"ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…"
##############
"ડોકટરે હૃદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા “હવે હું તને કાલે જોઇશ”
ચુનીલાલ: “તમે તો મને કાલે જોશો, પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહિ?”"
##############
"ડોક્ટર: “લો આ ત્રીસ દિવસની દવા આપું છુ.
લાલ ગોળી તમારે સવારના ખાલી પેટે એક ગ્લાસ પાણી સાથે લેવાની,
પછી ચા પીને લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે,
ત્યાંર બાદ જમતા પહેલા ભૂરી ગોળી એક ગ્લાસ પાણી સાથે
અને જમ્યા બાદ પીળી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.
એ જ રીતે બપોરે ચા પીવો તે પહેલા એક લાલ ગોળી એક ગ્લાસ પાણી સાથે,
અને ચા પીધા બાદ લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.
રાત્રે જમવાના સમયે પણ એજ ડોઝ લેવાનો શું સમજ્યા?
ચુનીલાલ: “મને એ તો કહો ડોક્ટર સાહેબ, કે રોજ આટ-આટલી ગોળીઓ મારે ખાવી
પડે એવો તો મને કયો રોગ થયો છે?
ડોક્ટર: “તમારા શરીરમાં પાણીની ઉણપ છે."
##############
"રોગી: “ડોક્ટર હું બધી વાતો તુરંત જ ભૂલી જાઉં છું.”
ડોક્ટર: “તો મારી ફી મને પહેલા આપી દો, નહીતર પછી તમે ભૂલી જશો.”"
##############
"માસ્તર વર્ગમાં આઈઝેક ન્યુટન જેવા શોધકોની વાત કરતા હતા.
તેમણે ચંદુને પૂછ્યું: બોલ જોઉં, તને કોઈ શોધ કરવાનું કહે તો તું શેની શોધ કરે?
હું એવું યંત્ર શોધી કાઢું કે જેનું બટન દબાવવાથી બધું જ ગૃહકાર્ય આપમેળે થઇ જાય.
બેસી જા, તારા જેવો આળસુનો પીર મેં ક્યારેય જોયો નથી. માસ્તરે ચિડાઈને કહ્યું.
પછી તેમણે છનીયાને પૂછ્યું: બોલ છનીયા તું શેની શોધ કરે?
સાહેબ, હું એવું યંત્ર શોધી કાઢીશ કે જે આપમેણે ચંદુના યંત્રનું બટન દબાવી આપે."
##############
"વર્ગમાં વ્યાકરણ શીખવતા શિક્ષકે પપ્લુંને પૂછ્યું: 'બોલ, પપલુ!
'મનોજે લગ્ન કર્યા' નું ભવિષ્યકાળ શું થશે?'
'મનોજ છૂટાછેડા લેશે.' પપલુંએ ખુબ જ ભોળપણથી જવાબ આપ્યો."
##############
"શિક્ષક: 'પપલુ ! તને કશું આવડતું નથી. જયારે હું તારી ઉમરનો હતો ત્યારે હંમેશા ક્લાસમાં પહેલા નંબરે આવતો હતો.'
પપલુ: 'હા, પણ તમને તો કોઈ હોંશિયાર શિક્ષક ભણાવતા હશે ને?"
##############
"શિક્ષક : 'ફળ તોડવાનો સૌથી સારો સમય કયો?'
વિધાર્થી : 'માલિક ઊંઘતો હોય ત્યારે જ .'"
##############
"શિક્ષક : 'પેલો શંકર ભણવામાં એક્કો છે.'
કનું : 'સાહેબ ! કાળીનો કે ચોકડીનો ?'"
##############
"શિક્ષક : 'બટુક ! ખંડ કેટલા છે?'
બટુક : 'સાહેબ ! ખંડ ત્રણ છે. લોખંડ, પાખંડ અને શીખંડ.'"
##############
"શિક્ષક : 'કિશોર ! એવી વસ્તુનું નામ આપ જોઉં, જે તું રોજ ખાય છે, છતાં તને ગમતું નથી.'
કિશોર : 'સાહેબ ! આપનો તમાચો.'"
##############
"શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, 'હું તને એક સવાલ પૂછું છું. જો તેનો સાચો જવાબ આપીશ તો બીજો સવાલ નહિ પૂછું.'
'બોલ તારા માથામાં કેટલા વાળ છે ?'
'એક લાખ, અગિયાર હજાર, એકસો અગિયાર.'
તને આ કેવી રીતે ખબર પડી ?'
'મેં ગણ્યા છે. તમને વિશ્વાસ ન હોય તો ગણી લો.'"
##############
"પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.' શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.
ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.
'કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?'
'અહં.....હં......એમ હું મૂર્ખ નથી.' વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,
'પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે.'"
##############
"પિતા: અગર તું એક્ઝામમેં ફેઈલ હુઆ તો મુજે પાપા મત બોલના..
પિતા તેના બાળકને: ક્યાં રીઝલ્ટ આયા?
બાળક: દિમાગ કા દહીં મત કર રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા હૈ.."
##############
"ટીચર: સાત રીંગણાને દશ લોકો વચ્ચે કેવી રીતે વહેચાશો?
છોકરો માથું ખંજવાળતા બોલ્યો – ઓળો બનાવીને"
##############
"માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે?
માં ના આંસુની અસર તમારા દિલ પર થાય છે,
જયારે પત્નીના આંસુની અસર તમારા પાકીટ પર થાય છે."
##############
"છગન: ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?
ડોક્ટર: બે લાખ થાય
છગન: અને સાહેબ પ્લાસ્ટિક હું મારા ઘરે થી લઇ આવું તો?"
##############
"મુંગેરીલાલ પાગલોના ડોક્ટર પાસે ગયો અને કહ્યું:
ડોક્ટર સાહેબ મારી પત્ની પાગલ થઇ ગઈ છે
ડોક્ટર: તમારી પત્નીના પાગલપણાના બે ચાર લક્ષણો બતાઓ
મુંગેરીલાલ: આજે સાંજે જયારે હું ઓફિસમાંથી ઘરે પહોચ્યો તો એને મુસ્કુરાઈને મારું સ્વાગત કર્યું ખુબજ પ્રેમથી ચાનો કપ આપ્યો જયારે આજે પહેલી તારીખ પણ ન હતી."
##############
"ઘરાક: આ તમે કેવો સાબુ આપ્યો હતો? બધા કપડા સંકોચાઈ ગયા
દુકાનદાર: એવું કરો તમે પણ એ સાબુથી નહિ લો. એટલે તમને કપડા બરાબર આવી જશે."
##############
"એક ડોકટરે પોતાના ઘરે થી પોતાની હોસ્પિટલ પર નંબર લગાવ્યો.
ભૂલથી નંબર હોસ્પિટલ પર લાગવાને બદલે ક્રિકેટ ક્લબ માં લાગી ગયો.
ડોકટરે પૂછ્યું: “શું સ્થિતિ છે?”
“બસ ! છેલ્લા બે બચ્યા છે. એ પણ જવાની તૈયારીમાં છે.” ક્રિકેટ કલબના મેનેજરે જવાબ આપ્યો."
##############
"જ્યોતિષ: તમારા પતિનું મોત ઝેર ખાવાથી થશે.
સ્ત્રી: ઓહ! અને હું નિર્દોષ છૂટી પણ જઈશ ને?"
##############
"ડોક્ટર: બેટા તને નાક-કાનથી શું તકલીફ છે?
બબલુ: સ્વેટર ઉતરતી વખતે ખુબ નડે છે."
##############
"બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા માટે ઘુસ્યા.
શર્ટ પર ભાવની કાપલી જોઈ એકે બીજાને કહ્યું: “જો તો ખરો? લુંટવા જ બેઠા છે ને?”"
##############
"અલ્યા ઢીચણે અત્તર કેમ લગાડે છે?
સાહેબ’ ઠંડીના લીધે અડધી રાતે ઢીંચણ જ નાક પાસે આવશે.. સમજ્યા?"
##############
"ગઈ કાલે લાલ લાઈટને અડીને પાછા આવવાની સજા કહી હતી. તો તું અત્યારે આવ્યો છે?
એ લાલ લાઈટ વડોદરાના ખટારાની હતી, સર!!"
##############
"મગનલાલ માસ્તર: “છોકરાઓ, ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે તેનું એક ઉદાહરણ આપો.”
મનીયો: “ગરમીમાં અમારું વેકેશન બે મહિનાનું હોય છે. અને ઠંડીમાં દશ દિવસનું થઇ જાય છે.”"
##############
"મગનલાલ માસ્તર: “જેમની જન્મ સાલ ૧૯૫૬ છે, તેમની ઉમર અત્યારે શું હશે?”
મનીયો: “પેલા એ તો કહો એ સ્ત્રી છે કે પુરુષ?”"
##############
"મગનલાલ માસ્તર: “બંઝર જમીન કોને કહેવામાં આવે છે?”
મનીયો: “જ્યાં કઈ ના ઉગે તેને”
માસ્તર: “ઉદાહરણ રૂપે બંઝર જમીન બતાવો”
મનીયો: “મારા પપ્પાનું માથું.”"
##############
"ટીનીયો: “તમે જ કહો સાહેબ, જે કામ કર્યું જ નથી તેની સજા કેમ મળે?”
માસ્તર: “હા તેની સજા ના જ થવી જોઈએ.”
ટીનીયો: “ઠીક છે, આજે મેં સ્કુલનું હોમવર્ક નથી કર્યું.”"
##############
"માસ્તર: “ગ્રીસ ના એલેકઝાંડર ધ ગ્રેટ અને ભારતના અશોક ધ ગ્રેટ વચ્ચે કઈ બાબતનું સામ્ય છે?”
મનીયો: “બેય જણાના બાપાનું નામ એક સરખું છે.”"
##############
"માસ્તર: “દૂધને સમતોલ આહાર કેમ કહેવામાં આવે છે?”
મનીયો: “કારણકે તેમાં દૂધ અને પાણી બંને સરખું જ હોય છે.”"
##############
"નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
બા- કઇ બુક?
નથુભા- પાસબુક"
##############
"માણસની બે વાસ્તવિકતાઓ યાદ રાખો :
(1) કોઈ પણ માણસ પોતાના મતદાન કાર્ડના ફોટા જેટલો કાળો હોતો નથી.
(2) કોઈ પણ માણસ પોતાની ફેસબુક ના ફોટા જેટલો રૂપાળો હોતો નથી."
##############
"ઇન્ટરવ્યું લેનારે પૂછ્યું: હાડપિંજર એટલે શું?
મગન: સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટીંગ શરુ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય."
##############
"શિક્ષક: તમે એવા વ્યક્તિ ને શું કહેશો જે કશું સાંભળી શકતો નથી?
કનુભા: તમે એને કઈ પણ કહી શકો છો, કારણ કે એ કઈ જ સાંભળવાનો નથી."
##############
"મગન ડોક્ટરને: જયારે હું ઊંઘી જાઉં છું ત્યારે મારા સ્વપ્નામાં વાંદરાઓ ક્રિકેટ રમે છે.
ડોક્ટર: આ દવા સુતા પહેલા લેવાથી સ્વપ્ના નહિ આવે.
મગન: કાલ થી ખાઇશ આજે તેઓની ફાઈનલ છે."
##############
"શિક્ષકે વર્ગમાં બધા વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવાનું કહ્યું.
મનુભા સિવાય બધા નિબંધ લખવામાં વ્યસ્ત થઇ ગયા.
મનુભાએ લખ્યું, વરસાદ ને કારણે મેચ બંધ છે."
##############
"એક મંદિરની બહાર બેસેલો એક ભિખારી બુમો મારતો હતો –
બહેન , થોડા પૈસા આપી મદદ કરો.
એક ભાઈ ને દયા આવી, તેને પર્સ ખોલ્યું પણ છુટ્ટા પૈસા ના મળ્યા,
તેથી બોલ્યો ભાઈ આજે છુટ્ટા નથી કાલે આપીશ.
ભિખારી: આ ઉધારીમાં જ મને હજારોનું નુકશાન થઇ ગયું છે."
##############
"એક દિવસ એક ભિખારીએ મગનલાલ સામે બે વાડકા મૂકી દીધા,
મગનલાલે વાડકામાં સિક્કો નાખી ભિખારી ને પૂછ્યું , “બીજો વાડકો શેના માટે છે?”
“આ મારી કંપની ની બીજી બ્રાંચ છે!” ભિખારીએ ખુલાસો કર્યો."
##############
"પુત્ર: પપ્પા કોકા પીવો લાભદાયક છે કે હાનીકારક?
પપ્પા: જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનીકારક."
##############
"રિદ્ધિ: રસોઈયણ કરતા આપના હાથની રસોઈથી ઘણો ફાયદો તેમજ કરકસર પણ થાય છે ખરું ને?
રીમા: હા.. જો ને, મારા પતિ પહેલા જેટલું ખાતા હતા તેના કરતા અરધું પણ હવે ખાતા નથી."
##############
"મુન્નાભાઈ: અરે યાર સર્કીટ, હું મારી ગર્લફ્રેન્ડ ને કઈક ગીફ્ટ આપવા માંગું છું.
શું આપું?
સર્કીટ: ભાઈ, સોના ની રીંગ આપી દો..
મુન્નાભાઈ: કઈક મોટી વસ્તુ બતાવ..
સર્કીટ: ભાઈ તો એમ.આર.એફ. નું ટાયર આપી દો.."
##############
"પોલીસ: જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.
જેલર: એ તો બહુ સારી વાત છે. તું રાજી થવાને બદલે આટલો ચિંતામાં કેમ છે?
પોલીસ: સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો! શું કરીશું?"
##############
"રાતના સમયે મચ્છર કરડે તો શું કરવાનું?
કરવાનું વળી શું? ખંજવાળીને ઊંઘી જવાનું!
આપણે કઈ રજનીકાંત થોડા છીએ કે મચ્છર પાસે ‘સોરી’ બોલાવડાવીએ ?"
##############
એક સરદારજી ડૂબી રહ્યા હતા તેને એક માછલી ને પકડી બહાર ફેકી અને કહ્યું જા તું તો તારી જીંદગી બચાવી લે
##############
"ચિત્રગુપ્તઃ આપણો ટારગેટ પુરો કેમ થતો નથી?
યમરાજઃ ટારગેટ ક્યાંથી પુરો થાય.. મારો પાડો પહોંચે એ પહેલાં ૧૦૮ પહોંચી જાય છે.."
##############
"દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો?
સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો.
પછી જોઈ લો મજા !!"
##############
"શિક્ષક: ધારો કે તમારા ડાબા પોકેટ માં ૧૦૦૦ રૂપિયા છે, અને જમણા પોકેટ માં ૧૦૦૦ રૂપિયા છે તો તમે શું વિચારશો ?
વિદ્યાર્થી : સાલું આ પેન્ટ કોનું છે???"
##############
"શિક્ષક:- બોલો “A” પછી શું આવે?
પપ્પુ થોડું વિચારીને.. ”ક્યાં બોલતી તું?”"
##############
"ટીચર: કહો જોઈએ સેમેસ્ટર સિસ્ટમ નો શું ફાયદો છે?
વિદ્યાર્થી: ફાયદો હોય કે ના હોય વરસ માં બે વાર ફજેતી જરૂર થઇ જાય છે."
##############
"એક શરાબી મરી રહ્યો હતો ભગવાન પ્રગટ થયા ને પૂછ્યું: કોઈ અંતિમ ઈચ્છા ?
શરાબી: પ્રભુ આવતા જનમ માં દાત ભલે એક જ આપજે પણ લીવર 32 આપજે."
##############
"કસ્ટમર : એવી ચા પીવડાવ જેને પીને તન મન ઝૂમી ઉઠે, શરીર લહેરાવવા માંડે અને દિલ મચલી જાય.
વેઈટર – સર અમારી ત્યાં ભેસનું દૂધ આવે છે, નાગણનુ નહી."
##############
"ગ્રાહક – (ગુસ્સામાં) વેઇટર, અહીં આવ, ‘જો ચામાં માખી પડી છે.’
વેઇટરે આંગળીથી માખી પ્યાલામાંથી કાઢી અને ઘ્યાનથી તેને જોવા લાગ્યો. પછી ખૂબ ગંભીર થઈ બોલ્યો, ‘અમારી હોટેલની નથી.’"
##############
"ગ્રાહક:વેઈટર,આ બધું શુ છે? મટરપનીરમાં પનીર દેખાતું જ નથી.
વીઈટર:અરે,સાહેબ તમે ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ જોયું છે?"
##############
"મગન : (વેઈટરને) મારી સાથે લડવા માટે તૈયાર રહેજે.
વેઈટર : કેમ ?
ગ્રાહક : મેં જમી તો લીધુ પણ મારા ખિસ્સામાં બિલ ચુકવવાના રૂપિયા નથી."
##############
"વેઈટર: સર, તમારા માટે કયુ આમલેટ લાવુ ? ફ્રેંચ, જાપાની કે ઈંડિયન ?
ગ્રાહક – જે તાજુ હોય તે લાવ. મારે તો ખાઈને પેટ ભરવાનુ છે, કોઈ ભાષાનુ જ્ઞાન થોડી મેળવવાનુ છે."
##############
"ચમ્પુ હોટલમાં જમવા ગયો….
વેઈટર પાસેથી એક પ્લેટ પકડા મંગાવ્યા,
ચમ્પુએ વેઈટરને કહ્યું કે યાર મને જ્યાં સુધી કોઈ કાનમાં કઈ કહે નહીં ત્યા સુધી હું ખાવાનું ચાલું કરતો નથી..
વેઈટરે ચમ્પુના કાનમાં કહ્યું પકોડા બે દિવસના વાસી છે…"
##############
"છગન રાજકોટની એક હોટલમાં ગયો અને એણે ભીંત ઉપરના બોર્ડ વાંચતા એક બોર્ડમાં વાંચ્યું,
”પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે.”
એણે વેઈટરને નજીક બોલાવીને કહ્યું, ”આવું બોર્ડ લગાવવાનો શું ફાયદો જ્યાં તારો માલિક જ ચારસો વીસ અને ઝઘડાળું છે….”
”સાહેબ,” વેઈટર મગને કહ્યું, ”હોટલમાં જેટલા બોર્ડ લગાવવામાં આવે છે એ ગ્રાહકો માટે હોય છે…."
##############
"કડકાસિંહ સાસરે ગયા.
સાસુજીએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.
આઠમા દિવસે સાસુ પૂછે છે કે ‘જમાઈ આજે શું ખાશો?’
ક્દ્કાસિંહ કહે છે ‘ખેતર બતાડી દો, જાતે જઈને ચરી આવું છું."
##############
"એક યહૂદી, એક ડચ અને એક ગુજરાતી- ત્રણ વેપારીઓ એન્ટવર્પની હોટલમાં એક ટેબલ પર આવી ગયા.
વટ પાડવા માટે વલંદાએ(ડચે) એકસો ડોલરની નોટ કાઢી તેમાં તમાકુ ભરી સિગાર બનાવી પીધી.
તે જોઈ યહૂદીએ હજાર ડોલરની નોટની સિગાર બનાવી.
આ બંનેની સામે વટ પાડવા ગુજરાતીએ દસ હજાર ડોલરનો ચેક લખી તેની સિગાર બનાવીને પીધી."
##############
"હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ શું કરે?
બ્રિટિશર ઊભો થઈ મેનેજમેન્ટને ફરિયાદ કરી જતો રહે.ઓસ્ટ્રેલિયન વેઈટર જોડે ઝગડ કરે.
મંદીના મારમાં સપડાયેલો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
દેડકાં-સાપ ખાનાર ચીનો પહેલા માખી ખાઈ જાય પછી ચા પી જાય.
આ સમયે જગતનો શ્રેષ્ઠ શ્રેષ્ઠી ગુજરાતી હોટેલનું બિલ ભરીને પછી મેનેજમેન્ટ સામે નુક્સાનીનો દાવો માંડે. પછી નવી ચા મંગાવે અને બ્રિટિશરે તરછોડેલી ચાનો કબજો મેળવી માખી ચીનાને વેચી દે, ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચે અને પછી વેચાણ અને નુકસાનીનું વળતર ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય."
##############
"ટીનુ : 'મમ્મી, 1 રૂપિયો આપ ને બિચારો ડોસો ક્યારની બૂમો પાડે છે.'
મમ્મી : 'એ શું કહે છે ?'
ટીનુ : 'એ કહે છે.. ફુગ્ગાની કિંમત ફક્ત એક રૂપિયો."
##############
"પપ્પુ - ડોક્ટર, હું જ્યારે બર્થડે કેક ખાઉં છુ ત્યારે મને છાતીમાં બળતરા થાય છે.
ડોક્ટર - હવે બીજીવાર મીણબત્તી હટાવીને ખાજો."
##############
"વિદાયની વેળાએ નવવધૂ માઁ સાથે વિંટળાઈને રડી રહી હતી.
માઁ - રડીશ નહી, હું પણ ક્યારેક તારા પપ્પાની સાથે નવા ઘરમાં ગઈ હતી.
નવવધૂ- તમે તો પપ્પાની સાથે ગયેલા, પણ હું તો અજાણ્યા માણસની સાથે જઈ રહી છું."
##############
"ગરબડદાસ ટેલિફોન બુથ પર ગયા.
ત્યાં લખ્યું હતું કે : 'નંબર ડાયલ કરને સે પહેલે દો લગાઓ !'
ગરબડદાસ ત્યાં બેઠેલા માણસને બે અડબોથ લગાવીને પછી નંબર ડાયલ કરવા માંડયા, બોલો !!"
##############
"રાજીવ : 'યાર, મહેશ તને ખબર છે કે મીસ શર્માની વાણી અચાનક બંધ થઈ ગઈ છે ?'
મહેશ : 'તો તો આજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.
રાજીવ : 'કેમ ? તેણી તારી પત્નીની બહેનપણી છે ?'
મહેશ : 'ના, ના, પણ હું વિચારી રહ્યો છું કે જો મીસ શર્માની બિમારી ચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે !'"
##############
"રામુ : શ્યામ, તું મને એક સવાલનો જવાબ આપ કે ચા પીવી ફાયદાકારક છે કે નુકસાનકારક?
શ્યામ : કોઈ પીવડાવે તો ફાયદાકારક અને પીવડાવવી પડે તો નુકસાનકારક."
##############
"મગન - અરે યાર આ મચ્છર કાન પાસે ગણગણ કેમ કરતા રહે છે ?
છગન - તને એટલુ સમજાતુ નથી કે દુશ્મને સાથે લડતા પહેલા તેને સાવચેત કરવો જોઈએ."
##############
"મગન - હું આજે દસ ઈ-મેલ મોકલવાનો છે.
છગન - હું તે પોસ્ટબોકસમાં નાખી આવીશ"
##############
"શિક્ષક: બોલો, લેંઘો એકવચન કહેવાય કે બહુવચન?
ટપુ: ઉપરથી તો એકવચન અને નીચેથી બહુવચન."
##############
"એક ગ્રાહકે ચીસ પાડીને કહ્યુ - વેટર, બટાકાના પરાઠો કહે છે ,પરંતુ તેમા બટાકુ તો ક્યાય દેખાતુ જ નથી.
વેટર બોલ્યો - નામ પર ન જશો સર, જો તમે કાશ્મીરી પુલાવ મંગાવો છો તો શુ તેમા ક્યાય કાશ્મીર જોવા મળે છે."
##############
"કવિ : 'કાલે રાતે મારા ઘરમાં ચોર ઘૂસેલા.'
મિત્ર : 'શું ચોરાયું ?'
કવિ : 'તે બધા ઓરડા ખૂંદી વળ્યા ને આખરે ટેબલ પર પાંચ રૂપિયાની નોટ મૂકીને જતા રહ્યા.'"
##############
"શિક્ષક - કહો ગટ્ટુ ચંદ્ર અને નેપાળ અહીંથી કેટલુ દૂર છે ?
ગટ્ટુ - કેવી રીતે કહુ ? ચંદ્ર તો સામે જ દેખાય છે, પણ નેપાળ નથી દેખાતું."
##############
"કેરોની બજારમાં અંગ્રેજ પ્રવાસીને ત્યાંના ફેરિયાએ રાણી કિલયોપેટ્રાની ખોપરી બતાવી કહ્યું : 'માત્ર 100 પાઉન્ડ.'
પ્રવાસી : 'આભાર, પણ ઘણી મોંઘી છે.'
ફેરિયો : 'આ નાની ખોપરી માટે શું વિચાર છે ?'
પ્રવાસી : 'કોની છે ?'
ફેરિયો : 'ક્લિયોપેટ્રા નાની હતી ત્યારની છે.'"
##############
"શિક્ષક - શુ તમે મને રાજા રામ મોહન રાય વિશે કશુ બતાવી શકો છો ?
રાજુ - હા, સર તે ચારે પાકા મિત્રો હતા."
##############
"રમણ - અરે યાર, હુ જ્યારે પણ એટીએમમાં પૈસા કાઢવા જઉ છુ તો ત્યાં એટીએમમાં પાસવર્ડ નાખુ છુ તો એટીએમમાં ફીગરને બદલે સ્ટાર-સ્ટાર આવે છે
છગન - અરે એ તો તારો પાસવર્ડ પાછળવાળો માણસ ન જોઈ જાય માટે
રમણ - પણ જ્યારે હું એકલો હોવુ ત્યારે પણ સ્ટાર જ આવે છે."
##############
"મેનેજર - (આવેદકને) આ પદ માટે અમને એવો માણસ જોઈએ જે જવાબદાર હોય.
આવેદક - હું આ પદ માટે હું બિલકુલ યોગ્ય છુ, કારણ કે મારી અગાઉની નોકરીમાં કંઈ પણ નુકશાન થતુ તો તેઓ કહેતા હતા કે - આ માટે હું જવાબદાર છુ."
##############
"પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) - પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે. શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી. આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે.
મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂને ફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ - મમ્મી જો મેં સારા અક્ષરમાં લખ્યું હોત તો મને એક પણ માર્ક ન મળતો."
##############
"બાળક(શિક્ષકને) - મેડમ, જેણે કશું ન કર્યુ હોય તેને સજા આપવી યોગ્ય કહેવાય ?
શિક્ષક - નહી.
બાળક - તો ઠીક છે આજે મેં હોમવર્ક નથી કર્યુ."
##############
"બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મિ.ઠક્કર : સાહેબ, હમણાં મારાં સાસુ આવ્યા છે !"
##############
"પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીનાં નામ લખવા કહ્યું.
દસ સેકંડ પછી છોકરીઓ બોલી : 'સર લખાઈ ગયું.'
દસ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : 'સપ્લિમેન્ટરી પ્લીઝ !'"
##############
"શિક્ષક - બાળકો, તમે આજે શપથ લો કે દારૂ-સિગરેટ નહી પીવો, માંસ નહી ખાવ ?
બાળકો - નહી ખાઈએ સર ?
શિક્ષક - ક્યારેય છોકરીઓને નહી છેડો ?
બાળકો - નહી છેડીએ સર.
શિક્ષક - જુગાર નહી રમો ?
બાળકો - નહી રમીએ સર.
શિક્ષક - દેશ માટે જીવ પણ આપી દેશો ?
બાળકો - આપી દઈશુ સર, આવા જીવનનુ કરશુ પણ શું."
##############
"ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કેટલો સમય થયો કહેવાય ?'
'ઘડિયાળ રીપેર કરાવવાનો….!'"
##############
"શર્માજી લગ્નની 21મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા.
તેમના ઘેર આવેલા એક મિત્રએ પૂછ્યુ - શુ આ વીસ વર્ષોમાં તમે તમારા દામ્પત્ય જીવનમાં કોઈ બદલાવ આવ્યાનો અનુભવ કર્યો ?
શર્માજી બોલ્યા - હા મામૂલી, પહેલા પત્નીને જોઈને દિલ ઘડકતુ હતુ હવે હંમેશા ઘડકે છે."
##############
"ભિખારી : 'શેઠ, કંઈક આપો.'
શેઠ : 'અત્યારે છૂટા નથી. પાછો ફરું ત્યારે લઈ લેજે.'
ભિખારી : 'સાહેબ, આમ ઉધાર રાખવામાં મારા લાખો રૂપિયા ડૂબી ગયા છે, નહીંતર તો હું અત્યારે લખપતિ હોત. આવી રીતે ભિખારી ન હોત."
##############
"આર્થિક સલાહકાર : 'તમે થોડી બચત-બચત કરતા હો તો !'
ગ્રાહક : 'હું મારી પત્નીને એમ જ કહું છું !'
સલાહકાર : 'પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !'
ગ્રાહક : 'હું કમાતો નથી, એ જ કમાય છે !!'"
##############
"શિક્ષક - (સોહનને)મને લાગે છે કે તુ વર્ગમાં ખૂબ જ વાતો કરે છે.
સોહન - ના..ના.. સર હું ઉંધતી વખતે જરાય વાતો કરતો નથી."
##############
"'અરે આ તમારા માથા ઉપર શેનો સોજો આવી ગયો છે?'
'મારા પગનું ઑપરેશન હતું ને!'
'અરે પણ, એમાં માથામાં કઈ રીતે વાગે?'
'એ લોકો મને કલોરોફોર્મ સુંઘાડવાનું ભૂલી ગયા હતા!'"
##############
"'તમારાં વખાણ કરું એટલાં ઓછાં.'
'આખરે તમને મારી કિંમત સમજાઈ.'
'ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.'"
##############
"મોન્ટુ (ચિંટુને) : તને ખબર છે મારા પપ્પા એક આંગળીથી આઠ માણસોને જમીનથી અદ્ધર કરી શકે છે.
ચિંટુ : હેં, કેવી રીતે?
મોન્ટુ : મારા પપ્પા લિફ્ટમેન છે."
##############
"શિક્ષક : કેમ સરકારે મતાધિકાર માટે 18 વર્ષ રાખ્યાં અને લગ્ન માટે 21 વર્ષ નક્કી કર્યાં ?
મગન : ગવર્નમેન્ટને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે, પણ પત્ની…. બાપ રે બાપ."
##############
"રીંકુ : તને ખબર છે પીંકુ, 'આઈ એમ ગોંઈગ'નો અર્થ શું થાય?
પીંકુ : હું જાઉ છું.
રીંકુ : અરે, પહેલાં આનો અર્થ તો કહેતો જા."
##############
"પિતા - બેતા તારુ એડમિશન એ શાળામાં ન થઈ શક્યુ
પુત્ર - કેમ પપ્પા ?
પિતા - ત્યાં કોઈ સીટ ખાલી નથી
પુત્ર - પપ્પા, તમે મારુ એડમિશન તો કરાવી લો, સીટ તો હુ કેવી પણ રીતે ખાલી કરાવી લઈશ."
##############
"એક કંજૂસ મરણપથારીએ હતો.
કંજૂસ: મારી અર્ધાંગિની કયાં છે?
પત્ની: હું અહીં જ છું.
કંજૂસ: મારા દીકરાઓ અને વહુઓ?
બધાં એકસાથે: અમે અહીં છીએ, પિતાજી.
કંજૂસ: તો પછી બાજુના રૂમનો પંખો કેમ ચાલુ છે?"
##############
"'આપણે સાથે જમીએ તો કેવું ?'
'ઘણું જ સરસ. આવતી કાલે હું તમારે ત્યાં જમવા આવીશ !'"
##############
"શિક્ષક- બંજર કોને કહેવાય ?
મોહન - જ્યાં કાંઈ જ ન ઉગી શકે.
શિક્ષક - ઉદાહરણ તરીકે.
મોહન - મારા પિતાજીનું માથુ."
##############
"વિમાન-પ્રવાસની પેઢીમાં આવેલાં એક સંભાવિત મહિલા-મુસાફરને હવાઈ જહાજની સફર કેટલી સલામત છે તે સમજાવવાનો પ્રયત્ન એક અધિકારી કરતો હતો, પણ પેલાં બાજુનો સંશય હજી ટળતો નહોતો.
છેવટે તેણે એક દલીલ કરીને વિવાદનો અંત આણ્યો : 'બાઈસાહેબ, જો આ મુસાફરી બિલકુલ સલામત ન હોત તો ""હમણાં સફર કરો ને પછી ભાડું ભરો""ની યોજના અમે જાહેર કરી હોત ખરી ?'"
##############
"શિક્ષક - બાળકો, એક પ્રશ્નનો જવાબ આપો બતાવો પહેલા ઈંડુ આવ્યુ કે મરઘી ?
એક બાળક - ઈંડુ. શિક્ષક - એ કેવી રીતે ?
બીજુ બાળક - આ તો તમે બીજો પ્રશ્ન પૂછી નાખ્યો."
##############
"ન્યાયાધીશ : 'તારી અંતિમ ઈચ્છા શી છે?'
ગુનેગાર : 'તમારા મોઢામાંથી માત્ર એક જ શબ્દ સાંભળવા ઈચ્છું છું : 'મુક્તિ'"
##############
"કનુ- લે મેં બિપાશા સાથે ફોન પર વાત કરી.
મનુ- અરે વાહ! શુ બોલી બિપ્સ ?
કનુ- રોંગ નંબર"
##############
"શિક્ષિકા - મનિયા, સમતોલ આહાર એટલે શુ ?
મનિયો - બહેન, મારુ માનવુ છે કે બંને હાથમાં બબ્બે ચોકલેટ કે બબ્બે બિસ્કીટ હોય તો સમતોલ આહાર કહેવાય."
##############
"બોસ : 'મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ?'
નવયુવાન : હા, સર.
બોસ : અચ્છા. તો તો બરાબર. તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયા માટે ગયા પછી કલાકેક બાદ એ તમને અહીં મળવા આવેલા !"
##############
"એક સ્ત્રીને તેના ઘરના નોકરે ઘબરાયેલા સ્વરમાં કહ્યુ - સાહેબ દરવાજાની પાસે બેહોશ થઈ પડ્યા છે. તેમના એક હાથમાં એક કાગળ અને બીજા હાથમાં એક મોટુ પેકેટ છે.
મહિલા ખુશ થઈને બોલી - બહુ સરસ, મારી નવી સાડીઓ આવી ગઈ છે."
##############
"ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો. જાડિયો ઊંઘતા ઊંઘતા ચંદુ ઉપર પડતો હતો.
અકળાઈને ચંદુ બોલ્યો : 'બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.'
'એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે ?'"
##############
"મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ થયા કરો છો તેમ જીવનમાં નિષ્ફળ છો જ નહિ.
દર્દી : 'સાચું કહો છો સાહેબ, તમારી ફી ભરી શકનાર નિષ્ફળ હોય જ ક્યાંથી ?'"
##############
"શિક્ષક (વિદ્યાર્થીને)- પ્રેમ અને ઈશ્ક માં શુ અંતર છે ?
વિદ્યાર્થી (શિક્ષકને)- પ્રેમ એ જે તમે તમારી પુત્રીને કરો છો, અને ઇશ્ક એ જે હુ તમારી પુત્રીને કરુ છુ."
##############
"પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે - આમા લખ્યુ છે કે મહત્તમ મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે.
પત્ની(શરમાતાં) - હવે બસ પણ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી."
##############
"શિક્ષક - બાળકો સાઈક્લોન એટલે શુ ?
ચિંટુ - જે સાઈકલ માટે લોન આપે તે સાઈક્લોન."
##############
"માલિક : 'હં, તો તમે નોકરી કરવા ઈચ્છો છો, ખરું ને ? તમે કદી જૂઠું બોલો છો ?'
ઉમેદવાર : 'ના, સાહેબ ! પણ એ તો હું શીખી લઈશ.'"
##############
"નાનકીએ સવાલ પૂછ્યો, 'મમ્મી માનવજાતની શરૂઆત કેવી રીતે થઇ?'
મમ્મીએ કહ્યુ 'ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં. એમને બાળકો થયાં અને આમ આખી માનવજાતનો વિકાસ થયો.' આ જ સવાલ દીકરીએ પોતાના પિતાને કર્યો,
પપ્પાએ જવાબ આપ્યો, 'વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા. એમાંથી ધીમેધીમે માનવજાત વિકસતી ગઇ.'
છોકરી વિચારમાં પડી ગઇ. ફરી મમ્મી પાસે આવી અને બોલી, 'મમ્મી, તુ કહે છે કે માનવજાત ઇશ્વરે બનાવી છે,
અને પપ્પા કહે છે કે માણસ વાનરમાંથી બન્યો છે. આમ કેમ?'
મમ્મીએ કહ્યુ - 'બેટા, મેં તને મારા ફેમિલીના ઉદ્દભવની વાત કરી અને પપ્પાએ એમના પૂર્વજોના ઉદ્દભવની."
##############
"ગપ્પુ : આજે તો બગીચામાંથી મને પાંચ રૂપિયાનો સિક્કો મળ્યો.
પપ્પુ : એ મારો જ છે. કાલે હુ જ્યારે અહી રમતો હતો ત્યારે ખિસ્સામાંથી પડી ગયો હતો.
ગપ્પુ : પણ મારી પાસે અઢી-અઢી રૂપિયાના બે સિક્કા હતા.
પપ્પુ : લાગે છે કે નીચે પડવાથી તેના બે કટકા થઈ ગયા હશે."
##############
"લાલી : તું ઘરે વાસણ ધોવા માટે શું વાપરે છે?
ડોલી : આમ તો હું પહેલાં ઘણું વાપરી ચૂકી છું પણ પતિ કરતા સારું કશું જ ન લાગ્યું..!"
##############
"નોકર (ગુસ્સામાં): શેઠ, હું નોકરી છોડી રહ્યો છું.
શેઠ: કેમ શુ થયુ ?
નોકર: તમને મારી પર વિશ્વાસ નથી. શેઠ: એવુ નથી, જો હુ મારા કબાટ ચાવીઓ પણ તારી સામે જ મૂકીને જઉં છુ.
નોકર: પણ શેઠજી એ મારા શુ કામની, તેમાંથી એકેય ચાવી લાગતી નથી."
##############
"માલિક : સાહેબ આ કૂતરો લાખોનો છે.
ગ્રાહક : પણ કોને ખબર, એ વફાદાર પણ હશે કે નહીં?
માલિક : આની વફાદારી વિશે ના પૂછશો, અત્યાર સુધી વીસ વખત વેચી ચૂક્યો છું. પણ દરેક વખતે પાછો જ આવી જાય છે."
##############
"છગન : 'મારી કંપની એક એકાઉન્ટન્ટને શોધી રહી છે.'
મગન : 'પણ હજુ ગયે અઠવાડિયે જ તમારી કંપનીએ એકાઉન્ટન્ટની નિમણૂક કરી હતી ને ?'
છગન : 'એ એકાઉન્ટન્ટની જ શોધખોળ ચાલે છે !'"
##############
"શિક્ષકે પૂછ્યુ - રમાશંકર, બતાવો ચંદ્ર દૂર છે કે નેપાળ ?
રમાશંકર - નેપાળ દૂર છે. ચંદ્ર તો અહીંથી જોઈ શકાય છે, પણ નેપાળ નથી જોઈ શકાતુ."
##############
"ડોક્ટરે એક દર્દીને કહ્યુ - તમારે કાયમ નિયમ મુજબ રહેવુ જોઈએ
દર્દી - હુ તો રોજ નિયમ મુજબ જ રહુ છુ
ડોક્ટર - ખોટુ ન બોલો, હું તમને ગઈકાલે જ ગાર્ડનમાં એક યુવતી સાથે ફરતા જોયા.
દર્દી - એતો મારો રોજનો નિયમ જ છે."
##############
"પિતાજી ઓફિસથી ઘરે આવતા જ દીકરાએ માઁની ફરિયાદ કરતા કહ્યુ - પપ્પા, મમ્મીએ આજે મને કારણ વગર માર્યો.
પિતાએ સમજાવત કહ્યુ કે - અરે બેટા, સહન કરી લેતા શીખ, મને જો હું છેલ્લા વીસ વર્ષથી સહન કરી રહ્યો છુ."
##############
"શિક્ષકે સંજયને પૂછ્યું : સંજય તું કાલે કેમ ગેરહાજર હતો ?
સંજયે કહ્યું : સાહેબ ! ગઈ કાલે વરસાદ ખૂબ પડતો હતો એટલે.
શિક્ષકે કહ્યું : સારું. તો પછી આજે મોડો કેમ આવ્યો ?
સંજયે કહ્યું : સાહેબ ! હું વરસાદ પડે તેની વાટ જોતો હતો."
##############
"વર્ગશિક્ષક : 'પૃથ્વીની ધરી એટલે શું ?'
વિદ્યાર્થી : 'પૃથ્વીની ધરી એટલે બે ધ્રુવોમાંથી પસાર થતી કલ્પિત રેખા જેના પર પૃથ્વી ફરે છે.'
વર્ગશિક્ષક : 'ઉત્તમ. એ રેખા પર તું કપડાં ટાંગી શકે ?'
વિદ્યાર્થી : 'હા, સર.'
વર્ગશિક્ષક : 'ક્યા પ્રકારનાં ?'
વિદ્યાર્થી : 'કાલ્પનિક.'"
##############
"વિદ્યાર્થી - મમ્મી, આજે શિક્ષક મારા પર ખૂબ ગુસ્સે થયા હતા. કારનકે મને ખબર નથી કે ખડકો ક્યાં છે.
મમ્મી - ભલે, બીજી વાર ધ્યાન રાખજે કે તુ વસ્તુ ક્યાં મૂકે છે."
##############
"ટીચર - છોકરાઓ બતાઓ, સૌથી મોડાં આવતા દાંતને શું કહેવાય ?
મગન - જી, નકલી દાંત."
##############
"મમ્મી - રાજૂ, આ પેંટ નાની થઈ ગઈ છે, તું પહેરી લે.
રાજુ- ઠીક છે, મમ્મી હમણાં તો હું પહેરી લઉં છુ, જ્યારે પેંટ મોટી થશે ત્યારે પપ્પાને આપી દેજો.
મમ્મી - રાજૂ, આ પેંટ નાની થઈ ગઈ છે, તું પહેરી લે.
રાજુ- ઠીક છે, મમ્મી હમણાં તો હું પહેરી લઉં છુ, જ્યારે પેંટ મોટી થશે ત્યારે પપ્પાને આપી દેજો."
##############
"ગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ?
વેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે"
##############
"ગટ્ટુ પોલીસસ્ટેશન ગયો ફરિયાદ નોંધાવા માટે.
ગટ્ટુ : કોઈ મને ફોન પર ધમકાવે છે.
પોલીસ : કોણ ?
ગટ્ટુ : ટેલીફોન વાળા. મને કહે છે કે બિલ ના ભર્યું ને તો કાપી નાખીશું."
##############
"નટુ : મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.
ગટુ : કેમ, એમને કશું યાદ નથી રહેતું કે શું ?
નટુ : ના યાર, એને બધું જ યાદ રહે છે, એ જ મોટો પ્રોબલેમ છે !!"
##############
"પત્ની - લગ્નને તમે શુ માનો છો ?
પતિ - એક એવી ઉમરકેદ જેમાં સારો વ્યવ્હાર ન કરવાથી મુક્તિ મળે છે."
##############
"વક્તા : 'મને બોલવા માટે માત્ર દસ મિનિટ આપવામાં આવી છે. એટલે હું ક્યાંથી શરૂ કરું તે સમજાતું નથી.
શ્રોતા : 'નવથી શરૂ કરો !'"
##############
"લગ્નપ્રસંગમાં વહુની સેંથીમાં સિંદૂર પુરતા વરરાજાને જોઈને એકે કહ્યું : 'યાર, આ રિવાજ ઊલટો હોવો જોઈએ. ખરેખર, વહુએ વરના માથામાં સિંદૂર પૂરવું જોઈએ.'
બીજો બોલ્યો : 'ચૂપ બેસ ને અવે, જો એવું થાય તો દુનિયામાં કેટલાય ટાલિયા માણસો કુંવારા જ રહી જાય !'"
##############
"એક દિવસ રાજુએ તેના પપ્પાને પૂછ્યું : 'રાજુ, શિયાળાનો દિવસ ટૂંકો અને ઉનાળાનો દિવસ લાંબો કેમ હોય છે ?'
આ સાંભળી રાજુએ કહ્યું : 'પપ્પા, એનું કારણ એ છે કે ગરમીમાં દરેક વસ્તુ મોટી થાય છે અને ઠંડીમાં સંકોચાઈને નાની બની જાય છે."
##############
"એક સરદારને 2 લાખ રુપિયા લગાવીને વેપાર શરુ કર્યો અને તેને બહું મોટા નુકશાનનો સામનો કરવો પડ્યો.
તેને પંજાબમાં હજામતની દુકાન ખોલી હતી."
##############
"એક દિવસ એક ત્રણ વર્ષના બાબાએ પોતાની મમ્મીને પૂછ્યુ - મમ્મી મારા દૂધના દાંત આવી ગયા ?
મમ્મી બોલી - હા, બેટા.
બાબાએ ફરી પૂછ્યુ - તો પછી મારા ખાંડના દાંત ક્યારે આવશે ?"
##############
"રાકેશ, તમારી સેકંડ ડિવિઝન આવી આ વખતે ?
હા, હુ ચંદનની પાછળ બેસ્યો હતો આ વખતે, તેની પણ સેકંડ ડિવીઝન આવી."
##############
"બે મેડિકલ સ્ટુડંટ વાતો કરી રહ્યા હતા.
પહેલો - તુ શાનો ડોક્ટર બનીશ
બીજો - સ્કીન સ્પેશ્યાલીસ્ટ
પહેલો - અરે કેમ ?
પહેલો - એમા ત્રણ ફાયદા છે, એક - આવા ડોક્ટરોને કદી અપયશ મ અળતો નથ, 2 આના રોગીઓ ડોક્ટરોને અડધી રાત્રે આવીને જગાડતા નથી. અને ત્રીજુ આ રોગ જીવનભર મટતો પણ નથી."
##############
"છોકરી પ્રાર્થના કરતી હતી : 'હે ભગવાન, કોઈ સમજદાર છોકરા સાથે લગ્ન કરાવજે….'
ભગવાન : 'પ્રાર્થના બદલ બેટા, સમજ્દાર હોય એ પરણે જ નહીં.'"
##############
"લલ્લુ અને રાજુને ત્રણ ટાઈમ બોમ્બ મળ્યા. બેઉ એને લઈને પોલીસસ્ટેશન ચાલ્યા. લલ્લુએ કહ્યું : 'ધાર કે આમાંથી એકાદ બોમ્બ રસ્તામાં ફાટી જાય તો ?'
રાજુ : 'તો શું ? ખોટું બોલીશું કે બે જ બોમ્બ મળ્યા હતા !"
##############
"મગને નવી કાર ખરીદી. જ્યારે તે કાર ચલાવીને ઓફિસ જતો હતો. રસ્તામાં તેણે ટ્રાફિકનું બોર્ડ જોયું. તેને જમણી બાજુ ટર્ન લેવો હતો, પરંતુ બોર્ડ પર ફ્રિ લેફ્ટ ટર્ન લખેલુ જોઈને તે ઊભો રહી ગયો.
ત્યાં ઉભેલા ટ્રાફિક સિગ્નલવાળાને તેણે પૂછ્યુ - ભાઈ હવે જમણી બાજુ ટર્ન લેવા કેટલા પૈસા ચૂકવવા પડશે ?"
##############
"લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી. એકબીજાના હાલચાલ પૂછ્યા પછી એક-બીજાના પતિ વિશે પૂછવા માંડી. પહેલી બહેનપણી બોલી - મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે. અને તારો પતિ ?
બીજી બોલી - મારો પતિ હસબંડ કમ સર્વન્ટ છે."
##############
"પૌત્ર - (દાદીને) દાદી, તમે મારું મોઢું ન ધોતા.
દાદી - પણ કેમ ? હું જ્યારે તારા જેવડી હતી ત્યારે દિવસમાં ત્રણ વખત મોઢું ધોતી હતી.
પૌત્ર - ઓહ દાદી, ત્યારે જ હું વિચારું જે તમારું મોઢું આવું સંકડાઈ કેમ ગયુ."
##############
"રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલી હોટેલમાં ગયો.
પોતાના બાળપણના મિત્ર મહેશને ત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો - અલ્યા, તુ આ હોટલમાં કામ કરે છે ? તને શરમ નથી આવતી ?
મહેશ બોલ્યો - નહીં યાર કામ કરવામાં મને શાની શરમ ? હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોત તો મને શરમ આવી હોત."
##############
"માં - પપ્પુ બેટા તુ કેમ રડે છે?
પપ્પુ - ડેડી બહાર કીચડમાં પડી ગયા હતા.
માં- એમાં રડવાનું શું? તારે તો હસવું જોઈએ.
પપ્પુ - તેમને જોઈને હું ક્યારનો એજ કરી રહ્યો હતો."
##############
"બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા."
##############
"શિક્ષક (નટુને) : 'તું મને ""યોગાનુયોગ""નું કોઈ સુંદર ઉદાહરણ આપી શકે ?'
નટુ : 'હા, કેમ નહિ ? મારા પપ્પા અને મારા મમ્મીના લગ્ન એક જ દિવસે થયા હતા બોલો !'"
##############
"માલિક : 'આ કામ માટે અમારે એક જવાબદાર વ્યક્તિની જરૂર છે.'
ઉમેદવાર : 'તો તો હું એને માટે બરાબર છું. અગાઉ નોકરીમાં જ્યારે જ્યારે કંઈ ખોટું થતું ત્યારે ત્યારે મને જ એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો."
##############
"ગુસ્સામાં આવીને પતિએ પોતાના સસરાને એસ.એમ.એસ. કર્યો :
'Your product not matching my requirements.'
ચતુર સસરાએ સામે જવાબ આપ્યો :
'Warranty expired, Manufacturer not responsible.'"
##############
"કર્નલ - તે મને ડૂબવાથી બચાવ્યો એ વાત હું આવતીકાલે સવારે પરેડમાં બધાને બતાવીશ.
સૈનિક - એવુ ન કરશો, નહી તો બીજા સૈનિકો મને નદીમાં ફેંકી દેશે."
##############
"ગટ્ટુ : 'મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !'
ચિંટુ : 'એક દિવસનો આરામ કરે છે ?'
ગટ્ટુ : 'ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.'"
##############
"રોગી - ડોક્ટર સાહેબ મારી મલમ પટ્ટીનો કુલ ખર્ચ કેટલો આવશે ?
ડોક્ટર - લગભગ 500 રૂપિયા.
રોગી - સારૂ થાત જો હુ મારી પત્નીને જ 200 રૂપિયા આપી દેતો."
##############
"ટીનુ એક પગમાં કાળું અને એક પગમાં સફેદ બૂટ પહેરીને સ્કૂલમાં પહોંચ્યો.
ટીચર: ઘરે જઇને બદલી આવ.
ટીનુ: કોઇ અર્થ નથી ટીચર, ઘરમાં પણ એક કાળું અને એક સફેદ બૂટ જ છે"
##############
"એકવાર દેવળમાં પ્રવચન કરતાં પાદરીએ કહ્યું : 'આજે હું જૂઠાણાં વિષે પ્રવચન આપવાનો છું. પણ એ પહેલાં મને કહો અહીં હાજર રહેલાઓમાંથી 'માર્ક'નું સત્તરમું પ્રકરણ કોણે કોણે વાંચ્યું છે ?'
હાજર રહેલા લગભગ બધી જ વ્યક્તિઓએ હાથ ઊંચા કર્યા પછી પાદરી શાંતિથી કહે : 'બાઈબલમાં માર્કનું સત્તરમું પ્રકરણ છે જ નહીં, ચાલો હવે આપણે શરૂ કરીએ.'"
##############
"બંટી- પપ્પા-, આ રાવણ કોણ હતો?
પપ્પાુ- તું સ્કૂ,લે જાય છે અને તને ખબર નથી કે રાવણ કોણ હતો? જા જઈને મહાભારત જો, તને ખબર પડી જશે."
##############
"દાદાજી - કેમ છે બેટા ?
પૌત્ર - કંટાળો આવી રહ્યો છે.
દાદાજી -ઢગલો ચેનલોવાળા ટીવી અને વીડિયો ગેમ્સના ઘોર ઈલેક્ટ્રોનિક યુગમાં એક બાળકને કંટાળો આવે છે ?
પૌત્ર - આ બધા પર અમારે માટે રોક લાગી ગઈ છે, ખબર નહી હમણા 'છઠ્ઠી ઋતુ' ચાલી રહી છે."
##############
"શીલા - (મીનાને) અરે વાહ, તારો હાર તો ખૂબ જ સરસ છે, શુ કોઈ સારી નોકરી મળી ગઈ છે ?
મીના - નહી સારો પતિ મળી ગયો છે."
##############
"સુનિલ એક દિવસ એક દુકાને ગયો. અને દુકાનદારને પૂછ્યું : 'ભાઈ ! તમારે ત્યાં માંકડ મારવાની દવા છે ?'
દુકાનદારે કહ્યું : 'હા છે ને !'
સુનિલે કહ્યું : 'ઉભા રહો. હું હમણાં જ મારા ઘરમાં રહેલા બધા માંકડો લઈ આવું છું !'"
##############
"એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને પૂછ્યુ - મને સમજાતુ નથી કે હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ?
બહેનપણી બોલી - છુટાછેડા આપી દે."
##############
"કનુ(મનુ કવિને ફોન પર) - અરે મનુ, રવિવારે છાપામાં તારી કવિતા વાંચી ખૂબ સરસ છે. તારી ભાભીને પણ ખૂબ ગમી છે.
મનુ - ભાભીને મારા તરફથી ધન્યવાદ કહેજો, અને મારા તરફથી તેમના ચરણસ્પર્શ કરી લેજો."
##############
"દીકરો : 'પપ્પા, 5+5 કેટલા થાય ?'
પપ્પા : 'ગધેડા, મૂરખા, નાલાયક આટલુંય નથી આવડતું ? જા અંદરના રૂમમાંથી કૅલ્ક્યુલેટર લઈ આવ…."
##############
"જયોતિષીએ એક યુવાનનો હાથ જોઇને કહ્યું : બેટા, તું ખૂબ ભણીશ..
યુવાને કહ્યું : એ તો છેલ્લાં પાંચ વરસથી બારમામાં ભણું છું ! મને એ કહો કે હું પાસ કયારે થઇશ?"
##############
"બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.
પહેલી બોલી - મેં નિર્ણય કર્યો છે કે જ્યા સુધી 25 વર્ષની ન થવુ ત્યાં સુધી લગ્ન નહી કરુ.
બીજી બોલી - અને મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી 25 વર્ષની થવુ જ નહી."
##############
"ઘેર મહેમાનો આવેલા હતા. તેમની હાજરીમાં પિતાએ પુત્રને પૂછ્યું : 'બેટા, તારા આ બૂટ તું ક્યાંથી લઈ આવ્યો ?'
'મંદિરેથી ચોરી કરીને…' દિકરો બોલ્યો.
'જોયું ને ! મારો દીકરો ચોરી કરે, પણ ખોટું તો કદિયે ન બોલે !' પિતાએ ઈજ્જત બચાવવા કેસરિયાં કરતાં કહ્યું."
##############
"ચિંટુ : (બિટ્ટુ ને) આ હિંદી પણ અજબ ભાષા છે.
બિટ્ટુ : તે કેવી રીતે?
ચિંટુ : ઘડીયાળ બંધ હોય તો 'બંધ છે' તેમ કહેવાય છે અને છોકરી ખરાબ હોય તો 'ચાલુ છે' તેમ કહે છે...!"
##############
"ચૂંટણી લડી રહેલી સ્ત્રીને પત્રકારે કહ્યુ - તમને ચૂંટણી લડવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો ?
સ્ત્રી - જ્યારે પણ મેં મારા પતિ સાથે લડુ છુ ત્યારે જીત મારી જ થાય છે."
##############
"ન્યાયાધીશ : મને જાણવા મળ્યું છે કે તેં પત્નીને ડરાવી, ધમકાવીને, ગુલામની જેમ ધરમાં રાખી છે ?
ગુનેગાર : સાહેબ, વાત એમ છે કે…
ન્યાયાધીશ : બસ, બસ એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તું માત્ર એટલું જ કહે કે, તેં આ ચમત્કાર કર્યો કેવી રીતે ?"
##############
"'તારો પ્રેમ મારા માટે મધુર સ્વપ્ન સમાન છે. મારી સાથે લગ્ન કર ને !'
'લગ્ન તો એલાર્મ સમાન છે. રહેવા દે ને !'"
##############
"ભિખારી : આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી : 'પૈસા કમાવાની એકસો તરકીબો'
વેપારી : તો પછી આમ ભીખ શીદને માગે છે ?
ભિખારી : એ સોમાંની જ આ એક તરકીબ છે."
##############
"મધુ - તમારા શરીર પર આ શાના નિશાન છે.?
શ્રીમતી પોપટ - કાલે મારા પતિએ મને માર્યુ હતું.
મધુ - પણ તમારા પતિ તો ગઈકાલે બહાર ગયા હતા ને ?
શ્રીમતી પોપટ- હુ પણ એવું જ સમજતી હતી."
##############
"હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મહેશનાં વખાણ કરતાં શિક્ષકે કહ્યું : 'મહેશ, તારું પત્રલેખન બહુ સરસ છે.'
મહેશે કહ્યું : 'તે હોય જ ને સાહેબ, ઘરેથી પૈસા મંગાવવા વારંવાર જાતજાતના પત્રો લખવા પડતા હોય છે !'"
##############
"બાબુ : 'મારા કાકાની પાસે સાયકલથી માંડીને હવાઈ જહાજ સુધી બધું જ છે.'
કનુ : 'તારા કાકા શેનો વેપાર કરે છે ?'
બાબુ : 'તેમની રમકડાંની દુકાન છે.'"
##############
"સંજય - તારો હાલ જન્મેલો ભાઈ આટલો રડે છે કેમ ?
અજય - જો તારા મોઢામાં એક પણ દાંત ન હોય, માથા પર વાળ ન હોય, પગ એટલા કમજોર હોય કે તમે ઉભા પણ ન રહી શકો. આવી સ્થિતિમાં મારો ખ્યાલ છે કે તમને રડુ જ આવશે."
##############
"પિતા (ગુસ્સે થઈને) : 'કાલે રાત્રે તુ ક્યાં હતો ?'
પુત્ર : 'થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.'
પિતા : 'ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !'"
##############
"મૂરખલાલ : ક્યાં સુધી ભણ્યા છો ?
મગનલાલ : બી.એ.
મૂરખલાલ : કમાલ કરો છો યાર ! માત્ર બે અક્ષર જ ભણ્યા છો ! અને એ પણ ઊંધા !"
##############
"ટીના - મમ્મી સામે જે આંટી આવ્યા છે તમનું નામ બાટલી છે.
મમ્મી - એમનું નામ તો મધુ છે. તને આવું કોણે કહ્યું ?
ટીના - એ તો સવારે દૂધવાળો બાટલી કહીને બોલાવે છે અને આંટી તરત જ બહાર આવે છે."
##############
"લાલી - મારો ભાઈ દિવસમાં દસ વખત કપડાં બદલે છે.
ટોની - શુ એ ફિલ્મોમાં કામ કરે છે ?
લાલી - ના, એ તો છ મહિનાનો જ છે."
##############
"ભિખારી - (દુકાનદારને) હુ ભિખારી જેઓ દેખાવુ છુ, પણ હકીકતમાં ભિખારી નથી લેખક છુ ?
દુકાનદાર - કયુ પુસ્તક લખ્યુ છે તમે ?
ભિખારી - પૈસા કમાવવાના 101 ઉપાય - એ મારુ લેટેસ્ટ પુસ્તક છે.
દુકાનદાર - તો પછી ભીખ કેમ માંગે છે.
ભિખારી - અરે એ તો હુ પણ એ પુસ્તકનો એક નુસખો અજમાવીને જોઈ રહ્યો છુ."
##############
"પરેશ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : 'બેટા ! હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશ તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?'
પરેશે કહ્યું : 'ના. ત્યાં પહોંચવા માટે તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે."
##############
"એક જાડી સ્ત્રી બે માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ.
જાડી સ્ત્રીના પતિએ થોડીવાર પછી ડોક્ટરને પૂછયુ - ડોક્ટર સાહેબ, મારી પત્ની હોશમાં આવી કે નહી ?
ડોક્ટર - તમારી પત્નીને તો હોશ આવી ગયો, પરંતુ જે સાત બાળકો પર એ પડી હતી તે હજુ બેહોશ છે."
##############
"પ્રેમિકા(પ્રેમીને)- શું વાત છે, તુ ખૂબ ઉદાસ લાગી રહ્યો છે ?
પ્રેમી - મેં હમણાં જ એક કરુણાંત બુક વાંચી છે.
પ્રેમિકા - કઈ બુક ?
પ્રેમી -બેંકની પાસબુક."
##############
"પોસ્ટઓફિસના કાઉન્ટર પર એક બોર્ડ ટીંગાડેલું હતું.
એના ઉપર લખ્યું હતું, 'પૂછપરછ - તમે કંઈ પણ પૂછી શકો છો.'
એક ગામડિયો કાઉન્ટર પાસે પહોંચ્યો અને પૂછ્યું, 'બહેન, જલેબીનો શું ભાવ છે?'"
##############
"એક બાળક ડોક્ટરને - ડોક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનુ જોઉ છું કે મારા પગમાં કાંટા ખૂંચી રહ્યા છે. આનો કોઈ ઈલાજ ખરો ?
ડોક્ટર - હા, બિલકુલ સરળ, તુ રોજ ચપ્પલ પહેરીને ઉંધી જા, કાંટા નહી વાગે."
##############
"ટોમી કુતરો સાવ નાનકદા ભોલુનો હાથ અને મોઢું ચાટતો હતો. ત્યાં તો ભોલુનો ભાઈ ભોપુ જોઈ ગયો અને ગભરાઈ તેણે જોરથી બુમ મારી.
મમ્મી:અરે કુતરું કરડ્યું કે શું?
ભોપું:ના મમ્મી,હજું તો એ ચાટીને જોઈ રહ્યો છે."
##############
"પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) - પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે. શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી. આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે.
મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂને ફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ - મમ્મી જો મેં સારા અક્ષરમાં લખ્યું હોત તો મને એક પણ માર્ક ન મળતો."
##############
"એક મંદિરની બહાર બેઠેલો એક ભિખારી બૂમો મારતો હતો. 'બહેન, પાઈ-પૈસો આપો… અપંગ છું, મદદ કરો….'
એક બહેનને દયા આવી. પર્સ ખોલીને જોયું પણ છૂટા પૈસા નહોતા.
બહેને દિલાસો આપતાં કહ્યું, 'ભાઈ, છૂટા પૈસા નથી. કાલે આપીશ….'
'અરે બહેન, ઉધારીમાં તો મને હજારો રૂપિયાનું નુકશાન આજ સુધીમાં થઈ ગયું છે…. !"
##############
"પિતા : 'તારે મારુતિ કાર જોઈએ છે ? પણ ભગવાને તને આ બે પગ શા માટે આપ્યા છે ?'
પુત્ર : 'એક એક્સિલેટર પર રાખવા માટે અને બીજો બ્રેક પર રાખવા માટે.'"
##############
"પિતા - બેટા, તને ગણિતમાં કેટલા માર્કસ મળ્યા ?
પુત્ર - પિતાજી મને ભાઈ કરતાં 10 ઓછા મળ્યા.
પિતા - સારું, તો તારા ભાઈને કેટલા મળ્યા ?
પુત્ર - તેને દસ નંબર મળ્યા."
##############
"શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ?
નોકર : મારાં લગ્ન છે.
શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ?
નોકર : તમારી દીકરી."
##############
"શિક્ષક - તારું અંગ્રેજી કાંચું છે. માટે મેં તને આ પાઠ 10 વખત લખવા કહ્યો હતો, પણ તે 5 વખત જ લખ્યો.
મોનૂ-સર, મારું ગણિત પણ કાચું છે."
##############
"આપને હું દર મહિને ડૉક્ટર પાસે જતા જોઉં છું. દવાઓ પણ ખાસ્સી લાવો છો. આપને શી તકલીફ છે ?'
'તકલીફ તો કશી જ નથી. પણ વાત જાણે એમ છે કે એ ડૉકટર મારો ભાડવાત છે. એ ભાડું ચૂકવતો નથી, એટલે મારી રીતે હું વસૂલ કરું છું.'"
##############
"ભિખારી : '50 પૈસા આપો ભૈસાબ, ત્રણ દિવસથી ખાધું નથી.'
કંજૂસ : '10 રૂપિયા આપીશ, પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?'"
##############
"એક ગાંડાની હોસ્પિટલમાં ત્રણ ગાંડા બેસીને વાતો કરી રહ્યા હતા.
પહેલો - હુ અહીંનો રાજા છુ.
બીજો - તને કોણે કહ્યુ ?
પહેલો - મને ઈશ્વરે કહ્યુ.
ત્રીજો - નહી, નહી આ મારી પર ખોટો આરોપ લગાવી રહ્યો છે, હુ એવુ કશુ જ નથી કહ્યુ."
##############
"પપ્પા, પપ્પા ! એન્ટાર્કટિકા ક્યાં છે ?'
'મને હેરાન ન કર. આ ઘરમાં બધી વસ્તુઓ તારી મમ્મી મૂકે છે એને પૂછ !'"
##############
"પોતાની પત્નીથી કંટાળીને એક વ્યક્તિ પ્રાણીસંગ્રહાલયમાં ખાલી પડેલ વાઘના પિંજરામાં જઈને સૂઈ ગયો.
તેની પત્ની તેને શોધતી આવી અને ત્યાંથી ઘરે લઈ ગઈ.
ઘરે જઈને તે બોલી - કાયર, મારાથી ગભરાઈને વાઘના પિંજરામાં સંતાય ગયા."
##############
"છગન : ત્રણ અઠવાડિયાથી મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.
મગન : અરે ! પણ એવું કેમ ?'
છગન : મને વચમાં બોલવું પસંદ નથી."
##############
"સત્તારૂઢ થયેલા પ્રધાન મનોમન બબડ્યા : 'આ લોકો તે કેવા છે ! આખો દિવસ મળવા જ આવતા રહે છે !'
પણ થોડા વર્ષો બાદ સત્તા ગયા પછી એક દિવસ તે પ્રધાન ફરીથી બબડ્યા : 'આ લોકો તે કેવા છે ! કોઈ મળવા પણ આવતા નથી !'"
##############
"'અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.'
'વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?'
'હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.'
'તમે તો ખરા છો ! કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારી બેગ મૂકી આવશો, તો તાજમહાલ શું તમારો થઈ જાશે ?'"
##############
"મૂર્ખ કાનજી : 'જો તું મને કહી આપે કે મારી આ થેલીમાં શું છે તો એમાંના અડધાં ટામેટાં તારા, અડધાં મારા.'
મહામૂર્ખ મનજી : 'પણ યાર, કંઈક હિન્ટ તો આપ !'"
##############
"હવાલદાર- મુન્ના તુ બતાવી શકે છે કે ગાય અને વાછરડાં કોના છે?
મુન્નો - જી, ગાય નું તો ખબર નથી પણ બતાવી શકું છુ કે આ વાછરડું કોનું છે.
હવાલદાર -બતાવ કોનું છે.?
મુન્નો - આ જ ગાયનું."
##############
"મુન્નાભાઈએ એમબીબીએસની ડિગ્રી કમ્પલીટ કર્યા પછી પ્રેકટીસ શરૂ કરી.
તેમને દર્દીની આંખો, જીભ, અને કાન બરાબર ચેક કર્યા અને છેવટે બોલ્યો - જકાસ, બોલે તો બેટરી એકદમ ફર્સ્ટક્લાસ ચાલે છે."
##############
"એક છોકરીએ પોતાના લગ્નના પ્રસંગે પોતાના જૂના પ્રેમીને આમંત્રણ કંકોતરી મોકલી.
પ્રેમીએ કંકોતરી ખૂબ જ ધ્યાનથી વાંચી અને જેની સાથે તેના લગ્ન થઈ રહ્યા હતા તેનો સંપર્ક કર્યો. પાછળથી એક શુભેચ્છા પાઠવતો એક તાર મોકલ્યો જેમા લખ્યુ હતુ કે - ઈશ્વર કરે તમારી જીંદગીમાં આવો દિવસ વારંવાર આવે."
##############
"'એના કહેવાથી તેં સિગારેટ છોડી ?'
'હા'
'અને દારૂ પણ ?'
'હા'
'જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?'
'હા. હા.'
'તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?'
'સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે !'"
##############
"ગ્રાહક સ્ત્રી (પુસ્તક વિક્રેતાને) : 50 વર્ષ સુધી દાંપત્ય ભોગવેલા દંપતીને ભેટ આપવા લાયક કોઈ પુસ્તક હોય તો આપો.
પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું.
પુસ્તકનું નામ હતું : 'અર્ધી સદીનો સંઘર્ષ'"
##############
"મમ્મી - બેટા તારા શિક્ષિકા બેને મારા પર કાગળ લખ્યો છે, એમાં તારી સામે ફરિયાદ છે.
પુત્રઃ પપ્પા, મારી સામે ફરિયાદ કેવી રીતે હોય? બે મહિનાથી હું નિશાળે જ નથી ગયો!"
##############
"દિનેશે રમેશને - તુ લવ મેરેજ કરીશ કે એરેંજ મેરેજ ?
રમેશ - મને તો આ પ્રશ્ન પર જ હસુ આવે છે. આ તો એ જ રીતે છે કે કોઈ પૂછે કે તુ આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે."
##############
"ભિખારી - શેઠાણી, બે રૂપિયા આપોને ચા પીવી છે.
શેઠાણી - આઘો જા, હમણા શેઠ ઘરમાં નથી
ભિખારી - શુ શેઠાણી તમારી ઘરમાં બે રૂપિયા જેટલી પણ કિમંત નથી."
##############
"દર્દી : 'મને લાગે છે કે હું બે વ્યક્તિત્વોમાં જીવું છું. મારે મારું નિદાન કરાવવું છે કે સાચો હું કોણ છું.'
મનોચિકિત્સક : 'તમારાં બે વ્યક્તિત્વોમાંથી સાચો કોણ છે એ જાણવું હોય તો બેમાંથી એકે મને અત્યારે આગોતરી ફી આપવાની રહેશે.'"
##############
શાળામાં એક વિદ્યાર્થીને પરીક્ષા આપતા એક પ્રશ્ન - ક્રિકેટ મેચ પર નિબંધ લખો. ના જવાબમાં લખ્યુ કે - વરસાદને કારણે આજે મેચ નહી રમાઈ શકી.
##############
"ડોક્ટર - દિલ ખોલીને હસવું જોઈએ.
રાજેશ - મેં તો અત્યાર સુધી લોકોને મોં ખોલીને જ હસતાં જોયા છે."
##############
"એક શેઠ ટેલિસ્કોપથી આકાશમાં જોઈ રહ્યા હતા. તેની પાસે નોકર ઊભો હતો. અચાનક એક તારો તૂટયો.
નોકર : 'વાહ શેઠ, શું નિશાન લગાવ્યુ છે!'"
##############
"પત્ર લખતાં-લખતાં પતિદેવ રોકાઈ ગયા અને ચિંતાની સ્થિતિમાં અહીં તહીં જોવા લાગ્યા.
પત્નીએ તેમને ચિંતિંત જોઈને બોલી - ' તમે એકદમ ચિંતામાં કેમ પડી ગયા ?
પતિએ બતાવ્યુ - 'અત્યારે તો એ મારી જીભ પર જ હતી....અચાનક ગાયબ થઈ ગઈ.
પત્ની બોલી - 'ચિંતા શુ કામ કરો છો, ફરી વિચારો, યાદ આવી જશે.
'કેવી રીતે પાછી આવશે, એ તો કવર પર ચોંટાડવાની ટિકીટ હતી ! તેણે અફસોસ સાથે જણાવ્યું."
##############
"મગન : 'હું નોકરી બદલવા ઈચ્છું છું, યાર.'
છગન : 'તને એક વાત ખબર છે ?'
મગન : 'કઈ ?'
છગન : 'પરણેલો પુરુષ કેટલી નોકરીઓ બદલે છે તે મહત્વનું નથી. આખરે તો એનો બૉસ એક જ રહે છે !'"
##############
"રમેશ : 'અલ્યા, પેલાએ ઉધરસની દવા માંગી અને તેં એને જુલાબની દવા કેમ આપી?
મહેશ : 'તું જો એની સામે, કલાક થઇ ગયો દવા લીધી પણ એને નામની ઉધરસ આવી છે? હવે એ હિંમત જ નહીં કરે !"
##############
"છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, 'આ શું બોલ બોલ કરો છો તમે ? 'મારું ઘર', 'મારી કાર', 'મારા બાળકો' એમ કહેવા કરતાં તમે 'આપણું' શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?'
છોટુ : 'આપણું પાટલૂન શોધું છું.'"
##############
"ચિંગૂસ પિતાએ પુત્રને વઢતાં કહ્યું : 'મૂરખ છે તું મહામૂરખ ! સગાઈ પહેલાં એક છોકરી માટે હજાર રૂપિયા વાપર્યા ?'
પુત્ર : 'હું શું કરું પપ્પા એની પાસે એટલા જ પૈસા હતા !'"
##############
"નટુ : 'સોરી યાર, મારે મોડું થઈ ગયું. વીજળી ગુલ થઈ જતાં હું ચાર કલાક એલિવેટરમાં ફસાઈ ગયો હતો.'
ગટુ : 'મારે પણ એવું જ થયું. હું ત્રણ કલાક એસ્કેલેટર પર ફસાઈ ગયો હતો.'"
##############
"હોમિયોપેથી ડૉકટર : બહેન, હું તમને આ ચાર પડીકી આપું છું. તમારે દરરોજ એક પડીકી લેવી.
મહિલા : ડૉકટર સાહેબ, આ વખતે પાતળા કાગળમાં બાંધજો. ગયા વખતે પડીકી ગળવાથી ગળામાં ખૂબ તકલીફ પડી હતી."
##############
"પ્રેમિકા - (પ્રેમીને) હુ તારી પત્ની બનીને તારી ઘરે આવીશ તો તારી ઘરે અજવાળુ જ અજવાળુ થઈ જશે.
પ્રેમી હસીને બોલ્યો - હા, પછી તો હું લાઈટનુ કનેક્શન જ કપાવી નાખીશ."
##############
"શિક્ષક : 'તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?'
મગન : 'સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંશને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?'"
##############
"એક ભિખારી એક કાકા પાસે આવીને કહે છે : કાકા, કાકા, બસ એક રૂપિયાનો સવાલ છે….
કાકા કહે છે : 'જા પેલા ગણિતના સરને પૂછ !'"
##############
"પતિએ પત્નીને પૂછ્યું કે - ઈશ્વરે તને સુંદરતા અને બેવકૂફી એક સાથે કેમ આપી દીધી ?
પત્ની તરત જ બોલી - સુંદરતા એટલા માટે આપી કે તમે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકો, અને બેવકૂફી એટલા માટે કે હું તમારો પ્રસ્તાવ સ્વીકારી લઉં."
##############
"લગ્નનાં ત્રણ-ચાર મહિના પછી રાજેશ થોડો ચીડાયેલો લાગવા માંડ્યો.
એક દિવસ તેના મિત્ર મનીષે તેને પૂછ્યું - દોસ્ત લગ્ન પછી તારી જીંદગીમાં શુ બદલાવ આવ્યો.
રાજેશે દુ:ખી થઈને કહ્યુ - કોઈ ખાસ નહી, પહેલા એકલતા કોરી ખાતી હતી, હવે પત્ની બચકાં ભરે છે."
##############
"ડૉક્ટર સાહેબ ! તમે ચામડીનાં દર્દોના ડોક્ટર જ શા માટે બન્યા ?'
'એમાં ત્રણ લાભ છે. એક તો ચામડીના દર્દનો રોગી આ રોગને જ કારણે કદી મૃત્યુ પામ્યો નથી. તેથી અપયશ મળે નહીં ! બીજું કારણ એ કે આવા રોગીઓ ડૉક્ટરને અડધી રાતે જગાડીને પજવતા નથી. અને ત્રીજું કારણ એ છે કે, આવા રોગો સામાન્ય રીતે જીવનભર મટતા નથી !'"
##############
પોસ્ટ ઑફિસની ભરતીની પરીક્ષા વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો : 'પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે ?' એક ઉમેદવારે જવાબ લખ્યો : 'જો પૃથ્વી પરથી ચંદ્ર પર ટપાલ આપવા જવાનું હોય તો મારે આ નોકરી નથી કરવી ….'
##############
"બટુક : 'મમ્મી, પરી ઊડી શકે ?'
મમ્મી : 'હા બટુક, પણ તું શા માટે પૂછે છે ?'
બટુક : 'આપણી નવી કામવાળી ઊડી શકે ? પપ્પા તેને પરી કહેતા હતા.'
મમ્મી : 'એ પરી કાલે ઊડી સમજ !'"
##############
"પોસ્ટ ઑફિસની ભરતીની પરીક્ષા વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો : 'પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે ?'
એક ઉમેદવારે જવાબ લખ્યો : 'જો પૃથ્વી પરથી ચંદ્ર પર ટપાલ આપવા જવાનું હોય તો મારે આ નોકરી નથી કરવી ….'"
##############
"શેઠાણીએ નોકરને પૂછ્યુ - મારા ગયા પછી તે ફ્રીજ સાફ કર્યુ ?
નોકર - હા, દાળ બગડી ગઈ છે, પણ વ્હીસકીનો સ્વાદ સારો છે."
##############
"મમ્મી - રાજૂ, આ પેંટ નાની થઈ ગઈ છે, તું પહેરી લે.
રાજુ- ઠીક છે, મમ્મી હમણાં તો હું પહેરી લઉં છુ, જ્યારે પેંટ મોટી થશે ત્યારે પપ્પાને આપી દેજો."
##############
"ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી. ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી. જોયુ તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો.
મમ્મી બોલી - શુ થયુ ટિંકૂ ?
ટિંકૂ - મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે."
##############
"મમ્મી-- અરે બંટી જરા બજારમાંથી કપૂર તો લઈ આવ.
બંટી- અરે પણ એ તો બતાવો કે કયો કપૂર લાઉં? શકિત કપૂર, અનિલ કપૂર કે શાહિદ કપૂર લાઉં?"
##############
"રાકેશ : 'પપ્પા, તમારી કારની ચાવી આપોને, મારે બહાર જેવું છે.'
પપ્પા : 'ભગવાને બે પગ આપ્યા છે, એનો ઉપયોગ ક્યારે કરીશ ?'
રાકેશ : 'એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટે અને બીજા પગનો ઉપયોગ બ્રેક દબાવવા માટે.'"
##############
"અંકલ - રાહુલ બેટા, મારી આંખ સખત દુ:ખી રહી છે હુ શુ કરુ ?
રાહુલ - ગયા રવિવાર મારો એક દાંત પણ બહુ જ દુ""ખતો હતો, તો મેં તેણે કઢાવી નાખ્યો હતો તમે પણ....."
##############
"'તું મને ભૂલકણો કહ્યા કરતી હતી, એટલે હું બજારમાંથી 'યાદશક્તિ વિકસાવવાની દવા' નામનું પુસ્તક ખરીદી લાવ્યો છું.'
'ઓહ ! આ પુસ્તક તો તમે સાતમી વખત ખરીદી લાવ્યા. અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે !'"
##############
"પિતાએ પુત્રને પૂછ્યુ - બેટા તુ ઈતિહાસમાં ફેલ કેમ થયો ?
પુત્ર - શુ કરુ પિતાજી બધા પ્રશ્નો તે સમયના હતા જ્યારે મારો જન્મ પણ નહોતો થયો."
##############
"ડૉક્ટર : તમારી પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે.
પતિ : હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો !"
##############
"ઊંચા ડુંગર ઉપર ચડીને એક માણસે ભગવાનને પૂછ્યું : 'ભગવાન ! તમારે માટે કરોડો વર્ષ એટલે કેટલાં ?'
ભગવાન : 'એક મિનિટ જેટલા !'
'કરોડો રૂપિયા એટલે કેટલા ?'
'એક પૈસા જેટલા !'
'તો પછી મને એક પૈસો ન આપો ?'
'ચોક્કસ, એક જ મિનિટમાં આપું !'"
##############
"'મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે ?'
'લો. હું સમજાવું. એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરણશે, મા-બાપ બનશે, પૈસા ભેગા કરશે, દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અને પછી આ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે !'"
##############
"ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે.
શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી"
##############
"પપ્પા, હું પાસ થાઉં તો તમે મને શું અપાવશો ?'
'સાયકલ'
'ને નાપાસ થાઉં તો ?'
'રિક્ષા'"
##############
"પત્ની - સામેની બારીમાં જે પોપટ-મેના બેઠા છે,તે રોજ અહીં આવે છે. સાથે-સાથે બેસે છે અને પ્રેમાલાપ કરે છે અને એક અમે છે કે દિવસભર લડતાં રહે છે.
પતિ - પણ તે એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે આ પોપટ અને મેનાની જોડીમાં પોપટ તો હંમેશા એ જ રહે છે, પણ મેના રોજ નવી આવે છે."
##############
"એક યુવાનનું અવસાન થયું. બેસણામાં બેઠેલા લોકો અંદર અંદર વાતો કરતા હતા :
'બિચારાનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં….'
'તો તો સારું થયું…. એને ઝાઝો વખત દુ:ખ વેઠવું ના પડ્યું !'"
##############
"મુરખ : 'મેં એક એવી શોધ કરી છે કે લોકો દીવાલની આરપાર જોઈ શકશે.'
ડાહ્યો માણસ : 'અરે વાહ ! જોઉં તો ખરો તારી શોધ !'
મુરખ : 'આ બારી જો !!'"
##############
"20 વર્ષની વયે હુ સમજતો હતો કે હું દુનિયાને બચાવી લઈશ
હવે તો તમે 30 વર્ષના થઈ ગયા હશો.
હા, હવે હુ માનુ છુ કે જો મારા વેતનમાંથી હુ થોડુ બચાવી શકુ તો હુ મારી જાતને ભાગ્યશાળી સમજીશ."
##############
"શિરીષ : 'રમેશ, તું અને તારી પત્ની હંમેશાં રાત્રે જ કેમ ફરવા જાઓ છો ?'
રમેશ : 'એને તૈયાર થતાં જ સાંજ પડી જાય છે !'"
##############
"ભિખારી ભીખ માંગતા માંગતા એક દુકાન પર જઈને કહ્યું : 'ખરેખર તો હું એક લેખક છું, હાલમાં જ મારું એક પુસ્તક પ્રકાશિત થયું છે.
દુકાનદાર : શું નામ છે પુસ્તકનું ? ભિખારી : પૈસા કમાવવાના 101 નુસખા.
દુકાનદાર : તો પછી તું ભીખ શા માટે માંગે છે ?
ભિખારી ; આ પણ એમાંનો જ એક નુસખો છે !"
##############
"ટીચર - જે પોતાને મૂર્ખ સમજતો હોય તે ઉભો થઈ જાય.
ત્યારે પપ્પુ ઉભો થઈ જાય છે.
ટીચર - તુ પોતાને સાચે જ મૂર્ખ સમજે છે ?
પપ્પુ - નહીં સર, હું તો તમને સાથ આપવા ઉભો છું."
##############
"ચૂંટણીનો એક ઉમેદવાર ઘેર ઘેર ફરીને પ્રચાર કરતો હતો. એક ઘરનું બારણું ખૂલ્યું ત્યારે સામે એક મિજાજી સ્ત્રી ઊભી હતી.
'શું છે, બોલો ?' તે સ્ત્રીએ પૂછ્યું.
'તમારા પતિ કયા પક્ષના છે ?' ઉમેદવારે તે સ્ત્રીને પૂછ્યું.
સ્ત્રીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો : 'મારા પક્ષના; બીજા કોઈ પક્ષના હોય ?'"
##############
"અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાક હમદર્દો બોલી ઊઠ્યા : 'પ્રેમાનંદો ને ન્હાનાલાલો ભુલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.'
'હા' છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું, '-પણ ત્યાં સુધી નહિ.'"
