોસણ - એને મને ભેસ કહી હતી.
કરોડીમલ - તો એમાં મારવાની શી જરૂર હતી ?
એને પ્યારથી સમજાવી દેવો હતો. એ હજુ પ્રાણીઓને બરાબર ઓળખતો નથી."
##############
"નાનુંમલ - કાલે રાતે તું ઘેર મોડો ગયો ત્યારે તારી પત્નીએ કાઈ કહ્યું ?
કરોડીમલ - એક શબ્દ પણ ન બોલી. આમ પણ મારે આગલા બે દાંત પડાવવાના જ હતા...."
##############
"મહત્વાકાંક્ષી - કરોડીમલને વેપારમાં મામુલી સફળતા મળી.
એક દિવસ ગામમાં આવીને એણે પોતાના એક મિત્રને પૂછ્યું -
મેં જે આટલી મોટી સફરતા મેળવી છે એની ગામ લોકોને ખબર તો હશે જ ?
મિત્ર - હા, એમને ખબર છે.
કરોડીમલ - તેઓ કંઈ કહે છે ?
મિત્ર - કાઈ કહેતા નથી, ક્યારેક ક્યારેક હસે છે."
##############
"નાનુંમલ - લગ્ન પહેલા લોકો શું કરે છે ?
કરોડીમલ - ભવિષ્ય વિશે વિચારીને ખુશ થાય છે.
નાનુંમલ - અને લગ્ન પછી /
કરોડીમલ - અતીતને યાદ કરીને રડે છે."
##############
"કરોડીમલે ભાષણ આપવાવાળા ના વખાણ કરતા કહ્યું. તમારું ભાષણ ખુબ તાજગીભર્યું હતું.વક્તાએ પ્રસન્ન થઈને કહ્યું - એમ ...
' હા ... કરોડીમલે સ્પષ્ટતા કરી. તમારા ભાષણ પછી જયારે મારી નીંદ ઉડી ત્યારે મારો બધો થાક ઉતરી ગયો હોય એવું લાગ્યું."
##############
"કરોડીમલ - યાર, તે મુસીબતના સમયે મને સાથ ન આપ્યો.
નાનુંમલ - એ કઈ રીતે યાર.
કરોડીમલ - મારા લગ્નમાં તું સામેલ ન થયો."
##############
"કરોડીમલ પોતાના મકાનમાલિકને ભાડું આપવા માટે થોડા પૈસા લઈને ગયો તો પૈસા ગણતા મકાનમાલિક બોલ્યા. મારે તારી પાસેથી ત્રણસો લેવાના છે જયારે આ તો ત્રીસ જ રૂપિયા છે
કરોડીમલ - જી... આ પૈસા તો હું પાછલા રૂમના બારણા વેચીને લાવ્યો છું નહીતર આટલાય ન મળત........"
##############
"કરોડીમલ બપોરથી પોતાની પત્ની સાથે શોપિંગ કરી રહ્યો હતો. જે ચીજ એને ગમતી એ ખરીદી લેતા કહેતી - 'કેટલી સુંદર ચીજ છે.' એમ કરતા કરતા રાત પડી ગઈ. પત્નીએ એનો કંટાળો દુર કરવા માટે કહ્યું. 'જુવો ચાંદ કેટલો સુંદર છે.'
'હા છે.' કરોડીમલ બોલ્યો. 'પણ એને ખરીદવા માટે મારી પાસે પૈસા નથી.'"
##############
"કરોડીમલ નો એક્સીડેંટ થઇ ગયો. ડોકટરે એને કહ્યું - 'ચાર મહિના પછી તું તારા પગે ચાલતો થઇ જઈશ.'
કરોડીમલ - સાચે જ ?
ડોક્ટર - હા.. ચાર મહિના પછી મારું બીલ ચુકવવા માટે કાર વેચવી જ પડશે."
##############
"એક અભિનેતા એ સેક્રેટરી માટે જાહેરાત આપી. ઇન્ટરવ્યુમાં ઘણા લોકો આવ્યા. એમાંથી અભિનેતાએ કરોડીમલને પસંદ કરતા પૂછ્યું - ' હું રાતના ખાના પર તમને બોલવું. તમે ચોક્કસ સમય પર પહોચી જાવ છો પણ મારી પત્ની તમને જણાવે છે કે હું ત્રણ કલાક મોડો આવીશ, તો તમે એ સમય કઈ રીતે પસાર કરશો ?
કરોડીમલ થોડીવાર વિચારતો રહ્યો પછી બોલ્યો. 'તમારી પાસે તમારી પત્નીની કોઈ તસ્વીર છે ?'"
##############
"કરોડીમલ અને એના બે મિત્રો નાનુંમલ તથા દાનુંમલ વાતો કરી રહ્યા હતા.
નાનુંમલ - હું માર્યા પછી પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ્શોની કબરમાં દફન થવા ઇચ્છુ છું.
દાનુંમલ - હું નેપોલિયન બોનાપાર્ટની કબરમાં સુવા ઇચ્છુ છું.
કરોડીમલ - હું તો પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીની કબરમાં દફન થવા ઇચ્છુ છું.
નાનુંમલ - પણ હજુ એ ક્યાં મરી ગઈ છે. એતો જીવે છે.
કરોડીમલ - તો શું થઇ ગયું ? હું પણ હજુ ક્યાં મર્યો છું."
##############
"કિશોરી - આ ફાટેલો કોટ નોકરને આપી દો.
કરોડીમલ - ના... ના... આ કોટ ઇન્કમટેક્ષ ની તારીખ પર પહેરવાના કામમાં આવશે."
##############
"કરોડીમલ ની છોકરી ડ્રાઈવર સાથે ભાગી ગઈ. પત્નીએ કહ્યું - 'આ તો ઘણું ખરાબ થયું. હવે આપણે શું કરીશું ?'
કરોડીમલ બોલ્યો - 'તું ગભરાય છે શા માટે ? હું પોતે ગાડી ડ્રાઈવ કરી શકું છું.'"
##############
"કરોડીમલે પોતાની પત્ની કિશોરી ને કહ્યું - 'આજ હું તારા પર ઘણો ખુશ છું શું જોઈએ છે ?'
'હીરાનો હાર....' કોશોરી બોલી.
સારું..... તો આ દોરો લે..... હીરા હું તને પછી લાવી દઈશ. કરોડીમલે કહ્યું."
##############
"કિશોરી - આજ આપણા લગ્નની વર્ષગાંઠ છે. ચાલો આજ મુર્ગી પકાવીએ.
કરોડીમલ - પણ હું મરી ભૂલની સજા મુર્ગીને આપવા નથી ઈચ્છતો."
##############
"કરોડીમલે પરેશાન થઈને કિશોરીને પોતાના પ્યારની ખાતરી કરાવવા કહ્યું. - 'હું સાચું કહું છું. મારી જીંદગીમાં બસ એક જ સ્ત્રી છે.'
કિશોરી - હું પણ એજ પૂછી રહી છું કે સ્ત્રી છે કોણ ?."
##############
"રાજસ્થાનમાં એક ગાઈડે કરોડીમલ ને એક શીલાલેખનો પત્થર દેખાડતા કહ્યું - 'આ એ જગ્યા છે જ્યાં રાણા પ્રતાપનો ઘોડો ચેતક પડ્યો હતો.'
'જરૂર પડ્યો હશે.' કરોડીમલે કહ્યું - 'હું પોતે પણ ઠોકર વાગતા પડતા રહી ગયો."
##############
"જજ - તમે શા માટે છૂટાછેડા લેવા ઈચ્છો છો. ?
કરોડીમલ - કારણ કે હું પરણેલો છું."
##############
"કરોડીમલ - મને મારી જાત પર ઘણી ગ્લાની થઇ રહી છે. જીંદગીમાં મેં દુખ, તકલીફ અને ચાર બાળકો સિવાય તને શું આપ્યું છે ? મેં તો આત્મહત્યા કરી લેવાનું નક્કી કર્યું છે.
કિશોરી - એવું કદી પણ ન કરતા, હું ઈચ્છતી નથી કે ખોટા માણસને સજા મળે."
##############
"કરોડીમલ પોતાના ફાર્મ પર ગયો તો ત્યાં કામ કરતા નોકરે કહ્યું - 'માલિક પાંચ બાળકો થઇ ગયા છે. હવે તમારા ફાર્મના પગારમાંથી ગુજરાન નથી ચાલતું.
'તારા ફાર્મનો જવાબદાર હું નથી.' કરોડીમલે જવાબ આપ્યો."
##############
"કરોડીમલ ની સાથે રેસના મેદાનમાંથી બહાર આવતી એની પત્ની કિશોરીએ પૂછ્યું - 'જે ઘોડાની પાછળ તમે લાગ્યા હતા એનું શું થયું ?
'એ બીજા ઘોડાની પાછળ લાગી ગયો.' કરોડીમલે જવાબ આપ્યો."
##############
"કરોડીમલના ઘેર એક મજુર કામ કરી રહ્યો હતો. સાંજે કરોડીમલે એને મજુરીના પાંચ રૂપિયા આપ્યા તો એ બોલ્યો. 'શેઠ આખો દિવસ ગધેડાની જેમ કામ કર્યું અને મજુરી ફક્ત પાંચ રૂપિયા ? કાંઈક તો ન્યાય કરો.'
કરોડીમલે પોતાની પત્નીને બુમ મારતા કહ્યું આની પાસેથી પાંચની નોટ લઇ લે અને આને બાંધીને થોડું ઘાસ નાખી દે."
##############
"કરોડીમલ - ભાઈ સુટકેશનો શું ભાવ છે ?
દુકાનદાર - પાંચસો રૂપિયા.
કરોડીમલ - પચાસ રૂપિયામાં આપવી છે ?
દુકાનદાર - (ખીજાઈને) મફતમાં લઇ જાવ.
કરોડીમલ - તો બે બાંધી દેજે."
##############
"નાનુંમાલ - યાર માની લે કે તારા લગ્ન શ્રીદેવી જેવી માલદાર અભિનેત્રી સાથે થઇ જાય તો તું શું કરે ?
કરોડીમલ - તો મારે કશું કરવાની જરૂર જ ન પડે."
##############
"કરોડીમલે પોતાના માટે પીરસાયેલી થાળી સામે જોઇને રસોયાને ધમકાવ્યો - 'આવી મોઘવારીમાં રોટલી સાથે એટલું બધું ઘી ?'
'માફ કરો શેઠ.....' રસોયો થાળી પર નજર ફેરવતા બોલ્યો. 'આજે થાળી મારા છોકરાએ પીરસી હતી, નાલાયકે ભૂલથી મારી થાળી તમને આપી દીધી.'"
##############
"કરોડીમલ એક વાર પરદેશ ગયો. ત્યાં મોટા ભાગનો સમય છોકરીઓ સાથે મોજમજા ઉડાવવામાં જ પસાર કરતો. ત્યાં જ નાનુંમલ પણ ભારતથી ત્યાં આવ્યો અને કરોડીમાંલને જણાવ્યું કે તું અહી જે માલ પર હાથ સાફ કરી રહ્યો છે, તારી પત્નીએ ત્યાં એ માલ લુટાવાનું શરુ કરી દીધું છે.
'કોને ?' કરોડીમલે પૂછ્યું તો નાનુંમલે રામશેઠનું નામ જણાવી દીધું. જેની સાથે એની પત્ની મોજ ઉડાવી રહી હતી.
કરોડીમલ જયારે પાછો આવ્યો ત્યારે રિવોલ્વર લઈને રામશેઠ પાસે ગયો અને કહ્યું. 'મેં તને ઘણીવાર ચેતવણી આપી હતી પણ તું ન માન્યો એટલે હવે તારો અંતિમ સમય આવી ગયો.'
કરોડીમલે રિવોલ્વર કાઢી અને રામશેઠને પાંચ સુધી ગણવા માટે કહ્યું. રામશેઠે ત્રણ સુધી ગણીને કરોડીમલને પૂછ્યું - 'શું આ રિવોલ્વર ઈમ્પોટેડ છે ?'
'હા વિદેશથી લાવ્યો છું.'
'કેટલાની ?'
'પાંચ હજારની.'
'દસ હજારમાં આપવી છે ?'
'કાઢ પૈસા...' કરોડીમલ બોલ્યો અને રિવોલ્વર આપી દીધી."
##############
"કરોડીમલ - આજ પહેલીવાર એલાર્મ ઘડીયારથી મારી આંખ ઉઘડી.
નાનુંમલ - કઈ રીતે ?
કરોડીમલ - મારી પત્નીએ મારા માથા પર મારી હતી."
##############
"મુંબઈની એક કલબમાં કરોડીમલ રમીમાં દસ હજાર રૂપિયા હારી ગયો. પછી રમીથી કંટાળી ફ્લેશ રમવા બેઠો તો વીસ હજાર રૂપિયા હારી ગયો. આ જોઈ એક જુગારી બોલ્યો - 'શું તમારા ઘેર નોટો છાપવાનું મશીન છે ?'