##############
"એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉકટર પાસે લઈ ગયો. ડોકટરે પૂછ્યું કે 'તમે મારી ફી તો બરાબર આપશો ને ?' કંજૂસ કહે હા 'તમે મારી પત્નીને જીવાડો કે મારો, હું તમને ફી આપીશ.' બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી. ડૉકટરે પોતાની ફી માંગી.
કંજૂસ : 'તમે મારી પત્નીને જિવાડી ?'
ડૉકટર : 'ના.'
કંજૂસ : 'તો શું તમે એને મારી નાખી ?'
ડૉકટર : 'ના.'
કંજૂસ : 'તો પછી હું તમને ફી શાની આપું ?'"
##############
"દર્દી : ડૉક્ટર સાહેબ, મારી સમસ્યા એ છે કે હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છું.
ડોક્ટર : પણ એવું ક્યારથી થાય છે ?
દર્દી : જ્યારથી મેં આ દુનિયા બનાવી ત્યારથી."
##############
"મમ્મી - જો પિંટું, તુ હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે, તું સારા બાળકો સાથે કેમ નથી રમતો?
પિંટું- શું કરું મમ્મી, સારા બાળકોની મમ્મીઓએ સારા બાળકોને મારી સાથે રમવાની ના પાડી છે."
##############
"મહેશ ભટ્ટે સલમાનને પૂછ્યુ - જો કોઈ 1945મા જન્મયો હોય તો તેની ઉંમર શુ હોય ?
સલમાન બોલ્યો - ઉમંર ત્યારેજ બતાવી શકાય જ્યારે ખબર પડે કે તે સ્ત્રી છે કે પુરૂષ. કારણકે એક જ વર્ષે જન્મેલા સ્ત્રી પુરુષની વચ્ચે ઓછામાં ઓછુ દસ વર્ષનુ અંતર હોય છે."
##############
"મોનૂ - પપ્પા, તમે હાથીથી ડરો છો ?
પિતા - ના, બેટા.
મોનૂ - વાધથી ડરો છો?
પિતા - ના.
મોનૂ - ભૂતથી?
પિતા - ના,
મોનૂ - તો તેનો મતલબ કે તમે મમ્મી સિવાય કોઈનાથી ડરતા નથી."
##############
"એક કવિ મહાશયે તેમની પત્નીને કહ્યું : 'મેં બે કવિતાઓ લખી છે, એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે….'
'ભલે, તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.' પત્ની સહર્ષ બોલી.
કવિએ એક કવિતા વાંચી લીધી એટલે બગાસું ખાતાં પત્ની બોલી : 'તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.'"
##############
"મેગી બનાવવાની નવી રીત:
સૌરવ ગાંગુલી મેદાનમાં જાય ત્યારે પાણી મૂકો,
એ પ્રથમ દડો ફૅસ કરે ત્યારે મસાલો નાખો.
અને સૌરવ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો...
મેગી તૈયાર!"
##############
"શિક્ષક - તે આ પ્રશ્નનો જવાબ કેમ ન આપ્યો ? આ એટલો સહેલો પ્રશ્ન છે કે કોઈ મૂર્ખ પણ આનો જવાબ આપી દે.
વિદ્યાર્થી - એટલે જ તો મે તેનો જવાબ ન લખ્યો."
##############
"એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે
પત્ની બોલી - કેવી રીતે જાણ્યુ ?
પતિ - તેની વાતો પરથી, તેની વાતો સાંભળવામાં સારી લાગે છે પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો."
##############
"મેડમ એ ચુન્નુને પૂછ્યું - તારી તબિયત તો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુ લેશન નથી કરી લાવતો.
ચુન્નુ એ જવાબ આપ્યો - મારી તબિયત તો સારી છે, પણ કામવાળી બાઈ બીમાર છે. એટલે ઘરના કામોમાંથી પપ્પાને જ સમય નથી મળતો કે તે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે."
##############
"હોમિયોપેથી ડૉકટર : બહેન, હું તમને આ ચાર પડીકી આપું છું. તમારે દરરોજ એક પડીકી લેવી.
મહિલા : ડૉકટર સાહેબ, આ વખતે પાતળા કાગળમાં બાંધજો. ગયા વખતે પડીકી ગળવાથી ગળામાં ખૂબ તકલીફ પડી હતી."
##############
"ટીચર - પપ્પુ બતાવો અકબરંનું શાસન ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલુ છે.
પપ્પુ - સર, અમારી ઈતિહાસના પુસ્તકમાં પેજ નંબર 110 થી 117 સુધી."
##############
"શિક્ષક : સંતા, તું મને જણાવશે કે તારો જન્મ ક્યાં થયો ?
સંતા : તિરુવનંતપુરમ ખાતે.
શિક્ષક : અચ્છા. તું મને એનો સ્પેલિંગ કહી શકશે ?
સંતા: મને લાગે છે કે મારો જન્મ કદાચ ગોવા ખાતે થયો હતો."
##############
"ડોક્ટરે દિલાસો આપતા પતિને કહ્યુ - તમે તમરી પત્નીની ચિંતા કરશો, તમે તો સમજો કે અમારી અહીંથી તમને પત્નીના રૂપમાં એક નવી સ્ત્રી મળશે.
પતિ ઉછળીને બોલ્યો - સાચે જ, પણ મારી પત્નીને ખબર પડી જશે તો ?"
##############
"'બોલો, પ્રોફેસર ભોલારામ. આજકાલ શું ચાલી રહ્યું છે ?'
'એક સંશોધનમાં ગૂંથાયો હતો. હમણાં જ એ કામ પૂરું થયું.'
'શેનું સંશોધન કરતા હતા ?'
'ઍરોપ્લેનમાં આગ લાગે ત્યારે મુસાફરોને કેવી રીતે બચાવી લેવા ?'
'તો તમે કયા તારણ પર આવ્યા ?'
'એ જ કે વિમાનમાં આગ લાગે તેમાં કોઈએ બેસવું નહિ. અને જો તેમાં પ્રવાસીઓ બેઠા હોય તો આગ લાગે ત્યારે વિમાનને રોકીને પ્રવાસીઓને ઊતારી દેવા.'"
##############
"ડેટિંગ પર ગયેલ એક પ્રેમીએ પ્રેમિકાને પોતાનો પગાર બતાવતા પૂછ્યુ - શુ તુ આટલા ઓછા પગારમાં તુ ઘરખર્ચ ચલાવી શકીશ.
પ્રેમિકા - મારો ખર્ચ નીકળી જશે, તુ તારુ જોઈ લેજે."
##############
"મોહન, મગન અને ગટ્ટુનુ જહાજ તોફાનમાં અટવાતા એક ટાપુ પર પહોંચી ગયુ.
બે દિવસ પછી તેમને રેતીમાંથી ચિરાગ મળ્યો.
ચિરાગ ઉપરની રેતી ખંખેરતાં જ એક જીન હાજર થઈ ગયો અને બોલ્યો,
'હું ત્રણેયની એક-એક ઇચ્છા પૂરી કરીશ, જલ્દી બોલો'
મોહન બોલ્યો, 'હું ઘરે પહોંચી જાઉં.' ધુમાડો થયો અને મોહન ગાયબ.
મગન બોલ્યો, 'મારી પણ ઈચ્છા છે કે હુ ઘરે જાઉં.' ધુમાડો થયો અને એ પણ જતો રહ્યો.
છેલ્લે ગટ્ટુનો વારો આવ્યો. તે બોલ્યો - અરે હું એકલો બોર થઈ ગયો છુ, તમે એ બેઉંને પાછા તેડાવો. ધુમાડો થયો અને બંને પાછા આવી ગયા."
##############
"એક ફોટો ગ્રાફર એક દાદાજીની 98મી વર્ષગાંઠ નિમિત્તેના ફોટા પાડી રહ્યો હતો, ફોટા પાડી લીધા પછી જતા જતા તેણે કહ્યુ - દાદાજી હું આશા કરુ છુ કે હુ તમારા 100મી વર્ષગાંઠ સુધીના ફોટા પાડતો રહુ.
દાદાજી - હા હા જરૂર પાડીશ, તુ તો બિલકુલ સ્વસ્થ જ લાગી રહ્યો છે."
##############
"ચિંટૂ - આ ગાય ગળામાં ઘંટડી શા માટે બાંધે છે ?
પિંટૂ - તેમના હોર્ન કામ નથી કરતાં એટલે"
##############
"ટીચર : રાજુ, તું આટલો મોડો કેમ આવ્યો?
રાજુ : સર, મમ્મી-પપ્પા ઝઘડી પડ્યા એટલે મોડું થઈ ગયું.
ટીચર : પણ એમાં તારું શું કામ?
રાજુ : હું વારાફરતી બંનેને ચંપલ આપતો હતો."
##############
"નટુ : 'દોસ્ત ગટુ, મારે અને મારી પત્નીએ છ મહિનાની અંદર તમિલ ભાષા શીખવી પડશે, નહીંતર અમે અમારા બાળક સાથે વાત કરી શકીશું નહીં.'
ગટુ : 'એવું કેમ ?'
નટુ : 'અમે તમિલ બાળકને દત્તક લીધું છે અને છ મહિના પછી બોલવા માંડશે.'"
##############
"સંતા : યાર, પાણી માટે આજે આટલી ખેંચાતાણી થઈ રહી છે, તો ખબર નહિ દસ વર્ષ પછી શું થશે.
બંતા : અરે મિત્ર તારે ચિંતા કરવાની શું જરૂર છે, તારા તો ચાર-ચાર દિકરા છે, દહેજમાં એક ટેંકર જ માંગી લે જે."
##############
"આ ઈન્દ્રપાલ પણ વિચિત્ર માણસ છે જ્યારે જુઓ ત્યારે નાણાંભીડમાં જ હોય. પૈસા તેની પાસે હોતા જ નથી.
સમજમાં નથી આવતું કે પૈસા વગર તેનું કામ કેવી રીતે ચાલે છે ?
'કેમ ? શું તે તારી પાસે પૈસા માગવા આવ્યો હતો કે શું ?'
'ના, પણ હું જ્યારે પણ એની પાસે પૈસા માગવા જઉં છું ત્યારે તે જવાબ આપે છે કે મારી પાસે પૈસા નથી.'"
##############
"""આ કોફી ખાસ દાર્જિલિન્ગ થી આવી છે.""
""એમ? તો ય હજી ગરમ છે."""
##############
"સાર્જન્ટ : 'તો તમે છાપાના તંત્રી છો, ખરું ?'
કેદી : 'હા, સાહેબ.'
સાર્જન્ટ : 'તું જૂઠું બોલે છે. મેં તારા ખિસ્સાં તપાસ્યાં. તેમાં પૈસા હતા.'"
##############
"એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે?
વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ."
##############
"રમેશ : 'યાર, તું તારી કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે. તારી સફળતાનો રાઝ શું છે દોસ્ત ?'
નિલેશ : 'સાવ સિમ્પલ છે. હું જે ઘરનો દરવાજો ખખડાવું અને સામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાય એટલે હું એને પૂછું : 'મિસ, તમારાં મમ્મી ઘરમાં છે ?'"
##############
"એક રિપોર્ટર નિશાનેબાજ નંદુનો ઇન્ટરવ્યું કરવા ગયા.
ઘરમાં જતાંની સાથે જ તે અચંબામાં પડી ગયા.
દીવાલો પર પેન્સીલના નાના-નાના નિશાન હતા અને તેની વચ્ચે ગોળીઓથી નિશાન કરેલા હતા, આ જોઇને રિપોર્ટર કહેવા લાગ્યો: તમે મહાન છો. તમારુ નિશાન અચૂક છે. મને કહો આ બધું કઇ રીતે શકય બન્યું?
નંદુએ કહ્યું: ખૂબજ સરળતાથી બન્યુ, સાહેબ પહેલા હું દીવાલ ઉપર ગોળી ચલાઉ છું. એના પછી નિશાનની આજુ બાજુ પેન્સિલથી આકાર કરી દઉ છું."
##############
"શિક્ષક (વિદ્યાર્થીને) : 'શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?'
વિદ્યાર્થી : 'સાહેબ, બંનેમાં માથાથી તે પગ સુધીનો તફાવત છે.'
શિક્ષક : 'કઈ રીતે ?'વિદ્યાર્થી : 'સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.'"
##############
"'ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?'
'ઘણું જાણું છું.'
'કઈ રીતે ?'
'એકની સાથે હું પરણ્યો છું.'"
##############
"એક દુકાનદારને પૂછવામાં આવ્યુ - તમે નસીબ પર વિશ્વાસ કરો છો ?
દુકાનદાર - હા, મારા દુશ્મનોની દુકાનમાં વધુ ગ્રાહકોને હું બીજા કયા શબ્દોમાં વર્ણવી શકુ."
##############
"છ વર્ષના મયંકે પોતાના દાદાને પૂછ્યુ કે - દાદાજી, પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતા મીના આંટી સાથે ઇશારાથી વાત કેમ કરે છે?
દાદા: ભૂલ તારા પપ્પાની નથી બેટા, આ તો વારસામાં મળેલી બીમારી છે"
##############
"જેલર - અલ્યા સંતા, કાલે સવારે તને 5 વાગ્યે ફાંસી આપવામાં આવશે.
સંતા હસવા લાગ્યો, ત્યારે જેલરે પૂછ્યુ - કેમ તને ફાંસીની બીક નથી લાગતી ?
સંતા-સાહેબ, પણ હું તો સવારે આઠ વાગ્યે ઉઠુ છુ."
##############
"ચિંટુ - કેમ યાર, આકાશમાંથી હંમેશા વરસાદ પડતો રહે છે ?
પીંટુ - નહી તો.
ચિંટુ - તો પછી લોકો જ્યારે વિમાનમાંથી કૂદે છે ત્યારે છત્રી કેમ લગાવે છે ?"
##############
"ગ્રાહક : તમારી પાસે રંગીન ટીવી છે ?
દુકાનદાર : છે ને, જાતજાતનાં છે.
ગ્રાહક : મારા ઘરની દીવાલ સાથે મેચ થાય એવું લીલા રંગનું આપજો ને જરા !"
##############
"કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : 'અલ્યા એય રડે છે કાં ?'
હાથી તો ડૂસકે ચડી ગયો : 'આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!'"
##############
"દીકરો : 'પપ્પા, બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે, તો પછી લોકો લગ્ન કરે છે શા માટે ?
પિતા : 'બેટા, અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે."
##############
"એક માણસે એની સાસુના ખાટલા પર સાપ જોયો. બારમાંથી આઠ મહિના સાથે રહેતી સાસુથી કંટાળેલા માણસે સાપને કહ્યું : 'ભાઈ, જરા મારી સાસુને કરડતો જાને !'
સાપ : 'ના પોસાય દોસ્ત… હું મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું.'"
##############
"સંતા : યાર પેપર લીક થઈ ગયું એટલે મારી પરીક્ષા રદ થઈ ગઈ.
બંતા : કેવી પરીક્ષા લે છે, પેપરને પ્લંઈબરથી ચેક કરાવી લેવું જોઈએ ને."
##############
"બંતા જ્યોતિષને પોતાનો હાથ બતાવવા ગયો.
જ્યોતિષીએ કહ્યુ - આજે તમારી પત્નીને જરૂર ધનનો લાભ થશે.
બંતાએ મોઢું બગાડતા કહ્યુ - તમે સાચુ કહી રહ્યા છો, આજે હું મારુ પાકીટ ઘરે ભૂલી આવ્યો છુ."
##############
"માઁ - બબલી, તુ આટલી આળસી કેમ છે ?
બબલી- 'મેન્યુફૈક્ચરિંગ ડિફેક્ટ' ને કારણે જ માઁ."
##############
"યમદૂત જ્યારે શ્યામને લેવા પહોંચ્યો તો એ ખૂબ જ કરગરવા લાગ્યો. જેના કારણે યમદૂતે તેને આશ્વાસન આપ્યુ : તુ રડે છે કેમ ? સ્વર્ગમાં ચાલ, ત્યાં બધુ જ મળશે.
શ્યામ - શુ સ્વર્ગમાં બધી વસ્તુ મળી જાય છે ?
યમદૂત - હા દરેક વસ્તુ.
શ્યામ - સિગરેટ પણ ?
યમદૂત - હા પરંતુ, સિગરેટ સળગાવવા તારે નરકમાં જવુ પડશે."
##############
"એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે.
જૉ તમે જરુર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરુર હોય એવી ચીજૉ તમારે વેચવી પડશે...!"
##############
પ્રશ્નપત્ર સેટ કરનારા પ્રોફેસરે પોતાની પુત્રીના લગ્નમાં લાગેલ મીઠાઈના સ્ટોલ પર મોટા અક્ષરોમાં એક સૂચના લખાવી દીધી : બધી મીઠાઈઓનો સ્વાદ એક સમાન છે, કોઈપણ 3 મીઠાઈ પસંદ કરી શકો છો.
##############
"પ્રેમી જોડી પરસ્પર વાતો કરી રહી હતી.
પ્રેમિકા - અમે લોકો બે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે. શુ તે કદી લગ્ન વિશે વિચાર્યુ નહી ?
પ્રેમી - વાત એમ છે કે ...મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે. ત્યારે હુ તને કંઈક જવાબ આપી શકીશ.
પ્રેમિકા - ઓહો, તો તુ પણ પરણેલો છે."
##############
"નયન : બચપન મેં મા કી બાત સૂની હોતી તો આજ યે દિન ના દેખને પડતે.
ન્યાયાધીશ : ક્યા કહેતી થી તુમ્હારી માં ?
નયન : જબ બાત હી નહીં સૂની તો કૈસે બતાવું માં ક્યાં કહેતી થી ?!"
##############
"એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૂછ્યું - તમારી શર્ટના ખૂણાં પર આ ગાઁઠ કેવી રીતે બંધાઈ ?
બીજાએ જવાબ આપ્યો - પત્નીનો પત્ર પોસ્ટબોક્સમાં નાખવાની યાદ રહે તે માટે.
પહેલો બોલ્યો - શુ તમે તે પત્ર પોસ્ટ કરી દીધો ?
બીજાએ જવાબ આપ્યો - નહી, મારી પત્ની મને તે પત્ર આપવાનું જ ભૂલી ગઈ."
##############
"મોનૂ - સોનુ, કરોળિયો તારા કમ્પ્યુટર પર શુ કરી રહ્યો છે ?
સોનુ- ખબર નહી... તું જ બતાવી દે.
મોનુ - મને લાગે છે કે કોઈ વેબસાઈટ બનાવી રહ્યો હશે."
##############
"મહેશ : ઈન્ટરનેટમાં 'ગૂગલ' પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.'
સુરેશ : તો કાંતામાસી લખ તો જરા.
મહેશ : એ કોણ છે ?
સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પુર આવ્યું ત્યારની આવી નથી…. કદાચ ગૂગલમાં મળી જાય !!"
##############
"એક ચોર ચોરી કરતા પકડાયો અને કોર્ટમાં મેજીસ્ટ્રેટની સામે ઉભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે કહ્યુ - તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.
આ સાંભળી ચોર બોલ્યો - આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ."
##############
"ગ્રાહક- (દુકાનદારને) કૂતરાના ગળાનો પટ્ટો બતાવજો.
દુકાનદાર- આ લો, પરંતુ એ તો કહો કે કૂતરો ક્યા છે, નાખીને જોવું પડશે.
ગ્રાહક - હું જ મારા ગળામાં નાખી જોઉં છુ.
દુકાનદાર - તો શુ કૂતરા માટે બીજો કાઢુ ?"
##############
"છગને સ્કુટરવાળા મિત્ર મગનને કહ્યું, 'ચાલ સ્ટેશને જઈએ. મારો એક મિત્ર આવવાનો છે… તને 50 રૂ. આપીશ.'
'પણ માન કે તારો મિત્ર ન આવે તો ?' મગને શંકા વ્યક્ત કરી.
'જો ન આવે તો…' છગન બોલ્યો, '100 રૂ. આપીશ અને ફર્સ્ટકલાસ હોટલમાં ફર્સ્ટકલાસ જમાડીશ.'"
##############
"નટુ : 'મારી પત્ની એટલી બધી હોંશિયાર છે કે એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે કલાકો સુધી ગમે તે વિષય ઉપર બોલી શકે છે.'
ગટુ : 'એમાં શી ધાડ મારી ? મારી પત્ની તો વિષય વગર પણ ગમે તેટલો સમય બોલી શકે છે !'"
##############
"એક પ્રૌઢા કૅબિનમાં પ્રવેશ કરતાં જ બોલી, 'ડૉકટર, હું તમને મારી તકલીફ અંગે નિખાલસતાથી વાત કરવા માંગુ છું.'
'બેસો, જરૂર વાત કરો, પરંતુ બહેનજી, તમે કંઈ પણ કહો એ પહેલાં મારે તમને ત્રણ વાત કરવાની છે. પહેલી વાત તો એ કે તમારે પચીસ કિલો જેટલું વજન ઘટાડવાની જરૂર છે. બીજી વાત એ કે ગાલ અને હોઠ રંગવા માટે તમે જેટલું પ્રસાધન દ્રવ્ય વાપર્યું છે એના દસમા ભાગ જેટલું વાપરશો તો તમારી સુંદરતામાં નોંધપાત્ર સુધારો જણાશે. અને ત્રીજી મુખ્ય વાત – હું આર્ટિસ્ટ છું. ડૉકટર આની ઉપરના માળ પર બેસે છે.'"
##############
"કાકા : 'તારાં લગ્નની વાત કેટલે આવી ?' ભત્રીજો : 'બસ, પચાસ ટકા તો નક્કી જ છે !'
કાકા : 'તો વાંધો ક્યાં છે ?'
ભત્રીજો : 'સામેવાળાએ જવાબ આપવાનો બાકી છે !'"
##############
"'ડોક્ટર, આ તમારા મકાનમાલિક ભાડા કરતાં બમણી દવાઓ લઈ જાય છે. તેના કરતાં ભાડું આપી દેતા હો તો?'
'ચિંતા નહીં. M.R.એ આપેલી મફતની અને expire"
##############
"શિક્ષકે રાજુને પૂછ્યું : 'રાજુ, જો તારો ભાઈ કોઈ તાળાની ચાવી ગળી જાય તો તુ શું કરે ?'
રાજુએ કહ્યું : 'સાહેબ ! હું કંઈ જ ન કરું. કારણ કે અમારા ઘરમાં દરેક તાળાની બે ચાવી છે.'"
##############
"સરિતા : 'આ વખતે મારું વજન એક કિલો ઘટી ગયું.'
સરિતા : 'કેમ, તેં નખ કાપી નાખ્યા ?'"
##############
"પુત્ર - પિતાજી, એવુ કદી થાય કે આપણે કોઈની ભૂલ બદલ તેને શુભેચ્છા આપીએ ?
પિતાજી - હા, થાય છે ને જ્યારે કોઈનુ લગ્ન થઈ રહ્યુ હોય."
##############
"શિક્ષક : નટખટ, તને દશ દાખલા ગણવા આપેલા ને તું એક જ દાખલો ગણીને લાવ્યો છે ?
નટખટ : પણ સાહેબ, તમે જ તો કહેતા હતા કે આપણે થોડામાં સંતોષ માનવો જોઈએ !"
##############
"મોહન - પિતાજી, ગુરૂજનોની આજ્ઞાનુ પાલન કરવુ જોઈએને ?
પિતા - જરૂર બેટા.
મોહન - તો પછી મારા ગુરૂજી કહે છે કે હું ફરી છઠ્ઠા ધોરણમાં બેસી જઉ. માની લઉ પિતાજી."
##############
"મહિલા(બહેનપણીને) - તે તારા માટે લાંબો પતિ કેમ પસંદ કર્યો ?
બહેનપણી - કારણકે જ્યારે હું વાત કરું તો માથું ઉચકીને કરું અને એ વાત કરે તો માથુ નમાવીને."
##############
"ઑફિસર : 'તારા હાથમાં આ શેનો કાગળ છે ?'
પટાવાળો : 'સાહેબ, એ મારું ટી.એ. બિલ છે.'
ઑફિસર : 'પણ તું ટૂર પર તો ગયો નથી.'
પટાવાળો : 'આપે તો, સાહેબ ! ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા કૂતરાને શોધવા મને જંગલમાં મોકલ્યો હતો, એટલામાં ભૂલી ગયા ?'"
##############
એક સરદાર ને રસ્તા પર સાઇકલ નુ પેન્ડલ મળ્યું તેને ઉપાડી ને તે પોતાના ઘરે લઇ આવ્યા અને પત્ની ને કહ્યું 'આને સંભાળી ને રાખો આમાં સાઇકલ નંખાવી દેશું.'
##############
"કવિરાજ નિરાશવદને બેઠેલા. ત્યાં એક મિત્રે આવીને પૂછયું: 'શું થયું?'
'શું થયું શું? હમણાં જ લખેલી મારી કવિતાઓની નવી ડાયરી મારા બે વરસના બાબાએ સગડીમાં નાખી દીધી.'
મિત્રે કહ્યું: 'અભિનંદન, તું ઘણો જ નસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણ તારા બાબાને વાંચતા આવડી ગયું છે.'"
##############
"છોકરીની છેડતીનો એક કેસ ચાલી રહ્યો હતો. જજે યુવતીને પૂછ્યુ - શુ તમે આ યુવકને જાણો છો ?
હા, આ એ જ છે જેણે મારી સાથે છેડતી કરી હતી - યુવતીએ યુવક તરફ હાથ કરીને કહ્યુ
જજે પૂછ્યુ - આણે તમારી છેડતી ક્યારે કરી હતી ?
યુવતીએ શરમાઈન કહ્યુ - જી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં."
##############
"છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, 'આ શું બોલ બોલ કરો છો તમે ? 'મારું ઘર', 'મારી કાર', 'મારા બાળકો' એમ કહેવા કરતાં તમે 'આપણું' શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?'
છોટુ : 'આપણું પાટલૂન શોધું છું.'"
##############
"ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
'કાં, કેમ છે ધંધાપાણી ?'
'ઠીકઠીક છે, ભલા.'
'તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?'
'હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !'
'ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ, કેમ કે ત્યાં સહુ મને ઓળખે.'"
##############
"લાલી : પપ્પા-, મારુ હોમવર્ક કરી આપો.
પપ્પા- : ના, અત્યાહરે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી.
લાલી : લાવો, હું તમારું માથુ ખંજવાળું તમે મારું હોમવર્ક કરી આપો."
##############
"હવાલદાર : 'સાહેબ, પેલી અપહરણ થયેલી છોકરીને હું છોડાવી લાવ્યો છું.'
ઈન્સ્પેક્ટર : 'એણે અપહરણકર્તા સાથે લગ્ન કરી લીધાં છે અને એના પતિએ હાલ તારા ઉપર અપહરણનો આરોપ મૂક્યો છે !'"
##############
"જ્યોતિષે ટ્રક ડ્રાઈવરને કહ્યુ - એક સુંદર સ્ત્રી તમારા માર્ગમાં આવશે, સાવધાન રહેજો.
ટ્રક ડ્રાઈવર બોલ્યો - મારે સાવધાન રહેવાની શુ જરૂરર સાવધાન તો એને રહેવાનુ છે."
##############
એક સ્ટેશને આવેલી ગાડીમાંથી મુસાફરે બૂમ મારી : 'એ લારીવાળા, રૂપિયાનાં ગરમાગરમ ભજીયાં આલજે, ને મરચાંનો સંભાર ને આંબલીની ચટણી મહીં સારી પેઠે નાખજે – અને અલ્યા, બધું આજના છાપામાં વીંટીને લાવજે !!
##############
"શિક્ષકે પૂછ્યું : 'બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?'
ટ્વિન્કલ : 'Ba'
શિક્ષક : 'સોડિયમનું ?'
ટ્વિન્કલ : 'Na'
શિક્ષક : 'બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?'
ટ્વિન્કલ : 'Banana સર !'"
##############
"એકવાર બંતા છાશને ફૂંકી ફૂંકીન પી રહ્યો હતો, એટલામાં સંતાએ આવીને કહ્યુ - અરે, તુ છાશને કેમ ફૂંકીને પીવે છે.
બંતા બોલ્યો - અરે, તે સાંભળ્યુ નથી કે દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ?
સંતા બોલ્યો - પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે. હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે."
##############
"ભાડુઆત (મકાનમાલિકને): 'કાલે આખી રાત વરસાદ પડ્યો. છતમાંથી ખાસ્સું પાણી ટપકતું હતું. હું તો આખો નાહી ગયો ! હવે આ માટે આપ શું કરશો ?'
મકાનમાલિક : 'આજે પણ વરસાદ છે. હું તમારા માટે સાબુ અને ટુવાલ લઈને આવું છું.'"
##############
"દીકરી : 'પપ્પા, મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.'
પિતા : 'એમ ? એની પાસે કેટલા પૈસા છે ?'
દીકરી : 'તમને પુરુષોને આ તે કેવી ટેવ ? રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?'"
##############
"બંટીએ કહ્યુ - જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે એક વાર કુતુબમીનાર પરથી પડી ગયો હતો.
બબલી - છતા તુ બચી ગયો ?
બંટી - મને યાદ નથી કારણ કે હું ખૂબ જ નાનો હતો."
##############
"વૃધ્ધ પત્નીએ પોતાની બહેનપણીને કહ્યુ - મેં મારા પતિની દાંતથી નખ તોડવાની આદત છોડાવી નાખી.
બહેનપણી બોલી - કેવી રીતે ?
પત્ની - મેં તેમના દાંત સંતાડીને મુકી દીધા."
##############
"પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા
મૂર્ખ આ શુ કરે છે તુ ?
પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો."
##############
"જમ્યાપછી પતિએ પોતાની પત્નીને પૂછ્યુ - બોલો શ્રીમતીજી હવે તમે શુ કરશો ?
પત્ની - કશુ નહી બસ હવે પેપર વાંચીશ, ટીવી જોઈશ વગેરે વગેરે..
પતિ - ઠીક છે, તમે જ્યારે વગેરે વગેરે કામ કરવા આવો ત્યારે મારા શર્ટના બટન ટાંકવાનુ ન ભૂલતા."
##############
"'તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?'
'થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.'
'એ કેવી રીતે ?' મિત્રે આશ્ચર્યથી પૂછ્યું.
'મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.'"
##############
"લીલા : કાલે તમારા કુતરાએ મારી સાસુને પગે બચકું ભર્યું.
શીલા : માફ કરજો બહેન, એવું હોય તો હું તેના બદલે પૈસા આપવા તૈયાર છું.
લીલા : પૈસાની વાત નથી કરતી પણ હું એમ ઈચ્છું છું કે તમારો કુતરો જો મને વેચો તો કેટલા રૂપિયા મારે આપવાના ?"
##############
"પપ્પા : દીકરી પહેલાં તું મને પપ્પા કહેતી હતી અને હવે ડેડી કહે છે એની પાછળનું કારણ શું છે ?
દીકરી : પપ્પા બોલવાથી મારી લિપસ્ટિક ખરાબ થઇ જાય છે"
##############
"મોહન - જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
સોહન - હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે."
##############
"મંગુ: અરે વાહ ચંદુજી., આ સુંદર કાર તમારી છે?
ચંદુજી: ખુલાસો કરતા કહે છે કે હા મારી છે પણ ખરી અને નથી પણ...જયારે શોપીંગ કરવાનું હોય ત્યારે મારી પત્ નીની, જયારે પિકનિક પર જવાનું હોય ત્યારે મારા બાળકોની અને જયારે તેને પેટ્રોલ અને સર્વિસની જરુર હોય ત્યારે આ કાર મારી બની જાય છે...."
##############
"પ્રશ્ન - સ્ત્રીઓ પોતાના મગજને બદલે પોતાના રૂપ તરફ કેમ વધુ ધ્યાન આપતી હોય છે ?
જવાબ - કારણ કે પુરૂષ ગમે તેટલો મૂર્ખ કેમ ન હોય, આંધળો નથી હોતો."
##############
"પિતા - બેટા, તને ગણિતમાં કેટલા માર્કસ મળ્યા ?
પુત્ર - પિતાજી મને ભાઈ કરતાં 10 ઓછા મળ્યા.
પિતા - સારું, તો તારા ભાઈને કેટલા મળ્યા ?
પુત્ર - તેને દસ નંબર મળ્યા."
##############
"સંબંધીના બેસણામાં જઈ આવેલા પોતાના પતિને પત્નીએ સાંત્વના આપતા કહ્યુ
પત્ની - સાંભળીને દુ:ખ થયુ કે તમારા મામાજીનુ અવસાન થઈ ગયુ. શુ બીમારી હતી તેમને ?
પતિ - ભૂલી જવાની બીમારી હતી, તે દિવસે શ્વાસ લેવાનુ જ ભૂલી ગયા હતા."
##############
"રમેશ : આ ઓપરેશનથી મને કંઇ થઇ જાય તો તું આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે.
પત્ની : આવું કેમ કહી રહ્યા છો?
રમેશ : ડોક્ટર સાથે બદલો લેવાનો આ એક જ ઉપાય છે."
##############
"ફ્રી લંચ, ફ્રી રેસ્ટ, ફ્રી સ્ટે, ફ્રી સિક્યોરીટી…. સાથ મેં સંજયદત્ત કે સાથ રોજ ડિનર…. રસ છે ?
તો 100 નંબર ડાયલ કરીને કહો કે બોમ્બે બ્લાસ્ટમાં તમારો હાથ હતો !"
##############
"મગનને કોઈ મોબાઈલ પર વારેઘડીએ સતાવી રહ્યુ હતુ.
મગને નવી સિમ ખરીદી અને તેને મેસેજ કરી દીધો કે 'મેં તો એ નંબર જ બંધ કરી નાખ્યો. હવે તુ શુ તારો બાપ પણ મને સતાવી નહી શકે.'"
##############
"'ડૉક્ટર સાહેબ ! તમે ચામડીનાં દર્દોના ડોક્ટર જ શા માટે બન્યા ?'
'એમાં ત્રણ લાભ છે. એક તો ચામડીના દર્દનો રોગી આ રોગને જ કારણે કદી મૃત્યુ પામ્યો નથી. તેથી અપયશ મળે નહીં ! બીજું કારણ એ કે આવા રોગીઓ ડૉક્ટરને અડધી રાતે જગાડીને પજવતા નથી. અને ત્રીજું કારણ એ છે કે, આવા રોગો સામાન્ય રીતે જીવનભર મટતા નથી !'
વી નહી શકે.'"
##############
"નરેશ : ઇન્ટરનેટમાં 'ગૂગલ' પર કોઇ નામ સર્ચમાં લખવાથી તે મળી જાય છે....!
રમેશ : તો કાંતામાસી લખને જરા ..!
નરેશ: એ કોણ છે?
રમેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પૂર આવ્યું ત્યાર પછી નથી આવી, કદાચ ગૂગલમાં મળી જાય તો જો..ને..!"
##############
"ઠોઠ વિદ્યાર્થી : "" પણ સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઇએ એમ મને લાગે છે."" શિક્ષક : ""મને પણ એમ જ લાગે છે, પણ હું લાચાર હતો – શૂન્યથી ઓછા માર્ક આપવા નો મને અધિકાર નથી.""
************
નિશાળમાં એક દિવસ બહુ ભણવાનુ થયું પછી થાક્યો પાક્યો ઘેર આવેલ નાનો મહેશ એની મમ્મીને કહે , ""હું જૂના જમાનામાં જનમ્યો હોત તો કેવું સારુ થાત !"" ""કેમ એમ, બેટા ?"" મહેશની મમ્મીએ પૂછ્યું. મહેશ કહે ""કારણ કે મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહી ને !""
************
એક દાદા તેમની 125 મી વર્ષગાંઠ ઉજવતા હતા. એટલે છાપાવાળાઓએ તેમનુ ઇન્ટરવ્યુ ગોઠવ્યુ. પૂછ્યુ કે દાદા, "" આપની આટલી લાંબી જિંદગી નું કારણ શું લાગે છે આપને ?"" દાદાએ ઘડીભર વિચાર કરીને કહ્યું, "" મને તો લાગે છે કે તેનું કારણ એ હશે કે હું આટલાં બધાં વર્ષો અગાઉ જન્મેલો."""
##############
"'અરે ભાઈ, આ ટુવાલની કિંમત કેટલી છે ?'
'પંદર રૂપિયા….'
'દસ રૂપિયામાં આપવો છે ?'
'ના રે ! બાર રૂપિયે તો ઘરમાં પડે છે…!' વેપારી બોલ્યો.
'તો હું તમારા ઘેર આવીને લઈ જઈશ.'"
##############
"એકવાર સંતાએ રોડ પર બહુ બધાને દોડતા જોયાં. એ જોઈને તેમને બાજુ પર ઉભેલા બંતાને પૂછ્યુ - આ બધા કેમ દોડી રહ્યા છે ?
બંતા - મેરેથોન દોડ યોજાઈ રહી છે.
સંતા - તેનાથી તેમને શુ ફાયદો થવાનો છે ?
બંતા - જે જીતશે તેને ઈનામ મળશે.
સંતા - તો પછી બીજા કેમ દોડી રહ્યા છે ?
એકવાર સંતાએ રોડ પર બહુ બધાને દોડતા જોયાં. એ જોઈને તેમને બાજુ પર ઉભેલા બંતાને પૂછ્યુ - આ બધા કેમ દોડી રહ્યા છે ?
બંતા - મેરેથોન દોડ યોજાઈ રહી છે.
સંતા - તેનાથી તેમને શુ ફાયદો થવાનો છે ?
બંતા - જે જીતશે તેને ઈનામ મળશે.
સંતા - તો પછી બીજા કેમ દોડી રહ્યા છે ?"
##############
"એક દિવસ સંતાએ બંતાને પૂછ્ય - તે આજ સુધી લગ્ન કેમ ન કર્યા ?
તેણે હસતા- હસતા જવાબ આપ્યો - જેણે રામ રાખે તેણે કોણ ચાખે ?"
##############
"પોસ્ટ ઑફિસના કલાર્કે ગ્રાહકને કહ્યું, 'ભાઈ, તમે જે કવર પોસ્ટ કરવા માગો છો તેનું વજન વધુ હોવાથી તમારે વધારાની એક રૂપિયાની ટિકિટ લગાડવી પડશે…..!'
ગ્રાહક બોલ્યો : 'પણ એમ કરવાથી તો કવરનું વજન હજી પણ વધી જશે ને !'"
##############
"મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે."
##############
"ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ?
મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !"
##############
"એક બહેનપણી - કાલે એક છોકરો મને જોવા આવ્યો હતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.
બીજી બોલી - કેમ ?
પહેલીએ જણાવ્યુ - તે મને પૂછવા લાગ્યો કે તમને ગીત ગાતા આવડે છે ?
બીજીએ પૂછ્યુ - એમાં અપમાન ક્યા થયુ ? તેણે તો તને સીધો એક સવાલ જ પૂછ્યો
પણ તેણે ખાસ્સીવાર સુધી આ ગીત સાંભળ્યા પછી આ સવાલ કર્યો હતો - પહેલી બહેનપણીએ ચોખવટ કરી."
##############
બંટી- પપ્પા-, આ રાવણ કોણ હતો? પપ્પાી- તું સ્કૂ.લે જાય છે અને તને ખબર નથી કે રાવણ કોણ હતો? જા જઈને મહાભારત જો, તને ખબર પડી જશે
##############
એક ભિખારીને એક દિવસ કંઈ ન મળ્યુ. તે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા લાગ્યો - હે ઈશ્વર, જો મને 10 રૂપિયા મળી જાય તો તેમાંથી પાંચ રૂપિયા તમારા. થોડે આગળ જતા તેને પાંચનો સિક્કો મળ્યો. તે ઉઠાવીને તે બોલ્યો - વાહ ભગવાન, મારી પર આટલો પણ વિશ્વાસ નથી. પાંચ રૂપિયા પહેલા જ કાપી લીધા.
##############
"એક બહેન - બટાકા શુ ભાવ છે ?
શાકવાળો - 6 રૂપિયે કિલો.
બહેન - પણ સામેના દુકાનવાળો તો ચાર રૂપિયે કિલો આપી રહ્યો છે.
શાકવાળો - તો જાવ ત્યાંથી જ લો.
બહેન - પણ તેની પાસે હમણા નથી.
શાકવાળો - જ્યારે મારી પાસે નથી હોતા, તો હું બે રૂપિયે કિલો વેચુ છુ."
##############
એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે 'થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.'
##############
"ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ.
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો આંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?"
##############
"ટેબલ ખુરશી ગોઠવાયેલ એક જગ્યાને હોટલ સમજીને કનુ ત્યાં બેસી ગયો અને જોરથી બોલ્યો - એક ગરમા ગરમ ચા લાવજો જલ્દી.
આસપાસ બેસેલા લોકો બોલ્યા - શુ.............. આ લાઈબ્રેરી છે ધીરે બોલો.
કનુ (ધીરેથી) હા..ભાઈ એક ગરમા ગરમ ચા લાવો."
##############
"એકવાર સંતાસિંહને 20 લાખની લોટરી લાગી. સંતાસિંહ પૈસા લેવા લોટરીવાળા પાસે ગયો.
નંબર મેળવ્યા પછી લોટરીવાળાએ કહ્યુ કે ઠીક છે સર અમે તમને અત્યારે 1 લાખ રૂપિયા આપીશુ અને બાકીના 19 લાખ તમે આવતા 19 અઠવાડિયા સુધી લઈ શકો છો.
સંતાસિંહ બોલ્યા - નહી મને તો પૂરા પૈસા હમણા જ જોઈએ નહીતો મારા 5 રૂપિયા પાછા આપો."
##############
"પોતે કેવો સચોટ નિશાનબાજ છે તે પોતાના પુત્રને દેખાડવા માટે એક શિકારી તેના પુત્ર ને લઇને શિકાર કરવા જંગલ તરફ ગયા.
પુત્રને જંગલમાં લઇ જઇ ને, જમીન પર બેઠેલા બતક પર નિશાન તાકીને શિકારીએ બંધૂક ચલાવી. પણ બતક નિશાન ચૂકવીને ઊડી ગયું.
જરા પણ થડક્યા વિના શિકારીએ તેના દિકરાને કહ્યુ, ""જો બેટા, દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઇ રહ્યો છે – મરેલું બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !!!"""