કરોડીમલે એ જુગારીને એક તમાચો મારી દેતા કહ્યું - 'મારી પત્નીને મશીન કહેતા શરમ નથી આવતી ?'"
##############
"કરોડીમલ - આ મારા મિત્ર સાદિકની કબર છે. એ પોતાનું સર્વસ્વ અનાથ આશ્રમને આપી ગયો.
નાનુંમલ - ધન્ય છે તારા મિત્રને, એણે અનાથ આશ્રમને શું આપ્યું ?
કરોડીમલ - ચાર પુત્ર અને એક પુત્રી."
##############
"નાનુંમલ - યાર આ સૂર્ય ન હોત તો શું થાત ?
કરોડીમલ - લાઈટનું બીલ વધી જાત."
##############
"દાનુંમલ - માણસ અને ગધેડામાં મોટો ફર્ક શું છે ?
કરોડીમલ - માણસને ગધેડો કહી શકાય પણ ગધેડાને માણસ કહી શકાતો નથી."
##############
"લગ્નના ત્રીજા દિવસે કિશોરીએ પોતાના પતિ સામે ઈચ્છા વ્યક્ત કરી - 'મેં બી. એ. બી. એડ. કર્યું છે જો હું નોકરી કરું તો તમને કોઈ વાંધો છે ? જો તમને વાંધો ન હોય તો જ હું...'
કરોડીમલ - તું પણ કમાલ કરે છે. એ જ આશાએ તો મેં તારી સાથે લગ્ન કર્યા છે."
##############
"કરોડીમલના લગ્ન એક અતિ ધનવાન યુવતી સાથે થયા. સુહાગરાતે શયનખંડની સજાવટ જોઇને કરોડીમલ અતિ આનંદમાં આવીને કહેવા લાગ્યો - 'પ્રિયે ? આવી રાત જીંદગીમાં પહેલીવાર પામીને હું ઘણો પ્રસન્ન છું.'
આ સાંભળી યુવતી ગર્વથી બોલી - 'આ રાત તો મારા માટે કાઈ નથી. મારી જીંદગીમાં તો આવી સેંકડો રાતો આવી ગઈ છે.'"
##############
"નાનુંમલ - શું વાત છે તારી પત્ની હજુ સુધી કેમ નથી આવી ?
કરોડીમલ - શક્ય છે કે એનું અપહરણ કરી લેવાયું હોય અથવા દુર્ઘટનામાં મારી ગઈ હોય યા ક્યાંક ખરીદી કરી રહી હોય. ભગવાનને એ જ પ્રાર્થના છે કે એ ક્યાંક ખરીદી ન કરતી હોય."
##############
"કિશોરી - સાંભળો, છાપામાં સમાચાર છે કે એક માણસે સાઈકલના બદલામાં પોતાની પત્નીને વેચી નાખી.
કરોડીમલ - સાવ મુર્ખ ગણાય હું તો કારથી ઓછામાં વાત જ ન કરું."""
##############
કંજૂસ કરોડીમલે પત્નીને કોઈ બીજા સાથે પ્રેમ કરતી જોઈ તો રિવોલ્વર કાઢતા ક્રોધથી ત્રાડ પાડી - તમે બન્ને એક બીજાને ચોંટી જાઓ. તમને મારવા માટે હું એકથી વધુ ગોળી નહિ બગાડું.
##############
"કરોડીમલ - હા, મેં મારી પત્નીની હત્યા કરી છે. હું મારો અપરાધ કબૂલું છું.
જજ - પણ તે હત્યા શા માટે કરી ?
કરોડીમલ - હું છૂટાછેડાનો ખર્ચ બચાવવા ઈચ્છતો હતો."
##############
કરોડીમલની પત્નીએ જોડિયા બાળકને જન્મ આપ્યો તો એ બબડ્યો - 'ચાલો બે વાર હોસ્પીટલનો ખર્ચ તો બચ્યો.'
##############
"કિશોરીએ માસિક ખર્ચનું બજેટ કરોડીમલ સામે રજુ કર્યું. એમાં બન્ને ના ખર્ચ અલગ અલગ દર્શાવાયા હતા. પરંતુ લીપસ્ટીકના ખર્ચમાં પતિ-પત્ની બંનેના નામ હતું. આ જોઈ કરોડીમલ બોલ્યો - 'લીપસ્ટીક તો ફક્ત તું લગાવે છે આનો ખર્ચ મારા ખર્ચમાં કઈ રીતે આવે ?
કિશોરી બોલી - અર્ધી તમારા મોમાં પણ જાય જ છે ને.'"
##############
"નવોઢા કિશોરીએ પોતાના પતિ કરોડીમલને કહ્યું. 'તમારી પાસે તો એક જ જોડી કપડા છે જે તમે ઓફિસે પહેરીને જાવ છો, તો ઘેર શું પહરો છે ?'
કરોડીમલે હસીને જવાબ દીધો - 'મેં બારી પર પર્દા તો લગાવ્યા છે.'"
##############
"કરોડીમલે એની પત્ની કિશોરીને એની વર્ષગાંઠ પર હીરાનો હાર ભેંટમાં આપ્યો. એ ખુશ થઇ ગઈ પણ તત્કાળ કાંઈક વિચારીને કરોડીમલ ને કહ્યું 'તમે તો આ વર્ષગાંઠ પર કાર ભેંટ આપવાનું વચન આપ્યું હતું.'
'જરૂર આપત પણ નકલી કાર જ ન મળી.' કરોડીમલ બોલ્યો."
##############
"એકવાર કરોડીમલ બજારમાં જવા નીકયો તો કિશોરીએ બુમ પાડી 'જુવો આ વખતે ખાલી હાથે પાછા ન આવતા. પંખો લઈને જ આવજો. ગરમીના કારણે જિંદગી દુશ્વાર થઇ ગઈ છે.'
કરોડીમલે કહ્યું - 'આ વખતે તો અવશ્ય પંખો લાવીશ. તારા સોગંધ.'
પણ જયારે એ ખાલી હાથે પાછો ફર્યો અને એ પણ હાંફતો હાંફતો ત્યારે કિશોરીને નવાઈ લાગી.
'પંખો ન લાવ્યા ? ગરમી કેમ સહન થશે.
'રામ રામ કર...' કરોડીમલ બોલ્યો - 'જે પંખાની કિંમત સાંભળીને હું પરસેવે રેબઝેબ થઇ ગયો એ ભલા ગરમી શું દુર કરશે ?'"
##############
"કરોડીમલે પોતાની પત્નીને ઘરનો હિસાબ લખવા કહ્યું અને મહિનાના છેલ્લા દિવસે પત્ની સાથે લખેલો હિસાબ તપાસવા બેઠો. દર બીજા ત્રીજા દિવસે એક વાક્ય લખ્યું હતું - રાજા દસ રૂપિયા, રાજા પચીસ રૂપિયા.
આખરે એનાથી ન રહેવાયું તો પત્નીને પૂછ્યું. 'આ રાજાનો શું અર્થ છે ?'
'રાજા... રામ જાણે નું ટૂંકું રૂપ છે.'"
##############
"કિશોરી - બાથરૂમ માં પર્દા નંખાવી દો. હું નથી ઈચ્છતી કે સ્નાન કરતી વખતે પડોશી મને જુવે.
કરોડીમલ - જો સ્નાન કરતી વખતે પાડોશીઓએ તને જોઈ લીધી તો તેઓ ખુદ પોતાની બારીઓ પર પર્દા લગાવી દેશે 'આપણે નકામો ખર્ચ નથી કરવો.'"
##############
"એકવાર ધનવાન ખેડૂત કરોડીમલ કુવામાં પડી ગયો. પાણીમાં તરતા તરતા એણે પોતાની પત્નીને બુમ મારી. 'બે મિનીટ તરતા રહો. હું હમણા જ ખેતર પરથી મજુરોને બોલાવી લાવું છું. પત્નીએ કુવામાં દોક્યું કરતા કહ્યું.'
કરોડીમલ - 'એક મિનીટ થોભ. કેટલા વાગ્યા છે ?'
પત્ની - અગિયાર વાગ્યા છે.
કરોડીમલ - તો એક કલાક થોભી જ. હું એટલી વાર સુધી તારી શકીશ, જમવાની રજા પછી જ બોલાવજે."
##############
"કરોડીમલ - પ્રિયે મેં એક બસ પાછળ દોડીને એક રૂપિયો બચાવી લીધો.
કિશોરી - સાવ મુર્ખ છો ! ટેક્ષી પાછળ દોડ્યા હોત તો પાંચની નોટ બચી જાત."
##############
"કરોડીમલ - કિશોરી રોજ મારી પાસે પચાસ રૂપિયા માંગે છે. છેલ્લા ત્રણ મહિનાથી એને આ ટેવ પડી છે.
નાનુંમલ - પણ તે એ પચાસ રૂપિયાનું કરે છે શું ?
કરોડીમલ - ખબર નથી. મેં આજ સુધી એને પૈસા આપ્યા જ નથી."
##############
"કિશોરી - મને પૈસા આપ. સખ્ત જરૂર છે. માં બીમાર છે.
કરોડીમલ - પૈસાની તો મારેય સખત જરૂર છે.
કિશોરી - તારે પૈસાની શું જરૂર પડી ?
કરોડીમલ - તને આપવા માટે."
##############
"કરોડીમલને એના પુત્રે કહ્યું -'પાપા મારાથી એક ભૂલ થઇ ગઈ છે. એક છોકરી મારા બાળકની માં બનવાની છે. જો હું એને પચાસ હજાર રૂપિયા આપીને એનું મો બંધ નહિ કરું તો મારે એની સાથે લગ્ન કરવા પડશે.'
કરોડીમલે બબડીને પચાસ હજાર રૂપિયા એને આપી દીધા. થોડા દિવસ પછી એને એવી જ સ્થિતિ માં પોતાના બીજા પુત્ર ને પણ પચાસ હજાર રૂપિયા આપવા પડ્યા.
એક વર્ષ પછી એની જવાન બેટી એની સામે આવી રડતા રડતા બોલી - 'પિતાજી હું એક ધનવાન બાપના બેટાના બાળકની માં બનવાની છું. મને ગોળી મારી દો.'
કરોડીમલે એને દિલાસો આપતા કહ્યું - 'ફિકર ન કર બેટી. આ જાણીને મને આનંદ થયો છે કે રામ રામ કરીને એ દિવસ આવી જ ગયો જયારે હું બધી ખોટ વ્યાજ સહીત વસુલ કરી લઈશ.'"
##############
"કિશોરી - કમાલ છે તું મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે ?
કરોડીમલ - હા... હા.
કિશોરી - પણ આપણે તો માંડ ત્રણ વાર મળ્યા છીએ તું તો મને સારી રીતે ઓળખતો પણ નથી.
કરોડીમલ - નાં પ્રિય. એ તારો બ્રામ છે મેં બે વર્ષ એ જ બેંકમાં નોકરી કરી છે જ્યાં તારા ડેડીનો એકાઉંટ છે."
##############
"જયારે કરોડીમલે કોઈ રીતે જવાનું નામ ન લીધું ત્યારે એના મિત્રે એને તેના ઘરની યાદ અપાવતા કહ્યું. 'તને ભાભીનો પણ કોઈ ખ્યાલ નથી. એકલી કેટલી પરેશાન થતી હશે.'
કરોડીમલે આત્મીયતા ભર્યા અવાજે કહ્યું - 'તું એની ચિંતા ન કર. મેં એને લખી નાખ્યું છે કે એ પણ આવી જાય. મજા આવશે.'"
##############
"કંજુસ કરોડીમલે કુતરાને જોઇને કહ્યું - 'આ તો તું સાવ બેકાર કુતરો લઇ આવ્યો. મેં કહ્યું હતું કે એવો કુતરો લાવ જે શિકારના કામમાં પણ આવે અને બંગલાની રક્ષા પણ કરી શકે. આ તો બહુ જાડો છે આની કમર પણ પાતળી નથી. નર્યું પેટ દેખાય છે.'
નોકર - એની ચિંતા ન કરો શેઠ, તમારે ત્યાં થોડા દિવસ રહેશે તો પેટ બેસી જશે અને કમર પણ પાતળી થઇ જશે."
##############
"કિશોરીને તેના જન્મ દિવસની સવારે તેના પતિ કરોડીમલ નો પત્ર મળ્યો - 'પ્રિયે, આજ તારા જન્મ દિવસ પર કેટલીક ઉમદા ભેટ લાવ્યો છું ઉપર જઈને જો બેડરૂમમાં પલંગ પર પડી છે.'
કિશોરી ખુશ ખુશાલ ચહેરે દોડતી બેડરૂમમાં પહોચી, જોયું તો પલંગ પર કરોડીમલ સુતો છે."
##############
"રાતના બે વાગે મકાનમાલિકના બારણા પર કરોડીમલે ટકોરા માર્યા. મકાનમાલિક ઊંઘમાંથી ઉઠીને બારણું ખોલતા બોલ્યો - 'કહો.'