##############
"'આ રૂમનું ભાડું કેટલું છે ?'
'1000 રૂપિયા.'
'પણ હું તો કવિ છું, કાંઈક વાજબી….'
'તમારે છ મહિનાનું ભાડું એડવાન્સ આપવું પડશે…'"
##############
"એક મંદિરની બહાર બેસેલો એક ભિખારી બૂમો મારતો હતો. - બહેન, પાઈ પૈસો આપો. આ અપંગની મદદ કરો
એક ભાઈને દયા આવી, તેમણે પર્સ ખોલ્યુ પણ છુટ્ટા પૈસા ન મળ્યા, તેથી બોલ્યો ભાઈ આજે છુટ્ટા નથી કાલે આપીશ.
ભિખારી - આ ઉધારીમાં જ મને હજારોનુ નુકશાન થઈ ગયુ છે."
##############
"એક દિવસ એક ભિખારીએ ગેંડાલાલ સામે બે વાડકા મૂકી દીધા. ગેંડાલાલે વાડકામાં સિક્કો નાખતાં ભિખારીને પૂછ્યું, 'બીજો વાડકો શું કામ મૂક્યો છે ?'
'આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !' ભિખારીએ ખુલાસો કર્યો."
##############
"શિક્ષકે વર્ગમાં છોકરાઓની નોટબુક તપાસતા કહ્યુ - મને નવાઈ લાગે છે કે તુ એકલા હાથે આટલી ભૂલો કરે છે ?
છોકરાએ ઉભા થઈને કહ્યુ - આ બધી ભૂલો મારે એકલાની નથી. મારા પિતાજીએ પણ આમાં મદદ કરી છે."
##############
"છગન અને મગન ભાડાની હોડીમાં બેસીને ફરવા ગયા, ત્યારે જ દરિયામાં તોફાન આવ્યું,
છગન-મગનની નાવડી પાણીમાં ડૂબી જવાની તૈયારીમાં હતી. છગન બૂમો પાડવા માંડ્યો
મગન - અરે યાર, તૂ આમાં આટલી ચીસો કેમ પાડે છે, નાવડી આપણી થોડી છે, એ તો ભાડાની છે."
##############
"નટુ : 'મારી યાદશક્તિ ઘણી સારી છે, પરંતુ ત્રણ બાબત એવી છે જેને હું ક્યારેય યાદ રાખી શકતો નથી.'
ગટુ : 'તને કઈ ત્રણ બાબતો યાદ રહેતી નથી ?'
નટુ : 'એક, મને લોકોના નામ યાદ રહેતા નથી. બે, લોકોનાં ચહેરાં પણ યાદ રહેતા નથી. અને ત્રણ, મને એ ત્રીજી બાબત જ યાદ રહેતી નથી.'"
##############
"પુત્ર - પપ્પા, કોકા પીવો લાભદાયક છે કે હાનિકારક ?
પપ્પા- જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનિકારક."
##############
"બંટી સરકસ જોઈને પાછો ફર્યો તો પિતાજીએ પૂછ્યુ - કેવુ લાગ્યુ સર્કસ ?
બંટીએ નાદાનીથી ઉત્તર આપ્યો - બીજુ બધુ તો ઠીક હતું, પણ નિશાને બાજનું નિશાનું સારુ નહોતુ, તેણે ગોળ પૈડા પર ફરતી છોકરીને ચાર-પાંચ ચાકુ માર્યા પણ એક પણ વાગ્યુ નહી."
##############
"મીના - મારા પતિને છોડીને આજ સુધી કોઈએ મને કિસ નથી કર્યુ.
ટીના - આ બદલ તને ગર્વ છે કે અફસોસ ?"
##############
"જ્યારે ટાઈટેનિક ડૂબી રહ્યું હતું ત્યારે સંતાએ એક અમેરિકનને પૂછ્યું - અહીંથી જમીન કેટલી દૂર છે ?
અમેરિકને કહ્યું - લગભગ બે મિલ.
ત્યારે સંતા બોલ્યો - અરે વાહ, હું તો તરવાનું સારી રીતે જાણું છુ, અને તે કુદી ગયો.
કૂદીને બોલ્યો - જમીન કઈ બાજુ છે ?
અમેરિકને કહ્યું - નીચેની બાજુ."
##############
"એક બીમાર માણસ ડૉકટર પાસે ગયો. ડૉકટરે એને તપાસીને કહ્યું :
'આમ તો મને કોઈ બીમારી નથી જણાતી, પણ કદાચ દારૂની અસર હોઈ શકે.'
દરદીએ કહ્યું : 'કોઈ વાંધો નથી. તમારો નશો ઉતરી જાય ત્યાર પછી હું આવીશ.'"
##############
એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે 'થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.'
##############
"સોહન- શું તુ તારી મમ્મીનું કહેવું માને છે ?
મોહન - હા, બિલકુલ માનું છું, અરે હું તો એ જેટલું કહે છે એનાથી વધુ માનું છું.
સોહન--કેવી રીતે ?
મોહન - જ્યારે મમ્મી કહે છે કે ફ્રિઝમાં મૂકેલી અડધી મિઠાઈ ખાઈ લે તો આખી ખાઈ જાઉં છું."
##############
"કમળા : 'બહેન, રસોઈયણ કરતાં આપણા હાથની રસોઈથી ઘણો ફાયદો તેમજ કરકસર પણ થાય છે. ખરું ને ?'
રંજન : 'હા… જો ને, મારા પતિ પહેલાં જેટલું ખાતા હતા તેના કરતાં અર્ધુ પણ હવે ખાતા નથી !'"
##############
"અધ્યાપિકાએ છાત્રને પૂછ્યુ - વરસાદ પડે ત્યારે વીજળી કેમ ચમકે છે ?
વિદ્યાર્થીને જવાબ આપ્યો - મેડમ, ઈન્દ્ર દેવતા ટોર્ચ સળગાવીને જુએ છે કે ક્યાંક કોરુ તો નથી રહી ગયુ ને ?"
##############
"પિતા : 'બેટા. ચલ ગણિત પાકુ કર. મારા હાથમાં કેટલી આંગળીઓ છે.
પુત્ર : 'પપ્પા, હાથની અંદર તો એકપણ આંગળી નથી. જે છે તે પંજા પર જ છે.
પિતા : 'સારું, સારું અવે. પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?'
પુત્ર : 'શું પપ્પા ! તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જ તમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.'"
##############
"છગન : 'મારો કૂતરો મારા જેટલો જ સમજદાર છે !'
મગન : 'કોઈને કહેતા નહિ ક્યાંક તમારે કૂતરો વેચવાનો થાય તો તકલીફ પડશે.'"
##############
"એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાં લટાર મારવા નીકળ્યા હતા. ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતો અને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.
પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી. થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું, 'ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છો પણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીને ફરતો બંધ જ થઈ જાય તો તમને ખબર શી રીતે પડે ?'
'સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ !'"
##############
"મુન્નાભાઈ - અરે યાર સર્કિટ હુ મારી ગર્લફ્રેંડને કોઈ ગિફ્ટ આપવા માંગુ છુ, બોલ શુ આપુ ?
સર્કિટ - યાર એવુ કર તુ એને ગોલ્ડ રિંગ આપી દે.
મુન્નાભાઈ - કોઈ મોટી વસ્તુ બતાવ.
સર્કિટ - તો ગોલ્ડ રિંગ રહેવા દે, એમઆરએફનુ ટાયર આપી દે."
##############
"એક સુખી દંપતીના જીવનમાં ફોઈએ આવીને હોળી સળગાવી. આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા. આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ ત્યારે પતિએ પત્નીને કહ્યું, 'જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત !'
'શું વાત કરો છો ? મેં તો એમ સમજીને ચલાવ્યું કે ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !'"
##############
"'પેટનું કાર્ય જણાવો'
'પેન્ટને પકડી રાખવાનું !'"
##############
"પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે."
##############
"મમ્મી - જો પિંટું, તુ હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે, તું સારા બાળકો સાથે કેમ નથી રમતો?
પિંટું- શું કરું મમ્મી, સારા બાળકોની મમ્મીઓએ સારા બાળકોને મારી સાથે રમવાની ના પાડી છે."
##############
"અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.'
સલાહકાર : એમ કરો સાથે માથાનો દુ:ખાવો દુર કરવાની ગોળી ક્રોસીન આપો."
##############
"અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.'
'એમ કરો સાથે ક્રોસીન આપો !'"
##############
"પોલીસ : 'જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.'
જેલર : 'એ તો બહુ સારી વાત કહેવાય. તું રાજી થવાને બદલે કેમ આટલો ચિંતામાં છે ?'
પોલીસ : 'સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો !… શું કરીશું ?'"
##############
"કવિ - (મિત્રને) અરે યાર, મારા 5 વર્ષના પુત્રએ મારી બધી કવિતાઓ ફાડી નાખી.
મિત્ર - અરે વાહ, તારો પુત્ર તો ખૂબ જ સમજદાર નીકળ્યો. કલાને પારખવાની સમજ છે તેનામાં."
##############
"પિતા(પુત્રને) - તમારા વર્ગમાં સૌથી મહેનતું વિદ્યાર્થી કોણ છે ?
પુત્ર - હું.
પિતા - કેવી રીતે ?
પુત્ર - કારણકે વર્ગમાં જ્યારે બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય છે, ત્યારે ફક્ત હું જ એકલો પાછલી બેંચ પર ઉભો રહુ છુ."
##############
"ચંપકલાલ ઠંડીથી થરથર કાંપતા હતા. ટપુએ ડૉક્ટર હાથીને ફોન કર્યો.
ટપુ : 'સાહેબ, જલદી ઘેર આવો.'
ડૉક્ટર હાથી : 'કેમ ટપુ, અચાનક શું થયું ?'
ટપુ : 'બિમારી તો ખબર નથી પરંતુ સવારથી મારા દાદાજી ""વાઈબ્રેશન મોડ"" પર છે !'"
##############
"રાહુલ : હું તને બાહુપાશમાં લઈને કિસ કરવા માંગૂ છું.
રિયા : ના આ બધું લગ્ન બાદ.
રાહુલ : લગ્ન બાદ તારા પતિને ખબર પડી જશે તો ?"
##############
"રામ - શ્યામ, તુ ઘડિયાળ ગલ્લામાં કેમ નાખી રહ્યો છે ?
શ્યામ - કેમ ? લોકો ગુલ્લકમાં પૈસા નથી નાખતા શુ ?
રામ - પણ એ તો પૈસા બચાવવા માટે ગલ્લામાં પૈસા નાખે છે.
બંતા - તો મને પણ સમય બચાવવો છે."
##############
"રમણ - તમે દિવસમાં કેટલીવાર દાઢી કરો છો ?
ચમન - પચીસથી ત્રીસવાર.
રમણ - તમે ગાંડા છો કે શુ ?
ચમન - ના હુ વાળંદ છુ."
##############
"ગામના ચોરે બેસીને એક કાકા એક યુવાનને સલાહ આપી રહ્યા હતા : 'લગ્ન તો પચાસની ઉંમર પછી જ કરવા.'
યુવાન : 'એવું શું કામ ?'
કાકા : 'જેથી પત્ની સારી મળે તો રાહ જોયેલી લેખે લાગી ગણાય અને ખરાબ નીકળે તો એની સાથે ઝાઝાં વર્ષ ગાળવાં ન પડે !'"
##############
"મગન પાછળ એક કૂતરો દોડતો હતો. મગન હસતો જતો હતો. એની પાસેથી પસાર થનાર એક ભાઈએ પૂછ્યું : 'તમે આમ હસો છો કેમ ?'
મગન : 'મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છે તોય આ હચવાળા પાછળ ને પાછળ ફરે છે એટલે."
##############
શ્યામુની ભેંસ માંદી પડી, રામુ પાસે તે સલાહ લેવા માટે પહોંચી ગયો. રામુએ કહ્યું, કેરોસીન પીવડાવ્યું હતું. કેરોસીન પીવરાવવાથી ભેંસ મરી ગઇ..બીજા દિવસે શ્યામુ રડતો રડતો ત્યાં પહોંચ્યોં.દોસ્ત રામુ: ભેંસ તો મરી ગઇ..શ્યામુએ કહ્યું: હા, મારી ભેંસ પણ મરી જ ગઇ હતી.
##############
"કોઇએ રાજુને કહ્યું : રાજુ તમારો કૂતરો બાકી કેવું પડે સિંહ જેવો લાગે છે.
બાપું : 'અરે ડફોળ, તારો સગો ઇ સિંહ જ છે, પણ ખાધાપીધા વગરનો ઇ કૂતરા જેવો થઇ ગયો છે.'"
##############
"શેઠ -(નોકરને) અરે રામુ, મેં તને જે પરબિડિયુ આપ્યુ હતુ તેના પર ટિકિટ ચોંટાડવા માટે મેં તને પૈસા આપ્યા હતા તો પછી તુ પૈસા પરત કેમ આપી રહ્યો છે ?
રામુ - આજે મેં મારી બુધ્ધિ વાપરી. કોઈ જુએ નહી એમ ચુપચાપ ટિકિટ લગાવ્યા વગર જ પરબિડિયુ લેટર બોક્સમાં નાખી દીધુ અને તમારા પૈસા પણ બચી ગયા."
##############
"મમ્મી : 'બેટા, આજે ઘેર જલદી કેમ આવી ગયો ?'
બન્ટી : 'મેં રાજુને માર્યો એટલે ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.'
મમ્મી : 'પણ તેં રાજુને કેમ માર્યો ?'
બન્ટી : 'મારે આજે વહેલા ઘરે આવવું હતું એટલે !'"
##############
"એક મિત્ર (બીજાંને ) યાર, લગ્ન પછી શું થાય છે ?
બીજો મિત્ર - પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે. બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે. ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે."
##############
"માલિકે નોકરને કહ્યું : 'મેં તને કહ્યું હતું કે આ પેકેટ હરિશભાઈના ઘરે જઈને આપી આવજે, આપ્યું કેમ નહિ ?'
નોકર : 'હું ગયો તો હતો, પણ આપું કોને ? કારણકે એમના ઘરની બહાર એવું બોર્ડ માર્યું હતું કે ""સાવધાન ! અહીં કુતરાઓ રહે છે."" '"
##############
"અંજૂએ પોતાના પતિને પૂછ્યુ - મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો."
##############
"ગટ્ટુ : પિતાજી, ગળામાં શું બાંઘ્યું છે?
પિતાજી : તને નથી ખબર, આને શું કહેવાય?
ગટ્ટુ : અરે હા સમજી ગયો પિતાજી, તમે પણ મારી જેમ નાક સાફ કરવાનો રૂમાલ બાંઘ્યો છે. હેં ને!"
##############
"સ્ત્રી - આ પુરૂષ ખરેખર ગાંડો છે, તમે તેને કાંઈપણ કહેશો તો એક કાનથી સાંભળશેને બીજા કાને કાઢી નાખશે.
પુરૂષ - આ તો તોય સારો છે. મારી પત્નીને તો કશું પણ કહેશો તો એ બંને કાનેથી સાંભળશે અને મોઢા વડે કાઢી નાખશે."
##############
"ચિત્રકાર:(ગ્રાહકને) 'સાહેબ, હું બેગમ સાહિબાનું એવું ચિત્ર બનાવીશ કે તે બોલવા લાગશે.'
ગ્રાહકે ચિત્રકારને ગુસ્સામાં કહ્યું,'માફ કરજે ભાઇ, એણે તો આમ પણ મારા નાકમાં દમ કરી નાખ્યો છે. જો એનું ચિત્ર પણ બોલવા લાગશે તો મારું જીવવું મુશ્કેલ થઇ જશે.'"
##############
"રાજુ એ મા ને કહ્યુ :મા મને ૫૦ પૈસા આપની મારે ખારીસીંગ ખાવી છે.
મા એ પુછ્યુ : કેમ બેટા ખારીસીંગ શા માટે ખાવી છે.
રાજુ કહે : મા, મારા માસ્તરસાહેબ કહેતા હતા ખારીસીંગ ખાવાથી થોડી અક્કલ વધશે.
મા કહે : એમ!!!!! ત્યારે તો તે લે આ ૧૦ રુપીયા, વધુ લાવજે, રોજ થોડી થોડી તારા બાપાને પણ ખવડાવીશુ…"
##############
"એક ટાલિયાના માથામાં 10-15 વાળ હતા, તે હજામની દુકાને પહોંચ્યો. હજામે ગુસ્સેથી પૂછ્યુ - શુ કરૂ આને કાપુ કે ગણુ ?
ટાલિયો - આને કલર કરી દો."
##############
"છગન બારમાં બેસીને ડ્રિંક પીતા-પીતા રડી રહ્યો હતો. વેઈટરથી રહેવાયુ નહી. એ બોલ્યો - અરે ભાઈ, રડો છો શુ કામ ? તમારા ડ્રીંકની મજા લો ને.
છગન - અરે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેનુ નામ યાદ નથી આવી રહ્યુ એટલે રડી રહ્યો છુ."
##############
"પપ્પુ સાયકલ ચલાવતા એક જાડા માણસ જોડે ટકરાઈ ગયો.
જાડા માણસે બૂમ પાડીને કહ્યું - બાજુથી નથી નીકળી શકતો.
પપ્પુ - પણ બાજુમાંથી નિકળતતો આટલો મોટો ચક્કર લગાવવો પડત."
##############
"'આજે, આ બધાં પુસ્તકો છુપાવી દેજો. મારા મિત્રો ઘેર જમવા આવી રહ્યા છે.'
'કેમ, તેઓ પુસ્તક ચોરી જશે ?'
'ના, ઓળખી જશે !'"
##############
એક બ્યુટી પાર્લરની બહાર એક લાઈન લખી હતી - અહીથી નીકળનારી છોકરીઓને જોઈને સીટી ન મારશો, એ તમારી માસી કે દાદી હોઈ શકે છે.
##############
"નોકરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી - આજે મેં નોકરાણીને કાઢી મૂકી.
પતિ - તે કેમ આવુ કર્યુ ? તારે તેને એક વાર સુધરવાની તક તો આપવી હતી.
પત્ની - પણ, હું તમને કોઈ તક આપવા નથી માંગતી."
##############
"નોકરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી - આજે મેં નોકરાણીને કાઢી મૂકી.
પતિ - તે કેમ આવુ કર્યુ ? તારે તેને એક વાર સુધરવાની તક તો આપવી હતી.
પત્ની - પણ, હું તમને કોઈ તક આપવા નથી માંગતી."
##############
"નવવધૂએ પોતાના પતિને પૂછ્યુ - તમે પથારીમાં ઘડિયાળ લઈને કેમ ઉંધો છો ?
પતિ બોલ્યો - ટિક-ટિકની અવાજથી મને આ વાતનો અનુભવ થતો રહે છે કે હું હજુ જીવતો છુ."
##############
"રમેશ - તારા પપ્પા આ કૂતરાની કીમંત વધુ બતાવી રહ્યા છે, કોણ જાણે કે આ વફાદાર છે કે નહી.
પરેશ - એના વફાદારી પર તો શક કરીશ જ નહી મિત્ર, પપ્પા આને અત્યાર સુધી 10 વખત વેચી ચૂક્યા છે પણ આ દરેક વખતે અમારા જ ઘરે પરત આવી જાય છે."
##############
"ડૉક્ટર (દર્દીને) : 'મેં જે દવાનાં પડીકાં તમને મધ સાથે લેવાનાં કહ્યાં હતાં તેનાથી તમને કંઈ ફાયદો થયો ?'
દર્દી : 'તમે પડીકાં જરા પાતળા કાગળમાં બાંધજો.'
ડૉક્ટર : 'કેમ ?'
દર્દી : 'બહુ જાડા કાગળનું પડીકું ગળે નથી ઊતરતું !…'"
##############
"એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. 'જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.
'હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.' પાછળથી અવાજ આવ્યો."
##############
"મુરખ હવામાં મહેલ બાંધે છે.
ચસકેલ એમાં રહે છે.
મનોચિકિત્સક એનું ભાડું વસૂલ કરે છે."
##############
કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : 'અરે બેન, એને નખમાંય રોગ નો'તો. એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….'
##############
"એક નિર્માતા - મેં સાંભળ્યુ છે કે તમે રંગીન ચિત્ર બનાવી રહ્યા છો
બીજો નિર્માતા - સાચુ સાંભળ્યુ છે.
પહેલો નિર્માતા - તો તેના માટે હાલ શુ કરી રહ્યા છો ?
બીજો - રંગ ખરીદવા બજાર જઈ રહ્યો છુ."
##############
"શર્માજીને ઓફિસમાં જ બેઠા બેઠા જાણ થઈ કે તેમણે હરીફાઈમાં લંડનની યાત્રાનુ ઈનામ જીત્યુ છે, તેમને ઘણી ખુશી થઈ. ખુશ થઈને તેમણે પોતાની પત્નીને ફોન લગાવ્યો - શુ તુ લંડન જવા માંગે છે ?
પત્ની ખુશીથી ઉછળીને બોલી - જરૂર, લંડન તો મારા સપનામાં છે, મારી નસનસમાં છે, હુ જરૂર તમારી સાથે આવીશ. પણ તમે કોણ બોલો છો ?"
##############
"શિક્ષક - તારું અંગ્રેજી કાંચું છે. માટે મેં તને આ પાઠ 10 વખત લખવા કહ્યો હતો, પણ તે 5 વખત જ લખ્યો.
મોનૂ-સર, મારું ગણિત પણ કાચું છે."
##############
"પુત્રવધુ : સાસુજી, છાશ પર માખણ તરે છે એ લઈ લઉં ?
સાસુ : 'એવું ન બોલાય. તારા સસરાનું નામ માખણલાલ છે.
બીજે દિવસે પુત્રવધુ ટહુકી : 'સાસુજી, છાશ પર સસરાજી તરે છે…. લઈ લઉં ?'"
##############
"ડોક્ટર - (સ્ત્રી દર્દીને) તમારા દાંત અને વાળને જોઈને તમારી વયની જાણ નથી થતી.
લેડીઝ - તો પછી મારી વય કેટલી લાગે છે ?
ડોક્ટર - ચાલીસ-પચાસથી ઓછી નહી."
##############
"એક વખત પિતાએ પોતાના પુત્રના પરીણામને જોઈને ગુસ્સે થતાં બોલ્યા - ' તને શરમ નથી આવતી આટલા ઓછા નંબર લઈ આવ્યો.'
પુત્ર - 'શું કરું પપ્પા મારી આગળવાળો છોકરો કશું જ લખતો નહોતો.'"
##############
"કંડકટરની પાસે એક બાળક પોતાની મમ્મી સાથે બેસ્યો હતો. એક યાત્રી બોલ્યો - એક લાલ કિલ્લો આપજો
બે રૂપિયા આપો - કંડકટરે બોલ્યો.
બંનેની વાત સાંભળી બાળક બોલ્યો - જુઓ મમ્મી, આટલો મોટો કિલ્લો આ માણસ બે રૂપિયામાં વહેંચી રહ્યો છે."
##############
"દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ મોટી ચોપડી ખોલીને વાંચવા માંડ્યું
પત્ની - આજે ફ્રીમાં પી ને આવ્યા ?
પતિ - ના, આજે નથી પીધી.
પત્ની - તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?"
##############
"છગન : ડૉક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?
ડૉક્ટર : રૂ. બે લાખ થાય.
છગન : અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?"
##############
"કવિ (ફોન પર) : ભાઇ સાહેબ, રવિવારે સમાચારપત્રમાં તમારી કવિતા વાંચી. ખૂબ ગમી. તમારી ભાભીને પણ કવિતા ખૂબ પસંદ પડી.
કવિ : ભાઇ, ભાભીજીને ધન્યવાદ કહેજો અને મારી તરફથી ચરણસ્પર્શ કરી લેજો."
##############
"નટુ : 'અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?'
ગટુ : 'એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.'"
##############
"એક સજ્જન પોતાની પત્નીની સાથે ટ્રેનમાં ચઢી અને તરત જ ઘબરાઈને પ્લેટફોર્મ પર કૂદી પડી.
ટ્રેનમાં બેસેલા યાત્રિઓએ પૂછ્યુ - શુ થયુ ભાઈ કૂદી કેમ પડ્યો ?
પેલા સજ્જન બોલ્યા - અંદર લખ્યુ છે કે વિસ્ફોટક વસ્તુને સાથે લઈને યાત્રા કરવાની મનાઈ છે"
##############
"સરકસમાં રિંગમાસ્ટરે સાકરનો ટૂકડો મોમાં રાખીને સિંહને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. સિંહ આવ્યો અને તેમના મુખમાંથી સાકરનો ટૂકડો લઈ ખાઈ ગયો.
આ દ્રશ્ય જોઈ ચિંટુ બોલ્યો : 'આ તો સાવ સહેલી રમત છે.'
રિંગમાસ્ટર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો : 'તો પછી તમે કરી શકો એમ છો ?'
ચિંટુ કહે : 'સિંહ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું ?'"
##############
"ડોકટર : રોહન, તારા કાનનું ઓપરેશન સફળ રહ્યું. હવે તું સ્પષ્ટ સાંભળી શકીશ. બધો મળીને કુલ પાંચ હજાર રૂપિયાનો જ ખર્ચ થયો છે.
રોહન : શું કહ્યું ડૉકટર સાહેબ? મને તો કંઈ જ સંભળાતું નથી."
##############
"માઁ- રાજુ, બેટા તુ તારા જન્મદિવસે કોણે-કોણે બોલાવવા માંગે છે.
રાજુ- દાદાજી, મામાજી, ચાચાજી અને મોટાભીઓને. આ લોકો જ તો મને ભેટ કે પૈસા આપશેને."
##############
"દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’
‘એ જ કે સાહેબ, દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’ દારૂડિયાએ જવાબ આપ્યો.
ઊંઘા પડેલાં માટલામાંથી એક ફિલસૂફે માટલું ખરીદ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછ્યું. અને ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો ? કારણ કે નીચેથી તો મોટું બાકોરું છે !"
##############
"એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી.
અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
‘ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો"
##############
"દસ વરસના મનુએ તેની મિત્ર આનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
આનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસા મારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.’"
##############
એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’
##############
દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!
##############
"મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’"
##############
"એક બાળક એક સફેદ અને એક બ્લેક બૂટ પહેરીને શાળામાં આવી ગયો.
શિક્ષક - જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ.
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી,
શિક્ષક - કેમ ?
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે."
##############
"ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે.
શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી."
##############
એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે? બીજો મિત્ર- ગર્લફ્રેંડ
##############
"ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો મીનુ - કેમ ?
ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો."
##############
શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ? રમેશ - ઈંટ ભીની થઈ જાય.
##############
પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.
##############
"બે બાળકો લડી રહ્યા હતા
એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક - નહી મારા સારા છે
પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે
બીજો બાળક - નહી મારો ભાઈ સારો
પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
બીજો બાળક - હા, એ વાત તો સાચી હશે, કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે."
##############
"ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે?
ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…"
##############
બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે. બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ. એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે. બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.
##############
પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા મૂર્ખ આ શુ કરે છે તુ ? પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.
##############
એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ? પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે.
##############
"લીલીને ચંપા ઘણા દિવસ પછી મળી. ચંપાએ પૂછ્યું, ‘‘લગ્ન પછી તું તો પહેલીવાર મળી... લગ્ન પછી ખુશીમાં તો છો ને?’’
‘‘અરે, બહેન, શું વાત કરું?’’ લીલી બોલી, ‘‘હું તો દુઃખી થઈ ગઈ. મને છેતરી આ તો!’’
‘‘કેમ શું થયું?’’ ચંપાએ પૂછ્યું.
‘‘અરે, મને લગ્ન પછી ખબર પડી કે,’’ લીલી બોલી, ‘‘એ તો પરણેલો મૂઓ છે અને ત્રણ છોકરાનો બાપ છે.’’
‘એ તો મોટો દગો કહેવાય,’’ ચંપાએ કહ્યું.
‘‘જો કે હું તો ગમે તેમ સહી લઉં છું,’’ લીલી બોલી, ‘‘પણ મારા ત્રણ દિકરાઓને નથી ફાવતું...’’"
##############
"દર્દી : 'ડૉ. મારું ટેમ્પરેચર પાંચેક પોઈન્ટ ઉપર જાય તો શું કરું ?'
ડૉક્ટર એમના શૅર-સ્ટોકનાં ફોર્મ ભરવામાં વ્યસત હતા. ઊંચું જોઈને એમણે કહ્યું : 'એને વેચી દે !'"
##############
"નવવધૂએ પોતાના પતિને પૂછ્યું : 'પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહેલ બનાવ્યો હતો. તમે મારા માટે શું બનાવશો ?'
'રેશન કાર્ડ' પતિ ઉવાચ."
##############
"એક વાર એક પત્રકારે અમિતાભની સાથે એક ઈંટરવ્યુ લેવાનુ નક્કી કર્યુ.
પત્રકારે પ્રશ્ન કર્યો - પુરૂષો અને સ્ત્રીઓની પસંદગી વિશે તમારે શુ કહેવુ છે ?
અમિતાભે જવાબ આપ્યો - પુરૂષોની પસંદ શ્રેષ્ઠ હોય છે ને સ્ત્રીઓની પસંદ હલકી હોય છે.
જયા બચ્ચને તરત જ જવાબ આપ્યો - તેથી જ તો આમને મને પસંદ કરી અને મેં તેમને."
##############
"એક સ્ત્રી - જ્યારે પણ હું મારી પુત્રી સાથે જઉ છુ તો લોકો મને પૂછે છે કે શુ આ તમારી બહેન છે ?
બીજી સ્ત્રી - તો શુ તારી પુત્રી અત્યારથી વૃધ્ધ દેખાવા માંડી ?"
##############
"માની લો કે ઓમ પુરી તાલિબાન દ્વારા પકડાય અને માની લો કે ભારત સરકાર એમને બચાવવા માટે એક મિશન લોન્ચ કરે, તો તેનું નામ શું રાખવામાં આવે?
વિચારો... વિચારો...
જવાબ: 'સેવ પુરી.'"
##############
"સંતા - જ્યારે હું દિલ્લીમાં આવ્યો ત્યારે મારા શરીર પર એક પણ કપડાં નહોતા.
બંતા - એવુ કેમ બને ?
સંતા - કારણ કે મારો જન્મ જ દિલ્લીમાં થયો હતો"
##############
"મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે."
##############
"એક દિવસ શિક્ષકે પૂછ્યું : 'રાજુ, માણસ અને ગધેડામાં શું ફરક છે ?'
રાજુ એ કહ્યું : 'સાહેબ ! ઘણો ફરક છે. માણસને ગધેડો કહી શકાય છે. પણ ગધેડાને માણસ કહી શકાતો નથી."
##############
"એક વિદ્યાર્થીએ કહ્યુ - આ ખતરનાક રસ્તો છે, ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડ કેમ નથી મૂક્યુ ?
તેની પાસે ઉભેલા છોકરાએ કહ્યુ - હા, આ એક ખતરનાક રસ્તો છે, અહીં સાવચેતીનુ બોર્ડ લગાવ્યુ હતુ, પણ બે વર્ષ સુધી કોઈ દુર્ધટના નથી તો તેને કાઢી નાખવામાં આવ્યુ."
##############
"મહેશ - રમેશ, તુ ખૂબ પરેશાન લાગી રહ્યો છે ? શુ થયુ ?
રમેશ - હુ બાપ બનવાનો છુ.
મહેશ - અરે આ તો ખુશખબર છે.
રમેશ - આમા સારુ શુ છે ? આ વાત મારી પત્નીને હજુ સુધી નથી ખબર."
##############
"એક વ્યકિતએ પોતાનો કૂવો પાડોશીને વેચી દીધો.
જયારે પાડોશી પાણી ભરવા લાગ્યો ત્યારે તે વ્યકિત બોલી, 'મેં કૂવો વેચ્યો છે, પાણી નહીં. જો પાણી ભરવું હોય તો તેનો અલગ ચાર્જ થશે.'"
##############
"આજે મારી બેબી સ્કૂલમાં આવી શકે તેમ નથી.'
'તમે કોણ બોલો છો ?'
'મારી મમ્મી બોલે છે !'"
##############
"વેઈટર - સર! આ રહ્યો તમારો નેપકીન !
બંતા - ના, ના! મેં તો નેપકીન પ્લેટમાંથી ઉઠાવી લીધો છે.
વેઈટર - માફ કરજો સર, તમે રૂમાલી રોટલીને નેપકીન સમજીને ખિસ્સામાં મૂકી દીધી છે."
##############
"મહિલા - ઈંસ્પેક્ટર સાહેબ, મારા પતિ શાકભાજી બનાવવા બટાકાં લેવા બજારમાં ગયા હતા, હજું સુધી પરત ફર્યા નથી.
ઈંસ્પેકટર - કોઈ વાંધો નહી, જ્યાં સુધી અમે શોધખોળ કરીએ છીએ ત્યાં સુધી બીજી શાકભાજી થી કામ ચલાવો."
##############
"શિક્ષક : 'ખુદકુશી કરલી' ઔર 'ખુદકુશી કરની પડી' બેઉ વચ્ચેનો ભેદ બતાવો.
રમેશ : પહેલાનો જવાબ બેરોજગાર અને બીજાનો શાદીશુદા…."
##############
"સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને 'જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો...' વિષય પર નિબંધ લખવા આપ્યોક. બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા, ત્યાંો જ શિક્ષકની નજર મનુ પર પડી, એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો. શિક્ષક-કેમ મનુ શું થયું? નિબંધ આવડતો નથી.
મનુ- 'ના ના સર, હું મારી સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું.'"
##############
"એક વાર બંતા પોતાની પ્રેમિકાને મળવા હોસ્પિટલમાં ગયો. તે ખુશ થઈને બોલી - તમને ખબર છે મારું પ્રમોશન થઈ ગયુ છે, હવે હું નર્સમાંથી સિસ્ટર બની ગઈ છુ.
બંતા - જો જે પાછી સિસ્ટરમાંથી મધર ન બની જતી."
##############
"કીડી : તું મને તારું શર્ટ આપીશ?
હાથી : ના રે ના શું કામ આપું?
કીડી : મારી બહેનના લગ્ન છે તો મારે તંબુ બાંધવો છો."
##############
"કાકા : 'અરે ભાઈ, મારા કૉમ્પ્યુટર માટે સારામાંના પડદા આપજો ને !
દુકાનદાર : 'કાકા, કૉમ્પ્યુટરના પડદા વિશે તો સાંભળ્યું નથી. કૉમ્પ્યુરરમાં વળી પડદાની શી જરૂર ?'
કાકા : 'અર ભાઈ, મારા કૉમ્પ્યુટરમાં 'વિન્ડો' છે !'"
##############
"પ્રેમી - તો પાકુ છે ને કે આજે રાતે આપણે બે વાગે શહેર છોડીને ભાગી જશુ.
તુ બિલકુલ પણ મોડુ ન કરતી, હું તારી રાહ જોઈશ.
પ્રેમિકા - તુ ચિંતા ન કરીશ મારા પતિ મારો સામાન બાંધી રહ્યા છે."
##############
"રામ: યાર, મને લાગતું હતું કે આ દુનિયામાં હું જ મૂર્ખ છું.
શ્યામ: કેમ શું થયું?
રામ: કાલે મેં મારી પત્નીને કાશ્મીરી સફરજન લાવવાનું કહ્યું હતું.
શ્યામ: તો શું થયું? રામ: આજે કાશ્મીરથી ફોન આવ્યો કે તેણે સફરજન ખરીદી લીધાં છે."
##############
"નરેશ : 'મારે પત્નીની આંખો ખૂબ મારકણી છે.'
પરેશ : 'મારી પત્નીની રસોઈ એવી છે ! બોલ, શું કરું !'"
##############
"મિત્રોએ જેમને આજીવન બ્રહ્મચારી માની લીધા હતા તે મનસુખલાલે 58 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : 'મનસુખલાલ, તમારે લગ્ન કરવાં જ હતાં તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો ?'
મનસુખલાલે જણાવ્યું : 'જો મારી પત્ની વઢકણી નીકળે તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે. પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે તો એને માટે આટલી બધી રાહ જોઈ, એ લેખે લાગે.'"
##############
"પત્ની (ગુસ્સામાં)- 12 વાગ્યે ઘરે આવવાનો સમય છે? ક્યારની વાટ જોઈ રહી છું?'
પતિ- શું આ જાગતા રહેવાનો સમય છે? 4 કલાકથી બહાર તું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું."
##############
"નરેશ : 'મારે પત્નીની આંખો ખૂબ મારકણી છે.'
પરેશ : 'મારી પત્નીની રસોઈ એવી છે ! બોલ, શું કરું !'"
##############
"મિત્રોએ જેમને આજીવન બ્રહ્મચારી માની લીધા હતા તે મનસુખલાલે 58 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : 'મનસુખલાલ, તમારે લગ્ન કરવાં જ હતાં તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો ?'
મનસુખલાલે જણાવ્યું : 'જો મારી પત્ની વઢકણી નીકળે તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે. પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે તો એને માટે આટલી બધી રાહ જોઈ, એ લેખે લાગે.'"
##############
"પોપટ- હું મારી પત્નીથી હેરાન થઈ ગયો છું, તેને ઉઠાવીને પાંચમાં માળેથી નીચે ફેંકવાનું મન થાય છે.
ચોપટ- તે બહું જાડી છે ?
પોપટ - નહી, હું એ વિચાર કરીને રોકાયો છું કે જો તે બચી જશે તો મને કોણ બચાવશે ?"
##############
"પરીક્ષામાં સહુથી ઓછા ગુણ લાવનાર પુત્ર ને પિતાએ કહ્યુ ;
'બેટા અરૂણ , તારા આટલા ઓછા માર્ક જોઇને મને એક વાત નો જરૂર સંતોષ થાય છે કે પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.'"
##############
"નેતાજી - મને વોટ આપો. હું તમારા ગામને સ્વર્ગ બનાવી દઈશ
શ્રોતા - પણ સાહેબ, અમારે તો હજુ ઘણું જીવવું છે"
##############
"ટિંકૂએ સવાલ પૂછી-પૂછીને પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.
તેણે એક પ્રશ્ન એ પૂછ્યો - પપ્પા તમે ઓફિસમાં શુ કરો છો ?
પપ્પાએ ગુસ્સામાં કહ્યુ - કંઈ નહી.
ટિંકૂ - હં..હં.... ત્યાં આરામ કરો છો એટલે જ ઘરે મોડા સુધી ટીવી જુઓ છો"
##############
"'છૂટાછેડા લીધા પછી બેન્કનું ખાતું કોણ સંભાળશે ?
'અડધેઅડધું વહેંચી લેશું : બેન્કની પાસબુક વગેરે એ રાખે ને માત્ર ચેકબુક હું રાખીશ, બીજું શું ?'"
##############
"બાળક - ચાલો પપ્પા આજે આપણે સ્કુલ સ્કુલ રમીએ.
પપ્પા - પણ હું શિક્ષક બનીશ.
બાળક - તો આજે હું ગેરહાજર છુ."
##############
"છગન : 'હું જન્મયો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં.'
મગન : 'તો તો તારે નિશાળે આવવા-જવામાં કેટલી બધી વાર લાગતી હશે નહીં ?'"
##############
"મારા વિવાહ તૂટવાની અણી પર છે. પ્રિયાએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી.'
'પેલા તારા કરોડપતિકાકા વિશે તેં એને જણાવ્યું નહોતું કે તું એકલો એનો વારસદાર છું ?'
'જણાવ્યું હતું ને ! એટલે જ તો એ હવે મારી કાકી બનાવા જઈ રહી છે !'"
##############
"શિક્ષક (સોનુને) બતાવ, દુનિયા ગોલ છે કે ચપટી ?
સોનુ - દુનિયા ન તો ગોલ છે કે ન તો ચપટી,
મારા પપ્પા કહે છે કે દુનિયા 420 છે"
##############
"નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ.
પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં."
##############
"એક યુવકે બડાશ હાંકતાં કહ્યું : 'હું બહુ મહેનત કરીને નીચેથી ઉપર પહોંચ્યો છું.'
બીજાએ કહ્યું : 'ખબર છે, પહેલાં તું બૂટપૉલિશ કરતો હતો અને હવે માથા પર તેલમાલિશ કરે છે !'"
##############
"ઘણા લાંબા સમયથી બંતાના લગ્ન થતા ન હતા. બંતાએ પરંશાન થઇને ફંડુ ટાઇમ્સના મેટ્રિમોનિયલમાં જાહેરાત આપી જેમાં લખ્યું હતું 'પત્ની જોઇએ છે.'
વળતા બે દિવસો પછી બંતાને ૧૦૦ જવાબો મળ્યા 'મારી લઇ જાઓ.'"
##############
"દાદાજી - આયુષ, બેટા બતાવ તો અક્કલ મોટી કે ભેંસ ?
આયુષ - દાદાજી, પહેલા મને બંનેની જન્મતારીખ બતાવો."
##############
"વાળંદની દુકાનમાં એનો દીકરો આવ્યો હતો. ગ્રાહક વધ્યા એટલે દીકરાએ પૂછ્યું : 'હું હજામત કરતો થાઉં ?'
ખચકાટ સાથે વાળંદ : 'ફાવશે ? જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય, તને !'"
##############
સુનીલે લોન પર કાર ખરીદી. લોનના હપ્તા ભરપાઈ ન થતાં બેન્કે કાર પાછી લઈ લીધી. સુનીલ મનોમન બબડ્યો કે : મને આવી ખબર હોત તો લગ્ન માટે પણ મેં લોન લીધી હોત !
##############
"કન્ડકટર : 'સાહેબ, તમે બસમાં સિગારેટ ન પી શકો'
પ્રવાસી : 'હું પીતો નથી.'
કન્ડકટર : 'તમારા મોઢામાં સિગારેટ છે.'
પ્રવાસી : 'એમ તો મારા પગમાં જોડા પણ છે, છતાં હું ચાલતો નથી.'"
##############
"બૉસ (આસિસ્ટન્ટ ને) : 'ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે આપ ક્યાં હતા ?'
આસિસ્ટન્ટ : 'સાહેબ, હું આપની સાથે ટુરમાં હતો.'"
##############
"અરે જુઓ તો ખરા – પેલી છોકરીનાં કપડાં કેવા છે!'
'એ છોકરી નથી, છોકરો છે. અને એ મારો દિકરો છે.'
'ઓહ એમ ! માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.'
'બાપ નથી – હું એની મા છું !!'"
##############
વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : 'આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.'
##############
"વ્યાખ્યાતા : 'મારું ભાષણ જો બહુ લાંબુ થઈ ગયું હોય તો તેનું કારણ એ છે કે મારું કાંડા-ઘડિયાળ ઘરે રહી ગયું છે, અને આ સભાખંડમાં ઘડિયાળ દેખાતું નથી.'
શ્રોતાઓમાંથી અવાજ : 'અલ્યા ભાઈ, પણ તને આ દિવાલ પર લટકતું તારીખિયું યે ના દેખાયું?'"
##############
"કન્ડકટર : 'સાહેબ, તમે બસમાં સિગારેટ ન પી શકો'
પ્રવાસી : 'હું પીતો નથી.'
કન્ડકટર : 'તમારા મોઢામાં સિગારેટ છે.'
પ્રવાસી : 'એમ તો મારા પગમાં જોડા પણ છે, છતાં હું ચાલતો નથી.'"
##############
"બૉસ (આસિસ્ટન્ટ ને) : 'ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે આપ ક્યાં હતા ?'
આસિસ્ટન્ટ : 'સાહેબ, હું આપની સાથે ટુરમાં હતો.'"
##############
"અરે જુઓ તો ખરા – પેલી છોકરીનાં કપડાં કેવા છે!'
'એ છોકરી નથી, છોકરો છે. અને એ મારો દિકરો છે.'
'ઓહ એમ ! માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.'
'બાપ નથી – હું એની મા છું !!'"
##############
વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : 'આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.'
##############
"વ્યાખ્યાતા : 'મારું ભાષણ જો બહુ લાંબુ થઈ ગયું હોય તો તેનું કારણ એ છે કે મારું કાંડા-ઘડિયાળ ઘરે રહી ગયું છે, અને આ સભાખંડમાં ઘડિયાળ દેખાતું નથી.'
શ્રોતાઓમાંથી અવાજ : 'અલ્યા ભાઈ, પણ તને આ દિવાલ પર લટકતું તારીખિયું યે ના દેખાયું?'"
##############
"રામ : શુ તમે જ ગઈકાલે મારા પુત્રને ડૂબતા બચાવ્યો હતો ?
શ્યામ : હા, પણ હવે એ વિશે મારા વખાણ કરીને મને શરમાવો નહી.
રામ : કેમ ન કરુ ? બતાવો એ છોકરાની ટોપી ક્યા છે."
##############
"મનોજ : 'વહાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?'
રીટા : 'હા, ખરેખર !'
મનોજ : 'જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?'
રીટા : 'હા, ખૂબ જ.'
મનોજ : 'તો પછી તું રડી બતાવ.'
રીટા : 'પણ પહેલાં તું મરી બતાવ !'"
##############
"શિક્ષક - શિયાળામાં દિવસો નાના અને ગરમીમાં દિવસો મોટા કેમ હોય છે ?
વિદ્યાર્થી - સર, ઠંડીમાં ચીજો સંકોચાઈ જાય છે, અને ગરમીમાં પ્રસરી જાય છે એટલે."
##############
"પપ્પુ : ઓ મમ્મી... તારી કઢીમાં...
મમ્મી : ચૂપચાપ જમી લે. કેટલી વાર કહ્યું કે જમતી વખતે મોઢું બંધ રાખવું. થોડી વાર પછી
મમ્મી : બોલ તું શું કહેતો હતો?
પપ્પુ : મમ્મી, તારી કઢીમાં માખી પડી છે એ જ મારે કહેવું હતું."
##############
"જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?' ન્યાયાધીશે કનુને પૂછ્યું.
'જી, હા.' પંદર વર્ષના કનુએ કહ્યું.
'તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?'
'એ જ કે હું કદી પરણીશ નહિ.'"
##############
"'સાંભળ્યું ? આપણા ડૉક્ટરને અકસ્માત થયો છે !'
'ભારે કરી ! કેમ કરતાં થયો ?'
'હૉસ્પિટલમાંથી ઘરે આવતાં, એમ્બ્યુલન્સની અડફેટમાં આવી ગયા !'"
##############
"સાંભળ્યુ છે કે તારા પપ્પાના એક ઈશારે ટ્રેફિક ચાલે છે ?
સાચી વાત છે.
તારા પપ્પા શુ કરે છે ?
ટ્રાફિક પોલીસ છે."
##############
"ધીરુભાઈ : હેલો હું ધીરું બોલું છું…ધીરું…
કાકા : કોણ બોલે છે ? કાંઈ સંભળાતું નથી…
ધીરુભાઈ : હું ધીરું બોલું છું…ધીરુ…ધીરુ….
કાકા : જખ મારવાને ધીરુ બોલે છે. જરા જોરથી બોલને…."
##############
"ખુશખુશાલ પતિ : 'રવિવાર સારી રીતે ગાળવા માટે હું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું.'
પત્ની : 'કેમ ત્રણ ?'
પતિ : 'કેમ વળી…. એક ટિકિટ તારી અને બે તારાં મા-બાપની ! થઈ ગઈને ત્રણ !'"
##############
"નટુ : મારો દીકરો કૉલેજ ગયા પછી એવો હોંશિયાર થઈ ગયો છે કે એ કાગળો લખે તો મારે શબ્દકોષ જોવો પડે છે.
ગટુ : અરે, મારો દીકરો પણ એવો હોંશિયાર થઈ ગયો છે કે એનો કાગળ આવે એટલે મારે બૅન્કની પાસબુક જોવી પડે છે !"
##############
"કોઈએ છગનને પૂછ્યું : 'અગર આપકી બીવી કો ભૂત ઉઠા કે લે જાય તો આપ ક્યા કરોગે ?'
છગન : મૈંને ક્યા કરના હૈ ભાઈ, ગલતી ભૂત કી હૈ તો વો ખુદ ભુગતેગા ના !'"
##############
"લેડી ડૉક્ટર (મહેશને) તમે રોજ સવારે ઉભા રહીને સ્ત્રીઓને કેમ તાકતા રહો છો
રમેશ (ડૉક્ટરને) ડૉક્ટર સાહેબ, તમે જ તો બોર્ડ પર લખી રાખ્યુ છે કે સ્ત્રીઓને જોવાનો સમય સવારે 9 થી 11."
##############
"દર્દી : 'ડૉક્ટર સાહેબ, મને એવી દવા આપો કે તે ખાધા પછી હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં.'
ડૉક્ટર : 'ભાઈ એવી દવા હું ન આપી શકું. તું એકતા કપૂર પાસે જા !'"
##############
"એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ - બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો - પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે."
##############
"ગટુ : 'મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.'
નટુ : 'કેમ ? એમને કશું યાદ નથી રહેતું કે શું ?'
ગટુ : 'ના યાર, એને બધું જ યાદ રહે છે.'"
##############
"ડૉક્ટર (દર્દીને) : 'જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.'
દર્દી : 'એ શક્ય નથી સાહેબ.'
ડોક્ટર : 'કેમ ? એમાં શું વાંધો છે ?'
દર્દી : 'વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!'"
##############
"શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કે જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે થોડું લખજે.
રમેશે લખ્યું : 'સોમવારે મા મામાને ઘેર ગઈ હતી ત્યારે પિતાથી એટલો શીરો બનાવાઈ ગયો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ સુધી ચાલ્યો !'"
##############
"મગન - બોલ યાર, આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા ?
છગન - આમ તો બંને સાથ આપે, પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય તો બંનેમાંથી એકપણ નહી."
##############
પીડાની પરાકાષ્ઠા શું છે? એક જ હાથ હોય તેવો માણસ ખીણની ધાર પર હાથ વડે લટકી રાો છે...અને એની પૂંઠ પર સખત ખંજવાળ ઊપડી છે ! મોતની પરાકાષ્ઠા શું છે ? એણે પોતાની પૂંઠ ખંજવાળી લીધી ..!
##############
કનુ : 'હું તમારી દીકરીને એટલું બધું ચાહું છું કે એની ખાતર હું બધું છોડીને આવ્યો છું.' દીકરીનો બાપ : 'બધું એટલે શું ?' કનુ : 'ચાર છોકરાં અને એક પત્ની !'
##############
મગન : 'ડૉક્ટર, રોજ હું 100 રૂ. ની દવા લઉં છું પણ કશો ફાયદો નથી થતો. ડૉક્ટર : 'મગનભાઈ ! રોજ 50 રૂ.ની દવા લેવાનું રાખો. રૂ. 50 નો ચોખ્ખો ફાયદો થશે ને ?!
##############
ચિન્ટુ ગાલિબના ઘરે ગયો. બારણું ખખડાવ્યું, ગાલિબે પૂછ્યું : 'કૌન ?' ચિન્ટુ : 'મેં !' ગાલિબ : 'મૈં કૌન ?' ચિન્ટુ : 'અરે યાર તૂ તો ગાલિબ હૈ ! પૂછતા ક્યું હૈ ?'
##############
એક અભણ ભાઈ એક ભણેલી શહેરી છોકરીને પરણ્યા. ગામના તળાવની સુંદરતા જોઈને પેલી બોલી ઊઠી: 'How Nice!' ભાઈ બોલ્યા: 'તું એકલી શું કામ ? તું નાઈસ (ન્હાઈશ) તો હું બી નાઈસ (ન્હાઈશ) !
##############
"હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ શું કરે?
બ્રિટિશર ઊભો થઈ મેનેજમેન્ટને ફરિયાદ કરી જતો રહે.ઓસ્ટ્રેલિયન વેઈટર જોડે ઝગડ કરે.
મંદીના મારમાં સપડાયેલો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
દેડકાં-સાપ ખાનાર ચીનો પહેલા માખી ખાઈ જાય પછી ચા પી જાય.
આ સમયે જગતનો શ્રેષ્ઠ શ્રેષ્ઠી ગુજરાતી હોટેલનું બિલ ભરીને પછી મેનેજમેન્ટ સામે નુક્સાનીનો દાવો માંડે. પછી નવી ચા મંગાવે અને બ્રિટિશરે તરછોડેલી ચાનો કબજો મેળવી માખી ચીનાને વેચી દે, ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચે અને પછી વેચાણ અને નુકસાનીનું વળતર ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય."
##############
"એક દંપતી વેકેશન પર જવાના હતા. પતિ બીઝનેસ ટુર પરથી સીધો જ વેકેશન ના સ્થળે પહોચવાનો હતો જયારે પત્ની બીજા દિવસે પહોચવાની હતી.
પતિ મહાશયે વેકેશન ના સ્થળે હોટેલ પર થી પત્ની ને એક ઈમેઈલ લખવાનો વિચાર કર્યો અને ભૂલથી ઈમેઈલ અડ્રેસ ટાઇપ કરતી વખતે ટાઈપીંગ મિસ્ટેક થઈ ગઈ અને ઈમેઈલ એક એવી સ્ત્રી ને મળ્યો જેના પતિનું એક દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું.
જયારે એ વિધવા સ્ત્રીએ તેનો ઈમેઈલ ચેક કર્યો તો તેને ચક્કર આવી ગયા અને તે ઢળી પડી. તે જોઈને સગા-વહાલો દોડી આવ્યા અને તેમણે સ્ક્રીન પર વાચ્યું:
“વહાલી પત્ની”"
##############
"તોફાની ચીકુએ એક વખત તેની મમ્મીને પૂછ્યું: મમ્મી તારા વાળ સફેદ કેમ થતા જાય છે?
મમ્મી: તારા એક એક તોફાન થી મારા એક એક વાળ સફેદ થતા જાય છે.
ચીકુ: હવે મને સમજાયું કે દાદીના બધા વાળ સફેદ કેમ છે!!!"
##############
"તોફાની ટીનીયાએ તેના પપ્પાને પૂછ્યું: પપ્પા, લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચ થાય?
પપ્પા: ખબર નહિ બેટા, મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે…"
##############
"મનુભાઈ (હોટેલમાં – વેઈટર ને બોલાવીને ): તું મારું સૂપ ચાખ…
વેઈટર: ના સાહેબ, એવું અમે ના કરી શકીએ…
મનુભાઈ: ના આજે તો તારે ચાખવું જ પડશે…
વેઈટર: કેમ સાહેબ, સૂપ માં કોઈ પ્રોબ્લેમ છે?
મનુભાઈ: મારે કઈ જ સંભાળવું નથી, તું બસ સૂપ ચાખ…
વેઈટર: ઓકે… ચમચી ક્યાં છે?
મનુભાઈ: હા… હવે ખરો સવાલ કર્યો…"
##############
"શિક્ષક: પાણીનું કેમિકલ ફોર્મ્યુલા શું છે?
મનીયો: “HIJKLMNO”!!
શિક્ષક: આવું તને કોણે શીખવાડ્યું?
મનીયો: તમે જ તો ગઈકાલે કહ્યું હતું કે H to O!"
##############
"એક વખત એક જાપાનીઝ ભારત દર્શને આવ્યો, અને એક ટેક્ષી કરી…
રસ્તામાં ફૂલ સ્પીડે એક TOYOTA કારે ઓવરટેક કર્યું..
જાપાનીઝ: TOYOTA – Made in JAPAN ! very fast !
થોડી વાર પછી એક Mitsubishi કારે ઓવરટેક કર્યું…
જાપાનીઝ: Mitsubishi – Made in JAPAN ! very fast !
હવે જાપાનીઝને ઉતારવાનું સ્થળ આવી ગયું એટલે ટેક્ષી ડ્રાઇવરે મીટર જોઇને કહ્યું: 800 rupees
જાપાનીઝ: Its too much
ટેક્ષી ડ્રાઈવર: Meter, made in India, very, very fast!"
##############
"ડોક્ટર: તો તમારું કાર અકસ્માત કેવી રીતે થયો?
દર્દી: હું વળાંક લઇ રહ્યો હતો…
ડોક્ટર: અને સામેથી બીજી કાર આવી?
દર્દી: ના, ત્યાં વળાંક નહોતો."
##############
"ત્રણ કુંવારા અંદરોઅંદર વાતો કરી રહ્યા હતાં. મુદ્દો એ હતો કે ઉંઘીને ઉઠ્યા પછી જો આપણને ખબર પડે કે આપણે લખપતિ થઈ જઈએ તો આપણે શું કરીશું ?
પહેલો કુંવારો : “અમે તો સીધા પેરિસ જઈશું અને ખૂબ મજા કરીશું.”
બીજો કુંવારો : “અમે કોઈ લાભપ્રદ વેપારમાં રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.”
ત્રીજો કુંવારો બોલ્યો : “હું તો ફરીથી ઊંઘવાની કોશિશ કરીશ, અને ત્યાં સુધી સૂતો રહીશ કે જ્યાં સુધી કરોડપતિ ના બની જાઉં.”"
##############
"લગ્નની વાતો ચાલી રહી હતી.
છોકરાના ઘરવાળાઓએ છોકરાના વખાણ કરતા છોકરીવાળાને કહ્યું : “અમારો છોકરો ખુબ જ ન્યાયપ્રિય છે, દરેકને એક જ નજરે જોવે છે.”
છોકરીવાળા બોલ્યા : “અમારી છોકરી બહુ જ કામકાજ કરે છે, હંમેશા એક પગે ઉભી રહે છે.”
લગ્ન થયા પછી બંને પક્ષવાળાને ખબર પડી કે છોકરો કાણો અને છોકરી લંગડી હતી."
##############
"શિક્ષક : “બોલો જોઈએ મારા મગજ અને આ મારા મગજના એક્સ-રે ફોટા વચ્ચે શો ફરક છે ?”
મનિયો : “સર, એક્સ-રે ફોટો ડેવલપ થયેલો હોય છે.”"
##############
"ગીરના જંગલમાં લટાર મારવા નીકળેલા ચંગુ અને મંગુ ખુબ જ આગળ નીકળી ગયા. સામેથી એક ભયાનક રીંછ તેમની સામે આવતું દેખાયું. ચંગુએ તુરંત ખભાથેલો ઉતાર્યો અને તેમાંથી પાવરના ઈમ્પોર્ટેડ શુઝ કાઢીને ઉતાવળે પહેરવા લાગ્યો.
“ફોગટની મહેનત રહેવા દે.” માંગું બોલ્યો. “આ શુઝ પહેરીને તું રીંછ કરતાં વધુ ઝડપે દોડી શકવાનો નથી.”
“હું જાણું છું, મંગુ” ચંગુ બોલ્યો : “મારે તો ફક્ત તારાં કરતાં વધુ ઝડપે દોડવું છે.”"
##############
"સવાલ : “ચમ્બલની ઊંડી કોતરો શી રીતે બની ?”
જવાબ : “કહેવાય છે કે 19 મી સદીમાં કરોડીમલ મારવાડીના પરદાદા સહકુટુંબ ફરવા માટે ગયેલા ત્યારે તેમનો આઠઆનીનો સિક્કો ત્યાં ખોવાયો હતો.”"
##############
"અમેરિકાના પ્રવાસે ગયેલા બંટાસિંહે ત્યાં લાયસન્સ વગર મોટર ચલાવીને બે જણને કચડી નાંખ્યા. કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે મોતની સજા ફરમાવી.
સજાના અમલનો દિવસ આવ્યો. જેલર બન્ટાને ઇલેક્ટ્રિક ચેર તરફ દોરી ગયો અને કહ્યું : “આ ખુરશી પર બેસો, એટલે વીજળીનો કરંટ ચાલુ કરવામાં આવશે. બે સેકન્ડનો જ ખેલ છે, એટલે તમારે ઝાઝું સહન કરવાનું નથી. ઇલેક્ટ્રિક શોક ત્રીજી સેકન્ડે તમારો અંત લાવી દેશે. કોઈ છેલ્લી ઈચ્છા હોય તો જલ્દીથી કહી નાખો.”
“ઇલેક્ટ્રિક શોક આપતા પહેલા મારી ગમે તે ઈચ્છા તમે પૂરી કરી શકશો ?” બંટાસિંહે પૂછ્યું.
“જરૂર કરીશું, કેમ નહીં ? અહીનો કાયદો છે.”
“તો ખુરશીના ચારેય પાયા કાઢી નાંખો અને પાયાની બદલીમાં ત્યાં શોક એબ્સોર્બર્સ ફીટ કરો.” બંટાસિંહ બોલ્યા."
##############
"વિદેશમાં પોપટલાલ હિન્દુસ્તાની ધોતી પહેરીને જઈ રહ્યો હતો. પાછળથી તેની ધોતી ખુલી ગઈ. તેને ખબર ના પડી. એટલામાં એક અંગ્રેજે પાછળથી આવીને તેને પૂછ્યું : “એ મિસ્ટર ! વ્હોટ ઈસ ધીસ ?”
હિન્દુસ્તાનીએ તેની ટાઈ પકડીને પૂછ્યું : “વ્હોટ ઈસ ધીસ ?”
અંગ્રેજ બોલ્યો : “ધીસ ઈસ માય નેક ટાઈ.”
આ સાંભળી પોપટલાલ હિન્દુસ્તાની બોલ્યો : “ધીસ ઈસ માય બેક ટાઈ.”"
##############
"પપ્પા : “બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે ?”
પપ્પુ : “આવા સવાલ ના કરશો પપ્પા.”
પપ્પા : “કેમ ?”
પપ્પુ : “શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.”"
##############
"એક લેખકે સંપાદકને પોતાની નવી વાર્તા ‘હું કેમ જીવું છું’ ટપાલથી મોકલી અને આગ્રહ કર્યો કે જો વાર્તા પાછી મોકલે તો, મહેરબાની કરીને તેનું કારણ જણાવે.
સંપાદકે જવાબ આપ્યો : “મહાશય, તમારી વાર્તા પાછી મોકલાવી રહ્યો છું, અમે એટલા માટે જીવીએ છીએ કે તમે રૂબરૂ વાર્તા લઈને અમારી ઓફિસે નથી આવ્યા.”"
##############
"એક સૈનિકને તેના ઓફિસરે પૂછ્યું : “તું કેટલી વાર પેરાશૂટ લઈને કૂદ્યો છે ?”
“માત્ર એક વાર.” સૈનિકે જવાબ આપ્યો.
“પરંતુ તારા સર્વિસ રેકોર્ડમાં તો પંદર વાર લખેલું છે.”
“જી બાકીની ચૌદ વાર તો મને ધકેલવામાં આવ્યો હતો.” સૈનિકે કહ્યું."
##############
"ખૂબ આળસુ માણસ વાળંદની દુકાને જઈ ડોક નીચી કરી ખુરશીમાં બેસી ગયો.
વાળંદે પૂછ્યું : દાઢી બનાવવી છે કે વાળ કપાવવા છે ?
'દાઢી બનાવવી છે', પેલા માણસે કહ્યું.
વાળંદે કહ્યું : જરા ડોક ઊંચી કરો.
'ડોક ઊંચી કરાવી પડશે? એ કરતા વાળ જ કાપી નાખો ને ભાઈ.'"
##############
"ન્યાયાધીશ (ચોરને) : તને ગુનામાંથી મુક્ત કરવામાં આવે છે.
ચોરે પૂછ્યું, 'કેમ?'
ન્યાયાધીશે કહ્યું, 'તારા વકીલે એ સાબિત કર્યું છે કે તે ચોરી કરી નથી.'
ચોરે કહ્યું, 'તો તો પછી સાહેબ ! પકડાયેલું ઝવેરાત, ઘડિયાળ વગેરે બધું મને પાછું મળશે ને !"
##############
"ત્રણ ગપ્પીદાસ ભેગા થયા.
પહેલો ગપ્પીદાસ કહે, 'મારા દાદા પતંગ એટલે ઊંચે સુધી ચઢાવતા હતા કે એમનો પતંગ કોઈને દેખાતો જ નહિ.'
બીજો કહે, ' પણ, મારા દાદા તો હવા જયારે ઉત્તર દિશામાં વતી હોય ત્યારે એ દક્ષિણ દિશામાં પતંગ ચઢાવી બતાવતા.'
ત્રીજો ગપ્પીદાસ બોલ્યો, 'એમાં શું ! મારા દાદા તો વગર દોરીએ કલાકો સુધી પતંગ ચઢાવતા હતા !'"
##############
"મકાનમાલિક : જ્યારથી તમે રહેવા આવ્યા છો ત્યારથી એક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.
ભાડૂત : એમાં મારો શો વાંક ? તમે જ કહ્યું હતું કે આને પોતાનું જ ઘર સમજજો."
##############
"શિક્ષક : તે એટલા મોટા અક્ષરે કેમ લખ્યું છે?
વિદ્યાર્થી : તમે તમારા કોટના ખિસ્સામાંથી ઘરે ચશ્માં લેવા મોકલો નહિ એટલા માટે."
##############
"ન્યાયાધીશ : અત્યારે અદાલતમાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ કહી શકે તમ છે તું ગુનેગાર નથી?
ગુનેગાર : નામદાર, હવાલદાર સાહેબ પોતે પણ જાણે છે કે હું એક સજ્જન માણસ છું.
હવાલદાર : સાહેબ, હું તો એને ઓળખાતો પણ નથી.
ગુનેગાર : જુઓ સાહેબ, હવાલદાર મને ઓળખતા પણ નથી. તેઓ તો ભૂલથી મને અહી ખેંચી લાવ્યા છે."
##############
"શિક્ષક : ટિનું, એવા પ્રાણીનું નામ આપ. જે પાણીમાં અને જમીન પર પણ રહી શકતું હોય.
વિદ્યાર્થી : સાહેબ, દેડકો.
શિક્ષક : શાબાશ ટિનું, હવે બીજું નામ આપ.
ટિનું : સાહેબ, બીજો દેડકો."
##############
"ડોક્ટર : શાંતાબહેન, તમારે પગે હજી સોજા છે પણ એમાં ચિંતા કરવા જેવું લાગતું નથી.
શાંતાબહેન : ડોક્ટર સાહેબ, આપને પગે સોજા હોય તો મને પણ એમાં ચિંતા કરવા જેવું ન લાગે હોં."
##############
"ઘરાક : તમે તો કહેતા હતા કે જલેબી તાજી છે, પણ મેં ખાધી તો એ વાસી જ લાગે છે.
દુકાનદાર : સાહેબ, મેં તો જલેબી તાજી બનાવી હતી. પણ ઘરાકો ચાર - ચાર દિવસ પછી આવે છે, એમાં હું શું કરું?"
##############
"પિન્ટુના સવાલોથી તેના શિક્ષક કંટાળી ગયા.
શિક્ષક : પિન્ટુ, હું તારા સવાલોથી થાકી ગયો છું. મારું માથું ચડી ગયું છે. મારે તારા પપ્પાને મળવું પડશે.
પિન્ટુ : સાહેબ, સવારે નવ થી બારમાં અને સાંજે છ થી નવમાં જ આવજો. પછી મારા પપ્પા મળતા નથી.
શિક્ષક : મારે આવવું હશે ત્યારે આવીશ. તું કેમ ઉતાવળો થાય છે?
પિન્ટુ : સાહેબ, તમારું માથું દુ:ખે છે ને મારા
એમની બીજા ડોક્ટર કરતા ઓછી છે.
'શું થયું, આટલી પરેશાન કેમ છો?'"
##############
"'શું કરું, ટિનિયો પચાસ પૈસાનો સિક્કો ગલી ગયો છે.'
'તો ગળવા દે ને. આજકાલ પચાસ પૈસામાં આવે છે શું?'"
##############
"લેડી(ડોક્ટરને): મારા પતિ ઉંઘમાં બોલે છે, તો મારે તેમની આ કુટેવને છોડાવવા માટે શું કરવું જોઈએ?
ડોક્ટર: તે જ્યારે જાગે ત્યારે તેને બોલવાની તક આપો.......
ઈન્ટરવ્યું લેનાર: વિચારો કે તમે એક બંધ રૂમ માં છો અને રૂમ માં આગ લાગી છે તો ત્યાંથી કેવી રીતે નીકળશો?
સંતા: ખુબજ સરળ, એવું વિચારવાનું બંધ કરીને!!!"
##############
"વહૂએ સાસુમાને Cool એસએમએસ મોકલ્યો: તમે મને ના શીખવો કે મારે મારા બાળકોને કંઈ રીતે ઉછેરવા જોઈએ. હું તમારા જ પુત્ર સાથે રહી રહી છું અને તેને હજુ પણ ઘણા બધા સુધારાની જરૂર છે.
સંતા: એ બન્નો, આ કારની સ્પીડ કેમ આટલી બધી વધારી દીધી?
બન્નો: ઓ જી, કારની બ્રેક ફેઈલ થઇ ગઈ છે. મેં વિચાર્યું કે કોઈ એક્સીડેન્ટ થાય એના પહેલા જલ્દી થી ઘરે પહોચી જઈએ!!"
##############
"પત્ની પિયર ગઈ હતી.
પતિ છરી લઈને પત્નીના ફોટો પર ઘા કરી રહ્યો હતો.....
પતિ દર વખતે ચૂકી જતો હતો એક પણ છરી પત્નીના ફોટોને વાગતી ન હતી.
અચાનક પતિને પત્નીનો ફોન આવે છે... હેલ્લો તમે શું કરી રહ્યાં છો?
પતિ: હું તને મિસ કરુ છું!!!!"
##############
"મ્યુઝીયમ નો રખેવાળ: તે ૫૦૦ વર્ષ જૂની મૂર્તિ તોડી નાખી???
સંતા: હાશ.. મને એમ કે એ નવી જ હશે."
##############
"કરોડપતિ સાથે મુલાકાત.....
મુલાકાત લેનાર: તમે કરોડપતિ બન્યા તેનો શ્રેય તમે કોને આપો છો?
કરોડપતિ: હું તેની પાછળનો બધો શ્રેય મારી પત્નીને આપું છું....
મુલાકાત લેનાર: Wow, તેની સાથે લગ્ન કર્યા પહેલા તમે શું કરતા હતા?
કરોડપતિ: હું અબજોપતિ હતો......
પોતાની એક સહેલીને એક દિવસ ઘણી ખુશમિજાજ હાલતમાં જોઇને એની બેનપણીએ એને પૂછ્યું : 'આજે શું વાત છે ? બહુ આનંદમાં જણાય છે ને ? શાની ખુશીનો અવસર છે ?'
જવાબમાં પેલી સહેલીએ કહ્યું, ' તને ખબર નથી ? મારા પતિને ગઈકાલે વેપારમાં ઘણું મોટું નુકશાન ગયું. એથી મનને ઘણો આઘાત પહોંચ્યો છે. ડોકટરે કહ્યું કે એમને વહેલી તકે અહીંથી દૂર કોઈ સારા હિલ સ્ટેશન પર લઇ જાવ એટલે આવતીકાલે અમે સૌ દાર્જીલિંગ જઈ રહ્યાં છીએ. '"
##############
"નોકર: 'શેઠજી! મને નોકરી પર રાખી લો.'
શેઠ: 'જો, તું બે - ચાર દિવસ રહીને ભાગી ન જતો.'
નોકર: 'શેઠજી ! મને તો એક ઠેકાણે જ રહેવાની આદત છે. હું પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ રહ્યો હતો.'
શેઠ:'ક્યાં ?'
નોકર:'જેલમાં'
'આજે છોડ - ઝાડને બરાબર પાણી પાયું હતું ને? 'શેઠે માળીને પૂછ્યું.
'ના જી, શેઠ! આજે વરસાદ હતો તેથી પાણી પાયું નથી.'
'કેવો મૂરખ છે ? વરસાદ હતો તો છત્રી ઓઢીને પણ પાણી પાવું જ જોઈએ ને ? '"
##############
"કરોડપતિ સુરજમલ મારવાડીએ જાણ્યું કે તેની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે વેપારીઓ પાંચ લાખ રૂપિયા ઉઘરાવીને બજારમાં ચાર રસ્તા પાસે તેનું બાવલું ઊભું કરવાના છે.
આ વાત જાણતા જ સફાળા - સફાળા સુરજમલ મારવાડીએ ફાળા સમિતિના પ્રમુખને કહ્યું, ' અરે ભાઈ! તેનાથી અડધા પૈસા મને આપો તો હું જાતે જ ત્યાં ઉભો રહેવા તૈયાર છું.'"
##############
"મુંબઈના પરામાં રહેતી એક બાઈએ દૂધવાળા ભૈયાને પૂછ્યું : 'જો મારો નોકર તમારા તબેલામાં દૂધ લેવા આવે તો શું ભાવ લેશો ?'
'20 રૂપિયે લીટર.' દૂધવાળાએ કહ્યું.
બાઈ: 'ઠીક છે, પણ દૂધ આપજો સારું.'
દૂધવાળો: 'તો પછી 25 રૂપિયા લીટરનો ભાવ થશે.'
બાઈ: 'ભલે, થોડા રૂપિયા વધારે. પણ દૂધ નોકર તેની સામે દોહીને લેશે.'
દૂધવાળો: 'તો પછી 30 રૂપિયા લીટર થશે.'
અભિનેતા(પોતાના મિત્રને): 'તમારી ફેકટરીમાં આગ લાગી, એ સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું. એમાં તમે શું ચીજ બનાવતા હતા?'
'આગ બુઝાવવાનું યંત્ર 'મિત્રએ ઉત્તર આપ્યો.'"
##############
"ગ્રાહક: 'આ કુરકુરિયાના આજે આઠ રૂપિયા ? ગઈ કાલે તો તમે એના એંસી માંગતા હતા ?'
વેપારી: 'પણ એ દરમિયાન એણે મારી પત્નીની એક સાડીના ચીથરા ઉડાવી દીધા છે.'"
##############
"એક વખત એક મુસાફરને પેટમાં ઘણું દર્દ થયું. તેણે એક માણસને પૂછ્યુ, ' અહી વૈદ્ય ક્યાં રહે છે ?'
તેણે કહ્યું, ' અહી બધા જ વૈદ્ય છે.'
તો નજીકના ઘરમાં ગયો અને કહ્યું: 'મારા પેટમાં ઘણું દર્દ છે.'
પેલો ઘરની અંદર ગયો. મુસાફરે જોયું કે બધા જ ઘરમાં એક - બે દીવા સળગે છે. તેથી તેણે વૈદ્યને પૂછ્યું, ' આ દીવા કેમ બળે છે ?'
વૈદ્યે કહ્યું : ' જેના ઘરમાં જેટલા દર્દી મરણ પામે તે તેટલા દીવા સળગાવે.'
મુસાફરે જોયું કે વૈદ્યના ઘરમાં દીવો ન હતો. તેથી તેણે કહ્યું: 'તમે ઘણાં સારા વૈદ્ય છો.'
વૈદ્યે કહ્યું: 'આજે મારા ઘરમાં પણ એક દીવો થશે. હું તેમાં ઘી ભરવા જ ગયો હતો.'"
##############
"નોકર(અભિનેત્રીના પતિને): 'બસ, શ્રીમાન ! હવે મને છૂટો કરો. હું શેઠાણી સાથે નહિ રહી શકું ?'
અભિનેત્રીનો પતિ : 'શું શેઠાણી તને ખૂબ હેરાન કરે છે ?'
'જી હા, ' નોકરે જતા - જતા કહ્યું,
'તે જાણતી નથી કે મારી નોકરી ટેમ્પરરી છે. હું ગમે તે સમયે છોડી શકું છું. એ તો મારા ઉપર એવો રોફ જમાવે છે, મને એમ હુકમ આપે છે કે જાણે હું તમે ન હોઉં?'
'શેઠ! તમારી પેઢીમાં તમે કુંવારાને કદી નોકરીએ રાખતા નથી અને ફક્ત પરણેલાઓને જ રાખો છો, એનું શું કારણ?'
'વાત એમ છે કે.......' શેઠે મંદ મંદ હસતા જવાબ વાળ્યો, ' પરણેલાઓ સામે ગમે તેટલી રાડો પાડો તો ય એ ખીજાય જતા નથી.'
એક સ્ત્રી એક મોટરની નીચે આવી ગઈ પણ તેને વધારે વાગ્યું નહિ. મોટર ચલાવવાવાળી સ્ત્રી ત્યાંથી ભાગી ગઈ. આથી પોલીસે પેલી સ્ત્રીને પૂછ્યું : 'શું તમે મોટરનો નંબર જોયો છે ?'
'જી નહિ, કારણ કે મોટર તો આંધીની જેમ આવીને ચાલી ગઈ. પરંતુ તેણે લીલી સાડી, સફેદ બ્લાઉઝ અને કાનમાં સુંદર ઝૂમખાં પહેર્યા હતા. તેના ગળાનો નેકલેસ ખૂબ જ સુંદર હતો. કપાળ પર સુંદર બિંદી અને હાથની ચૂડી ખૂબ જ સુંદર હતી અને.........
કારકુન (ફોન પર): 'માફ કરજો મેડમ! ખન્ના સાહેબ એમની પત્ની સાથે હોટલમાં નાસ્તો કરવા ગયા છે.'
મિસિસ ખન્ના: 'એમ? તો એમને કહેજો કે એમની સ્ટેનોગ્રાફરનો ફોન હતો.' પડી છે.’
વેઇટરે આંગળીથી માખી પ્યાલામાંથી કાઢી અને ઘ્યાનથી તેને જોવા લાગ્યો. પછી ખૂબ ગંભીર થઈ બોલ્યો, ‘અમારી હોટેલની નથી.’"
##############
"એક છોકરીએ તેના બોય ફ્રેન્ડને પૂછ્યું: 'જો હું તારી સાથે લગ્ન કરું તો તું સિગારેટ પીવાનું છોડી દઈશ?'
બોયફ્રેન્ડ: 'હા.....'
'શરાબ.....?'
'હા, એ પણ છોડી દઈશ.'
'તારા દોસ્તારોની સંગત?'
'છોડી દઈશ.'
'એ સિવાય બીજું શું છોડી દઈશ?'
'વિવાહ કરવાનો ઈરાદો.'"
##############
"એ દારૂડિયો બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાના હાથમાંના સમાચારપત્રના એક ઝીણા ઝીણા ટુકડા કરી રહ્યો હતો. અને તેને બારીની બહાર ફેંકતો હતો.
એની બાજુમાં બેઠેલી સ્ત્રી - મુસાફરે એને પૂછ્યું, 'મહેરબાની કરીને મને સમજાવશો કે સમાચારપત્રના આવા ટુકડા કરીને બારીની બહાર ફેંકવાનો શો અર્થ?'
'એનાથી હાથીઓ ગભરાઈને નાસી જાય છે.' દારૂડિયો બોલ્યો.
'મને તો અહી કોઈ હાથી દેખાતો નથી. 'હસીને પેલી બાઈએ કહ્યું.
'ત્યારે તો મારો નુસખો ઘણો અસરકારક છે, ખરું?' જવાબ મળ્યો."
##############
"બનાર્ડ શોને કોઈએ પૂછ્યું, 'કોઈ વિષયમાં આપ જાણતા ન હોય તો શું કરો?'
'તો તે વિષયમાં હું પુસ્તક લખી નાખું.'"
##############
"અંગ્રેજી શાળાના એક શિક્ષકે છોકરાઓને પ્રશ્ન કર્યો, 'જો તમને ફક્ત એક જ બુક પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કઈ બુક પસંદ કરશો?'
એક ચબરાક વિદ્યાર્થી: 'ચેકબુક સાહેબ. '"
##############
"એક સ્ત્રી વીમા એજન્ટ પાસે ગઈ અને કહ્યું, 'મારા પતિ મરણ પામ્યા છે એમના વીમાના નાણા મને આપો.'
વીમા એજન્ટે કહ્યું, 'પણ વીમો ન મળે, એમણે તો આગનો વીમો ઉતરાવ્યો હતો.'
સ્ત્રી કહે ! 'પણ મારા પતિનો અગ્નિસંસ્કાર થયો છે."
##############
"બસમાં ઊભેલા પ્રોફેસરની દયા આવતા એક પેસેન્જરે કહ્યું, 'સાહેબ ઊભા ઊભા થાકી જશો, બેસોને ?'
પ્રોફેસરે કહ્યું, ' માફ કરજો, મારે બહુ ઉતાવળ છે.'"
##############
"'આ મારી નવી રેશમની સાડી જોઈ?' મીનાએ સહેલીને કહ્યું , 'કહે છે કે એક કીડની સખત મહેનતનું ફળ છે'
'અને તને ખબર છે?' ખૂણામાં બેઠેલો મીનાનો પતિ બોલી ઉઠ્યો કે એ કીડો હું છું.'"
##############
"વીમા એજન્ટે લંબાણપૂર્વક વીમાના લાભ સમજાવ્યા પછી એક મોટા કારખાનાના માલિકે વિમાનીપોલીસી ખરીદી લીધી.
પોલીસી પર સહી કરીને એજન્ટને તેને ગર્વથી કહ્યું: 'તમે નશીબદાર છો.'એટલે જ મેં તમારી પાસેથી પોલીસી ખરીદી છે. નહીતર આજે આઠ વીમા એજન્ટને ના પડી ચુક્યો છું.
'મને ખબર છે.' વીમા એજન્ટે જવાબ આપ્યો.' હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.'"
##############
"'તમે મારા માટે કાગળના ફૂલ કેમ બનાવ્યા?' પ્રેમિકાએ પૂછ્યું.
'શું કરે?' પ્રેમીએ જવાબ આપ્યો, 'તારી રાહ જોતા સાચા ફૂલો હંમેશા કરમાઈ જાય છે.'"
##############
"એક સરદારે બંને પગમાં બે જુદા - જુદા રંગના મોજા પહેર્યા હતા.
એ જોઇને તેના ઓળખીતાએ પુછુયું: 'સરદારજી.......આ.......શું ?'
જવાબમાં સરદારજી બોલ્યા: 'દુકાનદારે મને છેતરી લીધો છે. હરામખોર દુકાનદારે આવી એક નહિ પણ બે જોડી મોજાની મને આપી છે, આવી જ એક બીજી જોડ હજી ઘેર પડી છે.'"
##############
"એક તાજું પરણેલું યુગલ હતું. નવદંપતી બંને એકલા જ રહેતા હતા.
એક દિવસ પત્નીએ પોતાના પતિના હાથની બનાવેલી રસોઈની તારીફ કરતા કહ્યું : ' શ્યામ ! તમને રાંધતા તો ખરેખર સરસ આવડે છે. હવે હું કદી હોટલમાં જમવા જવાની ઈચ્છા નહિ કરું.તમે જ હંમેશા ઘરમાં રાંધતા રહેજો.'
એટલું કહી પત્નીએ પૂછ્યું - 'એ તો કહો કે આટલું સરસ રાંધતા તમે તમારી માં પાસેથી શીખ્યા?'
'માં પાસેથી નહિ મારા પિતા પાસેથી.' પતિએ કહ્યું."
##############
"ગુજરાતીની પરીક્ષા હતી, તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો.
'આળસ કોને કહેવાય ?'
ટપુ આળસુ વિષય જોઇને હસ્યો અને એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.
વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. ટપુની નોયમાં પહેલા બે પાના કોરા હતા. અને તદ્દન નીચે એક લીટી લખી હતી. 'આને આળસ કહેવાય.'"
##############
"દિપક: 'મારા હાથમાં બેટ આવે એટલે ખલાસ ! સી....ધો છગ્ગો જ જાય.'
અનિલ: 'બસ! અને મારા હાથમાં બેટ આવે તો બોલ મળે જ નહિ. ખોવાઈ જાય.'"
##############
"એક દાદાજીની 98 મી વર્ષગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું : 'તમે એકસો વરસના થાઓ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ. એવી આશા છે.'
' કેમ નહિ, વળી ?' દાદા બોલ્યા : 'હજી તમારી તબિયત ઘણી સારી દેખાય છે.'"
##############
"પોલિસ એક માણસને પકડીને થાણામાં લઇ આવ્યો. ફોજદારે એનું કારણ પૂછ્યું.
'એ દારૂ પીને બકવાસ કરતો હતો.'
'ના, મેં દારૂ પીધો નથી.' આરોપીએ કહ્યું.