કરોડીમલ - વાત એમ છે કે હું આ મહિનાનું ભાડું ચૂકવી શકું તેમ નથી.
મકાન માલિક - (ક્રોધથી) તું શું તમે આ વાત સવારે ન્હોતા જણાવી શકતા.
કરોડીમલ - મેં વિચાર્યું કે આખી રાત હું એકલો જ શા માટે ચિંતા કરું ?"
##############
"કરોડીમલે પોતાના આળસુ બેટાને સમજાવ્યું કે હવે હું તારા માટે એવો પ્રબંધ કરી દઈશ કે તું બટન દબાવીશ અને બધી વસ્તુ તારી સામે આવી જશે. બટન દબાવીશ એટલે ખાણું આવી જશે. બટન દબાવીશ એટલે કપડા આવી જશે. બટન દબાવીશ એટલે બાથરૂમ આવી જશે.
આળસુ બેટાએ કહ્યું. 'પરંતુ એ બટન દબાવશે કોણ ?'"
##############
"કરોડીમલ - સાંભળ્યું તે કાલે મેં એક લોટરીની ટીકીટ ખરીદી જેના પર આજ એક લાખ રૂપિયા નું ઇનામ મળ્યું છે.
કિશોરી - ઈનામ ગયું ભાડમાં, પહેલા એ જણાવો કે મને પૂછ્યા વગર તમે એક રૂપિયો બગડ્યો શા માટે ?"
##############
"નાનુંમલ - કેમ ભાઈ, આટલો ઉદાસ કેમ છે ?
કરોડીમલ - મારો છોકરો હવે સારી રીતે ચાલતા શીખી ગયો છે. મેં એને કહ્યું કે સીડીના એક સાથે બે પગથીયા ઉતર જેથી બુટ ઓછા ઘસાય.
નાનુંમલ - પછી ?
કરોડીમલ - એણે તો એક સાથે ચાર ચાર પગથીયા ઉતારવા ચઢવાનું શરૂ કરી દીધું છે.
નાનુંમલ - ઘણું સારું ગણાય. બુટ સાવ ઓછા ઘસાશે.
કરોડીમલ - ધૂળ સારું છે. હવે એના પેન્ટ ધનાધન ફાટવા લાગ્યા છે."
##############
"કરોડીમલ મૃત્યુ શૈયા પર પડ્યો હતો. એના પુત્ર પરસ્પર વિચાર વિમર્શ કરવા લાગ્યા કે પિતાની અંતિમ ઈચ્છા પ્રમાણે ઓછામાં ઓછા ખર્ચે સ્મશાનયાત્રા કઈ રીતે પતાવવી ?
એક પુત્રે કહ્યું - 'એમ્બ્યુલન્સમાં લઇ જઈએ.'
બીજા પુત્રે કહ્યું - 'લારીથી કામ ચાલી જશે.'
ત્રીજાએ કહ્યું - 'સાઈકલની પાછળ બાંધીને લઇ જઈએ'
કરોડીમલથી ન રહેવાયું. આંખો ખોલીને બોલ્યો. 'કાઈ ન કરો. મારો ઝભ્ભો અને બુટ આપી દો. હું પગપાળો ચાલ્યો જઈશ. '"
##############
"જમાનો ઘણો આગળ વધી ગયો છે. તું જાતે યોગ્ય છોકરી જોઇ લે.....' ભારમલે પોતાના પુત્ર કરોડીમલને કહ્યું.
પિતાની આજ્ઞા માનીને પુત્રે નિયમિતરૂપે બાલ્કનીમાં ઉભા રહીને જોવાનું શરૂ કરી દીધું."
##############
"એક સાહેબ એક સભામાં ભાષણ આપી રહ્યા હતા. 'તમે વીતેલી બધી વાત ભૂલીને ભવિષ્યનો વિચાર કરો.'
એ જ વખતે પાછળથી કરોડીમલે બુમ પાડી. 'આદરણીય મહોદય મહેરબાની કરીને મારા ૭૫ રૂપિયા ન ભૂલતા જે તમે પરમ દિવસે મારી પાસેથી ઉધાર લીધા હતા."
##############
"નાનુંમલ - તારી પ્રેમિકા પ્યારની ભૂખી છે કે પૈસાની ?
કરોડીમલ - પ્યારની, પૈસાવાળાના પ્યારની…"
##############
"હું મંચ પર એક ગીત ગઈ રહો હતો. ત્યાં જ કોઈએ બુટ ફેક્યું.' કરોડીમલે પોતાના મિત્રને કહ્યું.
'પછી તે શું કર્યું ?' મિત્રે પૂછ્યું.
'કરું શું એક બુટ તો મારા માટે બેકાર હતું એટલે મેં એક વધુ ગીત ગયું.' કરોડીમલે જવાબ દીધો"
##############
"કિશોરી - લગ્ન પહેલા તો તમે મને ઢગલા બંધ ભેટ આપતા હવે કેમ નથી આપતા ?
કરોડીમલ - તે ક્યારેય સાંભળ્યું છે કે માછલી પકડાઈ ગયા પછી માછીમાર એને ગોળી ખવડાવે છે."
##############
"કરોડીમલ - દેવીજી, મને પાંચ રૂપિયા આપી દો નહીતર હું એવું કરવા વિવશ થઇ જઈશ જેને મારો અંતરાત્મા કદી નહિ ભૂલી શકે.
દેવીજી - તું શું કરીશ ?
કરોડીમલ - મારે મહેનત કરવી પડશે."
##############
"નાનુંમલે કરોડીમલને પોતાના ઘેર જમવા બોલાવ્યો, જયારે એણે ખુબ ખાઈ લીધું તો પેટ તરફ હાથથી ઈશારો કરતા કહ્યું - 'બસ ભરાઈ ગઈ છે'
ત્યારબાદ નાનુંમલે મળી ભરેલી એક પ્લેટ મૂકી. કરોડીમલે એ ખાઈ લીધી તો નાનુંમલે કહ્યું. દોસ્ત, તારી બસ તો ભરાઈ ગઈ હતી ને... તે મલાઈ કઈ રીતે ખાધી ?'
કરોડીમલ બોલ્યો - યાર, બસ તો ભરાઈ ગઈ હતી પણ કંડકટરની સીટ ખાલી હતી."
##############
"એકવાર કરોડીમલ કાપડવાળાની દુકાને ગયો - 'ભાઈ આ કાપડનો શું ભાવ છે ?'
'પાંચ રૂપિયે મીટર.' દુકાનદાર બોલ્યો.
'સાડા ચાર રૂપિયે આપવું છે ?'
'શેઠ એ ભાવે તો અમારા ઘરમાં પડે છે.'
'સારું તો હું ઘેર આવીને લઇ જઈશ.'"
##############
"કરોડીમલના ફેમીલી ડોકટરે એકવાર એને જુનું બીલ મોકલ્યું અને એની સાથે એક સ્લીપ લગાવી દીધી. આ બીલની ઉમર એક વર્ષ છે.
કરોડીમલે તરત જવાબી સ્લીપ મોકલી જેના પર લખ્યું હતું બીલની વર્ષગાંઠ મુબારક હો."
##############
"કિશોરીએ પતિને કહ્યું. 'મારે તો કોઈ સંતાન નથી. વિચારું છું કે આ બધી જ મિલકત કોઈ સાધુને દાનમાં આપી દઉં.'
આ સાંભળી કરોડીમલ નિરાશ થઈને જવા લાગ્યો. તો કિશોરીએ પૂછ્યું - 'તમે ક્યાં જાવ છો ?'
સાધુ બનવા. કરોડીમલે કહ્યું."
##############
"નાનુંમલ - હું તને બે દિવસથી સતત સિગારેટ પીતો જોઈ રહ્યો છું. શું વાત છે સિગારેટ સસ્તી થઇ ગઈ છે ?
કરોડીમલ - ના... મેં વિચારી લીધું છે કે બચત શરુ કરી દઉં એટલે જયારે એક સિગારેટ ખતમ થવા લાગે છે તો હું એનાથી જ બીજી સિગારેટ સળગાવી માચીસના પૈસા બચાવી લઉં છું."
##############
"વરસાદમાં ભીંજાતો ટપાલી આવ્યો અને બુમ પાડી - 'પત્ર લઇ જાવ.'
કરોડીમલે બારીમાંથી ડોક્યું કરતા કહ્યું - ભાઈ આટલા વરસાદમાં શા માટે આવ્યો ? પત્ર પોસ્ટથી મોકલી દેવો હતો ને...'"
##############
"કોઈના સુતળીમાં બાંધેલા પૈસા પડી ગયા છે ? કરોડીમલે બજારમાં બુમ મારી.
'મારા પડ્યા છે.' એક સાથે કેટલાય લોકો બોલી ઉઠ્યા.
'મને તો ફક્ત સુતળી મળી છે.' કરોડીમલ બોલ્યો."
##############
"કરોડીમલે કાપડની નવી દુકાન ખોલી. એક રાતે એણે સપનામાં જોયું કે ગ્રાહક વીસ મીટર કાપડ માંગી રહ્યો છે. ખુશ થઈને કરોડીમલે કાપડ ફાડવાનું શરુ કર્યું. ત્યાં જ એની પત્ની જાગી ગઈ. 'શું કરી રહ્યા છો ? આ ચાદર કેમ ફાડી રહ્યા છો ?'
કરોડીમલ ઊંઘમાં બબડ્યો. 'કમબખ્ત !દુકાનમાં પણ પીછો નથી છોડતી.'"
##############
"કરોડીમલ - 'ઘરમાં મહેમાન આવ્યા છે. તે હજુ સુધી ઝાડું નથી માર્યું ?'
કિશોરી - તમે જ કહ્યું હતું કે તમે જીવો છો ત્યાં સુધી મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી."
##############
"પોતાનું ખિસ્સું કપાતું જોઈ કરોડીમલે ખિસ્સા કત્રુને કહ્યું - 'ખિસ્સા કાપતા શરમ નથી આવતી ?'
ખિસ્સા કાતરુએ કહ્યું - 'વાહ શેઠ, શરમ તો તમને આવવી જોઈએ. ખિસ્સામાં એક પૈસા પણ નથી.'"
##############
"કરોડીમલે પોતાના મિત્રને કહ્યું - 'હું મારી પત્નીથી તંગ આવી ગયો છું.'
'પણ કેમ ?' મિત્રે પૂછ્યું.
'એ જયારે પુરા કપડા પહેરે છે ત્યારે કાપડનું બીલ ચુકવવા માટે મારી પાસે પૈસા નથી હોતા અને જયારે ઓછા કપડા પહેરે છે ત્યારે દુકાને જવાની ઈચ્છા નથી થતી.' કરોડીમલે જવાબ આપ્યો."
##############
"ભાઈ હું માં મકાન વેચવા ઈચ્છું છું.' કરોડીમલ બોલ્યો.
'વેચવી દઈશ...' દલાલે કહ્યું - 'કાલથી જ જાહેરાત શરુ.'
બીજા દિવસે છાપામાં જાહેરાત આવી તો કરોડીમલે દલાલને બોલાવીને કહ્યું. 'હું મકાન વેચવા નથી ઈચ્છતો.'
'કેમ, શું બની ગયું ?'
'મને ખબર નથી કે મકાન આટલું સુંદર છે.' પહેલીવાર મકાનની વિશેષતાઓ વાંચીને એનું મહત્વ જાણ્યું છે."
##############
"મહિલાએ દુકાનમાં જઈ કરોડીમલને કહેવા લાગી. 'કાલે તમે આ સ્વેટર શુદ્ધ ઊનનું કહીને આપ્યું હતું. પણ એમાં લેબલ તો અશુદ્ધ ઊનનું છે.'
કરોડીમલ - તમે એ લેબલ પર વિશ્વાસ ન કરો. આ તો ફક્ત કીડાને છેતરવા માટે લગાડ્યું છે."
##############
"આગમાં સળગીને મકાન તબાહ થઇ જતા કરોડીમલે વીમા કંપનીને રકમ ચુકવવા માટે લખ્યું.
વીમા કંપનીએ જવાબ આપ્યો. 'અમારી કંપની રકમ ચૂકવવાના બદલે તમને એવું જ મકાન બનાવી આપવા માટે તૈયાર છે.'
કરોડીમલે તરત વીમા કંપનીને લખ્યું. 'જો તમારી કંપનીનો આ સિદ્ધાંત છે તો મેં મારી પત્નીનો જે વીમો ઉતરાવ્યો છે એ તત્કાળ રદ કરવામાં આવે.'"
##############
"કરોડીમલ - મારી માતાએ બનાવેલી રસોઈ મને ઘણીજ પસંદ હતી.
કિશોરી - શું હું સારી રસોઈ નથી બનાવતી ?
કરોડીમલ - રસોઈ તો તું સારી બનાવે છે પ્રિય પણ માતાજીએ બનાવેલી રસોઈ મને એટલા માટે પસંદ હતી કે એ જે કાઈ બનાવતી હતી એના માટે મારે કમાવું નહોતું પડતું."