'તમને કઈ રીતે ખબર પડી કે એણે દારૂ પીધો છે ?' ફોજદારે પોલિસને પૂછ્યું.
'એ બસ ડ્રાઈવર સાથે ઝઘડતો હતો. અને એના પર હુમલો કરવા જતો હતો.'
'પણ એથી એણે દારૂ પીધો છે, એ સાબિત થતું નથી.'
'પણ, સાહેબ ! ત્યાં નહોતો ડ્રાઈવર કે નહોતી બસ !'"
##############
"'કેમ અલ્યા, મહેશ !' પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળતા પુત્રને લોભી પિતાએ પૂછ્યું : 'શાની પાછળ પૈસા બગાડવા અંદર ગયો હતો ? નવી બહાર પડેલી સ્ટેમ્પ લેવા, કોઈ સંબંધીને ફોન કરવા કે મિત્રના લગ્ન પ્રસંગે શુભેચ્છાનો તાર કરવા ?'
'ના, પપ્પા !' પિતા જેવા જ પુત્રે જવાબ આપ્યો, 'મારી ફાઉન્ટન પેનમાં પોસ્ટ ઓફિસમાં શાહી ભરવા ગયો હતો.'"
##############
"'બેટા, પીન્ટુ ! પેલી ટોપલીમાં ચાર કેરી હતી. અત્યારે એક જ છે. આમ કેવી રીતે બન્યું ?'
'મમ્મી ! ત્યાં અંધારું ઘણું જ હતું. આથી ચોથી મને દેખાણી જ નહિ.'"
##############
"મહેશ : 'તમારી હોટલમાં ગ્રાહકની સરભરા તો સારી થાય છે ને ?'
મેનેજર : ' સાહેબ ! ચિંતા ન કરો. અહી તમને ઘર જેવી જ સગવડ મળશે.'
મહેશ : ' અરે, મારા બાપ ! ઘરના ત્રાસથી કંટાળીને તો હું અહિયાં હોટલમાં રહેવા આવ્યો છું.'"
##############
"એકવાર એક ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હતું. તેના મુખ્ય નાયકે ઝાડ ઉપરથી ભૂસકો મારીને તળાવમાં પડવાનું હતું અને મુખ્ય અભિનેત્રીને બચાવી લેવાની હતી.
મુખ્ય નાયક : 'પણ ધારો કે સાહેબ ! હું ઝાડ ઉપરથી પાણીમાં પડું અને ડૂબી ગયો તો ?'
ડાયરેક્ટર : 'તમે એની ચિંતા કરશો નહિ. કારણ કે ફિલ્મનો આ છેલ્લો જ સીન છે.'"
##############
"પ્રવાસી : 'તમારી હોટલમાં જમવાનો સમય શું છે ?'
વેઈટર: 'સાહેબ ! નાસ્તો 7 થી 11 વાગ્યે. બપોરનું જમવાનું 12 થી 3 અને રાતનું ખાણું 6 થી 10.'
પ્રવાસી : 'તો પછી મારી પાસે હરવા - ફરવાનો સમય બહુ ઓછો રહેશે, નહિ ?'"
##############
"નરેશ : 'તને ખબર છે, મહેશ ! હું મારા વાળ હંમેશા બીયરથી જ ધોઉં છું.'
'એનાથી શું ફરક પડે છે ?' મહેશ બોલ્યો.
'કેમ નહિ ?' નરેશ બોલ્યો : 'આથી મારા માથાની જૂ અને લીખો હંમેશા નશામાં રહે છે.'"
##############
"હમણાં હમણાં પીન્ટુ અને વૈશાલી બહુ તોફાન કરતા હતા. એક દિવસ રમતાં રમતાં બંને પડી ગયા. અને થોડું વાગ્યું પણ ખરું.
આ જોઇને સરોજ બોલી, ' સારું થયું. હજી તોફાન કરો. હવે મળી ગયું ને તોફાનનું ફળ ?'
આ સાંભળીને પીન્ટુ અને વૈશાલી તરત જ બોલી ઊઠ્યા : ' નહિ, મમ્મી ! હજી અમને લોકોને ફળ મળ્યા જ ક્યાં છે ? ફળ તો કબાટ ઉપર ટોપલીમાં મૂકેલા છે.'"
##############
"બે યુવક યુવતીને પરસ્પર ખૂબ જ પ્રેમ હતો. આથી યુવકે યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જે યુવતીએ તરત જ સ્વીકારી લીધો.
બંને મંદિરમાં ગયા. લગ્ન વિધિ પતી ગયા પછી બ્રાહ્મણે યુવતીને જીવનરાહ બતાવતા કહ્યું :
'સદાય તારા પતિના પગલે પગલે ચાલજે !'
' ઓહ ! એ કઈ રીતે બને ?' યુવતીએ પોતાની મુશ્કેલી દર્શાવતા કહ્યું : ' મારા પતિ તો પોસ્ટમેન છે !'"
##############
"પોતાના ભાવિ જમાઈ સાથે પ્રાથમિક ચર્ચા પછી શેઠે તેને પૂછ્યું, ' તો લગ્ન માટે કઈ તિથી નક્કી કરીશું ?'
'એનો નિર્ણય કરવાનું હું આપની પુત્રી પર છોડું છું.'
જમાઈએ કહ્યું : ' ઠીક, હવે લગ્ન સાદાઈથી કરવા કે ધામધુમથી ?'
'એ નિર્ણય હું તમારા ભાવિ સાસુ ઉપર છોડું છું.'
શેઠે જમાઈને કહ્યું, ' અને આપની આજીવિકા માટે આપે શું વિચાર્યું છે ?'
'એનો નિર્ણય હું આપના પર છોડી દુ છું.' જમાઈએ હસતાં હસતાં કહ્યું."
##############
"દુકાનદાર : ' ભાઈ સાહેબ ! મેં તમને સેન્ડલોની એકે એક જોડ બતાવી દીધી. હવે એકે બાકી નથી.'
સ્ત્રી ગ્રાહક : 'તો પછી પેલા ખોખામાં શું છે ?'
દુકાનદાર : 'એમાં તો મારું લંચ છે.'"
##############
"નાની છોકરીને પોતાની પાસે બોલાવીને પાદરીએ પૂછ્યું : ' બધાં પાસે માફી માંગતા પહેલાં આપણે શું કરવું જોઈએ ?'
છોકરી : 'પાપ કરવા જોઈએ.'"
##############
"એક : ' ચાલ, ભાઈ ! આપણે અહીંથી રફુચક્કર થઇ જઈએ. જો સામેથી પેલો જાડિયો માણસ આવે છે. એ મારી પાસે પચ્ચાસ રૂપિયા માંગે છે. તે ઉઘરાણી કરશે.'
બીજો : 'કંઈ ગભરાવાની જરૂર નથી, મિત્ર. મને જોઇને તે પોતે જ છટકી જશે. કારણ કે હું એની પાસે બસો રૂપિયા માંગું છું.'"
##############
"પરેશને બઢતી મળી. અને કર્મચારીમાંથી મેનેજર બની ગયો. કામમાં વીજળીની જેમ ઝડપ લાવવા માટે એણે પ્રત્યેક વિભાગમાં બોર્ડ મુકાવી દીધાં - 'કાલ કરે સો આજ કર.'
અને એ બોર્ડની બહુ સરસ ઝડપી અસર થઇ. પટાવાળાએ બહુ જીદ કરીને બધી ચડેલી રજા માંગી. ડિસ્પેચ કારકુને તરત રાજીનામું આપી દીધું. સ્ટેનોગ્રાફર એના પ્રેમી સાથે ભાગી ગઈ અને ઉઘરાણી કારકુન લાપત્તા થઇ ગયો."
##############
"ન્યાયાધીશ : ' પણ એ તો કહે તે ઝવેરીની દુકાનના શો - કેશમાં મૂકેલો મોતીઓનો હાર શા માટે ચોર્યો ?'
ગુનેગાર : 'ત્યાં લખેલું હતું કે_ 'સામે આવેલી તકને જતી ન કરશો.' ને મેં એ તકને ઝડપી લીધી.'
ન્યાયાધીશે કહ્યું : 'તમે કહો છો કે આ માણસે તમારા ઘરમાં ચોરી કરી છે. તો તમે એના ઘરમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી તમારી પોતાની વસ્તુ ઓળખી શકશો ?'
ફરિયાદી : 'જી, હા. પેલા લીલા રંગનો રૂમાલ મારો છે.'
ન્યાયાધીશ : ' એ કંઈ સાચો પુરાવો નથી. એવો જ લીલા રંગનો રૂમાલ મારી પાસે પણ છે.'
ફરિયાદી : ' હોઈ શકે, સાહેબ ! મારા ઘરમાંથી એવા જ એક સરખા બે રૂમાલ ગુમ થયા છે.'"
##############
"એકવાર ત્રણ પ્રોફેસરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા વાતો કરી રહ્યા હતા. વાતચીતમાં તેઓ એવા તલ્લીન થઇ ગયા કે ટ્રેન આવી તેનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં.
ટ્રેન ઉપડી ત્યારે અચાનક એક પ્રોફેસરે ચમકીને કહ્યું : 'અરે ! ગાડી આવી......ને ઉપડી .....' ત્રણે ટ્રેન પકડવા દોડ્યા.
તેમાંથી બે જણ ટ્રેન પકડી શક્યા. એક જણ રહી ગયો.
બાજુમાં ઉભેલા એક ભાઈએ તેને આશ્વાશન આપ્યું : 'કંઈ નહિ. તમારા બે મિત્રો તો ટ્રેનમાં ચડી શક્યા ને !'
પ્રોફેસરે કહ્યું : ' પણ એ બે જણા તો મને વળાવવા આવ્યા હતા.'"
##############
"બે દારૂડિયા માણસો ખૂબ જ મોજમાં બેઠા હતા.
એકે કહ્યું : ' હું આવતીકાલે હિન્દુસ્તાનનો વડાપ્રધાન બનવાનો છું.'
બીજાએ કહ્યું : 'હવા ખા, હવા.'
પહેલો : 'એટલે તું શું કહેવા માંગે છે ?'
બીજો : 'કહેવા એ માંગું છુ કે હિન્દુસ્તાનના વડાપ્રધાન બનવાનું તારું સ્વપ્ન ક્યારેય પૂરું નહિ થાય.'
પહેલો : 'કેમ ?'
બીજો : 'ફળીભૂત એમ નહિ થાય. તું હિન્દુસ્તાનનો વડાપ્રધાન ત્યારે બની શકે કે જયારે હું રાજીનામું આપીને ખુરશી ખાલી કરું, પણ હમણાં મારી ઈચ્છા રાજીનામું આપવાની નથી.'"
##############
"કરસનકાકા મોડી રાત્રે એક અંધારા રસ્તા પરથી જઈ રહ્યા હતા. ત્યાં બે ગુંડાઓએ એમને આંતરી લીધા.
એકે કહ્યું : 'તમારા ગજવામાં દસ પૈસાનો એકાદ સિક્કો હોય તો આપશો ?'
દસ પૈસાથી કામ પતી જતું જોઈ કરસનકાકા હરખાયા.
તેમણે ગુંડાના હાથમાં એ સિક્કો મુક્યો અને કહ્યું : 'કંઈ નહિ ને દસ પૈસા કેમ માંગ્યા ?'
'હું અને મારો સાર્ગીદ સિક્કો ઉછાળીને નક્કી કરવા માંગીએ છીએ કે કોણે તમારી ઘડિયાળ રાખવી અને કોણે તમારું પાકિટ રાખવું ?'"
##############
"એક કંજૂસ માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. એની સાથે સામાનમાં એક બહુ મોટો થેલો હતો.
રસ્તામાં ટિકીટ તપાસનાર આવ્યો. એણે કહ્યું : 'આ થેલો તો ઘણો વજનદાર લાગે છે. આ સામાન મફતમાં નહિ લઇ જઈ શકો. તમારે આના પૈસા ભરવા પડશે !'
'કેટલા ?' કંજુસે પૂછ્યું.
'પૂરી એક ટિકીટ જેટલા.' ટિકીટ ચેકરે કહ્યું. આ સાંભળીને પેલા કંજુસે થેલા ભણી જોઇને કહ્યું : 'દેવીજી ! બહાર નીકળી આવો. પૂરી ટિકીટ જ આપવાની હોય તો બંધ થેલામાં રહી મુસાફરી કરવાની જરૂર શું છે ?'"
##############
"તહોમતદારના વકીલે ફરિયાદીના સાક્ષીને ખખડાવી નાખ્યો : ' તું શું કરે છે ?'
'કંઈ નથી કરતો.'
'તારો બાપ શું કરે છે ?'
'હમણાં તેઓ નવરા હતા. આજે તેમને કામ મળ્યું છે.'
'એટલે કે તું એક રખડું બેકાર બાપનો રખડું દીકરો છે. ખરું ને ?'
સાક્ષીએ કરડાકીથી જવાબ આપ્યો : 'તમે મારા બાપને જ પૂછો ને. જુઓ ! તેઓ જ્યુરીના અધ્યક્ષ તરીકે બેઠા છે.'"
##############
"મોહન કડકાએ એની પત્નીને કહ્યું : ' એલી, સાંભળે છે ? આ સામેવાળા કરસનની દુકાનેથી આજનો દિવસ કોઈ વસ્તુ ખરીદીશ નહિ.'
પત્ની : 'કેમ શું થયું ? એ તો બહુ ઈમાનદાર છે.'
'એ તો મનેય ખબર છે હવે. પણ વસ્તુઓ તોલવા માટે એ આપણા બે બાટ આજના દિવસ પૂરતા લઇ ગયો છે, સમજી ?'"
##############
"એક વ્યક્તિને લાંબી બિમારી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો હતો. તેણે એક નર્સને કહ્યું, '' હું તમારા પ્રેમમાં પડી ગયો છું, જો મારું સ્વાસ્થ્ય સુધરી જશે તો મારે હોસ્પિટલમાંથી રજા લેવી પડશે અને તમે દુર થઇ જશો. હું તમારાથી દૂર થવા માંગતો નથી.''
નર્સઃ તું આમ પણ સાજો નહીં થા, કારણ કે આપણને કિસ કરતા ડોક્ટર જોઇ ગયા હતા અને હવે તે પણ મારા પ્રેમમાં છે!"
##############
"સિક્કોઃ કેમ છો?
પાંચસોની નોટઃ મજામાં છું. ક્યારેક ફાઇવ સ્ટાર હોટલ, શોપિંગ મોલ તો ક્યારેક વૈભવી પાર્ટીઓમાં, તું?
રૂપિયોઃ શું કહું મિત્ર, હરી-ફરી ને બસ ભીખારીના ડબ્બામાં..."
##############
"શહેરની યુવતીનાં લગ્ન ગામડાંમાં થયાં. સવારે તે ટૂથબ્રશ કરવા લાગી. આ જોઇને તેના દિયરે કહ્યું કે, મને પણ એ આપો. યુવતીએ દિયરને એ પેસ્ટ આપી. તો દિયર
આંગળીમાં ચોપડીને એ ખાઇ ગયો. આવું બે વખત થયું. તેથી યુવતી ગુસ્સે ભરાઇ અને દિયરને એક થપ્પડ ચોડી દીધી.
દિયર પોતાના ભાઇ પાસે ગયો અને કહ્યું કે ભાભીએ તેને થપ્પડ મારી. એ યુવકે તેની પત્નીને થપ્પડ મારવાનું કારણ પૂછ્યું.
પત્નીઃ મે તેને બે વખત પેસ્ટ આપી તે હાથની આંગળી પર ચોંપડીને ખાઇ જાય છે. એટલે મે તેને થપ્પડ મારી.
આટલું સાંભળી યુવકે તેના ભાઇને કહ્યું, '' આ કંઇ આંગળી પર ચોંપડીને ખાવાની વસ્તું નથી, તેને રોટલી પર લગાવીને ખવાય"
##############
"ચીકુઃ શું ભાવ છે આ ફળનો?
શાકભાજીવાળોઃ 80 રૂપિયે કિલો
ચીકુઃ ઘણા મોંધા છે
શાકભાજીવાળોઃ સાહેબ ગેરંટી છે આપણી, આનાથી મીઠાં ક્યાંય નહીં મળે
ચીકુઃ કેટલાં વર્ષની ગેરંટી?"
##############
"ઇંગ્લિશમેને પૂછેલા પ્રશ્નનો ભુરાએ વિચિત્ર જવાબ આપ્યો
ઇંગ્લિશમેનઃ ગૂડ ઇવનિંગ, હાઉ ડુ યુ ડુ?
ભુરોઃ ગુડ ઇવનિંગ, વી ઓપન ધ ઝીપ એન્ડ ડુ!"
##############
"યુવકઃ યુવતીઓ એક દિવસમાં 30000 શબ્દો બોલે છે જ્યારે યુવકો 15000 એવું કેમ?
યુવતીઃ કારણ કે, યુવતીઓને હંમેશા એક વાતને બે વખત કહેવી પડે છે.
યુવક પાછો ફર્યો અને બોલ્યો 'શું કહ્યું ?'"
##############
બ્રુસ લી એક મહાન માણસ હતા ......પણ જયારે એમની બહેનને છોકરો થયો તોએ સામાન્ય માણસ બની ગયા......કારણકે ત્યાર પછી તેમનું નામ પડી ગયું ------ મામુ લી !!!!!
##############
"એક છોકરી પોતાની સુંદરતા અંગે અન્ય છોકરીને જણાવી રહી હતી
પહેલી છોકરીઃ હું અરિસા આગળ એક કલાક ગાળું છુ અને મારી સુંદરતાને નિહાળું છું. શું તને આ આંડબર લાગે છે?
બીજી છોકરીઃ ના, મને એ મનની કલ્પના લાગે છે."
##############
"એક રાત્રે પત્નીને પતિનો મજાક કરવાનો મૂડ થયો. તે પતિના કાન પાસે ગઇ અને ધીરેથી બોલીઃ એક ચોર ઘરમાં ઘુસ્યો છે અને મારી મમ્મીએ તારી માટે બનાવેલો
કેક ખાઇ રહ્યો છે.
પતિઃ શું વાત કરે છે? તો પહેલાં હું કોને ફોન લગાવું? પોલીસને કે પછી એમ્બ્યુલન્સને?"
##############
"ચીકુ અને ચીમન એક બિસ્તર પર બેઠાં હતા. થોડીકવારમાં ચીકુ શાયરાના અંદાજમાં બોલ્યોઃ
ભીગા સા લગતા હે આલમ મુઝે ભીગી સી લગતી હે સુબહ મુઝે
ચીમન બોલ્યોઃ ઉભો થા સાલા, બિસ્તર પર સુસુ કર દીયા તુને..."
##############
"એક છોકરાએ ગર્લફ્રેન્ડનો મોબાઇલ જોવા માંગ્યો
છોકરોઃ શું હું તારો મોબાઇલ જોઇ શકું છું?
છોકરીઃ હા, કેમ નહીં, એક મિનિટ
ઇનબોક્સ ડિલિટ
સેન્ટ આઇટમ ડિલિટ
કોલ હિસ્ટરી ડિલિટ
છોકરીઃ આ લે, તને તો મારા પર જરા પણ વિશ્વાસ નથી."
##############
"એક વખત એક વ્યક્તિ ગામમાં સ્કૂટર પર જઇ રહ્યો હતો. અચાનક પેટ્રોલ ખતમ થઇ ગયું. ત્યાંથી પપ્પુ પસાર થઇ રહ્યો હતો. એ વ્યક્તિએ પપ્પુને રોક્યો અને પુછ્યું..
વ્યક્તિઃ પપ્પુ, નજીકમાં કોઇ પેટ્રોલ પમ્પ છે? મારા સ્કૂટરમાં પેટ્રોલ ખતમ થઇ ગયું છે.
પપ્પુઃ આવા સમયે તું ક્યાં પેટ્રોલ પમ્પ શોધીશ? રાતના સમયે પાણી નાંખી દે, સ્કૂટરને ક્યાં ખબર પડશે કે, પાણી છે કે, પેટ્રોલ."
##############
"પપ્પુ અને ભુરો બન્ને સારા અને ખરાબ અંગે ચર્ચા કરી રહ્યાં હતા
ભુરોઃ એક જ સમયે બે ન્યુઝ આવે તો ક્યા સારા અને ક્યા ખરાબ?
પપ્પુઃ જ્યારે તારી ગર્લફ્રેન્ડ તને કહે કે, કોલેજના બધા છોકરાઓમાં તું સારો કિસર છે.."
##############
"બે મિત્રો મળ્યાં ત્યારે સ્મોકિંગ છોડવાની વાત ઉછળી
પહેલો મિત્રઃ મે સ્મોકિંગ કરવાનું છોડી દીધું છે
બીજા દિવસ બન્ને પાછાં મળ્યા
પેલાએ સ્મોકિંગ કર્યું. આ જોઇને બીજો મિત્ર બોલ્યોઃ તું તો કાલે કહેતો હતો કે સ્મોકિંગ છોડી દીધું છે અને આજે તો પીવે છે
પહેલો મિત્રઃ હા, તેનો પહેલો ફેઝ ચાલી રહ્યો છે, મે ખરીદવાની છોડી દીધી છે."
##############
"એક મહિલા ડ્રેસની ખરીદી માટે કપડાંની દૂકાનમાં આવી
સેલ્સમેનઃ મેમ, આ ડ્રેસમાં તમે ઘણાં જ એટ્રેક્ટિવ લાગશો
મહિલાઃ હાં, પણ તેનો કલર થોડોક આછો થઇ ગયો છે.
સલ્સમેનઃ મેમ, ચિંતા નહીં કરો, આ તો પહેલીવાર ધોયો હતો એટલે કલર ઉતરી ગયો છે."
##############
"ફેસબુક જ્ઞાન
ફેસબુક ઉપર
દરેક સારા લેખ અને કવિતા ની નીચે લખનાર નુ નામ '' અજ્ઞાત '' દર્શાવેલુ હોય છે.
અને દરેક ખરાબ લેખ અને કવિતાની નીચે લેખક નુ નામ લખેલુ હોય છે"
##############
"પુત્રઃ ડેડ, જો તુર્કીના લોકોને તુર્ક્સ કહેવાતા હોય તો જર્મનીના લોકોને જર્મ્સ કેમ ના કહેવાય?
પિતાજી ગોટાળે ચઢી ગયા..."
##############
"પતિ અને પત્ની રવિવારના દિવસે ઘરે બેઠાં હતા
પતિઃ એક કપ કોફી.
પત્નીઃ ફરીથી કહો તો શું બોલ્યાં?
પતિઃ ડીયર, શું હું તારી માટે બનાવું?
પત્નીઃ હવે બરાબર."
##############
"ડ્રાઈવર :સાહેબ, કારમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું છે, તેથી કાર આગળ જઈ નહીં શકે....
સાહેબ : કંઈ વાંધો નહીં, કારને પાછળ લઈ લે"
##############
"ફરી થી એક વાર પ્રોફાઈલ પીચર બદલવાનો ટેમ આવી ગયો...
ખબર નઈ ક્યારે સુધારસે આ લોકો..."
##############
"ભાઈ ભાઈ....
કાલ ની રાત તો જબરી...હો..
દિલ જમ્પિંગ જમ્પિંગ અને થામ્પીંગ થાપંગ થઇ ગયું...
જોરદાર વીજળી સાથે પાટણ માં રાતે પોણા ૨ ઇંચ વરસાદ..
મજા પડી ગઈ હો....
વાતાવરણ માં ઠંડક થઇ ગઈ..
.
.
તમારે ત્યાં કેવો વરસાદ છે....????"
##############
"ડોક્ટર હાથી : “લો આ ત્રીસ દિવસની દવા આપું છુ.
લાલ ગોળી તમારે સવારના ખાલી પેટે એક ગ્લાસ પાણી સાથે લેવાની,
પછી ચા પીને લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે,
ત્યાંર બાદ જમતા પહેલા ભૂરી ગોળી એક ગ્લાસ પાણી સાથે
અને જમ્યા બાદ પીળી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.
એ જ રીતે બપોરે ચા પીવો તે પહેલા એક લાલ ગોળી એક ગ્લાસ પાણી સાથે,
અને ચા પીધા બાદ લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.
રાત્રે જમવાના સમયે પણ એજ ડોઝ લેવાનો શું સમજ્યા?
પોપટલાલ: “મને એ તો કહો ડોક્ટર સાહેબ, કે રોજ આટ-આટલી ગોળીઓ મારે ખાવી પડે એવો તો મને કયો રોગ થયો છે?
ડોક્ટર હાથી : “તમારા શરીરમાં પાણીની ઉણપ છે.
ખી...ખી..ખી...."
##############
"મીના અને ટીના ટ્રેન
માં મુસાફરી કરી રહી હારી.
મીના: ટીના, તને કેવો પતિ ગમે?
ટીના: જે કરોડપતિ હોય.
મીના: પણ જો કરોડપતિ ના મળે તો?
ટીના: તો પચાસ લાખ વાળા બે પતિ પણ ચાલે.
મીના: જો એવા પણ ના મળે તો?
ટીના: તો પચીસ લાખ વાળા ચાર
પતિ તો જોઈએજ.
ટીના અને મીના ની ઉપર એક મુસાફર સુતો હતો.
એ બોલ્યો: જયારે તમારો ભાવ એક હાજર સુધી આવે એટલે મને કહી દેજો."
##############
"ન્યાયાધીશ: 'આ ચોરીની આખી યોજના તારા એકલાની જ હતી?'
ચોર: 'હા સાહેબ.'
ન્યાયાધીશ: 'પરંતુ તેં કોઈની મદદ ન લીધી તે નવાઈની વાત કહેવાય.'
ચોર: 'સાહેબ, સમાજમાં ચોરોની સંખ્યા ન વધે તેનો હું ખાસ ખ્યાલ રાખું છું.'"
##############
"ગઈ કાલ રાતે ભગવાન એ કેટલીક ભૂલો કરી...!!
(1) લાઈટ બંધ કરવાની ભૂલી ગયા...
(2)પાણી ની મોટર બધ કરવાનું ભૂલી ગયા
(3)પંખો બંધ કરવાનું ભૂલી ગયા
એટલે કે
(1) જબર વીજળી થઇ હો...
(2) કેટલાક વિસ્તાર માં તો વરસાદ પણ પડ્યો..
(3) પવન ની તો સ્પીડ જ ના માપી સકાય..
બોલો થયું તું ને આવું..."
##############
"લાલુજીએ ફોન લગાવ્યો .....કોલ એક છોકરીએ રીસીવ કર્યો .....
લાલુજીએ પૂછ્યું : કોણ છો તમે ?
છોકરી જવાબ આપ્યો : સીતા હિયર .......
લાલુજી બોલ્યા : સસુરા મેં તો પટના ફોન લગાવ્યો હતો ......યે અયોધ્યા કૈસે લગ ગયા રે!!!!"
##############
"ભગવાને સ્ત્રીઓને
સુંદર બનાવી
સારું મગજ આપ્યું
હરણ જેવી આંખો આપી
ગુલાબ જેવા હોઠ આપ્યા
પ્યાર થી ભરેલું દિલ આપ્યું
અને પછી …….
જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું"
##############
"ટીચર : છગન , તારી હાજરી ખૂબ જ ઓછી છે…
એટલે તું પરીક્ષા માં નહિ બેસી શકે …
છગન : કોઈ વાંધો નહિ ,આપણને કોઈ એવું અભિમાન નથી ..
આપડે ઉભા ઉભા પરીક્ષા આપીશું ……."
##############
"છગન : 'માણસ મહેનત કરે તો તળેટીથી શિખર સુધી પહોંચી શકે છે એ મારો જાત અનુભવ છે.'
મગન : 'એમ, કેવી રીતે ?'
છગન : 'પહેલાં હું બૂટપૉલિશ કરતો હતો, આજે હજામત કરું છું !'"
##############
"લોકો કહે છે કે દરેક સફળ પુરૂષ ની પાછળ સ્ત્રી હોય છે.
પણ તે નથી જાણતા કે સ્ત્રીઓ સફળ પુરૂષ જ પસંદ કરે છે."
##############
"દુનિયા ગોળ છે ? .......
સાબિતી જોઈએ છે ને તમારે
લો આ રહી સાબિતી
..............
..............
..............
વાંદો ઉંદરથી ડરે છે
ઉંદર બિલાડીથી ડરે છે
બિલાડી કુતરાથી ડરે છે
કુતરો માણસથી ડરે છે
માણસ ગર્લ ફ્રેન્દથી ડરે છે
અને
ગર્લ ફ્રેન્ડ વાંદાથી ડરે છે ......... !!!!!"
##############
"બ્રેકિંગ ન્યુઝ - ઇન્ડિયા ટી.વી. :
=============== ==
પાકિસ્તાન પાસે બે અણું બોમ્બ છે તેવું સત્ય બહાર આવ્યું છે.....
પણ ડરવાની કોઈ જરૂર નથી...કારણ....ત ેને ફોડવા માટેની બધી સૂચનાઓ ઈંગ્લીશમા છે....!! :) પી પી પી"
##############
"આજ શું થી જેટલી જોક્સો બની છે એમાં સૌ થી વધારે એન્જીનીયર પર બની છે...
એં કેમ એઉ....એનું શું કારણ છે.....??
.
.
.
.
શું એન્જીનીયરીંગ બહુ હાર્ડ છે..?????"
##############
"ઍક ટ્રાવેલ્સ માંગરોળથી જુનાગઢ જઇ રહી હતી.
રસ્તામાંથી એક સ્ત્રી પેસેંજરે બેસવા માટે હાથ ઉચો કર્યો
.ટ્રાવેલ્સ ઉભી રહી.
કંડક્ટરે કહ્યુ """"જુનાગઢ""""
સ્ત્રીએ કહ્યુ """"જગ્યા છે""""
કંડકટરે કહ્યુ """"જગ્યા નથી, જગ્યા વેચીને તો આ લીધી છે """""
##############
"છગન : મગન કેમ આટલો બધો મુન્ઝએલો દેખાય છે?
મગન : ઘેર તારી ભાભી સાથે ઝગડો થઇ ગયો હતો એણે અઠવાડિયા સુધી નહીં બોલવાની ધમકી આપી છે !
છગન : અરે એ તો આનંદની વાત છે ! અઠવાડિયું જલસા કર!
મગન : શેના જલસા ! આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે !"
##############
"શિક્ષક- કંજૂસ કોને કહેવાય?
વિદ્યાર્થી- 100 એસએમએસ આવે છતાં એકનો પણ રિપ્લાય ન આપે તે.
શિક્ષક- સરસ, એક ઉદાહરણ આપ.
વિદ્યાર્થી- સર, તમારી દિકરી."
##############
"છોકરી ભગવાનના મંદિરે જાય છે…
છોકરી: હે પ્રભુ! મારે તારી પાસે કઈ નથી જોઈતું. બસ મારી માને એક સારો જમાય લાવી આપ.
(પાછળ એક છોકરો ઉભો હોય છે)
છોકરો: હે ભોળા નાથ! તું મને આની માનો એક સારો જમાય બનાવી દે!"
##############
"ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, ""તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે,
તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે.""
ગધેડો બોલ્યો, ""હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો.""
ઈશ્વરે એની અરજ મંજુર કરી.
ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું ""તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને
તું ૩૦ વર્ષ જીવીશ.""
કુતરાએ કહ્યું, ""હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તોઘનું કહેવાય ૧૫ વત્સ રાખો,""
ભગવાને મંજુર કર્યું.
ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, ""તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ.""
વાંદરો બોલ્યો ""૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો"".
ભગવાને મંજુર કર્યું.
છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : ""તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોય. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે.
તું વિશ્વને તારા તાબામાં ર્રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ.""
માણસ બોલ્યો : "" પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ પણ
આપી દો.""
ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.
અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે, લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે, બાળકો
મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે, અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી આ પુત્રના ઘરથી
પેલા પેલા પુત્રના ઘરે અથવા પુત્રીને ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પુત્રો અને પુત્રીઓને મનોરંજન પૂરું પાડે છે."
##############
"ટીચરે ....ગધેડા સામે એક પાત્રમાં પાણીનાખ્યું અને બીજા પાત્રમાં દારૂ નાખ્યું .....
ગધેડાએ દારૂ કરતા પાણી પીવું વધારે બેહતર સમજ્યું ...અને પાણી પીને ચાલતી પકડી ......
ટીચર :- તો બોલો છોકરાઓ આનાથી આપણને શું ? શીખ મળી ??
વિદ્યાર્થીઓ :- "" એજકે સાહેબ ...જે દારૂ ના પીવે એ ગધેડો હોય """
##############
"હિન્દી ગગો અને ગુજરાતી કબૂતરની ચડ્ડી..
એક કબૂતર ગગાની ઉપર ચરકી ગયું..
ગગોઃ ઓય, તેરી મમ્મીને તૂજે ચડ્ડી પહેનના નહીં શિખાયા ક્યાં?
કબૂતરઃ વાયડા, તું ચડ્ડી પહેરીને કરે છે શું?"
##############
"પપ્પુએ એક કૉફીબારમાં છોકરીને I Love You કહ્યું..
આ સાંભળીને છોકરીએ પપ્પુને થપ્પડ મારી અને બોલી, """"શું બોલ્યો તું?""""
પપ્પુઃ રડતાં-રડતાં, જો તે સાંભળ્યું જ નથી તો થપ્પડ કેમ મારી!!?"
##############
"એક દિવસ પપ્પુ બેઠો-બેઠો માથું ખંજવાળતો'તો.. તેના પપ્પાને લાગ્યું કે આ નક્કી કઈંક મુંઝવણમાં છે..
પપ્પાએ પૂછ્યું- બેટા પપ્પુ, કઈં મુંઝવણમાં લાગે છે?
પપ્પુઃ અરે પપ્પા, આ કોલગર્લ કોને કહેવાય?
પપ્પા હવે પપ્પુને શું કહે, વાત પતાવી દેવા બોલ્યાઃ જો દીકરા, જે છોકરીયું કૉલ સેન્ટરમાં કૉલ રિસીવ કરવાનું કામ કરે તેને
કોલગર્લ કહેવાય, પણ દીકરા તને આ અનોખો પ્રશ્ન આજે કેમ સૂજ્યો!!
પપ્પુઃ એ જવા દો પપ્પા, મને એમ કહો કે તમને આ અનોખો જવાબ ક્યાંથી સૂજ્યો!!?"
##############
"એક વખત બાબા બામદેવે પ્રેસ કૉન્ફ્રેન્સ બોલાવી અને તેમાં તેમણે એક સલાહ આપી કે..
બાબાઃ હું મારા જીવનમાં ક્યારેય પણ લગ્ન નહીં કરું...
અને આ જ સલાહ હું મારા બાળકોને પણ આપવા માંગું છું..!!"
##############
"છગન જ્યારે લગન માટે ફોટો પડાવી રહ્યો હતો, ત્યારે તેની બાજુમાં ગધેડો પણ તસવીરમાં આવી ગયો.. તસવીર જોયા બાદ ગગાએ
લખીને મોકલ્યું, ""હું ડાબી બાજુ ઊભો છું..!!"""
##############
"નાનપણ માં તમે સૌથી વધારે ઉતાવળ ક્યારે કરતા ???
?
?
?
?
?
?
?
?
?
?
જયારે કોઈ મહેમાન ઘરે આવ્યાહોય અને ,,,,
?
?
?
?
?
એ જાય ત્યારે એમના માટે કાઢેલો નાસ્તો જે ગયા પછી ડીસ માં વધ્યો હોય એ ખાવા...
હા હા હા હા"
##############
"એક છોકરાએ એક છોકરી ને પ્રપોસ કર્યું,
છોકરીએ છોકરા ને ખુબ માર્યો...
ઉચકી ઉચકી ને માર્યો..
પછાડી પછાડી ને માર્યો....
પત્થર થી માર્યો....
... ચપ્પલ થી માર્યો.....
ઘસડી ઘસડી ને માર્યો...
છોકરો ઉભો થયો ...કપડા સાફ કર્યા...
અને બોલ્યો....
તો હું 'ના ' સમજુ........... ?"
##############
"તોફાની ચીકુએ એક વખત તેની મમ્મીને પૂછ્યું: મમ્મી તારા વાળ સફેદ કેમ થતા જાય છે?
મમ્મી: તારા એક એક તોફાન થી મારા એક એક વાળ સફેદ થતા જાય છે.
ચીકુ: હવે મને સમજાયું કે દાદીના બધા વાળ સફેદ કેમ છે!!!"
##############
"તોફાની ટીનીયાએ તેના પપ્પાને પૂછ્યું: પપ્પા, લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચ થાય?
પપ્પા: ખબર નહિ બેટા, મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે…"
##############
"મનુભાઈ (હોટેલમાં – વેઈટર ને બોલાવીને ): તું મારું સૂપ ચાખ…
વેઈટર: ના સાહેબ, એવું અમે ના કરી શકીએ…
મનુભાઈ: ના આજે તો તારે ચાખવું જ પડશે…
વેઈટર: કેમ સાહેબ, સૂપ માં કોઈ પ્રોબ્લેમ છે?
મનુભાઈ: મારે કઈ જ સંભાળવું નથી, તું બસ સૂપ ચાખ…
વેઈટર: ઓકે… ચમચી ક્યાં છે?
મનુભાઈ: હા… હવે ખરો સવાલ કર્યો…"
##############
"શિક્ષક: પાણીનું કેમિકલ ફોર્મ્યુલા શું છે?
મનીયો: “HIJKLMNO”!!
શિક્ષક: આવું તને કોણે શીખવાડ્યું?
મનીયો: તમે જ તો ગઈકાલે કહ્યું હતું કે H to O!"
##############
"એક વખત એક જાપાનીઝ ભારત દર્શને આવ્યો, અને એક ટેક્ષી કરી…
રસ્તામાં ફૂલ સ્પીડે એક TOYOTA કારે ઓવરટેક કર્યું..
જાપાનીઝ: TOYOTA – Made in JAPAN ! very fast !
થોડી વાર પછી એક Mitsubishi કારે ઓવરટેક કર્યું…
જાપાનીઝ: Mitsubishi – Made in JAPAN ! very fast !
હવે જાપાનીઝને ઉતારવાનું સ્થળ આવી ગયું એટલે ટેક્ષી ડ્રાઇવરે મીટર જોઇને કહ્યું: 800 rupees
જાપાનીઝ: Its too much
ટેક્ષી ડ્રાઈવર: Meter, made in India, very, very fast!"
##############
"ડોક્ટર: તો તમારું કાર અકસ્માત કેવી રીતે થયો?
દર્દી: હું વળાંક લઇ રહ્યો હતો…
ડોક્ટર: અને સામેથી બીજી કાર આવી?
દર્દી: ના, ત્યાં વળાંક નહોતો."
##############
"ત્રણ કુંવારા અંદરોઅંદર વાતો કરી રહ્યા હતાં. મુદ્દો એ હતો કે ઉંઘીને ઉઠ્યા પછી જો આપણને ખબર પડે કે આપણે લખપતિ થઈ જઈએ તો આપણે શું કરીશું ?
પહેલો કુંવારો : “અમે તો સીધા પેરિસ જઈશું અને ખૂબ મજા કરીશું.”
બીજો કુંવારો : “અમે કોઈ લાભપ્રદ વેપારમાં રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.”
ત્રીજો કુંવારો બોલ્યો : “હું તો ફરીથી ઊંઘવાની કોશિશ કરીશ, અને ત્યાં સુધી સૂતો રહીશ કે જ્યાં સુધી કરોડપતિ ના બની જાઉં.”"
##############
"લગ્નની વાતો ચાલી રહી હતી.
છોકરાના ઘરવાળાઓએ છોકરાના વખાણ કરતા છોકરીવાળાને કહ્યું : “અમારો છોકરો ખુબ જ ન્યાયપ્રિય છે, દરેકને એક જ નજરે જોવે છે.”
છોકરીવાળા બોલ્યા : “અમારી છોકરી બહુ જ કામકાજ કરે છે, હંમેશા એક પગે ઉભી રહે છે.”
લગ્ન થયા પછી બંને પક્ષવાળાને ખબર પડી કે છોકરો કાણો અને છોકરી લંગડી હતી."
##############
"શિક્ષક : “બોલો જોઈએ મારા મગજ અને આ મારા મગજના એક્સ-રે ફોટા વચ્ચે શો ફરક છે ?”
મનિયો : “સર, એક્સ-રે ફોટો ડેવલપ થયેલો હોય છે.”"
##############
"ગીરના જંગલમાં લટાર મારવા નીકળેલા ચંગુ અને મંગુ ખુબ જ આગળ નીકળી ગયા. સામેથી એક ભયાનક રીંછ તેમની સામે આવતું દેખાયું. ચંગુએ તુરંત ખભાથેલો ઉતાર્યો અને તેમાંથી પાવરના ઈમ્પોર્ટેડ શુઝ કાઢીને ઉતાવળે પહેરવા લાગ્યો.
“ફોગટની મહેનત રહેવા દે.” માંગું બોલ્યો. “આ શુઝ પહેરીને તું રીંછ કરતાં વધુ ઝડપે દોડી શકવાનો નથી.”
“હું જાણું છું, મંગુ” ચંગુ બોલ્યો : “મારે તો ફક્ત તારાં કરતાં વધુ ઝડપે દોડવું છે.”"
##############
"સવાલ : “ચમ્બલની ઊંડી કોતરો શી રીતે બની ?”
જવાબ : “કહેવાય છે કે 19 મી સદીમાં કરોડીમલ મારવાડીના પરદાદા સહકુટુંબ ફરવા માટે ગયેલા ત્યારે તેમનો આઠઆનીનો સિક્કો ત્યાં ખોવાયો હતો.”"
##############
"અમેરિકાના પ્રવાસે ગયેલા બંટાસિંહે ત્યાં લાયસન્સ વગર મોટર ચલાવીને બે જણને કચડી નાંખ્યા. કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે મોતની સજા ફરમાવી.
સજાના અમલનો દિવસ આવ્યો. જેલર બન્ટાને ઇલેક્ટ્રિક ચેર તરફ દોરી ગયો અને કહ્યું : “આ ખુરશી પર બેસો, એટલે વીજળીનો કરંટ ચાલુ કરવામાં આવશે. બે સેકન્ડનો જ ખેલ છે, એટલે તમારે ઝાઝું સહન કરવાનું નથી. ઇલેક્ટ્રિક શોક ત્રીજી સેકન્ડે તમારો અંત લાવી દેશે. કોઈ છેલ્લી ઈચ્છા હોય તો જલ્દીથી કહી નાખો.”
“ઇલેક્ટ્રિક શોક આપતા પહેલા મારી ગમે તે ઈચ્છા તમે પૂરી કરી શકશો ?” બંટાસિંહે પૂછ્યું.
“જરૂર કરીશું, કેમ નહીં ? અહીનો કાયદો છે.”
“તો ખુરશીના ચારેય પાયા કાઢી નાંખો અને પાયાની બદલીમાં ત્યાં શોક એબ્સોર્બર્સ ફીટ કરો.” બંટાસિંહ બોલ્યા."
##############
"વિદેશમાં પોપટલાલ હિન્દુસ્તાની ધોતી પહેરીને જઈ રહ્યો હતો. પાછળથી તેની ધોતી ખુલી ગઈ. તેને ખબર ના પડી. એટલામાં એક અંગ્રેજે પાછળથી આવીને તેને પૂછ્યું : “એ મિસ્ટર ! વ્હોટ ઈસ ધીસ ?”
હિન્દુસ્તાનીએ તેની ટાઈ પકડીને પૂછ્યું : “વ્હોટ ઈસ ધીસ ?”
અંગ્રેજ બોલ્યો : “ધીસ ઈસ માય નેક ટાઈ.”
આ સાંભળી પોપટલાલ હિન્દુસ્તાની બોલ્યો : “ધીસ ઈસ માય બેક ટાઈ.”"
##############
"પપ્પા : “બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે ?”
પપ્પુ : “આવા સવાલ ના કરશો પપ્પા.”
પપ્પા : “કેમ ?”
પપ્પુ : “શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.”"
##############
"એક લેખકે સંપાદકને પોતાની નવી વાર્તા ‘હું કેમ જીવું છું’ ટપાલથી મોકલી અને આગ્રહ કર્યો કે જો વાર્તા પાછી મોકલે તો, મહેરબાની કરીને તેનું કારણ જણાવે.
સંપાદકે જવાબ આપ્યો : “મહાશય, તમારી વાર્તા પાછી મોકલાવી રહ્યો છું, અમે એટલા માટે જીવીએ છીએ કે તમે રૂબરૂ વાર્તા લઈને અમારી ઓફિસે નથી આવ્યા.”"
##############
"એક સૈનિકને તેના ઓફિસરે પૂછ્યું : “તું કેટલી વાર પેરાશૂટ લઈને કૂદ્યો છે ?”
“માત્ર એક વાર.” સૈનિકે જવાબ આપ્યો.
“પરંતુ તારા સર્વિસ રેકોર્ડમાં તો પંદર વાર લખેલું છે.”
“જી બાકીની ચૌદ વાર તો મને ધકેલવામાં આવ્યો હતો.” સૈનિકે કહ્યું."
##############
"ખૂબ આળસુ માણસ વાળંદની દુકાને જઈ ડોક નીચી કરી ખુરશીમાં બેસી ગયો.
વાળંદે પૂછ્યું : દાઢી બનાવવી છે કે વાળ કપાવવા છે ?
'દાઢી બનાવવી છે', પેલા માણસે કહ્યું.
વાળંદે કહ્યું : જરા ડોક ઊંચી કરો.
'ડોક ઊંચી કરાવી પડશે? એ કરતા વાળ જ કાપી નાખો ને ભાઈ.'"
##############
"ન્યાયાધીશ (ચોરને) : તને ગુનામાંથી મુક્ત કરવામાં આવે છે.
ચોરે પૂછ્યું, 'કેમ?'
ન્યાયાધીશે કહ્યું, 'તારા વકીલે એ સાબિત કર્યું છે કે તે ચોરી કરી નથી.'
ચોરે કહ્યું, 'તો તો પછી સાહેબ ! પકડાયેલું ઝવેરાત, ઘડિયાળ વગેરે બધું મને પાછું મળશે ને !"
##############
"ત્રણ ગપ્પીદાસ ભેગા થયા.
પહેલો ગપ્પીદાસ કહે, 'મારા દાદા પતંગ એટલે ઊંચે સુધી ચઢાવતા હતા કે એમનો પતંગ કોઈને દેખાતો જ નહિ.'
બીજો કહે, ' પણ, મારા દાદા તો હવા જયારે ઉત્તર દિશામાં વતી હોય ત્યારે એ દક્ષિણ દિશામાં પતંગ ચઢાવી બતાવતા.'
ત્રીજો ગપ્પીદાસ બોલ્યો, 'એમાં શું ! મારા દાદા તો વગર દોરીએ કલાકો સુધી પતંગ ચઢાવતા હતા !'"
##############
"મકાનમાલિક : જ્યારથી તમે રહેવા આવ્યા છો ત્યારથી એક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.
ભાડૂત : એમાં મારો શો વાંક ? તમે જ કહ્યું હતું કે આને પોતાનું જ ઘર સમજજો."
##############
"શિક્ષક : તે એટલા મોટા અક્ષરે કેમ લખ્યું છે?
વિદ્યાર્થી : તમે તમારા કોટના ખિસ્સામાંથી ઘરે ચશ્માં લેવા મોકલો નહિ એટલા માટે."
##############
"ન્યાયાધીશ : અત્યારે અદાલતમાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ કહી શકે તમ છે તું ગુનેગાર નથી?
ગુનેગાર : નામદાર, હવાલદાર સાહેબ પોતે પણ જાણે છે કે હું એક સજ્જન માણસ છું.
હવાલદાર : સાહેબ, હું તો એને ઓળખાતો પણ નથી.
ગુનેગાર : જુઓ સાહેબ, હવાલદાર મને ઓળખતા પણ નથી. તેઓ તો ભૂલથી મને અહી ખેંચી લાવ્યા છે."
##############
"શિક્ષક : ટિનું, એવા પ્રાણીનું નામ આપ. જે પાણીમાં અને જમીન પર પણ રહી શકતું હોય.
વિદ્યાર્થી : સાહેબ, દેડકો.
શિક્ષક : શાબાશ ટિનું, હવે બીજું નામ આપ.
ટિનું : સાહેબ, બીજો દેડકો."
##############
"ડોક્ટર : શાંતાબહેન, તમારે પગે હજી સોજા છે પણ એમાં ચિંતા કરવા જેવું લાગતું નથી.
શાંતાબહેન : ડોક્ટર સાહેબ, આપને પગે સોજા હોય તો મને પણ એમાં ચિંતા કરવા જેવું ન લાગે હોં."
##############
"ઘરાક : તમે તો કહેતા હતા કે જલેબી તાજી છે, પણ મેં ખાધી તો એ વાસી જ લાગે છે.
દુકાનદાર : સાહેબ, મેં તો જલેબી તાજી બનાવી હતી. પણ ઘરાકો ચાર - ચાર દિવસ પછી આવે છે, એમાં હું શું કરું?"
##############
"પિન્ટુના સવાલોથી તેના શિક્ષક કંટાળી ગયા.
શિક્ષક : પિન્ટુ, હું તારા સવાલોથી થાકી ગયો છું. મારું માથું ચડી ગયું છે. મારે તારા પપ્પાને મળવું પડશે.
પિન્ટુ : સાહેબ, સવારે નવ થી બારમાં અને સાંજે છ થી નવમાં જ આવજો. પછી મારા પપ્પા મળતા નથી.
શિક્ષક : મારે આવવું હશે ત્યારે આવીશ. તું કેમ ઉતાવળો થાય છે?
પિન્ટુ : સાહેબ, તમારું માથું દુ:ખે છે ને મારા
એમની બીજા ડોક્ટર કરતા ઓછી છે.
'શું થયું, આટલી પરેશાન કેમ છો?'"
##############
"'શું કરું, ટિનિયો પચાસ પૈસાનો સિક્કો ગલી ગયો છે.'
'તો ગળવા દે ને. આજકાલ પચાસ પૈસામાં આવે છે શું?'"
##############
"લેડી(ડોક્ટરને): મારા પતિ ઉંઘમાં બોલે છે, તો મારે તેમની આ કુટેવને છોડાવવા માટે શું કરવું જોઈએ?
ડોક્ટર: તે જ્યારે જાગે ત્યારે તેને બોલવાની તક આપો.......
ઈન્ટરવ્યું લેનાર: વિચારો કે તમે એક બંધ રૂમ માં છો અને રૂમ માં આગ લાગી છે તો ત્યાંથી કેવી રીતે નીકળશો?
સંતા: ખુબજ સરળ, એવું વિચારવાનું બંધ કરીને!!!"
##############
"વહૂએ સાસુમાને Cool એસએમએસ મોકલ્યો: તમે મને ના શીખવો કે મારે મારા બાળકોને કંઈ રીતે ઉછેરવા જોઈએ. હું તમારા જ પુત્ર સાથે રહી રહી છું અને તેને હજુ પણ ઘણા બધા સુધારાની જરૂર છે.
સંતા: એ બન્નો, આ કારની સ્પીડ કેમ આટલી બધી વધારી દીધી?
બન્નો: ઓ જી, કારની બ્રેક ફેઈલ થઇ ગઈ છે. મેં વિચાર્યું કે કોઈ એક્સીડેન્ટ થાય એના પહેલા જલ્દી થી ઘરે પહોચી જઈએ!!"
##############
"મ્યુઝીયમ નો રખેવાળ: તે ૫૦૦ વર્ષ જૂની મૂર્તિ તોડી નાખી???
સંતા: હાશ.. મને એમ કે એ નવી જ હશે."
##############
"કરોડપતિ સાથે મુલાકાત.....
મુલાકાત લેનાર: તમે કરોડપતિ બન્યા તેનો શ્રેય તમે કોને આપો છો?
કરોડપતિ: હું તેની પાછળનો બધો શ્રેય મારી પત્નીને આપું છું....
મુલાકાત લેનાર: Wow, તેની સાથે લગ્ન કર્યા પહેલા તમે શું કરતા હતા?
કરોડપતિ: હું અબજોપતિ હતો......
પોતાની એક સહેલીને એક દિવસ ઘણી ખુશમિજાજ હાલતમાં જોઇને એની બેનપણીએ એને પૂછ્યું : 'આજે શું વાત છે ? બહુ આનંદમાં જણાય છે ને ? શાની ખુશીનો અવસર છે ?'
જવાબમાં પેલી સહેલીએ કહ્યું, ' તને ખબર નથી ? મારા પતિને ગઈકાલે વેપારમાં ઘણું મોટું નુકશાન ગયું. એથી મનને ઘણો આઘાત પહોંચ્યો છે. ડોકટરે કહ્યું કે એમને વહેલી તકે અહીંથી દૂર કોઈ સારા હિલ સ્ટેશન પર લઇ જાવ એટલે આવતીકાલે અમે સૌ દાર્જીલિંગ જઈ રહ્યાં છીએ. '"
##############
"નોકર: 'શેઠજી! મને નોકરી પર રાખી લો.'
શેઠ: 'જો, તું બે - ચાર દિવસ રહીને ભાગી ન જતો.'
નોકર: 'શેઠજી ! મને તો એક ઠેકાણે જ રહેવાની આદત છે. હું પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ રહ્યો હતો.'
શેઠ:'ક્યાં ?'
નોકર:'જેલમાં'
'આજે છોડ - ઝાડને બરાબર પાણી પાયું હતું ને? 'શેઠે માળીને પૂછ્યું.
'ના જી, શેઠ! આજે વરસાદ હતો તેથી પાણી પાયું નથી.'
'કેવો મૂરખ છે ? વરસાદ હતો તો છત્રી ઓઢીને પણ પાણી પાવું જ જોઈએ ને ? '"
##############
"કરોડપતિ સુરજમલ મારવાડીએ જાણ્યું કે તેની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે વેપારીઓ પાંચ લાખ રૂપિયા ઉઘરાવીને બજારમાં ચાર રસ્તા પાસે તેનું બાવલું ઊભું કરવાના છે.
આ વાત જાણતા જ સફાળા - સફાળા સુરજમલ મારવાડીએ ફાળા સમિતિના પ્રમુખને કહ્યું, ' અરે ભાઈ! તેનાથી અડધા પૈસા મને આપો તો હું જાતે જ ત્યાં ઉભો રહેવા તૈયાર છું.'"
##############
"મુંબઈના પરામાં રહેતી એક બાઈએ દૂધવાળા ભૈયાને પૂછ્યું : 'જો મારો નોકર તમારા તબેલામાં દૂધ લેવા આવે તો શું ભાવ લેશો ?'
'20 રૂપિયે લીટર.' દૂધવાળાએ કહ્યું.
બાઈ: 'ઠીક છે, પણ દૂધ આપજો સારું.'
દૂધવાળો: 'તો પછી 25 રૂપિયા લીટરનો ભાવ થશે.'
બાઈ: 'ભલે, થોડા રૂપિયા વધારે. પણ દૂધ નોકર તેની સામે દોહીને લેશે.'
દૂધવાળો: 'તો પછી 30 રૂપિયા લીટર થશે.'
અભિનેતા(પોતાના મિત્રને): 'તમારી ફેકટરીમાં આગ લાગી, એ સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું. એમાં તમે શું ચીજ બનાવતા હતા?'
'આગ બુઝાવવાનું યંત્ર 'મિત્રએ ઉત્તર આપ્યો.'"
##############
"ગ્રાહક: 'આ કુરકુરિયાના આજે આઠ રૂપિયા ? ગઈ કાલે તો તમે એના એંસી માંગતા હતા ?'
વેપારી: 'પણ એ દરમિયાન એણે મારી પત્નીની એક સાડીના ચીથરા ઉડાવી દીધા છે.'"
##############
"એક વખત એક મુસાફરને પેટમાં ઘણું દર્દ થયું. તેણે એક માણસને પૂછ્યુ, ' અહી વૈદ્ય ક્યાં રહે છે ?'
તેણે કહ્યું, ' અહી બધા જ વૈદ્ય છે.'
તો નજીકના ઘરમાં ગયો અને કહ્યું: 'મારા પેટમાં ઘણું દર્દ છે.'
પેલો ઘરની અંદર ગયો. મુસાફરે જોયું કે બધા જ ઘરમાં એક - બે દીવા સળગે છે. તેથી તેણે વૈદ્યને પૂછ્યું, ' આ દીવા કેમ બળે છે ?'
વૈદ્યે કહ્યું : ' જેના ઘરમાં જેટલા દર્દી મરણ પામે તે તેટલા દીવા સળગાવે.'
મુસાફરે જોયું કે વૈદ્યના ઘરમાં દીવો ન હતો. તેથી તેણે કહ્યું: 'તમે ઘણાં સારા વૈદ્ય છો.'
વૈદ્યે કહ્યું: 'આજે મારા ઘરમાં પણ એક દીવો થશે. હું તેમાં ઘી ભરવા જ ગયો હતો.'"
##############
"નોકર(અભિનેત્રીના પતિને): 'બસ, શ્રીમાન ! હવે મને છૂટો કરો. હું શેઠાણી સાથે નહિ રહી શકું ?'
અભિનેત્રીનો પતિ : 'શું શેઠાણી તને ખૂબ હેરાન કરે છે ?'
'જી હા, ' નોકરે જતા - જતા કહ્યું,
'તે જાણતી નથી કે મારી નોકરી ટેમ્પરરી છે. હું ગમે તે સમયે છોડી શકું છું. એ તો મારા ઉપર એવો રોફ જમાવે છે, મને એમ હુકમ આપે છે કે જાણે હું તમે ન હોઉં?'
'શેઠ! તમારી પેઢીમાં તમે કુંવારાને કદી નોકરીએ રાખતા નથી અને ફક્ત પરણેલાઓને જ રાખો છો, એનું શું કારણ?'
'વાત એમ છે કે.......' શેઠે મંદ મંદ હસતા જવાબ વાળ્યો, ' પરણેલાઓ સામે ગમે તેટલી રાડો પાડો તો ય એ ખીજાય જતા નથી.'
એક સ્ત્રી એક મોટરની નીચે આવી ગઈ પણ તેને વધારે વાગ્યું નહિ. મોટર ચલાવવાવાળી સ્ત્રી ત્યાંથી ભાગી ગઈ. આથી પોલીસે પેલી સ્ત્રીને પૂછ્યું : 'શું તમે મોટરનો નંબર જોયો છે ?'
'જી નહિ, કારણ કે મોટર તો આંધીની જેમ આવીને ચાલી ગઈ. પરંતુ તેણે લીલી સાડી, સફેદ બ્લાઉઝ અને કાનમાં સુંદર ઝૂમખાં પહેર્યા હતા. તેના ગળાનો નેકલેસ ખૂબ જ સુંદર હતો. કપાળ પર સુંદર બિંદી અને હાથની ચૂડી ખૂબ જ સુંદર હતી અને.........
કારકુન (ફોન પર): 'માફ કરજો મેડમ! ખન્ના સાહેબ એમની પત્ની સાથે હોટલમાં નાસ્તો કરવા ગયા છે.'
મિસિસ ખન્ના: 'એમ? તો એમને કહેજો કે એમની સ્ટેનોગ્રાફરનો ફોન હતો.'"
##############
"એક છોકરીએ તેના બોય ફ્રેન્ડને પૂછ્યું: 'જો હું તારી સાથે લગ્ન કરું તો તું સિગારેટ પીવાનું છોડી દઈશ?'
બોયફ્રેન્ડ: 'હા.....'
'શરાબ.....?'
'હા, એ પણ છોડી દઈશ.'
'તારા દોસ્તારોની સંગત?'
'છોડી દઈશ.'
'એ સિવાય બીજું શું છોડી દઈશ?'
'વિવાહ કરવાનો ઈરાદો.'"
##############
"એ દારૂડિયો બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાના હાથમાંના સમાચારપત્રના એક ઝીણા ઝીણા ટુકડા કરી રહ્યો હતો. અને તેને બારીની બહાર ફેંકતો હતો.
એની બાજુમાં બેઠેલી સ્ત્રી - મુસાફરે એને પૂછ્યું, 'મહેરબાની કરીને મને સમજાવશો કે સમાચારપત્રના આવા ટુકડા કરીને બારીની બહાર ફેંકવાનો શો અર્થ?'
'એનાથી હાથીઓ ગભરાઈને નાસી જાય છે.' દારૂડિયો બોલ્યો.
'મને તો અહી કોઈ હાથી દેખાતો નથી. 'હસીને પેલી બાઈએ કહ્યું.
'ત્યારે તો મારો નુસખો ઘણો અસરકારક છે, ખરું?' જવાબ મળ્યો.
બનાર્ડ શોને કોઈએ પૂછ્યું, 'કોઈ વિષયમાં આપ જાણતા ન હોય તો શું કરો?'
'તો તે વિષયમાં હું પુસ્તક લખી નાખું.'
એક મિત્ર: 'આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે પ્રાર્થના કરવી હોય તો કઈ દિશામાં મોં રાખવું?'
બીજો: 'આપણા સમાન તરફ.'
રોજ ઝડપથી સ્ટેશને આવતા પડધમદાસ નવ ને પચીસની ફાસ્ટ ચુકી જતા. એક દિવસ સમયસર સ્ટેશને આવી પહોચ્યા. અને તે ગાડી મળી જાય તેમ હતી, છતાં ગાડીમાં ચડ્યા નહિ ત્યારે એક મિત્રે પૂછ્યું,
'તમારે જ્યાં જવું છે ત્યાં આ ગાડી ઉભી રહેતી નથી? કેમ ચડ્યા નહિ?'
'રોજ ગાડી મને દગો દે છે. 'પડધમદાસે કહ્યું,
'આજે મેં ગાડીને દગો દીધો.'"
##############
"અંગ્રેજી શાળાના એક શિક્ષકે છોકરાઓને પ્રશ્ન કર્યો, 'જો તમને ફક્ત એક જ બુક પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કઈ બુક પસંદ કરશો?'
એક ચબરાક વિદ્યાર્થી: 'ચેકબુક સાહેબ. '
દુકાન પર લગાડેલું જાહેરાતનું પાટિયું કાઢી નાખવું હતું. વેપારીએ તેને કાઢી નાખવા ખૂબ મહેનત કરી પણ નીકળ્યું નહિ ત્યારે તેણે બળથી નહિ પણ કળથી કામ લેવાનું વિચાર્યું.
તેણે બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું, 'આ પાટિયાને કોઈએ અડકવું નહિ.'
બીજે દિવસે બોર્ડ ત્યાં ન હતું."
##############
"એક સ્ત્રી વીમા એજન્ટ પાસે ગઈ અને કહ્યું, 'મારા પતિ મરણ પામ્યા છે એમના વીમાના નાણા મને આપો.'
વીમા એજન્ટે કહ્યું, 'પણ વીમો ન મળે, એમણે તો આગનો વીમો ઉતરાવ્યો હતો.'
સ્ત્રી કહે ! 'પણ મારા પતિનો અગ્નિસંસ્કાર થયો છે."
##############
"બસમાં ઊભેલા પ્રોફેસરની દયા આવતા એક પેસેન્જરે કહ્યું, 'સાહેબ ઊભા ઊભા થાકી જશો, બેસોને ?'
પ્રોફેસરે કહ્યું, ' માફ કરજો, મારે બહુ ઉતાવળ છે.'"
##############
"'આ મારી નવી રેશમની સાડી જોઈ?' મીનાએ સહેલીને કહ્યું , 'કહે છે કે એક કીડની સખત મહેનતનું ફળ છે'
'અને તને ખબર છે?' ખૂણામાં બેઠેલો મીનાનો પતિ બોલી ઉઠ્યો કે એ કીડો હું છું.'"
##############
"વીમા એજન્ટે લંબાણપૂર્વક વીમાના લાભ સમજાવ્યા પછી એક મોટા કારખાનાના માલિકે વિમાનીપોલીસી ખરીદી લીધી.
પોલીસી પર સહી કરીને એજન્ટને તેને ગર્વથી કહ્યું: 'તમે નશીબદાર છો.'એટલે જ મેં તમારી પાસેથી પોલીસી ખરીદી છે. નહીતર આજે આઠ વીમા એજન્ટને ના પડી ચુક્યો છું.
'મને ખબર છે.' વીમા એજન્ટે જવાબ આપ્યો.' હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.'"
##############
"'તમે મારા માટે કાગળના ફૂલ કેમ બનાવ્યા?' પ્રેમિકાએ પૂછ્યું.
'શું કરે?' પ્રેમીએ જવાબ આપ્યો, 'તારી રાહ જોતા સાચા ફૂલો હંમેશા કરમાઈ જાય છે.'"
##############
"એક સરદારે બંને પગમાં બે જુદા - જુદા રંગના મોજા પહેર્યા હતા.
એ જોઇને તેના ઓળખીતાએ પુછુયું: 'સરદારજી.......આ.......શું ?'
જવાબમાં સરદારજી બોલ્યા: 'દુકાનદારે મને છેતરી લીધો છે. હરામખોર દુકાનદારે આવી એક નહિ પણ બે જોડી મોજાની મને આપી છે, આવી જ એક બીજી જોડ હજી ઘેર પડી છે.'"
##############
"એક તાજું પરણેલું યુગલ હતું. નવદંપતી બંને એકલા જ રહેતા હતા.
એક દિવસ પત્નીએ પોતાના પતિના હાથની બનાવેલી રસોઈની તારીફ કરતા કહ્યું : ' શ્યામ ! તમને રાંધતા તો ખરેખર સરસ આવડે છે. હવે હું કદી હોટલમાં જમવા જવાની ઈચ્છા નહિ કરું.તમે જ હંમેશા ઘરમાં રાંધતા રહેજો.'
એટલું કહી પત્નીએ પૂછ્યું - 'એ તો કહો કે આટલું સરસ રાંધતા તમે તમારી માં પાસેથી શીખ્યા?'
'માં પાસેથી નહિ મારા પિતા પાસેથી.' પતિએ કહ્યું."
##############
"ગુજરાતીની પરીક્ષા હતી, તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો.
'આળસ કોને કહેવાય ?'
ટપુ આળસુ વિષય જોઇને હસ્યો અને એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.
વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. ટપુની નોયમાં પહેલા બે પાના કોરા હતા. અને તદ્દન નીચે એક લીટી લખી હતી. 'આને આળસ કહેવાય.'"
##############
"દિપક: 'મારા હાથમાં બેટ આવે એટલે ખલાસ ! સી....ધો છગ્ગો જ જાય.'
અનિલ: 'બસ! અને મારા હાથમાં બેટ આવે તો બોલ મળે જ નહિ. ખોવાઈ જાય.'"
##############
"એક દાદાજીની 98 મી વર્ષગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું : 'તમે એકસો વરસના થાઓ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ. એવી આશા છે.'
' કેમ નહિ, વળી ?' દાદા બોલ્યા : 'હજી તમારી તબિયત ઘણી સારી દેખાય છે.'"
##############
"પોલિસ એક માણસને પકડીને થાણામાં લઇ આવ્યો. ફોજદારે એનું કારણ પૂછ્યું.
'એ દારૂ પીને બકવાસ કરતો હતો.'
'ના, મેં દારૂ પીધો નથી.' આરોપીએ કહ્યું.
'તમને કઈ રીતે ખબર પડી કે એણે દારૂ પીધો છે ?' ફોજદારે પોલિસને પૂછ્યું.
'એ બસ ડ્રાઈવર સાથે ઝઘડતો હતો. અને એના પર હુમલો કરવા જતો હતો.'
'પણ એથી એણે દારૂ પીધો છે, એ સાબિત થતું નથી.'
'પણ, સાહેબ ! ત્યાં નહોતો ડ્રાઈવર કે નહોતી બસ !'"
##############
"'કેમ અલ્યા, મહેશ !' પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળતા પુત્રને લોભી પિતાએ પૂછ્યું : 'શાની પાછળ પૈસા બગાડવા અંદર ગયો હતો ? નવી બહાર પડેલી સ્ટેમ્પ લેવા, કોઈ સંબંધીને ફોન કરવા કે મિત્રના લગ્ન પ્રસંગે શુભેચ્છાનો તાર કરવા ?'
'ના, પપ્પા !' પિતા જેવા જ પુત્રે જવાબ આપ્યો, 'મારી ફાઉન્ટન પેનમાં પોસ્ટ ઓફિસમાં શાહી ભરવા ગયો હતો.'"
##############
"'બેટા, પીન્ટુ ! પેલી ટોપલીમાં ચાર કેરી હતી. અત્યારે એક જ છે. આમ કેવી રીતે બન્યું ?'
'મમ્મી ! ત્યાં અંધારું ઘણું જ હતું. આથી ચોથી મને દેખાણી જ નહિ.'"
##############
"મહેશ : 'તમારી હોટલમાં ગ્રાહકની સરભરા તો સારી થાય છે ને ?'
મેનેજર : ' સાહેબ ! ચિંતા ન કરો. અહી તમને ઘર જેવી જ સગવડ મળશે.'
મહેશ : ' અરે, મારા બાપ ! ઘરના ત્રાસથી કંટાળીને તો હું અહિયાં હોટલમાં રહેવા આવ્યો છું.'"
##############
"એકવાર એક ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હતું. તેના મુખ્ય નાયકે ઝાડ ઉપરથી ભૂસકો મારીને તળાવમાં પડવાનું હતું અને મુખ્ય અભિનેત્રીને બચાવી લેવાની હતી.
મુખ્ય નાયક : 'પણ ધારો કે સાહેબ ! હું ઝાડ ઉપરથી પાણીમાં પડું અને ડૂબી ગયો તો ?'
ડાયરેક્ટર : 'તમે એની ચિંતા કરશો નહિ. કારણ કે ફિલ્મનો આ છેલ્લો જ સીન છે.'"
##############
"પ્રવાસી : 'તમારી હોટલમાં જમવાનો સમય શું છે ?'
વેઈટર: 'સાહેબ ! નાસ્તો 7 થી 11 વાગ્યે. બપોરનું જમવાનું 12 થી 3 અને રાતનું ખાણું 6 થી 10.'
પ્રવાસી : 'તો પછી મારી પાસે હરવા - ફરવાનો સમય બહુ ઓછો રહેશે, નહિ ?'"
##############
"નરેશ : 'તને ખબર છે, મહેશ ! હું મારા વાળ હંમેશા બીયરથી જ ધોઉં છું.'
'એનાથી શું ફરક પડે છે ?' મહેશ બોલ્યો.
'કેમ નહિ ?' નરેશ બોલ્યો : 'આથી મારા માથાની જૂ અને લીખો હંમેશા નશામાં રહે છે.'"
##############
"હમણાં હમણાં પીન્ટુ અને વૈશાલી બહુ તોફાન કરતા હતા. એક દિવસ રમતાં રમતાં બંને પડી ગયા. અને થોડું વાગ્યું પણ ખરું.
આ જોઇને સરોજ બોલી, ' સારું થયું. હજી તોફાન કરો. હવે મળી ગયું ને તોફાનનું ફળ ?'
આ સાંભળીને પીન્ટુ અને વૈશાલી તરત જ બોલી ઊઠ્યા : ' નહિ, મમ્મી ! હજી અમને લોકોને ફળ મળ્યા જ ક્યાં છે ? ફળ તો કબાટ ઉપર ટોપલીમાં મૂકેલા છે.'"
##############
"બે યુવક યુવતીને પરસ્પર ખૂબ જ પ્રેમ હતો. આથી યુવકે યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જે યુવતીએ તરત જ સ્વીકારી લીધો.
બંને મંદિરમાં ગયા. લગ્ન વિધિ પતી ગયા પછી બ્રાહ્મણે યુવતીને જીવનરાહ બતાવતા કહ્યું :
'સદાય તારા પતિના પગલે પગલે ચાલજે !'
' ઓહ ! એ કઈ રીતે બને ?' યુવતીએ પોતાની મુશ્કેલી દર્શાવતા કહ્યું : ' મારા પતિ તો પોસ્ટમેન છે !'"
##############
"પોતાના ભાવિ જમાઈ સાથે પ્રાથમિક ચર્ચા પછી શેઠે તેને પૂછ્યું, ' તો લગ્ન માટે કઈ તિથી નક્કી કરીશું ?'
'એનો નિર્ણય કરવાનું હું આપની પુત્રી પર છોડું છું.'
જમાઈએ કહ્યું : ' ઠીક, હવે લગ્ન સાદાઈથી કરવા કે ધામધુમથી ?'
'એ નિર્ણય હું તમારા ભાવિ સાસુ ઉપર છોડું છું.'
શેઠે જમાઈને કહ્યું, ' અને આપની આજીવિકા માટે આપે શું વિચાર્યું છે ?'
'એનો નિર્ણય હું આપના પર છોડી દુ છું.' જમાઈએ હસતાં હસતાં કહ્યું."
##############
"દુકાનદાર : ' ભાઈ સાહેબ ! મેં તમને સેન્ડલોની એકે એક જોડ બતાવી દીધી. હવે એકે બાકી નથી.'
સ્ત્રી ગ્રાહક : 'તો પછી પેલા ખોખામાં શું છે ?'
દુકાનદાર : 'એમાં તો મારું લંચ છે.'"
##############
"નાની છોકરીને પોતાની પાસે બોલાવીને પાદરીએ પૂછ્યું : ' બધાં પાસે માફી માંગતા પહેલાં આપણે શું કરવું જોઈએ ?'
છોકરી : 'પાપ કરવા જોઈએ.'"
##############
"એક : ' ચાલ, ભાઈ ! આપણે અહીંથી રફુચક્કર થઇ જઈએ. જો સામેથી પેલો જાડિયો માણસ આવે છે. એ મારી પાસે પચ્ચાસ રૂપિયા માંગે છે. તે ઉઘરાણી કરશે.'
બીજો : 'કંઈ ગભરાવાની જરૂર નથી, મિત્ર. મને જોઇને તે પોતે જ છટકી જશે. કારણ કે હું એની પાસે બસો રૂપિયા માંગું છું.'"
##############
"પરેશને બઢતી મળી. અને કર્મચારીમાંથી મેનેજર બની ગયો. કામમાં વીજળીની જેમ ઝડપ લાવવા માટે એણે પ્રત્યેક વિભાગમાં બોર્ડ મુકાવી દીધાં - 'કાલ કરે સો આજ કર.'
અને એ બોર્ડની બહુ સરસ ઝડપી અસર થઇ. પટાવાળાએ બહુ જીદ કરીને બધી ચડેલી રજા માંગી. ડિસ્પેચ કારકુને તરત રાજીનામું આપી દીધું. સ્ટેનોગ્રાફર એના પ્રેમી સાથે ભાગી ગઈ અને ઉઘરાણી કારકુન લાપત્તા થઇ ગયો."
##############
"ન્યાયાધીશ : ' પણ એ તો કહે તે ઝવેરીની દુકાનના શો - કેશમાં મૂકેલો મોતીઓનો હાર શા માટે ચોર્યો ?'
ગુનેગાર : 'ત્યાં લખેલું હતું કે_ 'સામે આવેલી તકને જતી ન કરશો.' ને મેં એ તકને ઝડપી લીધી.'
ન્યાયાધીશે કહ્યું : 'તમે કહો છો કે આ માણસે તમારા ઘરમાં ચોરી કરી છે. તો તમે એના ઘરમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી તમારી પોતાની વસ્તુ ઓળખી શકશો ?'
ફરિયાદી : 'જી, હા. પેલા લીલા રંગનો રૂમાલ મારો છે.'
ન્યાયાધીશ : ' એ કંઈ સાચો પુરાવો નથી. એવો જ લીલા રંગનો રૂમાલ મારી પાસે પણ છે.'
ફરિયાદી : ' હોઈ શકે, સાહેબ ! મારા ઘરમાંથી એવા જ એક સરખા બે રૂમાલ ગુમ થયા છે.'"
##############
"એકવાર ત્રણ પ્રોફેસરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા વાતો કરી રહ્યા હતા. વાતચીતમાં તેઓ એવા તલ્લીન થઇ ગયા કે ટ્રેન આવી તેનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં.
ટ્રેન ઉપડી ત્યારે અચાનક એક પ્રોફેસરે ચમકીને કહ્યું : 'અરે ! ગાડી આવી......ને ઉપડી .....' ત્રણે ટ્રેન પકડવા દોડ્યા.
તેમાંથી બે જણ ટ્રેન પકડી શક્યા. એક જણ રહી ગયો.
બાજુમાં ઉભેલા એક ભાઈએ તેને આશ્વાશન આપ્યું : 'કંઈ નહિ. તમારા બે મિત્રો તો ટ્રેનમાં ચડી શક્યા ને !'
પ્રોફેસરે કહ્યું : ' પણ એ બે જણા તો મને વળાવવા આવ્યા હતા.'"
##############
"બે દારૂડિયા માણસો ખૂબ જ મોજમાં બેઠા હતા.
એકે કહ્યું : ' હું આવતીકાલે હિન્દુસ્તાનનો વડાપ્રધાન બનવાનો છું.'
બીજાએ કહ્યું : 'હવા ખા, હવા.'
પહેલો : 'એટલે તું શું કહેવા માંગે છે ?'
બીજો : 'કહેવા એ માંગું છુ કે હિન્દુસ્તાનના વડાપ્રધાન બનવાનું તારું સ્વપ્ન ક્યારેય પૂરું નહિ થાય.'
પહેલો : 'કેમ ?'
બીજો : 'ફળીભૂત એમ નહિ થાય. તું હિન્દુસ્તાનનો વડાપ્રધાન ત્યારે બની શકે કે જયારે હું રાજીનામું આપીને ખુરશી ખાલી કરું, પણ હમણાં મારી ઈચ્છા રાજીનામું આપવાની નથી.'"
##############
"કરસનકાકા મોડી રાત્રે એક અંધારા રસ્તા પરથી જઈ રહ્યા હતા. ત્યાં બે ગુંડાઓએ એમને આંતરી લીધા.
એકે કહ્યું : 'તમારા ગજવામાં દસ પૈસાનો એકાદ સિક્કો હોય તો આપશો ?'
દસ પૈસાથી કામ પતી જતું જોઈ કરસનકાકા હરખાયા.
તેમણે ગુંડાના હાથમાં એ સિક્કો મુક્યો અને કહ્યું : 'કંઈ નહિ ને દસ પૈસા કેમ માંગ્યા ?'
'હું અને મારો સાર્ગીદ સિક્કો ઉછાળીને નક્કી કરવા માંગીએ છીએ કે કોણે તમારી ઘડિયાળ રાખવી અને કોણે તમારું પાકિટ રાખવું ?'"
##############
"એક કંજૂસ માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. એની સાથે સામાનમાં એક બહુ મોટો થેલો હતો.
રસ્તામાં ટિકીટ તપાસનાર આવ્યો. એણે કહ્યું : 'આ થેલો તો ઘણો વજનદાર લાગે છે. આ સામાન મફતમાં નહિ લઇ જઈ શકો. તમારે આના પૈસા ભરવા પડશે !'
'કેટલા ?' કંજુસે પૂછ્યું.
'પૂરી એક ટિકીટ જેટલા.' ટિકીટ ચેકરે કહ્યું. આ સાંભળીને પેલા કંજુસે થેલા ભણી જોઇને કહ્યું : 'દેવીજી ! બહાર નીકળી આવો. પૂરી ટિકીટ જ આપવાની હોય તો બંધ થેલામાં રહી મુસાફરી કરવાની જરૂર શું છે ?'"
##############
"તહોમતદારના વકીલે ફરિયાદીના સાક્ષીને ખખડાવી નાખ્યો : ' તું શું કરે છે ?'
'કંઈ નથી કરતો.'
'તારો બાપ શું કરે છે ?'
'હમણાં તેઓ નવરા હતા. આજે તેમને કામ મળ્યું છે.'
'એટલે કે તું એક રખડું બેકાર બાપનો રખડું દીકરો છે. ખરું ને ?'
સાક્ષીએ કરડાકીથી જવાબ આપ્યો : 'તમે મારા બાપને જ પૂછો ને. જુઓ ! તેઓ જ્યુરીના અધ્યક્ષ તરીકે બેઠા છે.'"
##############
"મોહન કડકાએ એની પત્નીને કહ્યું : ' એલી, સાંભળે છે ? આ સામેવાળા કરસનની દુકાનેથી આજનો દિવસ કોઈ વસ્તુ ખરીદીશ નહિ.'
પત્ની : 'કેમ શું થયું ? એ તો બહુ ઈમાનદાર છે.'
'એ તો મનેય ખબર છે હવે. પણ વસ્તુઓ તોલવા માટે એ આપણા બે બાટ આજના દિવસ પૂરતા લઇ ગયો છે, સમજી ?'"
##############
"'એક સંશોધનમાં ગૂંથાયો હતો. હમણાં જ એ કામ પૂરું થયું.'
'શેનું સંશોધન કરતા હતા ?'
'ઍરોપ્લેનમાં આગ લાગે ત્યારે મુસાફરોને કેવી રીતે બચાવી લેવા ?'
'તો તમે કયા તારણ પર આવ્યા ?'
'એ જ કે વિમાનમાં આગ લાગે તેમાં કોઈએ બેસવું નહિ. અને જો તેમાં પ્રવાસીઓ બેઠા હોય તો આગ લાગે ત્યારે વિમાનને રોકીને પ્રવાસીઓને ઊતારી દેવા.'"
##############
"કાને ઓછું સાંભળતો વૃદ્ધ પુરુષ કાનના ડોક્ટર પાસે ઈલાજ કરાવવા ગયો.
ડોક્ટર (મોટેથી) : ""સિગારેટ પીએ છે ?""
""હા""
""ખુબ જ ?""
""હા, આંખો દિવસ પીવું છું.""
""મધપાન કરે છે ?""
""રોજ""
""છોકરીઓને લઇ મોડે સુધી રખડે છે ?""
""હા""
""તો તારે આ બધું તરત જ છોડી દેવું પધ્સે ?""
""સાંભળી શકું તે માટે આ બધું છોડી દેવું પડે તો પછી મારે સાંભળવું જ નથી. આભાર."""
##############
"ચમન (પોલીસને) : કોઈએ મારું ખિસ્સું કતરી લીધું.
પોલીસ : તો અહિયાં શું કામ આવ્યો ? દરજી પાસે જઈને નવું નખાવી લે."
##############
"પિતાજી : બેટા, એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે રોજ રોજ એક જ જગ્યાએથી જવાથી આપણું માન ઘટે છે.
મનુ : એટલે જ તો પિતાજી હું રોજ રોજ સ્કૂલે નથી જતો."
##############
"જગ્ગુ (વાળંદને) : કેમ ભાઈ, વાળ કાપતી વખતે તું ખુબ જ ભયાનક વાતો કરે છે.
વાણંદ : એ તો મારી ભયાનક વાતોથી ગ્રાહકોના વાળ ઊભા થઇ જાય છે અને મને કાપવામાં ખુબ જ આસાની થાય છે."
##############
"પિતાજી : તને ઇતિહાસમાં આટલા ઓછા ગુણ કેમ મળ્યા ?
સન્તુ : કારણ કે, બધા જ પ્રશ્નોમાં મારા જન્મ પહેલાની ઘટનાઓ વિષે પૂછવામાં આવ્યું હતું તેથી."
##############
"બાબુ ( વિનોદને ) : તારું આજનું પેપર કેવું ગયું ?
વિનોદ : આજના પેપરમાં તો મને ફક્ત પાંચ ગુણ મળશે.
બાબુ : કેમ ફક્ત પાન માર્ક જ ?
વિનોદ : સાહેબે પરીક્ષા શરુ થતા પહેલા જ કહ્યું હતું કે ચોખ્ખાઈના પાંચ ગુણ છે."
##############
"અલિક (બડાઈ મારતા) : મારી કંપનીમાં બધા કામ વિજળીની મદદથી જ થાય છે.
કર્મચારી : ત્યારે જ તો પગાર આપવાના સમયે ઝટકા લાગે છે."
##############
"હરેશ તેના મિત્ર પરેશને લાંબા સમય બાદ મળે છે.
પરેશ : હરેશ, શું વાત છે. ખુબ ખુશમાં લાગે છે. આવો ખુશ તો તારા લગ્ન વખતે પણ ન હતો.
હરેશ : હા, સાવ સાચી વાત છે. હમણાં જ મેં છૂટાછેડા લીધા છે."