##############
"હોટલમાં ઘણી ભીડ હતી. એક ગ્રાહકે અચાનક કરોડીમલને રોકતા કહ્યું - 'મારો ખ્યાલ છે કે ચાયમાં માખી પડી ગઈ છે.'
'પહેલા તમે બરાબર ખાત્રી કરી લો. અફવાઓ સાંભળવાનો મારી પાસે સમય નથી...' કરોડીમલે આગળ વધતા કહ્યું."
##############
"કિશોરી ખુબ જ માંદી પડી. બચવાની કોઈ આશ ન હતી. શહેરના મોટા મોટા ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. કિશોરીના અંતિમ સમયે કરોડીમલ પણ એની પાસે બેઠો હતો. એણે કિશોરીને દવા પી લેવા કહ્યું, તો કિશોરી દુખી અવાજે બોલી. 'હવે મારો અંતિમ સમય છે, દવા પી ને ભલા શું થશે ?'
'ના તું દવા પી જ લે' કરોડીમલ બોલ્યો. 'તારા માર્યા પછી આટલી મોઘી દવા બેકાર જશે.'"
##############
"કરોડીમલ - ડોક્ટર, હું એકાદ દિવસ અહી આવીને પેન્ટના ખિસ્સામાંથી એટલી બધી નોટો કાઢું કે તમારા બીલ ચૂકતે થઇ જાય તો તમે શું માનો ?
ડોક્ટર - એજ કે તે કોઈ બીજાનું પેન્ટ પહેર્યું છે."
##############
"તમે ઘઉં શું ભાવે આપો છો ?' ગ્રાહકે પૂછ્યું. કરોડીમલે કહ્યું 'એકસો ચાલીસ રૂપિયે ક્વિન્ટલ.'
ગ્રાહક - 'પણ સામેનો દુકાનવાળો તો એકસો પચીસ રૂપિયે ક્વિન્ટલ આપે છે.
કરોડીમલ - તો જાઓ ત્યાંથી લઇ લો.
ગ્રાહક - પણ એની પાસે નથી.
કરોડીમલ - જે દિવસે મારી પાસે નથી હોતા, હું સો રૂપિયે ક્વિન્ટલ વેચું છું."
##############
"યજમાન - જુઓ ભાઈ, સંકોચની કોઈ જરૂર નથી. તમે એ જણાવો કે ચાય પીશો યા ઠંડુ ?
કરોડીમલ - ચાય તૈયાર થાય ત્યાં સુધી ઠંડુ ચાલશે."
##############
"નાનુંમલ - હું તારી પાસે પાંચ છ વાર તકાજો કરી ચુક્યો છું. પણ તે જે પૈસા ઉછીના લીધા હતા એ હજુ સુધી પાછા નથી આપ્યા.
કરોડીમલ - તે પણ દસ-બાર વાર માંગ્યા પછી જ ઉછીના આપ્યા હતા ને…"
##############
"કિશોરીએ કરોડીમલ પર ઉડાઉપણાનો આરોપ મુક્ત કહ્યું - 'તમે ઘણા પૈસા બેકાર ખર્ચ કરી નાખો છો.'
'તમે એ કઈ રીતે કહી શકો ?' પતિએ પૂછ્યું.
'તમે પેલું આગ બુઝાવવાનું યંત્ર જે ખરીદ્યું છે એ હજુ એકવાર પણ આપણા કામમાં નથી આવ્યું.'"
##############
"નવઆગંતુક - (કિશોરીને) તમારા પતિ ઘેર છે ? એક બીલ...
કિશોરી - મારા પતિ તો કાલે સાંજે જ શહેરમાંથી બહાર ચાલ્યા ગયા છે.
આગંતુક - મારે એમને આ બીલ ચૂકવવાનું હતું.
કરોડીમલ - (ઘરમાંથી બહાર આવીને) આજે સવારે જ પાછો આવી ગયો છું."
##############
"શેઠ - તું સાવ ગધેડો છે કરોડીમલ.. એ સન્નારી સાથે તે એટલું શુષ્ક વર્તન કર્યું કે એ કાઈ જ ખરીદી કાર્ય વગર ચાલી ગઈ.
કરોડીમલ - ઘણું સારું થયું.
શેઠ - કેમ ?
કરોડીમલ - જી એ મારી પત્ની હતી."
##############
"કરોડીમલ - કિશોરી, તે આજ મારો કોટ નથી ખંખેર્યો ?
કિશોરી - ખંખેર્યો તો હતો, કેમ ?
કરોડીમલ - કોઈ ખાસ વાત નથી. અંદરના ખિસ્સામાં પાંચની નોટ હતી એ હજુ પણ છે."
##############
"નાનુંમલ - આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યો છે ?
કરોડીમલ - પોલીસ સ્ટેશન, મારા ઘરમાં ચોર ઘુસી ગયો છે.
નાનુંમલ - પત્નીને એકલી છોડી દીધી ?
કરોડીમલ - ના, એણે ચોરને બાહોમાં જકડી રાખ્યો છે."
##############
"ઘણીજ મામુલી હેસિયતથી જીવન આરંભ કરીને લખપતિ બનવા વાળા કરોડીમલ પાસે એની સફળતાના રહસ્ય વિષે ઈન્ટરવ્યુ લેવાઈ રહ્યો હતો.
'મારી એ માન્યતા છે કે વેતન કામ સૌથી ગોણ દિશા છે અસલી ચીજ છે. સંપૂણ દિલ લગાવીને કામ કરવું. પોતાના શ્રમતાનો પૂરે પૂરો ઉપયોગ કરવો. એ વેતનથી વધુ ઊંડો સંતોષ આપે છે. કરોડીમલે કહ્યું.
'તો આ સત્યને હૃદયગમ કર્યા પછી તમે લખપતિ બન્યા ?' પત્રકારે પૂછ્યું.
'નાં...' કરોડીમલે સ્પષ્ટતા કરી - 'આ સત્ય મારા કર્મચારીઓને હૃદયગમ કરાવ્યા પછી.'"
##############
"કરોડીમલ - (પાનવાળાને) ભાઈ, આ પાવલી લે અને મજેદાર પાન બનાવી દે. એલચી, પીપરમેન્ટ નાખજે અને મસાલો કાનપુરવાળો અને ગુલકંદ નાખજે ધાણાદાળ પણ નાખજે અને હા તારી પાસે લવિંગ તો હશે જ એ પણ નાખી દેજે.
પાનવાળો - સાહેબ આમાં એક ચીજ રહી ગઈ. તમે કહો તો એ પણ નાખી દઉં.
કરોડીમલ - શું ?
પાનવાળો - તમે આપેલી પાવલી."
##############
"કરોડીમલ - જો તું મને તારી હત્યા કરવા દે તો હું તને એક લાખ રૂપિયા આપું.
કિશોરી - આપણે અર્ધા અર્ધા પર ફેસલો કરી લઈએ તમે મને અધમુઈ કરી નાખો તો હું પચાસ હજાર જ લઈશ."
##############
"એક ગાડીને રસ્તામાં ડાકુઓએ રોકી. તેઓ દરેક ડબ્બામાં જતા, યાત્રીઓની તલાશી લેતા, અને રોકડ છીનવી લેતા. યાત્રીઓમાં કરોડીમલ કમીશન એજન્ટ પણ હતો એણે ખિસ્સામાંથી બસ્સો રૂપિયા કાઢ્યા અને ડાકુઓની સામે મૂકી દીધા પછી અચાનક એમાંથી ચાર રૂપિયા ઉઠાવી ખિસ્સામાં મૂકી દીધા.
'આ શું હરકત છે બધા પૈસા મુક. એક ડાકુ ત્રાડ પડતા બોલ્યો.'
'શેઠિયા... આ રોકડ લેણ-દેન પર બે ટકાના હિસાબે કમીશન લેવાનો તો મારો હક્ક છે.' કરોડીમલ બોલ્યો."
##############
"કરોડીમલે પોતાના પુત્રને કહ્યું - 'આજ તું તારી મંગેતર સાથે હોટલમાં જમવા અને પિક્ચર જોવા ગયો હતો. કુલ કેટલા પૈસા વપરાયા ?'
છોકરાએ જવાબ દીધો - 'લગભગ વીસ રૂપિયા.'
કરોડીમલ - ખેર ! આ વધુ ન કહેવાય.
છોકરો - હા પિતાજી, હકીકતમાં આનાથી વધુ એની પાસે હતા જ નહિ."
##############
"કિશોરી - તમારા શેઠ કદમાં ઘણા નાના છે.
કરોડીમલ - મુસીબત જેટલી નાની હોય એટલું સારું."
##############
"કરોડીમલની કાર નીચે સડક પર એક મુર્ગી મારી ગઈ. કરોડીમલે મુર્ગીવાળાને વીસ રૂપિયા તો એ નમ્રતાથી બોલ્યો - 'હજુ વીસ રૂપિયા આપો.'
કરોડીમલ - કેમ ?
મુર્ગીવાળો - ઘેર મુર્ગો પણ છે. મુર્ગી વગર એ પણ મારી જશે."
##############
"કિશોરી - શું એ સાચું છે કે પૈસા બોલે છે ?'
કરોડીમલ - મેં એવું સાંભળ્યું છે ખરું.
કિશોરી - તો એમ કરો આજે થોડા પૈસા આપતા જજો, એકલી કંટાળી જાઉં છું."
##############
"કરોડીમલ પોતાની જાતને બહુ હસમુખો માનતો હતો. એ રોજ પોતાના નોકરોને રૂમમાં બોલાવી જોક સંભળાવતો અને નોકર ખડખડાટ હસતા.
એક દિવસ એણે બે ટુચકા સંભળાવ્યા, એના બધા નોકર હસવા લાગ્યા પણ એક નોકર મો ફુલાવીને ઉભો હતો. કરોડીમલે એને પૂછ્યું - 'કેમ શું ટુચકો તને ન સમજાયો ?'
'સમજાઈ તો ગયો...' નોકરે જવાબ આપ્યો. પણ મારે હસવાની જરૂર નથી. હું કાલે નોકરી છોડીને જઈ રહ્યો છું."
##############
"રૂપિયા બચાવવાના ચક્કરમાં કરોડીમલ પોતાની ઘરની છત જાતે રીપેર કરવા લાગ્યો.
અનુભવહીનતાના કારણે એ છત પરથી પડ્યો. જયારે એ નીચે પડી રહ્યો હતો ત્યારે વચ્ચે
રસોડાની બારી આવી જોયું તો કિશોરી રસોઈ બનાવી રહી છે. એને પડતા પડતા જોરથી
ચીસ પાડી... ' આજે ...મારા....માટે.... ન રાંધતી"
##############
"ત્રણ મારવાડી દોસ્ત ગપ્પા મારી રહ્યા હતા. પ્રશ્ન થયો કે કોઈ દિવસ સુઈને ઉઠતા આપને એવી જાણ થાય કે આપણે લખપતિ બની ગયા છીએ તો આપણે શું કરીએ?
દાનુંમલ- હું તો સીધો પેરીશ જાઉં અને ખુબજ મજા કરું.
નાનુંમલ- હું કોઈ ધંધામાં પૈસા રોકું.
કરોડીમલ- હું તો ફરીથી સુવાની કોશિશ કરું અને ત્યાં સુધી સુતો રહું જ્યાં સુધી કરોડપતિ ન બની જાઉં."
##############
"ગાડીમાં કરોડીમલ પોતાની એક બેગ ઉપર સામાન રાખવાની જગ્યા પર મૂકી રહ્યો હતો નીચે એક જાડી મહિલા બેઠી હતી.
મહિલા- ભાઈ આ પેટી ક્યાંક બીજે મુકો અહી મારા માથા પર પડશે.
કરોડીમલ- કંઈ વાંધો નહિ બહેન, એમાં તૂટે એવી કોઈ વસ્તુ નથી."
##############
"કરોડીમલ- ભાઈ જરા પાશેર દૂધ લાવ.
વેઈટર- શેઠ આજે બધા દૂધની ચાય બની ગઈ.
શેઠ- તો એમ કર પચાસ કપ ચાય લઇ આવ.
વેઈટર- આશ્ચર્યથી પચાસ કપ ચાય?
કરોડીમલ- હા, હા પચાસ કપ... પચાસ કપ ચાય પીવાથી પાશેર દૂધ તો પેટમાં જવાનું જ છે."
##############
"કરોડીમલ- જયારે હું જંગલમાં એકલો જઈ રહ્યો હતો ત્યારે મને ડાકુ મળ્યા.એ મારી ઘડિયાળ કાર અને પૈસા બધું લઇ ગયા.
નાનુંમલ- પણ તારી પાસે પિસ્તોલ તો હતી.
કરોડીમલ- હા હતી પણ પિસ્તોલ પર એમની નજર ન પડી."
##############
"કરોડીમલ- ડોક્ટર મને રાતે ઊંઘ નથી આવતી.
ડોક્ટર- કેમ નથી આવતી ?
કરોડીમલ- ખબર નથી સાહેબ, રોજ રાતે બાર વાગ્યા સુધી હું ઊંઘની રાહ જોઉં છું પછી કંટાળીને સુઈ જાઉં છું."
##############
"કરોડીમલ કોલેજની હોસ્ટેલમાં ભણતા પુત્રને મળવા ગયો.એણે રૂમમાં પગ મુક્યો હતો ત્યાં જ એક સુંદર છોકરી દરવાજામાંથી બહાર નીકળીને ચાલી ગઈ.બાપે બેટના કપાળ પર હાથ મુક્યો તો બેટાએ કહ્યો- ' તાવે હજુ હમણા જ પીછો છોડ્યો છે.
કરોડીમલે તરત કહ્યું. હા હમણાં જ મેં એને દરવાજામાંથી નીકળતો જોયો હતો."
##############
"નાનુંમાંલે બજારમાં જયારે કરોડીમલને જોયો તો એનો ચહેરો ખીલી ઉઠયું. ઝડપથી એની પાસે જઈને બોલ્યો - યાર સારું થયું તું મળી ગયો હું તો ઘણો પરેશાન થઇ ગયો હતો.
' શું થયું ? કોઈ મુશ્કેલી છે ? કરોડીમલે પૂછ્યું.
'યાર મેં સો રૂપિયાનો સામાન ખરીદી લીધો પણ જ્યાં ખિસ્સામાં હાથ નાખ્યું તો પાકીટ ઘેર ભૂલી ગયો છું તું આ સમયે મને મદદ કર.
કરોડીમલે ખિસ્સામાં હાથ નાખતા કહ્યું - ' જરૂર આખરે મિત્ર જ મિત્રના કામમાં આવે છે. લે આ પચાસ પૈસા... બસ પકડીને ઘેર જા અને પાકીટ લઇ આવ'"
##############
"કરોડીમલ- કેટલી છોકરીઓને સંગીત પર પ્રેમ હોય છે કેટલીકને સંગીતકારો પર. તને કોના પર પ્રેમ છે.
કિશોરી- મને ન તો સંગીત પર પ્રેમ છે ન કોઈ સંગીતકાર સાથે પ્રેમ કરવા ઈચ્છું છું. મને તો સંપતિ પર પ્રેમ છે."
##############
"જજે કરોડીમલને પૂછ્યું - તો તે તારી પત્નીના માથા પર ખુરશી મારી અને તૂટી ગઈ.
કરોડીમલ - જી હા, પણ મારો એવો ઈરાદો ન હતો.
જજે કહ્યું - એટલે કે તારો ઈરાદો હુમલો કરવાનો ન્હોતો ને ?
કરોડીમલે જવાબ દીધો- જી ના મારો ઈરાદો ખુરશી તોડવાનો ન હતો."
##############
"કરોડીમલ- શું એ યોગ્ય છે કે કોઈ માણસ કોઈની ભૂલનો ફાયદો ઉઠાવે.
પંડિતજી- નહિ... બિલકુલ નહિ.
કરોડીમલ- તો પછી તમે એ પૈસા પાછા આપી દો. જે મેં તમને લગ્ન કરતી વખતે આપ્યા હતા."
##############
"પોલીસ અફસર - તારી પાસે શું પુરાવો છે કે તારી પત્ની પાગલ થઇ ગઈ છે ? કોઈ ડોક્ટર નો રીપોર્ટ યા.
કરોડીમલ - એ બધું હું નથી જાણતો ઓફિસર, પરંતુ હું જે કહી રહ્યો છું આજે સાંજે હું ઓફિસેથી પાછો ફર્યો તો એણે હસીને મારું સ્વાગત કર્યું. ખુબજ પ્યારથી ચાયની પ્યાલી આપી. જો કે આજ પહેલી તારીખ નથી."
##############
"કિશોરી- હું લગ્નની હા કેવી રીતે પાડું ? મને રાંધતા નથી આવડતું.
કરોડીમલ- વાંધો નહિ. મારા ઘરમાં રાંધવા જેવું કંઈ છે પણ નહિ."
##############
"કરોડીમલ- શું એ સાચું છે કે દરેક વ્યક્તિને મરવાનું છે ?
નાનુંમલ - હા.
કરોડીમલ- હું વિચારું છું કે જે વ્યક્તિ સૌથી છેલ્લે મરશે એને સ્મશાન કોણ લઇ જશે ?"
##############
"એક સજ્જને જયારે ધંધો ન મળ્યો તો એણે નોટો છાપવાનો ધંધો અપનાવી લીધો અને એ પણ ૧૫ રૂપિયાની નોટો. નોટો લઈને એ કરોડીમલ ના ગામમાં આવ્યો અને કરોડીમલને એણે જણાવ્યો કે અમદાવાદમાં તો આ નોટો ચાલે છે. અહી નથી ચાલતી ?
અહી પણ ચાલે છે... પણ તમને એક નોટે એક રૂપિયા ઓછા મળશે. કરોડીમલે કહ્યું.
સજ્જને વિચાર્યું કે નોટો પર એક શું દસ રૂપિયા પણ ઓછા મળશે તોઈ શું વાંધો છે ? એણે ૧૫ની નોટ આપતા કહ્યું.
' સારું લાવો આના છુટા.
કરોડીમલે સાત સાત રૂપિયાની બે નોટો એની સામે લંબાવી દીધી."
##############
"કરોડીમલે સાંભળ્યું હતું કે મુબઈમાં ઘણા ખિસ્સાકાતરુ છે. એક દિવસ એ પોતાના ખિસ્સામાં ખોટા સિક્કા નાખી આખા મુબઈમાં ફર્યા અને વિચાર્યું કે કોઈ મારું ખિસ્સું કઈ રીતે કાપશે ?
સાંજે જયારે એ હરી-ફરીને આવ્યો તો ખિસ્સા તપસ્યા. બધા સિક્કા સલામત મળ્યા અને સાથે એક ચિઠ્ઠી પણ મળી જેના પર લખ્યું હતું - સૂટ પહેરવાથી બાબુ નથી બની જવાતું. ખિસ્સામાં તો ખોટા સિક્કા રાખ્યા છે."
##############
"કિશોરી- સાંભળો જી. હું તમારા માટે લગ્ન પહેલા જેટલી મુલ્યવાન હતી એટલી જ આજે છું?
કરોડીમલ- કઈ રીતે કહું જી.... એ વખતે હું ખર્ચનો હિસાબ થોડો રાખતો હતો."
##############
"કરોડીમલ- પ્રિયે ! તે મને વરમાળા પહેરાવવાનો નિશ્ચય કરી લીધો છે ને ?
કિશોરી- આટલી જલ્દી કાંઈ ન કહી શકું.
કરોડીમલ- તો પણ હવે તું કાંઈક ઉતાવળ જરૂર કરીશ જ કારણકે મારું ખિસ્સું ખાલી થવાને વધુ વાર નથી."
##############
"કરોડીમલે પત્ની અને પુત્ર તરફ આકર્ષણ નજરે જોતા કહ્યું - ' તારા આ છોકરાએ મારા ખિસ્સામાંથી પૈસા ચોર્યા છે,
'પણ તમે એવું કઈ રીતે કહી શકો છો કે પૈસા એણે ચોર્યા છે.
હું પણ કાઢી શકું છું.. પત્નીએ જવાબ દીધો.
' હું જાણું છું કે તું કાઢે તો ખિસ્સામાં કાંઈ ન બચે. કરોડીમલે ગંભીરતાથી જવાબ દીધો."
##############
"કરોડીમલ- અમને નોકરની સખત જરૂર છે પણ અમે એવો નોકર ઈચ્છીએ છીએ જે કંજુસ હોય.
નોકર- આ કંજુશીના કારણે જ મને એક ઠેકાણેથી કાઢી મુક્યો.
કરોડીમલ- એ કઈ રીતે ?
નોકર- શેઠ જી હું મારા કપડા ફાટવાના ડરથી કદી પહેરતો જ નહિ. શેઠના જ કપડા પહેરી લેતો."
##############
"કરોડીમલ- આજે મેં મારી જિંદગીનો વીમો ઉતરાવી લીધો છે. હવે જો ભગવાન ન કરે. મને કાંઈક થઇ જાય તો તને અને બાળકને તકલીફ નહિ પડે.
કિશોરી- એમ વાત છે તો હવે પછી તમે તમારો ઈલાજ કરાવવા માટે ડોક્ટર પાસે ન જાવ બિનજરૂરી ખર્ચ કરવાથી શું ફાયદો ?"
##############
"લીંબુના અથાણાની ચર્ચા થઇ રહી હતી.
એક સજ્જન બોલ્યો, ભાઈ લીંબુનું અથાણું તો જેટલું જુનું હોય એટલું સારું અને ગુણકારી હોય છે. જો પાંચ વર્ષ જુનું હોય તો વાત ન પૂછો.
મારી પાસે સોળ વર્ષ જુનું લીંબુનું અથાણું છે.
કરોડીમલ તરત બોલ્યા: તો પછી સહેજ ચખાડો...
બધા એકસાથે બોલી ઉઠયા: આ પણ કમાલ છે. દેખાડવાની વાત બરાબર છે પણ ચખાડીશ નહિ. જો આ રીતે ચખાડતો રહું તો પછી એ સોળ વર્ષ જુનું કઈ રીતે બને ?"
##############
"કરોડીમલે પોતાની બેટીના લગ્ન કાર્ય. એક માણસ આવીને એને પૂછવા લાગ્યો - સાંભળ્યું છે કે તમે તમારી બેટીને ઘણું આપ્યું છે.
કરોડીમલે તરત જવાબ દીધો - હા ! હો ઘણું આપ્યું છે.
એ માણસ પુછવા લાગ્યો - ફ્રીજ આપ્યું છે ?
કરોડીમલ- હા આપ્યું છે.
માણસ- કુલર આપ્યું છે ?
કરોડીમલ- હા આપ્યું છે.
માણસ- કબાટ આપ્યું છે ?
કરોડીમલ- હા હા આપ્યું છે. બધું આપ્યું છે.
માણસ- તેઓ આ બધો સામાન શેમાં લઇ ગયા ?
કરોડીમલ- ખિસ્સામાં.
માણસ- ( નવાઈથી ) કઈ રીતે ?
કરોડીમલ- મેં લોટરીની ટીકીટ લઇ આપી હતી. એમના ભાગ્યમાં હશે તો જાતે જ ખરીદી લેશે."
##############
"ચાલતી ટ્રેનના સ્લીપરમાં ઉપરવાળા મુસાફરની નીંદ ખુલી તો ઝૂકીને નીચે બેઠેલા કરોડીમલ ને પૂછ્યું - ભાઈ કેટલા વાગ્યા છે ?
' વાગીને પાંચ.. જવાબ મળ્યો.
થોડીવાર સુધી સમજવાની કોશિશ કર્યા પછી એણે ફરી પૂછ્યું ' તમે કેટલા વાગ્યા કહ્યું ?
' વાગીને દસ.. કરોડીમલે જવાબ આપ્યો.
' શું વાગીને પાંચ, વાગીને દસ માંડ્યું છે ? સાફ સાફ કેમ નથી જણાવતા કે શું ટાઈમ થયો છે ? ઉપરવાળાએ ધમકાવ્યો.કરોડીમલે પોતાની ઘડિયાળ દેખાડતા કહ્યું - સાહેબ જયારે નાનો કાંટો જ નથી... તો તમે જ કહો હું શું કરું ?"
##############
"કરોડીમલે પોતાના મિત્રને જણાવ્યું - કાલે હું મારી પ્રેમિકાને મળવા એની હોસ્ટેલે અચાનક જ પહોચી ગયો, મેં એના રૂમમાં મેજ પર એશટ્રેમાં ચાર સિગારેટ સળગતી પડેલી જોઈ મેં ફેસલો કરી લીધો છે કે હું એની સાથે હવે લગ્ન નહિ કરું.
મિત્ર- કેમ ?
કરોડીમલ- ભલા હું આવી ઉડાઉ છોકરી સાથે કઈ રીતે લગ્ન કરી શકું જે એક સાથે ચાર ચાર સિગારેટ સળગાવીને પીએ."
##############
"નાનુંમલ- ભાઈ કરોડીમલ તે તારું મકાન જે વકીલ ને આપ્યું હતું એ કેવો માણશ છે.
કરોડીમલ- ઘણોજ સારો... ગયા વર્ષે મારી મિલકતના બધા કેસ એ જ લડ્યો.
નાનુંમલ- પછી એ સફળ થયો ?
કરોડીમલ- ઘણોજ .... હવે એ મારી બધી મિલકતનો માલિક છે અને હું એનો ભાડુઆત છું."
##############
"વિચિત્ર છે, મારું ભાગ્ય પણ.... કિશોરીએ ખીજાઈને કહ્યું - સાડી છે તો બોર્ડર નથી, સેન્ટની શીશી છે તો પાવડર નથી,પાવડર છે તો લાલી નથી.
આપણા બન્ને નું ભાગ્ય ઘણું મળતું આવે છે દેવીજી . કરોડીમલ શાંત ભાવે બોલ્યા - બેંકમાં ખાતું છે પણ બેલેન્સ નથી, શર્ટમાં આટલા મોટા ખિસ્સા છે પણ એમાં ફૂટી કોડી નથી."
##############
"કરોડીમલે પોતાના એક મિત્રને જણાવ્યું - હું ટેલીફોન બુથમાં ઉભો ઉભો મારી પ્રેમિકા સાથે પ્યાર ભરી વાતો કરી રહ્યો હતો ત્યાજ એક પોલીશે મને ઘસેડીને બહાર કાઢયો અને અમારી વાતો અધુરી રહી ગઈ.
મિત્ર- તો તો તને પોલીસ પર ઘણો ગુસ્સો આવ્યો હશે ?
કરોડીમલ- ના એ વખતે તો મને ગુસ્સો ન આવ્યો પણ જયારે એણે ટેલીફોન બુથમાંથી ઘસડીને મારી પ્રેમિકાને પણ ખેચી કાઢી ત્યારે મને ઘણો ગુસ્સો આવ્યો."
##############
"નાનુંમલે એના દોસ્ત કરોડીમલને ઈર્ષાભર્યા અવાજે પૂછ્યું - ભાઈ તે એ પૈસાવાળી વિધાવાનને મોહબ્બત્તના જાળમાં કઈ રીતે ફસાવી લીધી ?
કરોડીમલે જવાબ આપ્યો - ઘણી સરળતાથી, મેં એના જન્મ દિવસ પર દશ ગુલાબ મોકલી દીધા હતા."
##############
"બેરિસ્ટર સાહેબ કરોડીમલને પૂછપરછ કરી રહ્યા હતા. એક મૃત વ્યક્તિના ચરિત્ર વિશે પ્રશ્ના હતો. કરોડીમલ બ્યાન આપવા લાગ્યો - એ વ્યક્તિ નિષ્કલંક હતો એને મળવાવાળા એને ચાહતા હતા એને આદરની દ્રષ્ટિથી જોતા હતા. એના વિચાર અને કાર્ય પવિત્ર.
ન્યાયાધીશે કરોડીમલને ટોકીને કહ્યું - તને આ બધું કેવી રીતે જાણવા મળ્યું ?
કરોડીમલ - સાબ આ બધું એની કબર પર લખ્યું છે."
##############
"કરોડીમલ- યાર ! આ નાનુંમલ પણ સાલો અજબ માણસ છે. જયારે જુવો ત્યારે કડકીમાં જ મળે છે. પૈસા એની પાસે કદી હોતા જ નથી. સમજાતું નથી કે પૈસા વગર એનું કામ કઈ રીતે ચાલે છે ?
મિત્ર- કેમ એ તારી પાસે પૈસા માંગવા આવ્યો હતો ?
કરોડીમલ- ના પણ હું જયારે જયારે પૈસા માંગવા જાઉં છું ત્યારે એ એક જ જવાબ આપે છે કે મારી પાસે પૈસા નથી. કમાલનો માણસ છે.જયારે જુવો ત્યારે કડકીમાં જ રહે છે."
##############
"કુવો ખોદતા ખોદતા ઘણો મોટો ખાડો બની ગયો. તો એક મજુર એમાં પડી ગયો અને એમાંથી બહાર નીકળવું મુસ્કેલ બની ગયું.
એણે ઘણી બુમો પાડી પણ કોઈ સાંભળવાવાળું ન હતું. થોડું થોડું અંધારું થઇ ગયું હતું અને ઠંડી પણ ઘણી વધી ગઈ હતી. ત્યાં જ કરોડીમલ ત્યાંથી પસાર થયો. મજૂરે કરગરીને કહ્યું -
ભગવાનને ખાતર મને બહાર કાઢો. હું ઠંડીથી મરી રહ્યો છું.
કરોડીમલે ખાડામાં જોતા કહ્યું - ઠંડી તો લાગે જ ને ભાઈ...
તારા પર લોકો માટી નાખવાનું ભૂલી ગયા છે."
##############
"નાનુંમલ - તારી પત્ની ચાય તો ઘણી સરસ બનાવે છે. પીવાની ઘણી મજા આવી.
કરોડીમલ- દોસ્ત.. જો બિલાડી દુધ બોટી ન ગઈ હોત તો હજુ વધુ મજા આવત."
##############
"છોકરો દોડતો દોડતો ઘેર આવ્યો અને કરોડીમલને કહેવા લાગ્યો- પિતાજી એ મને ગાળ દે છે.
કરોડીમલ- બેટા કાંઈક આપે છે ને... લેતો તો નથી ને....."
##############
"કરોડીમલ નાનુંમલને કહ્યું - જરા દશ રૂપિયા ઉછીના આપને.
નાનુંમલે પાંચ પાંચની બે નોટ આપી.
કરોડીમલ- પાંચ રૂપિયા અત્યારે આપ.. પાંચ સાંજે લઇ લઈશ.
નાનુંમલ- જેવી તારી ઈચ્છા...
બપોરે બન્ને ફરી મળ્યા તો કરોડીમલ બોલ્યા - મારે તારી પાસેથી પાંચ રૂપિયા લેવાના છે ને...
નાનુંમલ- હા...
કરોડીમલ- પાંચ સવારવાળા આપવાના છે..
નાનુંમલ- હા
કરોડીમલ- તો ઠીક છે... હિસાબ બરાબર થઇ ગયો.."
##############
"છપામાં જાહેરાત વાંચ્યા પછી એક માણસ નોકરી માટે કરોડીમલ પાસે આવ્યો અને પૂછ્યું - નોકરી મળશે ?
કરોડીમલ- જી હા,
માણસ- પગાર કેટલો આપશો ?
કરોડીમલ- પગાર નહિ. મારી તો આખા દિવસમાં ફક્ત અર્ધા કલાકની નોકરી છે. જેના બદલામાં તને બે ટંક ખાવા મળશે...
માણસ- પણ કામ શું છે ?
કરોડીમલ- સવાર-સાંજ સદાવ્રતે જજે, તું ત્યાં જમતો આવજે અને મારા માટે રોટી લેતો આવજે."
##############
"કરોડીમલ- ડોક્ટર સાહેબ... તમારો ખુબ ખુબ આભાર.
ડોકટર- તમારો પરિચય ?
કરોડીમલ- હું શેઠ ભારમલનો બેટો છું.
ડોક્ટર- એ તો સ્વર્ગ સિધાવી ગયા. હું એમનો ઈલાજ કરી રહ્યો હતો.
કરોડીમલ- એટલા માટે તો તમારો આભાર માનવા આવ્યો એ હતા ત્યાં સુધી તો દસ રૂપિયા કરગરીને માંગવા પડતા.તમારી કૃપાથી મને બધી સંપતિ મળી ગઈ."
##############
"નાનુંમલ- યાર હું મારો રેડિયો અહી મૂકી ગયો હતો.
કરોડીમલ- ખોટું શા માટે બોલે છે ?
નાનુંમલ- તારા સોગંધ
કરોડીમલ- જો તું સાબિત કરી દે કે રેડિયો અહીં મૂકી ગયો હતો તો રેડિયો તો શું એના બદલામાં હું તને આખું આકાશવાણી ભવન ખરીદી દઈશ."
##############
"મિકેનિક- આ ટીવી સેટને પડ્યો છે ?
કરોડીમલ- ના જવાબ..
મિકેનિક- પણ પડ્યો છે જરૂર...
કરોડીમલ- હા... અમે ગણતંત્ર દિવસની ભીડ જોઈ રહ્યા હતા અને સલામી માટે તોપો છૂટતા જ અમારો સેટ ધડામ કરતો જમીન પર પડ્યો."
##############
"કિશોરી- બહાર એક માણસ ઉભો છે. પોતાનું નામ નથી જણાવતો. કહે છે કે બીલના પૈસા બાકી છે એ લેવા આવ્યો છે..
કરોડીમલ- દેખાવ કેવો છે ?
કિશોરી- દેખાવ તો એવો લાગે છે કે તમે તમે બીલ આપી દો એ જ સારું છે."
##############
"નાનુંમલ- અરે ભાઈ કરોડીમલ. આજે રવિવારના દિવસે ઘેર આ કયું કામ શરુ કરી દીધું છે ? શું બબુગીરીમાં કંટાળો આવ્યો છે ?
કરોડીમલ- સરકારે છઠ્ઠી પંચ વર્ષીય યોજનામાં ગૃહઉધોગ પર ભાર આપ્યો છે ને અમે વિચાર્યું કે છોકરાના જોડાના રીપેરીંગથી જ કામ શરુ કરવું. પાછળથી એને જ ગૃહઉધોગ બનાવી લઈશું..."
##############
"એક પ્રવાસી ફરતો ફરતો એક નાનકડા શહેરમાં આવ્યો. ત્યાં એનો કુતરો ખોવાઈ ગયો. એણે એક છાપામાં જાહેરાત આપી.
મારો કુતરો શોધી લાવનારને સો રૂપિયાનું ઇનામ મળશે.
જાહેરાત બીજા દિવસે છાપામાં ન આવી.
એ પ્રવાસી છાપાની ઓફિસે ગયો. ફક્ત કરોડીમલ મળ્યો.
એને પૂછ્યું - ભાઈ છાપાવાળા કયા ગયા ?
કરોડીમલે કહ્યું- શ્રીમાન, કોઈ જેન્ટલમેનનો કુતરો ખોવાઈ ગયો હતો. એણે જાહેરાત આપી હતી કે જે એના કુતરાને શોધી લાવશે એને સો રૂપિયાનું ઇનામ મળશે. તો બધા કુતરાને શોધવા ગયા છે. આજે ઓફિસે નથી આવ્યા તેઓ ઈચ્છે છે કે છાપામાં જાહેરાત આવે એ પહેલા જ તેઓ કુતરાને શોધીને સો રૂપિયાનું ઇનામ મેળવી લે."
##############
"નાનુંમલ- સપ્તાહના છ દિવસ તું શું કરે છે?
કરોડીમલ- કોઈ ખાસ કામ નથી કરતો.
નાનુંમલ- અને રવિવારે શું કરે છે ?
કરોડીમલ- એ દિવસે રજા હોય છે."
##############
"કરોડીમલને વ્યાજ્ખોરીના આરોપમાં પકડીને અદાલતમાં રજુ કરાયો તો જજે કહ્યું.
ગયા વખતે તને આજ અદાલતમાંથી બે મહિનાની સજા મળી હતી.
કરોડીમલ- હા સરકાર.
જજ- આ વખતે તને છોડી રહ્યો છું સાક્ષીઓની કમજોરીથી બચી ગયો લાયસન્સ વગર વ્યાજ લેવું ગુનો છે. સમજ્યો ?
કરોડીમલ - હજૂર આઠ દિવસ માટે તો મોકલી જ દો.
જજ - કેમ
કરોડીમલ- કેદીઓ પાસે મારા પૈસા લેણાં છે. વ્યાજ તો લઇ લઉં."
##############
"કરોડીમલ- ડોક્ટર ! તમારી ફી તો ઘણી વધારે છે.
ડોક્ટર- રોજ આવે તો વ્યાજ લઈશ."
##############
"કરોડીમલ-ત્રણસો વર્ષ પહેલા તારા પૂર્વજો શું હતા,એની ખબર છે તને ?
કિશોરી- હા, જણાવી શકું છું.
કરોડીમલ- પણ કાલે રાતે તારો છોકરો ક્યાં હતો એની ખબર છે તને ?"
##############
"રેલ્વે સ્ટેશન પર એક જ સવાલનો જવાબ ઘણી બારીઓ પર મળ્યા પછી કરોડીમલે છેલ્લીવાર ખાતરી કરવા એક બારી પર જઈને પૂછ્યું - મુંબઈનું શું ભાડું છે ?
એ જ જવાબ મળ્યો - પંચોતેર રૂપિયા
કરોડીમલ બોલ્યા - બધી જગ્યાએ એક જ ભાવ છે તો પછી એક ટીકીટ આપી જ દો."
##############
"કરોડીમલ ૨૫ ડિસેમ્બરે ઘણો ખુશ હતો.
' આજે ખુબજ ખુશ છો, શેઠજી
હા આજે મોટો દિવસ છે,
તમે મોટો દિવસ ઉજવો છો ?
હું તો ઈચ્છું છું કે દરેક દિવસ મોટો દિવસ હોય..
અરે... કેમ ?
આજના દિવસે વીજળી ઓછી વપરાશેને. કરોડીમલ હસીને બોલ્યા."
##############
"કરોડીમલ- તારા પુત્રના શું ખબર છે ? ભણે છે ?
નાનુંમલ- ભણે તો છે. એના પત્રો પણ આવે છે. પણ કમબખ્ત એવા અક્ષર કાઢે છે કે ડીક્ષનરી લેવી પડે છે ત્યારે માંડ એના પત્ર સમજાય છે.
કરોડીમલ - ( ઊંડો શ્વાસ લઇ ) તારે તો સારું છે. મારે તો પત્ર આવે છે ત્યારે ચેકબુક શોધવી પડે છે."
##############
"કિશોરી- રાતે મને એક સપનું આવ્યું. હું અને તમે ઘરેણાની દુકાન પર ગાય.
કરોડીમલ- એમ ? પછી શું થયું ?
કિશોરી- મેં તમારી પાસે સોનાના મોટા મોટા કંગનોની ફરમાઇશ કરી અને તમે ઝડપથી પૈસા ચૂકવી મારા મનપસંદ કંગન ખરીદી દીધા.
કરોડીમલ- પણ હતું તો એ સપનું જ ને ?
કિશોરી- પહેલા મેં એને સાચું જ માન્યું હતું. પણ જયારે તમે કોટના ખિસ્સામાંથી પૈસા ચૂકવી કંગન મારા હાથમાં પકડાવી દીધા ત્યારે મને ખાતરી થઇ ગઈ કે એ સપનું જ હતું."
##############
"પુત્ર- શું વાત છે પિતાજી ? તમારો આવો દેખાવ તો કેમ છે ? આટલી બધી દાઢી કેમ વધારી છે ?
કરોડીમલ- બેટા ! પાંચ વર્ષ પછી તું મુંબઈથી આવ્યો છે. તને યાદ નથી. બ્લેડ તો તું તારી સાથે લઇ ગયો હતો."
##############
"ધનમલ - તો તું મારી પુત્રી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તું એના માટે યોગ્ય પતિ છે ?
કરોડીમલ- જી હા એની સુંદરતા અને તમારા પૈસા એવું લાગે છે કે અમે એકબીજાના માટે જ પેદા થયા છીએ."
##############
"કિશોરી- મોચી કહેતો હતો કે એને બૂટ રીપેરીંગના પૈસા નથી મળ્યા..
કરોડીમલ- અરે... તો કઈ આફત આવી ગઈ... એને કહેજે કે એનો વારો આવે એટલે પૈસા મળી જશે. હજુ તો મેં બૂટના પૈસા પણ દુકાનદરને ચૂકવ્યા નથી."
##############
"કિશોરી- દિલ લગાવીને કામ કરો. નહીતર નોકરીથી હાથ ધોવા પડશે.
કરોડીમલ- વાંધો નહિ, સાબુના પૈસા બચી જશે."
##############
"કરોડીમલ- તે મહેમાનને છરી-કાંટા નથી આપ્યા ?
કિશોરી- કઈ રીતે આપું ? સાંજે તમે જ કહેતા હતા કે રાતે તમારો મિત્ર જાનવરની જેમ ખાશે."
##############
"રાતના બે વાગ્યે કરોડીમલે ડોકટરનું બારણું ખટખટાવ્યુ.
ડોક્ટર... તમારે મારા ઘેર આવવાનું છે.
કાઈ બન્યું છે ?
દર્દીને તપાસવાનો છે. તમારી ફી શું છે ?
વીસ રૂપિયા.
ચાલો.
ડોક્ટર પોતાની કારમાં રવાના થઇ ગયો. બાજુના ગામ પહોચીને કરોડીમલ બોલ્યો - આભાર ડોકટર, ટેક્ષીવાળા પચાસ રૂપિયા માંગી રહ્યા હતા મારે ઘેર પહોચવું જરૂરી હતું.
અને એ ડોક્ટરને વીસ રૂપિયા આપી ચાલતો થયો."
##############
"કરોડીમલ- આજકાલ તો બધી ચીજ વ્યાજબી થઇ ગઈ છે.
કિશોરી- કઈ રીતે ?
કરોડીમલ- આપણા પાડોશમાં એક દ્રોપદી રહેવા આવી છે પણ એને એક જ પતિ છે."
##############
"કરોડીમલ- મારા દાદા મારા નામે એક લાખ રૂપિયાની વસીયત કરવાના છે.
કિશોરી- એ તો ઘણી ખુશીની વાત છે.
કરોડીમલ- પણ એમની એક શર્ત છે.
કિશોરી- કઈ શર્ત છે ?
કરોડીમલ- એ એક લાખ રૂપિયા હું એમની પાસે જમા કરાવી દઉં."
##############
"કરોડીમલ- મારી પત્નીની લગ્નની વર્ષગાઠ એક એક નવા જીવનની જન્મતિથીના રૂપમાં ઉજવે છે.
નાનુંમલ- અને તું ?
કરોડીમલ- મારા જીવનની પુણ્યતિથીના રૂપમાં."
##############
"નાનુંમલ- હું તો પરદેશ જઈ રહ્યો છું. મને તારી વીટી નિશાની તરીકે આપ જેથી જયારે પણ હું વીટી જોઉં ત્યારે તારી યાદ આવી જાય.
કરોડીમલ- અરે યાર, વીટી આપવાની જરૂર નથી. જયારે જયારે તને તારી ખાલી આંગળી દેખાશે ત્યારે તને મારી યાદ આવી જશે કે મિત્ર પાસેથી વીટી માંગી હતી પણ એણે આપી ન હતી."
##############
"કરોડીમલ- તમારી હોટલનો શું હિસાબ છે ?
માલિક- રૂમ ભાડે લો તો રોજના ત્રીસ રૂપિયા.
કરોડીમલ- જમવાનું ?
માલિક - જમવાનું એમાં સામેલ છે.
કરોડીમલ - હું ન જમુ તો ?
માલિક- તમે જમો કે ન જમો. ત્રીસ રૂપિયા થશે.
કરોડીમલ - એમ કરો. કાલ સુધી મારો સામાન રાખો. હું રહું કે ન રહું."
##############
"નગરનો શેઠ મરી ગયો એ સાંભળતા જ કરોડીમલ જોર જોરથી રડવા લાગ્યો.
તું શા માટે રડે છે ભાઈ ? તું કોઈ એનો સંબંધી છે ?
કરોડીમલ વધુ જોરથી રડતા બોલ્યા - નથી.. એટલે તો રડું છું."
##############
"નાનુંમલ- તે ઇન્કમટેક્ષ રીટર્નના ફોર્મ પર સહી નથી કરી.
કરોડીમલ- દોસ્ત, આજકાલ સરકારને બધી ખબર છે, કોની પાસે શું છે ? સહી હોય કે ન હોય."
##############
"દાનુંમલ - આજકાલ દુકાન કેમ ચાલે છે ?
કરોડીમલ - હવે તો ઉધાર માંગવાવાળા પણ નથી આવતા."
##############
"કરોડીમલ - વેદજી, તમારો ખુબ ખુબ આભાર તમે મને મોતના મોમાંથી બચાવી લીધો છે.
વૈદ - અરે ! મેં આમાં શું કર્યું ? બધું ઈશ્વરે કર્યું છે.
કરોડીમલ- તો પછી મારી ફી પછી આપી દો."
##############
"મકાન માલિક - તું ચાર દિવસમાં મારું મકાન ખાલી કરી દે.
કરોડીમલ - બસ તો ૧૬ જાનુઆરી, ૧૫ ઓગસ્ટે, ૨ ઓક્ટોમ્બર અને ૧૪ નવેમ્બર સુધી થોભી જાવ આ ચાર દિવસ પછી તમારું મકાન જરૂર ખાલી કરી દઈશ"
##############
"ડોક્ટર - તમે ચેક આપ્યો હતો એ પાછો આવી ગયો.
કરોડીમલ - હા, મારો તાવ પણ પાછો આવી ગયો છે."
##############
"કંજુસ કરોડીમલની ઈમ્પોર્ટેડ ગાડીનો એક્સીડંડ થઇ ગયો.
કરોડીમલ જાતે ગાડી ચલાવી રહ્યા હતો. સ્ટેરીંગ પાસે ફસાઈ ગયો. લોકો એને કાઢવા લાગ્યા તો એ કરાહતા બોલ્યો - ધીમે કાઢજો... કોઈ સ્પેરપાર્ટ ખરાબ ન થઇ જાય.. મારી ગાડી ઈમ્પોર્ટેડ છે."
##############
"કરોડીમલ અને નાનુંમલ હોડીમાં બેસી દરિયામાં નૌકાવિહાર કરતા હતા. અચાનક તોફાન શરુ થયું તો નાનુંમલ ગભરાઈને બોલ્યા - હોળી ડૂબી ગઈ તો ?
ડૂબવા દે... કરોડીમલે કહ્યું હોડીવાળાએ ભાડું ઘણું વધારી દીધું છે."
##############
"કરોડીમલ પોતાની કારમાં ક્યાંક જવાનો હતો પણ સગા સંબંધીઓએ એને ઘેરી લીધો. એક સગો બોલ્યો - અમે બધા તમારી સાથે કારમાં જઈશું અમારે પણ ત્યાં જવું છે..
કરોડીમલ વિચારમાં પડી ગયો પછી બોલ્યો - જરા થોભો. ડ્રાઈવરને પૂછી લઉં કે કેટલી સવારીઓ માટે પેટ્રોલ છે."
##############
"નાનુંમલ - તારો છોકરો ઘણો ખરાબ છે. ગંદીગંદી ગાળો બોલે છે.
કરોડીમલ - હજુ એની ઉમર શું છે ? જરા મોટો થવા દો પછી સારી સારી ગાળો બોલશે."
##############
"કરોડીમલ કિશોરીને કહી રહ્યા હતા - ડાર્લિંગ શું આપું તારા જન્મ દિવસ પર ? સમજાતું નથી.. અરે હા સામે જ નવી ગાડી ઉભી છે ને રોલ્સરોય.
હા.... કિશોરી હર્ષમાં આવી ગઈ.
એનો રંગ તો તને પસંદ છે ને ?
હા હા.... કિશોરી થનગનવા લાગી.
એ જ રંગનો એક રૂમાલ છે મારી પાસે એ જરૂર તને પસંદ પડશે."
##############
"એક કિશોરીએ ખુબ ઉંચે ઉડતા બગલાનું નિશાન લઇ ગોળી છોડી અને બગલો જમીન પર પડ્યો. કરોડીમલ આ બધું જોઈ રહ્યો હતો એણે શિકારીને કહ્યો - તમે નાહક એક ગોળી બગાડી.
કેમ.....
અરે આટલી ઉંચાઈએથી પડીને તો બગલો આપ મેળે મરી જાત."
##############
"કરોડીમલ - શું વાત છે ? સાંજની રસોઈ ઘેર નથી બનવાની ?
કિશોરી - જરૂર શું છે ? પાડોશી રામલાલના ઘેર જાન આવવાની છે"
##############
"બજારમાં આપણો માલ વેચાતો નથી. એના માટે કાંઈક કરવું જોઈએ.
શું કરવું જોઈએ ? કરોડીમલે પૂછયું.
તું કાંઈક જણાવ.
માલની કીમત દસના બદલે વીસ કરી નાંખો પછી રીડકશન સેલનું લેબલ લગાવી દસથી બારની વચ્ચે વેચાણ શરુ કરી દો."
##############
"લગ્ન પછી કરોડીમલ ભેટમાં આવેલી વસ્તુઓ આમ તેમ કરતો હતો.ત્યાં કિશોરીએ પૂછ્યું - તમે કઈ વસ્તુ શોધો છો ?
પાંચ હજાર રૂપિયાનો એક ચેક શોધું છું જે તારા પિતાએ મને આપ્યો હતો. કરોડીમલે કહ્યું.
કિશોરીએ નિશ્વાસ નાખતા કહ્યું - મારા પિતા વિચારોમાં એટલા મગ્ન રહે છે કે એમને કોઈ ચીજનું ધ્યાન જ નથી રહેતું. એમણે એ ચેક સળગાવીને પોતાની સિગારેટ સળગાવી લીધી હશે."
##############
"પુત્ર - પિતાજી, સંયોગનું કોઈ સારું ઉદાહરણ આપો.
કરોડીમલ - મારા અને તારી મમ્મીના લગ્ન સંયોગવશ એક જ દિવસે થયા હતા"
##############
એક છોકરો તેના કાકા કંજુસ કરોડીમલ સાથે રહેતા હતો.કરોડીમલ એટલો કંજુસ હતો કે ભત્રીજાને પૂરું ખાવા પણ આપતો ન હતો. ભત્રીજો એકદમ મુડદાલ બની ગયો. એક દિવસ કાકો અને ભત્રીજો ઘરમાં બેઠા હતા. એક દુબળો પાતળો કુતરો ઘરમાં ઘુસી ગયો. એને જોઇને કરોડીમલે કહ્યું - આ કુતરો કેટલો મુડદાલ છે ! ભત્રીજો ઝડપથી બોલ્યો - એના કાકા સાથે રહેતો હોય એવું લાગે છે.
##############
"કરોડીમલ - મેં તારું નામ દીપક પાડ્યું તો પણ તું ભણવામાં આટલો બધો ઠોઠ કેમ છે ?
દીપક - પિતાજી દીપક તળે હમેશા અંધારું હોય છે એ તો તમે જાણો જ છો."
##############
"પુત્ર - પિતાજી મને પાંચ રૂપિયા આપો.
કરોડીમલ- પાંચ રૂપિયા શું કરવા છે ?
પુત્ર - હું તમારા જન્મદિવસની ભેટ ખરીદીશ.
કરોડીમલ - ના બેટા રહેવા દે. એનાથી મારા ખિસ્સામાં જ પૈસા રહે એ સારું છે."
##############
"કિશોરી - શરત લગાડવી એ પણ એક જાતનો જુગાર છે. તમે શરત મારવાનું છોડી દો.
કરોડીમલ - અવશ્ય, હું શરત મારીને કહું છું કે હું કડી શરત નહિ લગાવું. લાગી શરત ?"
##############
"નાનુંમલ - તું તારા ભવિષ્ય વિશે જાણે છે ?
કરોડીમલ - જી હા
નાનુંમલ - એનો પુરાવો ?
કરોડીમલ - એ જ કે હું ભવિષ્યમાં મારીશ પહેલા નહિ."
##############
"કરોડીમલ - તારા અક્ષર ઘણા ખરાબ છે. મેં તને વીસ રૂપિયા લખવાનું કહ્યું હતું. તે દસ જ શા માટે લખ્યા ?
કિશોરી - મારું ગણિત પણ ખરાબ છે."
##############
"નાનુંમલ - તું ફાનસ દિવસે પણ કેમ સળગતું રાખે છે ?
કરોડીમલ - રોજ રોજ દીવાસળીનો ખર્ચ ન થાય એટલે."
##############
"કરોડીમલ - બેટા તારી પાસે બે કેરી હોય અને તારા બે મિત્ર આવી જાય તો તું શું કરે ?
પુત્ર - જી.... એમના જવાનો ઇન્તજાર કરું."
##############
"કરોડીમલે પોતાના પુત્રને પૂછ્યું - વેપારમાં સફળતા મેળવવા માટે કઈ કઈ વાતો હોવી પરમ જરૂરી છે ?
પુત્ર - ફક્ત બે
પિતા - કઈ કઈ ?
પુત્ર - એક તો ઈમાનદારી અને બીજી હોશિયારી.
પિતા - કઈ રીતે ? ઈમાનદારીનો અર્થ.
પુત્ર - કોઈને વાયદો કરો તો અવશ્ય પૂરો કરો.
પિતા - અને હોશિયારી એટલે ?
પુત્ર - કોઈને વાયદો જ ન કરો."
##############
"કરોડીમલ - બેટા નદીમાં સ્નાન કરતી વખતે મો કઈ બાજુ રાખવું જોઈએ ?
પુત્ર - કિનારે પડેલા આપણા કપડા તરફ."
##############
"કરોડીમલ - હું ઈચ્છું છું કે તું આંખના બદલે દાંતનો ડોક્ટર બન.
પુત્ર - કેમ ?
કરોડીમલ - એટલા માટે કે આંખ બે હોય છે. દાંત બત્રીશ હોય છ."
##############
"કરોડીમલ - જો તને તારા શર્ટના ખિસ્સામાંથી એક રૂપિયાની નોટ મળે તો તું શુ કરે ?
પુત્ર - સૌથી પહેલા હું એ વાત વિચાર કરું કે મેં આ શર્ટ કોનું પહેર્યું છે."
##############
"કરોડીમલ - માની લે કે તારી પાસે દસ રૂપિયા છે. જો હું બે રૂપિયા માંગી લઉં તો તારી પાસે કેટલા રહે ?
પુત્ર - દસ.
કરોડીમલ - કઈ રીતે ?
પુત્ર - મોટો માણસો નાના પાસેથી ચીજ માંગે એ સારું ન કહેવાય."
##############
"નાનુંમલ - યાર તું તો ભગવાનનો ભક્ત છે. તો પછી તું મંદિર કેમ નથી જતો.
કરોડીમલ - યાર ડર લાગે છે ક્યાંક કોઈ નવા બુટ ન લઇ જાય."
##############
"કરોડીમલ - અરે બેટા શું કરે છે તું ?
પુત્ર - પિતાજી કાગળના રોકેટ બનાવીને ઉડાડું છું.
કરોડીમલ - અરે મુર્ખ નોટબુકના કાગળ શા માટે બગાડે છે.
સામે કચરાપેટીમાં ૧૦૦૦ની નોટો પડી છે એના રોકેટ બનાવીને ઉડાડ."
##############
"પુત્ર - પિતાજી આજે આપણા નવા પાડોશીએ મારી સાથે વાત કરી.
કરોડીમલ - હું કહેતો હતો ને કે સારા છોકરા સાથે બધા વાત કરવા ઈચ્છે છે. શું કહ્યું એમણે ?
પુત્ર - કહેતા હતા કે ફરીવાર અમારી લોન તરફ આવ્યો તો પગ ભાંગી નાખીશ."
##############
"ડોક્ટર સાહેબ, મને બરોબર એક જ સ્વપ્નું દેખાયા છે કે મારી પાસેથી સુંદર સુંદર યુવતીઓ ઝડપથી ભાગતી હોય છે.
એમાં હું શું કરી શકું છું ?
તમે કોઈ એવી દવા આપો જેનાથી યુવતીઓની ઝડપ ઓછી થાય. અગર તો મારી ઝડપ વધી જાય."
##############
"મિત્ર - કેમ ભાઈ ઉદાસ કેમ છે ?
કંજુસ - મારો નાનો છોકરો સારી રીતે ચાલતા શીખી ગયો છે.મેં એને કહ્યું કે દાદરો ચડતી-ઉતરતી વખતે એક સાથે બે પગથીયા ઉતરવા જેથી ચંપલ ઓછા ઘસાય.
મિત્ર - પછી.
કંજુસ - એણે એક સાથે ચાર-ચાર પગથીયા ચડવા-ઉતરવા શરુ કરી દીધા.
મિત્ર સારું કહેવાય, ચંપલ વધુ નહિ ઘસાઇ.
કંજુસ - પથરા સારું, હવે એ પેન્ટ ફાડવા લાગ્યો છે."
##############
"એક ખિસ્સાકાતરુ રંગે હાથે પકડાઈ ગયો. લોકોએ એને મારવાનું શરુ કરી દીધું.
જયારે એ ખુબ જ માર ખાઈ ચુક્યું તો જેનું ખિસ્સું કપાયું હતું એ વ્યક્તિ બોલ્યો - હવે બસ કરો. બહુ થઇ ગયું. મારે પણ એને એટલું જ મારવું હતું. આજકાલ હું એને ટ્રેનીંગ આપી રહ્યો છું."
##############
"એક મિત્રએ બીજા મિત્રને પ્રશ્ન કર્યો - શું તારી પત્ની સાથે હમેશા મતભેદ થાય છે.
મિત્રએ જવાબ આપ્યો હા.... પરંતુ એક વખત નહોતો થયો.
ક્યારે ?
જયારે અમારા ઘરમાં આગ લાગી હતી અને અમે બન્નેએ સાથે બુમ પડી હતી."
##############
"યુવક - ડાર્લિંગ, અત્યારે આપણે આપણા વિવાહની વાત ઓફિસમાં કોઈને કરવી નહિ, તું પણ કોઈને ના કહીશ.
યુવતી - આમ તો ખાનગી જ રાખીશ, પરંતુ હું વીણાને જરૂર કહીશ કારણકે એ મને કહેતી હતી કે કોઈ મુર્ખ જ તારી સાથે લગ્ન કરશે."
##############
"છોકરો, પોતાના પિતાની પાસે જઈને સ્કુલમાં પૂછેલ પ્રશ્નો ઉત્તર પુછવા લાગ્યો.
એ કામમાં હતા બોલ્યા - તારી મમ્મીને કેમ પૂછતો નથી ?
સાહેબે કહ્યું હતું કે પ્રશ્ન બહુ જ નાનો છે. છોકરાએ કહ્યું."
##############
"પુત્ર - પિતાજી આજે આપણા નવા પાડોશીએ મારી સાથે વાત કરી.
કરોડીમલ - હું કહેતો હતો ને કે સારા છોકરા સાથે બધા વાત કરવા ઈચ્છે છે. શું કહ્યું એમણે ?
પુત્ર - કહેતા હતા કે ફરીવાર અમારી લોન તરફ આવ્યો તો પગ ભાંગી નાખીશ."
##############
"ડોક્ટર સાહેબ, મને બરોબર એક જ સ્વપ્નું દેખાયા છે કે મારી પાસેથી સુંદર સુંદર યુવતીઓ ઝડપથી ભાગતી હોય છે.
એમાં હું શું કરી શકું છું ?
તમે કોઈ એવી દવા આપો જેનાથી યુવતીઓની ઝડપ ઓછી થાય. અગર તો મારી ઝડપ વધી જાય."
##############
"મિત્ર - કેમ ભાઈ ઉદાસ કેમ છે ?
કંજુસ - મારો નાનો છોકરો સારી રીતે ચાલતા શીખી ગયો છે.મેં એને કહ્યું કે દાદરો ચડતી-ઉતરતી વખતે એક સાથે બે પગથીયા ઉતરવા જેથી ચંપલ ઓછા ઘસાય.
મિત્ર - પછી.
કંજુસ - એણે એક સાથે ચાર-ચાર પગથીયા ચડવા-ઉતરવા શરુ કરી દીધા.
મિત્ર સારું કહેવાય, ચંપલ વધુ નહિ ઘસાઇ.
કંજુસ - પથરા સારું, હવે એ પેન્ટ ફાડવા લાગ્યો છે."
##############
"એક ખિસ્સાકાતરુ રંગે હાથે પકડાઈ ગયો. લોકોએ એને મારવાનું શરુ કરી દીધું.
જયારે એ ખુબ જ માર ખાઈ ચુક્યું તો જેનું ખિસ્સું કપાયું હતું એ વ્યક્તિ બોલ્યો - હવે બસ કરો. બહુ થઇ ગયું. મારે પણ એને એટલું જ મારવું હતું. આજકાલ હું એને ટ્રેનીંગ આપી રહ્યો છું."
##############
"એક મિત્રએ બીજા મિત્રને પ્રશ્ન કર્યો - શું તારી પત્ની સાથે હમેશા મતભેદ થાય છે.
મિત્રએ જવાબ આપ્યો હા.... પરંતુ એક વખત નહોતો થયો.
ક્યારે ?
જયારે અમારા ઘરમાં આગ લાગી હતી અને અમે બન્નેએ સાથે બુમ પડી હતી."
##############
"યુવક - ડાર્લિંગ, અત્યારે આપણે આપણા વિવાહની વાત ઓફિસમાં કોઈને કરવી નહિ, તું પણ કોઈને ના કહીશ.
યુવતી - આમ તો ખાનગી જ રાખીશ, પરંતુ હું વીણાને જરૂર કહીશ કારણકે એ મને કહેતી હતી કે કોઈ મુર્ખ જ તારી સાથે લગ્ન કરશે."
##############
"છોકરો, પોતાના પિતાની પાસે જઈને સ્કુલમાં પૂછેલ પ્રશ્નો ઉત્તર પુછવા લાગ્યો.
એ કામમાં હતા બોલ્યા - તારી મમ્મીને કેમ પૂછતો નથી ?
સાહેબે કહ્યું હતું કે પ્રશ્ન બહુ જ નાનો છે. છોકરાએ કહ્યું."
##############
"માં - ( લગ્ન યોગ્ય દીકરીને ) તું પણ મારી જેમ બીજાની સાથે કામ કરાવવાનું શીખી લે.
દીકરી - મમ્મી, શા માટે ?
માં - નહિ શીખે તો સાસરે જઈ પતિ પાસે કામ કેવી રીતના કરાવીશ ?"
##############
"જમાનો બહુ જ આગળ વધી ગયો છે, તું તારી પસંદગી મુજબની છોકરી જોઈ લે. પિતાએ પુત્રને કહ્યું.
પિતાની આજ્ઞા માની પુત્રએ નિયમિત રીતે બાલ્કનીમાં ઉભા રહી છોકરી જોવાનું ચાલુ કરી દીધું."
##############
"એક કંજુસ મરણપથારીએ પડ્યો હતો. એના પુત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે પિતાની અંતિમ ઈચ્છા મુજબ ઓછામાં ઓછું ખર્ચે સ્મશાનયાત્રા કેવી રીતના કાઢવી ?
એક પુત્રએ કહ્યું - એમ્બ્યુંલંશમાં લઇ જઈએ.
બીજાએ કહ્યું - બળદગાડીથી કામ ચાલશે.
ત્રીજાએ કહ્યું - સાઈકલની પાછળ બાંધીને લઇ જઈએ.
કંજુસથી રહેવાયું નહિ. આંખો ખોલી બોલ્યા. કઈ કરવાની જરૂર નથી. મારું પહેરણ અને બુટ લાવો. હું ચાલતો જ જતો રહીશ."
##############
"ડોક્ટર - ( નાના છોકરાને જોતા ) બેટા, તને નાક, કાનની કોઈ ફરિયાદ નથી ને ?
છોકરો - જી છે ! એ શર્ટ કાઢતા વચ્ચે આવે છે."
Post a Comment
Post a Comment