##############
"દર્દી (ડોક્ટરને મહેતા) : ડોક્ટર સાહેબ, મને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડે છે.
ડોક્ટર : તો તેને અટકાવવા કઈક કરવું પડશે."
##############
"ચમનલાલ સાયકલ લઈને જતા હતા ત્યાં મગનલાલ સાથે ટકરાયા અને મગનલાલ કાદવમાં ફેંકાઈ ગયા. તરત જ મગનલાલે ઊભા થઇ ખિસ્સામાંથી દસની નોટ કાઢી ચમનલાલના હાથમાં મૂકી.
આ જોઈ ચમનલાલે પૂછ્યું : ""એક તો મેં તમને પછાડ્યા અને વળી પાછા તમે મને દસ રૂપિયા આપો છો ?""
મગનલાલે જવાબ આપ્યો, ""આંધળા લોકોને મદદ કરવી એ મારો પરમધર્મ છે."""
##############
"શિક્ષક : જગ્ગુ, કાલે કેટલા વાગ્યા સુધી લેસન કર્યું હતું.
જગ્ગુ : બાર વાગ્યા સુધી.
શિક્ષક : બહુ સરસ, અને કેટલા વાગ્યે લેસન કરવા બેઠો હતો.
જગ્ગુ : પોણા બારે."
##############
"દીપક : મારી પત્ની બહુ જ કરકસરવાળી છે. તેના ડ્રેસમાંથી મારું શર્ટ બનાવ્યું.
રૂપક : મારી પત્ની તો તેના કરતા પણ વધારે કરકસરવાળી છે. તેણે તો મારા શર્ટમાંથી પોતાની નાઈટી બનાવી છે."
##############
"બે ટાલીયા અંદર-અંદર વાતો કરી રહ્યા હતા.
પહેલો ટાલિયો : આજકાલ છોકરાઓ માથા પરી ચઢી ગયા છે.
બીજો ટાલિયો : તો એમાં ડરી શું ગયો. તેલ લગાવી દો, તેની મેળે નીચે લપસી પડશે."
##############
"કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં.
શ્રોતા : વાહ... વાહ... વાહ... વાહ...
કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં.
શ્રોતા : વાહ... વાહ... વાહ... વાહ...
કવિ : આગળ શું બોલું ? આજે હું કવિતાની ડાયરીના બદલે ભૂલથી ધોબીની ડાયરી લઇ આયો છું."
##############
"એક પહેલવાન હોટલમાં પ્રેવેશ લેતા પહેલા પોતાનો કોટ બહાર ખીંટી પર લટકાવતો ગયો અને એક ચિઠ્ઠી પણ ચીટકાવતો ગયો કે, ""કૃપા કરી કોટને કોઈ હાથ ન લગાવે. - મુક્કાબાજીમાં વિશ્વ ચેમ્પિયન.""
તે જારે પાછો ફર્યો તો કોટ ગુમ હતો અને તેની જગ્યા પર એક ચિઠ્ઠી હતી તેમાં લખ્યું હતું, ""શોધવાની કોશિશ ન કરતા. દોડમાં વિશ્વ ચેમ્પિયન."""
##############
"જજ : પોલીસનું કહેવું છે કે તું ખુબ જ ઝડપી દોડી શકે છે અને પોલીસને તને પકડવામાં ઘણી મુશ્કેલી થઇ હતી. તો તું ઓલિમ્પિકમાં ભાગ કેમ નથી લેતો ?
ચોર : ત્યાંથી તો હું આ મેડલ ચોરીને ભાગ્યો હતો."
##############
"શેઠ ( ટેક્સી ડ્રાઈવરને ) : ટેક્સી ઝડપથી ચલાવ. મારું ચિત્રહાર જતું રહશે.
ટેક્સી ડ્રાઈવર : શેઠ, જો ટેક્સી ઝડપી ચલાવીશ તો તમારા અને મારા ચિત્ર પર હાર જરૂર ચડશે."
##############
"શિક્ષક : દેવ-દેવીમાં શું ફરક છે ?
મનિયો : જેટલો ફરક કપિલ દેવ તથા શ્રીદેવી માં છે."
##############
"એક દિવસ નટવરલાલ ભગવાન ગણપતિની ખુબ જ આરાધના કરે છે. તેથી ગણપતિ તેના પર પ્રસન્ન થાય છે.
ગણપતિ : તથાસ્તુ, બોલ તારે શું વરદાન જોઈએ છે.
નટવરલાલ : ભગવાન, મારે ફક્ત એક મોટરકાર જોઈએ છે.
ગણપતિ : (એક થપ્પડ મારતા) નાલાયક, હું ઉંદર પર ફરું છું, અને તને મોટરકાર આપું ?"
##############
"મીના ને ટીના વચ્ચે ઝઘડો ચાલતો હતો.
મીના : મારી બહેન તારી બહેન કરતા સારી છે.
ટીના : મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે.
મીના : મારી મમ્મી તારી મમ્મી કરતા સુંદર છે.
ટીના : અહિયાં હું હારી ગઈ, કારણ કે, મારા પપ્પા પણ એમ જ કહે છે."
##############
"પુત્ર : પપ્પા આજે મને મારા જીવનમાં પ્રથમવાર અભિનય કરવાની તક મળી. ૨૫ વર્ષથી પરણેલા એક પુરુષનું પાત્ર ભજવવાનું મારે ફાળે આવ્યું છે.
પિતા : (આશ્વાસન આપતા) ગભરા નહિ બેટા, ધીરે ધીરે તને સંવાદ સાથેનું પાત્ર પણ મળશે.
એમ જ કહે છે."
##############
"શાંતિલાલ : માત્ર થોડી જ સ્ત્રીઓને સંસદના કાયદાઓનું જ્ઞાન હોય છે તે બાબતે શું તું સંમત છે ?
કાંતિલાલ : ત્યારે તો તું મારી પત્નીને જાણતો નથી. છેલ્લા ૨૦ વર્ષથી તે અમારા ઘરની 'સ્પીકર' છે."
##############
"પડોશી : ""પત્નીને ચુંબન કરતા પહેલા પડદો પાડી દેવાનું રાખો. ગઈકાલે મેં તમને તમારી પત્નીને ચુંબન કરતા જોયા હતા.""
હરીશ : ""કેવો પકડાઈ ગયો, ગઈકાલે હું ઘરે હતો જ નહિ દે તાળી !"""
##############
"શિક્ષક : ""જીવનમાં સૌથી છેલ્લે આવેલા દાંતને શું કહેવાય છે ?""
વિદ્યાર્થી : ""ચોકઠું."""
##############
"યુવતી : ( હોસ્ટેલ જઈ ) ""મારે સંજય ચોપડાને મળવું છે.""
મહિલા : ""હું તને પૂછી શકું કે તું કોણ છે ?""
યુવતી : ""હું... હું એની બહેન છું.""
મહિલા : ""વારુ, તને મળીને ઘણી ખુશી થઇ. હું સંજયની મમ્મી છું."""
##############
"દીક્તર : ""તમારી પત્નીને પાતળા થવા માટે આપેલી દવા અસરકારક ઠરી ?""
પતિ : ""ખુબ જ ડોક્ટર ! ત્રણ અઠવાડિયા પહેલા તે સંપૂર્ણ અદ્રશ્ય થઇ ગઈ."""
##############
"ડોક્ટર : 'અરે ! તમરી દશા તો ખુબ જ ખરાબ છે. તામ્ર બંને પગ કેવી રીતે ભાંગી ગયા ?""
દર્દી : ""શું કરું ડોક્ટર, આદતથી મજબૂર છું ! સિગારેટ પીને ગટરમાં નાખ્યા બાદ પગથી હોલવવા ગયો હતો."""
##############
"ડોકટરની પત્ની : ""પ્રિયે ! શું આજનું ઓપરેશન સફળ થયું ?""
ડોક્ટર : ""છેલ્લી ઘડીએ મેં એમાં સફળતા મેળવી. જો થોડી વધારે વાર થઇ હોત તો દર્દી જરૂરથી સાજો થઇ જાત."""
##############
"""મેં સાંભળ્યું છે કે લોકો હડતાળ પાડવાના છે.""
""શાને માટે ?""
""કલાક ઘટાડવા.""
""તેઓ નસીબદાર છે. મને હમેશા થતું હતું કે એક કલાકની ૬૦ મિનીટ ખુબ જ વધારે છે."""
##############
"લાંબા સમય બાદ સુરેશની મુલાકાત રમેશ સાથે થઇ.
સુરેશ : ""અરે રમેશ, આજકાલ શું કરી રહ્યો છે ?""
રમેશ : ""બેકારીથી તંગ આવીને છેવટે સરકારી હોસ્પીટલ સામે કફનની દુકાન ખોલી અને હું ન્યાલ થઇ ગયો."""
##############
"""શું તું હસ્તરેખામાં નિષ્ણાંત છે ?"" જુગારખાનામાં બેઠેલા રાજુને મહેશે પૂછ્યું.
""નહિ, પરંતુ ગઈકાલે એક મહિલાનો હાથ જોઈને મેં ભવિષ્ય ભાખ્યું કે તે ગાહની નસીબદાર પૂરવાર થશે."" મહેશે જવાબ આપ્યો.
""અરે, પણ કેવી રીતે ખબર પડી ?"" રાજુએ પૂછ્યું.
""તેના હાથમાં ત્રણ એક્કા હતા. મહેશે પત્તા ચીપતા જવાબ આપ્યો."
##############
"મુલાકાતી : ""પ્રોઢાવસ્થા કોને કહેવાય ?""
ડોક્ટર : ""જયારે પેટ સિવાય શરીરના અન્ય અંગોનો વિકાસ અટકી જાય તો સમજવું કે પ્રોઢાવસ્થાનો પ્રારંભ થઇ ચુક્યો છે."""
##############
"""વકીલ અને ડોક્ટર વચ્ચે શું ફરક છે ?""
""ડોક્ટર સાચું બોલાવીને તમને ખંખેરે છે. જયારે વકીલ ખોટું બોલાવીએ પૈસા પડાવે છે."""
##############
"નવા પરણેલા દંપતીએ પોતાના મિત્રને નવું ઘર બતાવ્યું.
પતિ : ""આ અમારો મ્યુઝીક રૂમ.""
મિત્ર : ""અરે ! આ રૂમમાં નથી રેડિયો કે નથી રેકોર્ડ પ્લેયર કે પિયાનો, તો પછી તમે આને મ્યુઝીક રૂમ કેવી રીતે કહો છો ?""
પત્ની : ""આ રૂમમાંથી અમને પડોશીનો રેડિયો સોંથી સરસ સંભળાય છે."""
##############
"પ્રેમી : "" તારા પિતાને મેં કરેલા દેવા નાગે કહેવાની મારી હિંમત નથી.""
પ્રેમિકા : ""બધા જ પુરુષો બીકણ હોય છે. મારા પિતાએ પણ તેમણે કરેલા દેવા વિષે તને કહેતા હિંમત નથી ચાલતી."""
##############
"દર્દી : ""ડોક્ટર સાહેબ, તમે કહ્યું તે પ્રમાણે જ વખતસર દવા લીધી અને ફળો ખાઘા. છતાંય મારી તબિયત પહેલા કરતા વધુ ખરાબ થઇ ગઈ.""
ડોક્ટર : ""તમે ભૂલમાં દાળ, ભાત વગેરે તો નથી ખાઈ લીધાને ?""
દર્દી : ""ડોક્ટર, તમે જ કહ્યું હતું કે માત્ર ફળ ખાજે. તો સવારે એક કિલો સફરજન, બપોરે બે ડઝન કેળા, અને સાંજે એક-એક કિલો નારંગી જ ખાધી છે."""
##############
"એક પતિ : ""મને હંમેશા મારી વર્ષગાંઠને દિવસે ચિંતા થાય છે ?
બીજો પતિ : ""શા માટે ?""
પહેલો પતિ : ""મને હંમેશા ડર રહે છે કે મારી પત્ની મને એવી ભેટ ન આપે જે મારા ખિસ્સાને ન પરવડે."""
##############
"મોના : ટીવી અને સમાચાર પત્ર વચ્ચેનો તફાવત ખબર છે ?
સોના : ના, પરંતુ મારે જાણવો છે. આ નાતાલ દરમિયાન મારો ખરીદવાનો વિચાર છે.
મોના : ટીવી સેટમાં કચરો એકઠો કરી શકાય નહી."
##############
"એક સેલ્સમેન : શું મારું નસીબ છે ! એક શિક્ષિકા સાથે લગ્ન કરવાનું પરિણામ ભોગવી રહ્યો છું.
બીજો સેલ્સમેન : કેમ શું થયું ?
પ્રથમ સેલ્સમેન : સંભાળ, મારા પત્રના ઉત્તર માં તે શું લખે છે તે ! તે લખે છે કે 'પ્રિય નરેશ, તે પ્રિય પ્રેમિલા સંબોધન કર્યું હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. કયા તો તારું વ્યાકરણ ખોટું છે અથવા તું મને વફાદાર નથી. જો તારા જીવનમાં હું એકલી જ પ્રેમિલા હોઉં તો પ્રિય સંબોધન બરાબર નથી પરંતુ જો તું એકથી વધુ પ્રેમીલાને જાણતો હોઈશ તો ઘરે આવ્યા બાદ ખુલાશો કરવા તૈયાર રહેજે.'"
##############
"ભાડૂત : મારા બાથરૂમના નાદમાં પાણી આવતું નથી. તો મારે નહાવું કેવી રીતે ?
મકાન માલિક : ભાડામાં દસ રૂપિયા વધારે આપીને તારું બાથટબ છાપરામાંથી પાણી ટપકે છે ત્યાં મૂકી શકે છે."
##############
"વિકી : અમારા ઘરમાં એવી વસ્તુ છે કે જે તારા ઘરમાં નથી !
મિલી : શું ?
વિકી : મારા ઘરમાં મારી નવી નાની બહેન છે.
મિલી : એમાં તે શું મોટી ઘાડ મારી. અમારા ઘરમાં તો નવા પપ્પા છે."
##############
"""મને ધ્યાન છે ત્યાં સુધી સોં પ્રથમ તે બેન્કર સાથે લગ્ન કાર્ય. ત્યાર બાદ અભિનેતા અને ત્રીજા લગ્ન પુજારી સાથે અને છેલ્લે કોફીન બનાવનાર સાથે. શું આ સારા ઘરની યુવતી માટે શોભાસ્પદ છે ?""
""આ ખુબ જ સારી પદ્દતિ છે."" તેણે જવાબ આપ્યો. ""પહેલા લગ્ન પૈસા માટે કાર્ય, બીજા લગ્ન ઝાકઝમાળ માટે કાર્ય, ત્રીજા લગ્ન ધરમધ્યાન કરવા અને ચોથા લગ્ન કાયમી વિદાય લેવા માટે કર્યા."
##############
"એક કંજૂસ વ્યક્તિ ૩૦ વર્ષ બાદ પોતાના દેશમાં પાછો ફર્યો હતો. કાગળ લખીને તેણે તેના ભાઈઓને મળવા એરપોર્ટ પર બોલાવ્યા હતા. પ્લેનમાંથી ઉતારી બહાર આવતા જ તેનો સામનો બે દાઢીવાળા વ્યક્તિઓ સાથે થયો.
મહામહેનતે પોતાના ભાઈઓને ઓળખી તેણે દાઢી વધારવાનું કારણ પૂછ્યું. ભાઈઓએ જણાવ્યું, ""શું તુભુલી ગયો ? જાતી વખતે અસ્ત્રો તો તું તારી સાથે લેતો ગયો હતો ?"""
##############
"ટ્રેઈનર : શું તું હજુ વધારે ઝડપથી ન જઈ શક્યો હોત ?
જોકી : જરૂરથી, પરંતુ નિયમ અનુસાર મારે ઘોડા સાથે જ રહેવાનું હતું."
##############
"પુરુષના વેશમાં લશ્કરમાં ફરજ બજાવતી પોતાની બહેન વિષે વાતો કરી એક ભાઈ ડંફાસ મારતો હતો.
""પરંતુ એક મિનીટ થોભ."" સાંભળનારે જણાવ્યું.
""લશ્કરમાં તેને અન્ય સૈનિકો સાથે જ નહાવાનું અને કપડાં બદલવાના હોય છે ખરું ને ?""
""તારી વાત સાચી છે."" ભાઈ ઉવાચ.
""તો પછી શું તેઓ જાણી શકે નહિ કે તે એક મહિલા છે !""
""પરંતુ જાણીને એ કહેવાની મૂર્ખાઈ કોણ કરે ?"""
##############
"મુલાકાતી : લગ્ન પહેલા તારી મમ્મીનું નામ શું હતું ?
બાળક : ( માથું ખંજવાળતા ) ""મને લાગે છે કે શેરેટોન હતું કારણ કે અમારા ટુવાલ અને નેપકીન પર આ નામ લખ્યું છે."
##############
આજે વહેલી સવારે મારે મારા કુતરાને ડોકટર પાસે લઇ જવો પડ્યો હતો. કારણ કે મારી સાસુને કરડયો હતો. આજે બપોરે એ એના દાંત તીણા કાર્ય બાદ એને પાછો લેવા જવું પડશે.
##############
"શિક્ષક : વિજય, શું તું હંમેશા તોતડું બોલે છે ?
વિજય : નહી સર, માત્ર જયારે હું બોલતો હોવ છું ત્યારે જ."
##############
"કોર્ટમાં એક સાક્ષી ગભરાઈ ગયેલો જાણતો હતો. તેણે જજ તરફ ફરીને કહ્યું, ""મારે શું કરવું તે જ સમજાતું નથી.""
જજ : ""કેમ ?""
સાક્ષી : મેં કોર્ટમાં સત્ય જ બોલવાના સોગંધ લીધા છે અને જયારે જયારે હું સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ત્યારે કોઈ ને કોઈ વકીલ મને એમ કરતા રોકે છે."
##############
"વીજળીના કડાકા ભડાકાથી બચવા ઝાડ પર રક્ષણ લેવા આવેલા ખેડૂતે તેના સાથીને પૂછ્યું : ""તારી કેટલી નજીકથી વીજળી પસાર થઇ હતી ?""
સાથીએ જવાબ આપ્યો : ""મને ખબર હતી પરંતુ પહેલા મારી ચલમ સળગતી ન હતી."""
##############
"એક શીખ ચિત્રકારે પોતાના ચિત્રોનું પ્રદર્શન જોવા માટે એક ડોક્ટરને આમંત્રણ આપ્યું. મૃત્યુ સામે લડતા લડતા એક માણસના ચિત્ર પાસે ડોક્ટરને દસ મિનીટ સુધી ઊભા રહ્યા.
ચિત્રકારે આ ચિત્ર બદલ ડોકટરનો અભિપ્રાય પૂછ્યો. ડોકટરે જવાબ આપ્યો : ""મને આ ન્યુમોનિયાનો કેસ હોય તેમ લાગે છે."""
##############
"કાર અકસ્માતના વળતર બદલ કેસ કરનાર એક માણસને બચાવ પક્ષના વકીલે પૂછ્યું : ""અક્સમાત સમયે શું તે નહોતું કહ્યું કે તને ઈજા થઇ નથી ?""
અસીલ : પરંતુ થયું એમ કે હું રસ્તા પર મારી ઘોડાગાડીમાં જતો હતો ત્યાં આ કર આવી અને પગ ભાંગી ગયો હોવાથી કાર માલિકે ઘોડાને ગોળીએ વીંધી નાખ્યો. ત્યાર બાદ મારી પાસે આવીને પૂછ્યું : ""હવે તારી શી પરિસ્થિતિ છે ? શું તું જખ્મી થયો છે ?"""
##############
"શિક્ષક : રાજુ ! મેં તને ઘર ને માણસનું ચિત્ર દોરવા કહ્યું હતું. આ તો માત્ર ઘર છે, માણસ કયા છે ?
રાજુ : માણસ ઘરમાં સૂઈ ગયો છે."
##############
"પ્રેમી : હું તને સાચા હૃદયથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું.
પ્રેમિકા : હું માત્ર એવી જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ જે બહાદુર અને સમજદાર હોય.
(થોડા દિવસો બાદ, પ્રેમિકાના ઘરમાં આગ લાગે છે અને પ્રેમી તેને જનના જોખમે બચાવી લે છે.)
પ્રેમી : હવે તો તને મારી બહાદુરીની ખાતરી થઇ ગઈ ને ?
પ્રેમિકા : હા, પરંતુ હજી તારી સમજદારીની ખાતરી બાકી છે.
પ્રેમી : શું વાત કરે છે તું ? હજી તને મારી સમજદારીની ખાતરી થઇ નથી ? તારા ઘરને આગ કોણે લગાડી હતી ?"
##############
"રમેશ : એ સુરેશ ! તારા કાનમાં શું થયું ? તે બંને કાનને પટ્ટી કેમ મારી છે ?
સુરેશ : શું કરું યાર, હું ઈસ્ત્રી કરતો હતો ત્યારે ફોનની ઘંટડી વાગી અને ભૂલમાં મેં ઈસ્ત્રી ફોન સમજીને કને લગાડી લીધી."
##############
"એક ગપ્પીદાસ : શું કહું યાર, આ રજામાં હું સ્વિટઝરલેન્ડ ફરવા ગયો હતો. ત્યાં એટલી બધી ઠંડી હતી કે ગાયના આંચળનું દૂધ પણ જમીને આઈસ્ક્રીમ બની જાય.
બીજો ગપ્પીદાસ : એમાં શું થઇ ગયું ? ગયા મેં મહિનામાં હું અરબસ્તાનના રણમાં ગયો હતો. ત્યાં એવી ધગધગતી ગરમી હતી કે કોઈ ટાલીયાના માથામાં ઈંડું ફોડો તો તરત જ આમલેટ બની જાય"
##############
"સરકારી વકીલ : તું જયારે ચોરી કરવા ગયો હતો ત્યારે મકાનમાલિક તારાથી કેટલે દુર ઊભો હતો ? જરા સમજી વિચારીને સાચો જવાબ આપજે.
ચોર : સાહેબ, હું ચોરી કરવા ગયો હતો, જમીન માપવા નહી."
##############
"ચિમન : પાજી, જો હું આ ઘોડાની પૂંછડી પકડી લઉં તો તમે મને શું ઈનામ આપશો ?
પિતાજી : ઈનામ હું નહિ, તને ઘોડો આપશે."
##############
"અભિનેતા : શું એ સાચી વાત છે કે તે જીંદગીમાં માત્ર મને એકલાને જ પ્રેમ કર્યો છે ?
અભિનેત્રી : સમ ખાઈને કહું છું પ્રિયે કે મેં એકલાને જ પ્રેમ કર્યો છે. પરંતુ મને એ વાત નથી સમજાતી કે સોં કોઈ મને આ પ્રશ્ન જ કેમ પૂછે છે ?"
##############
"જ્યોતિષી : શું તમે તમારા પતિનું ભવિષ્ય જાણવા માંગો છો ?
મહિલા : મારા પતિનું તો ભવિષ્ય મારી મુઠ્ઠીમાં છે. તમે માત્ર મારું ભવિષ્ય બતાવો."
##############
"યુવક : કઈ પરની સોંથી વધારે વફાદાર હોય છે ?
વૃદ્ધ : સફેદ વાળવાળી."
##############
"અનીલ ; હું તને એક એવી ભયાનક વાર્તા સંભળાવવા માંગું છું, જે સાંભળી તારા માથાના વાળ ઊભા થઇ જશે.
દિનેશ : આ વાર્તા તું મને નહિ પરંતુ કોઈ ટાલીયાને સંભળાવજે."
##############
"પતિ : સુખી સંસાર ફિલ્મ જોવા આવવું છે ?
પત્ની : હવે સુખી સંસાર કેવો ને વાત કેવી ? હું તો હમણાં જ સોંતન જોઈને હાલી આવું છું."
##############
"મુકેશ : એવી કઈ કલી છે જે કદી જ નથી ?
રમેશ : છીપકલી (ઢેઢ ગરોળી)"
##############
"સાધુ : માંગ, માંગ, કોઈ પણ વરદાન માંગી લે. હું તારા પર પ્રસન્ન થયો છું.
વિનય : મહારાજ ! એવો કોઈ અકસીર મંત્ર આપો જેનાથી મારી પત્ની મારા વશમાં થઇ જાય.
સાધુ : (નારાજ થઈને) તારામાં અક્કલ છે કે નહી ? જો મારી પાસે એ મંત્ર હોત તો હું સાધુ શું કામ થાત ?"
##############
"નરેશ : યાર સંજય, તું ટ્રક નીચે આવતા આવતા બચી ગયો એ વાત સાચી. પણ હવે આટલો ગભરાય છે કેમ ?
સંજય : તે વાંચ્યુ નહી ટ્રક પાછળ શું લખ્યું હતું ?
નરેશ : નહિ, શું લખ્યું હતું ?
સંજય : 'ફિર મિલેંગે'"
##############
"પિતાજી : રજુ કહે જોઈએ, તું દરજીનું કામ કેટલું શીખ્યો ?
રજુ : પિતાજી, હું ગજવું કાપતા શીખી ગયો છું અને ગળું કાપતા શીખી રહ્યો છું."
##############
"શિક્ષક : શ્યામું, કહે જોઈએ કાશ્મીર કયા આવેલું છે ?
શ્યામું : સર, મને ખબર નથી.
શિક્ષક : (ગુસ્સામાં) ચાલ બેંચ પર ઊભો રહી જા.
શ્યામું : સર, બેંચ પરથી પણ કાશ્મીર દેખાતું નથી."
##############
"અડઘી રાતે ઘરમાં અવાજ થવાથી મંગળદાસ જાગી ગાય. તેમણે પોતાના નોકરને જગાડીને કહ્યું, ""રઘલા, ઘરમાં ચોર આવ્યા લાગે છે. જરા ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસ બોલાવ તો.""
""હા, શેઠજી.""
થોડીવાર પછી પોલીસ ન આવવાથી મંગળદાસે રઘલાને પૂછ્યું, "" રઘલા હજી પોલીસ આવી નહિ, તે ફોન નથી કર્યો ?""
રઘલો કહે, ""સાહેબ તમે ૧૦૦ નંબર ડાયલ કરવાનું કહ્યું હતું. હું હજુ સુધી ૮૪એ જ પહોંચ્યો છું."""
##############
"મમ્મી : હું બજારે ગઈ ત્યારે તમે લોકોએ તોફાન તો નહોતું કર્યું ને ?
રિતા ; ના મમ્મી, મેં તો બધા જ કપ-રકાબી ધોઈ નાખ્યા.
મોન્ટુ : અને મેં બધા કપ રકાબી લુંછી નાખ્યા.
મમ્મી : બેટા, ચિન્ટુ તે શું કર્યું ?
ચિન્ટુ : મેં... મેં તે બધા તૂટેલાં કપ-રકાબી ફેંકી દીધા."
##############
"""ગઈકાલે રમાયેલ મેચમાં હું 'મેં ઓફ ધી મેચ' બન્યો.""
""ખરેખર ?""
""હા, કારણ કે બીજી બધી જ ખેલાડી સ્ત્રીઓ હતી."""
##############
"ગોકળગાય : ખિસકોલીબેન, ખિસકોલીબેન, શું ઝાડ પર નવા ફળો આવ્યા છે ?
ખિસકોલી : હજુ તો નથી આવ્યા. પણ તું ઝાડની ટોચે પહોંચીશ ત્યાં સુધીમાં આવી જશે."
##############
"ચાના કપમાં માખી જોઈને રામદાસે ગુસ્સે થઈને વેઈટરને કપ બતાવીને કહ્યું, ""જો ચામાં માખી ડૂબેલી છે. આનો મતલબ શો છે ?""
""એ જ કે માખીને તરતા નથી આવડતું."" વેઈટરે જવાબ આપ્યો."
##############
"એક મહિલા પોતાના પતિને ઈલાજ માટે જાનવરના ડોક્ટર પાસે લઇ ગઈ. તો ડોક્ટર કહે, ""બેન, માફ કરો, હું એમનો ઈલાજ નહિ કરી શકું. હું તો જાનવરનો ડોક્ટર છું.""
""એટલે જ તો હું તમારી પાસે આવી છું. મારા પતિ રાત્રે ઊંઘમાં મને ગધેડાની જેમ લાતો મારે છે."""
##############
"એક ગાંડો વારંવાર પોતાના શરીર પર લોહચુંબક લગાવી ઉછળતો હતો. આથી ડોકટરે પૂછ્યું, ""એ બેવકૂફ, આ શું કરે છે ?""
""તમે નહિ સમજો ઓળ્ક્તર સાહેબ, હું તો ચેક કરી રહ્યો છું કે મારા શરીરમાં આયર્ન (લોહતત્વ) છે કે નહિ."""
##############
"ઓપરેશન કરવા માટે ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવતા દર્દીએ ડોક્ટરને પૂછ્યું : સાહેબ, હું ઠીક તો થઇ જઈશને ?""
ગભરાઓ નહિ, ડોક્ટર સાહેબ અનુભવી છે. તેમણે હજુ પરમદિવસે જ આ જ પ્રકારનું એક ઓપરેશન ટી.વી. પર જોયું હતું."" બાજુમાં ઉભેલી નર્સે દર્દીને દિલાસો આપ્યો."
##############
"દર્દી : ""ડોક્ટર સાહેબ, હું જેવો મારી ઓફિસની ખુરશી પર બેસું છું તેવી મને ઊંઘ આવવાની શરુ થઇ જાય છે.""
ડોક્ટર : ""વાંધો નહિ, કાલથી તમે ખૂરશી પર બેસવાને બદલે ઊભા રહેવાનું શરુ કરી દો."""
##############
"પાર્ટી ખતમ થઇ ગઈ ત્યારે મેનેજરે જોયું કે એક કેપ્ટન પોતાના કોટમાં દારૂની બોટલ છુપાવીને લઇ જ રહ્યો છે. આથી તેણે કેપ્ટનને ગુસ્સે થઈને પૂછ્યું, ""આ શું કરી રહ્યો છે ?""
કેપ્ટને જવાબ આપ્યો, ""સર, તમારી આજ્ઞા છે કે જે દુશ્મનોને આપણે મારતા નથી તેને કેદ કરી લઇ જઈએ છીએ. હું આ જા આજ્ઞાનું પાલન કરી રહ્યો છું."""
##############
"રાજુ : યાર શામુ, હું શું કરું કઈ સમજ જ નથી પડતી. મારી પત્ની કોઈ વાતમાં મારું માનતી નથી અને પોતાની જ જીદ કર્યા કરે છે.
શામુ : એ વાતમાં તો હું નસીબદાર છું. મારી પત્ની બહુ જ કહ્યાગરી છે. હું જયારે ગરમ પાણી માંગું ત્યારે તે તાબડતોડ ગરમ પાણી કરી આપે છે.
રાજુ : પણ આનું રહસ્ય શું છે ?
શામુ : બસ એટલું જ કે હું ઠંડા પાણીથી વાસણ નથી માંજી શકતો."
##############
"એક વ્યક્તિ ની કબર પર તેની પત્નીએ લખાવ્યું કે, 'પ્રિયે, શાંતિથી ઊંઘજો.'
પણ જયારે તેને ખબર પડી કે પોતાના પતિએ તેની વસિયતમાં પોતાનું નામ જ લખ્યું નથી ત્યારે તે ફરી કબ્રસ્તાનમાં ગઈ ને પતિની કબર પર લખેલા વાક્ય પાછળ ઉમેરી દીધું, ""જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી."""
##############
"એક ભાઈ ખુબ દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર ઊભા હતા. તેણે એક ટેક્સી રોકી અને ટેક્સીવાળાને કહ્યું, ""તાજમહલ આવવું છે ?""
ટેક્સીવાળો પહેલા તો પરેશાન થઇ ગયો કારણ કે, તેઓ તાજમહલ પાસે જ ઊભા હતા. પણ થોડીવાર વિચાર્યા પછી તેણે કહ્યું, ""ચાલો, સાહેબ તાજમહલ લઇ જઉં.""
પેલા દારૂડીયાને ટેક્સીમાં બેસાડીને ડ્રાઈવરે થોડીવાર ટેક્સી ચાલુ-બંધ કરી અને પછી કહ્યું, ""સાહેબ, તાજમહલ આવી ગયો.""
પેલો દારૂડિયો ઊતરી અને ટેક્સીવાળાને પૈસા આપી કહેવા લાગ્યો, ""આટલી ઝડપે ટેક્સી હંકારીશ તો કોઈક વાર ભયંકર અકસ્માત થઇ જશે."""
##############
"સવારના પહોરમાં પતિએ એકદમ હાંફળા-ફાંફળા થઇ જાગીને પાણીને પૂછ્યું, ""અરે, તું સવારના પહોરમાં કેમ રડે છે ?""
""તમારી સાથે લગ્ન કરીને મેં ભૂલ કરી છે. જો મને ખબર હોત કે મારા જેવી સુશીલ પત્નીને બદલે તમે કોઈ કાળી, સ્થૂળકાય મહિલાને ચાહો છો, તો હું કયારેય તમારી સાથે લગ્ન ન કરત."" પત્ની રડતા રડતા બોલી.
પતિએ તરત કહ્યું, ""કેવી વાત કરે છે ? તે ચોક્કસ સપનું જોયું હશે.""
""હા, તમે જો મારા સપનામાં કોઈ પરસ્ત્રીને આટલો પ્રેમ કરતા હો, તો તમારા સપનામાં શું શું નહિ કરતા હો ?"""
##############
"સાંજનો સમય હતો. બધા પાર્ટીનો ભરપુર આનંદ માણી રહ્યા હતા. એક મહિલા ખૂરશી પર બેઠી બેઠી ક્યારેક રિસ્ટવોચમાં સમય જોતી, તો ક્યારેક પર્સમાંથી ઘડિયાળ કાઢીને જોતી.
એને વારંવાર આમ કરતી જોઈ બીજી મહિલાએ પૂછ્યું, ""તમે રિસ્ટવોચ તો બાંધી છે, પછી પર્સમાંથી ઘડિયાળ કાઢીને સમય કેમ જુઓ છો ?""
""તે મહિલાએ હસીને કહ્યું, ""એવું છે કે એક ઘડિયાળમાં કલાકનો કાંટો નથી અને બીજીમાં મિનિટનો કાંટો નથી."""
##############
"એક મહિલાને પગથીયા પરથી ગબડી જવાને લીધે ખુબ ઈજા થઇ. હોસ્પીટલમાં પોલીસ ઈન્સ્પેક્ટરે મહિલાના પતિની જુબાની લેતા પૂછ્યું, ""તમે એમને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો ?""
""ના, એવું નથી."" પુરુષે તરત કહ્યું.
""તો તમે એમને ધક્કો કેમ માર્યો ?""
""મેં તો એને પહેલા પગથિયેથી જ ધક્કો માર્યો હતો, બાકીના પગથીયા પરથી તો એ આપમેળે જ ગબડી ગઈ હતી."" પુરુષે સ્પષ્ટતા કરી."
##############
"રાજેશ : મારી પત્નીએ કાલે રાતે એની મુર્ખામીને લિધે ૭૦૦૦ રૂપિયાનું નુકસાન કર્યું.
મોહિત : પછી તે એને શું કહ્યું ?
રાજેશ : કઈ નહિ. એ ચાદર થી મો ઢાંકીને સૂઈ ગઈ."
##############
"શેઠાણી (નોકરને) : તું કયા કયા કામમાં નિપુણ છો ?
નોકર : રસોડું, રૂમ તથા તિજોરીની સાફસૂફી કરવામાં."
##############
"રોહિત : તે હેલ્થકલબના નવેમ્બર મહિનાનો અંક વાંચ્યો ? એમાં મારી પત્નીનો લેખ નામ સાથે છપાયો છે.
વિકાસ : એમ તો મારું નામ પણ એક જાડા પુસ્તકમાં છપાયું છે.
રોહિત : કયા પુસ્તકમાં ?
વિકાસ : ટેલિફોન ડિરેક્ટરીમાં."
##############
"દીકરા માટે કન્યા જોવા આવેલી માતાએ પૂછ્યું, ""છોકરીને કાર ચલાવતા આવડે છે ?""
છોકરીએ નીચી નજર રાખીને કહ્યું, ""કોઈ પણ સમસ્યાનો હલ મેળવવા મુદ્દાસર ધ્યાન આપવું જોઈએ.""
છોકરાની માતાએ આશ્ચર્યથી પૂછ્યું, ""કેવી રીતે ?""
છોકરીએ શાલીનપૂર્વક જવાબ આપ્યો, ""સોંથી પહેલો મુદ્દો એ છે કે શું તમારા દીકરાની એટલી કમાણી છે કે કાર ખરીદી શકે ?"""
##############
"એક નેતા પ્રથમવાર ભાષણ આપી રહ્યા હતા. પોતાના ભાષણને વધારે પ્રભાવશાળી બનાવવા એમણે કહ્યું, ""આપણે પોતાની સાથોસાથ બીજાનું ધ્યાન પણ રાખવું જોઈએ. જેમ કે, કેળાની છાલ કાઢ્યા વિના જ તમે તેને ખાઈ શકો છો ?""
""તમને એમ થશે કે આમ કરવાથી તો લાભ થાય ?""
""તો ધ્યાનથી સાંભળો. ભલે બીજો કોઈ લાભ ન થતો હોય, પરંતુ એનાથી રસે જાતા લોકો લપસી પડવાથી બચી જશે."""
##############
"મોટાભાગે ટુર પર રહેતા પતિનું કહેવું છે, ""સારી પત્નીની ઓળખ એ છે કે એને રૂપિયાની જરૂર હોય કે ન હોય, છતાં તે પતિને કાગળ લખતી રહે.""
એ પતિની પત્નીનું કહેવું છે, ""સારા પતિની ઓળખ એ છે કે પત્ની રૂપિયા મંગાવે કે ન મંગાવે, છતાં એણેપત્નીને રૂપિયા મોકલતા રહેવું જોઈએ."""
##############
"પ્રેમી : વ્હાલી, હું તારા માટે કઈ પણ કરવા તૈયાર છું. તું માત્ર હુકમ કર, હું આકાશમાંથી તારા તોડી લાવું, પવનની દિશા બદલી નાખું, તારા માટે હું આખી દુનિયા સામે લડી શકું.
પ્રેમિકા : આ બધી વાતો વિષે પછી વિચારીશું. પહેલા એ કહો કે, મારા ઘરે ક્યારે આવશો ? મારા પિતા સાથે લગ્ન નું નક્કી કરવા ?
પ્રેમી : જો વરસાદ નહિ પડે તો કાલે આવીશ."
##############
એક દારૂડિયાને દારૂ પીવાથી થતા નુકશાન વિષે જણાવવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, "દારૂ પીવાથી મોત વહેલું આવે છે તે વાત બરાબર, પણ જેટલી જિંદગી બચે છે એ મસ્તીમાં પસાર થાય છે."
##############
"એક દારૂડિયો રસ્તા પર લથડીયા ખાતો ચાલ્યો જતો હતો. ત્યાં સામેથી આવતા એના મિત્રની નજર તેના તરફ જાતા એણે આશ્ચર્યથી કહ્યું, ""અરે, તારી હાલત તો જો ! ફાટેલું શર્ટ, મોમાંથી લોહી નીકળે છે, તને કોઈ અકસ્માત થયો હોય એવું લાગે છે.
ચાલ, હું તને તારા ઘેર મૂકી જાઉં.""
""અરે, ના ભાઈ. હું ઘેર નહિ જાઉં. ત્યાંથી તો આવું છું."" દારૂડિયો ધ્રૂજતા સ્વરે બોલ્યો."
##############
"એક નવયુવક હજામની દુકાને વાળ કપાવવા અને મેનીક્યોર કરાવવા ગયો. ત્યાં મેનીક્યોર કરી આપનાર યુવતી અત્યંત સુંદર અને આકર્ષક હતી. યુવકે એને કહ્યું, ""તમે મારી સાથે આજે રાતે ડિનર લેવા આવશો ?""
યુવતીએ તરત કહ્યું, ""હું તો પરિણીતા છું.""
""તેમાં શું થઇ ગયું ? પતિને કઈ બહાનું કાઢી સમજાવી દેજો કે આજે ખુબ અગત્યનું કામ છે. ઘેર આવતા મોડું થશે."" યુવકે કહ્યું.
""તમે પોતે જ એમણે કહી દો. અસ્ત્રાથી તમારી દાઢી બનાવે છે. એ જ મારા પતિ છે."" યુવતી અદાથી બોલી."
##############
"એક બેભાન મહિલાની સારવાર પછી બે કલાક બાદ ડોકટરે એના રૂમમાં ગયા. તેમણે ત્યાં હાજર રહેલી નર્સને આશ્ચર્યથી પૂછ્યું, ""આ શું ? આમને હજી ભાન નથી આવ્યું ?""
""ભાનમાં તો તરત આવી ગયા હતા, પણ તમારી ફી અને દવાઓનું બિલ જોઈ ફરી બેભાન થઇ ગયા."" નર્સે કહ્યું."
##############
"પાર્ટીમાં એક રંગીલા યુવકે શોરબકોરથી દુર ઊભેલા સુંદર ચમકતો ડ્રેસ પહેરેલી યુવતીને જોઈ કહ્યું, ""હાય મેરી જાન.""
એ યુવતી તરત જ બોલી ઊઠી, ""મને કઈ કહ્યું, ભાઈજાન ?"""
##############
"પત્ની : મારા મિત્રને મેં બનાવેલા લાડુ ખુબ ભવ્ય લાગે છે. કેટલા ધ્યાનથી નિરીક્ષણ કરતા કરતા ખાતાં હતા.
પતિ : એનું કારણ એ છે કે એ એન્જિનિયર છે. એણે ગયા વર્ષે એક પુલ બનાવ્યો હતો, તે તૂટી ગયો. થોડા દિવસ પહેલા થોડા દિવસ પહેલા એક ઈમારત હજી અડધી બંધાઈ હતી, ત્યાં જ તૂટી પડી. એ લાડુની એટલા માટે ધ્યાનથી નિરીક્ષણ કરતો હશે કે લાડુ આટલા બધા મજબુત કેવી રીતે બન્યા ?"
##############
"માણેકલાલ શેઠે દીકરાને ભાગીદાર બનાવી વેપાર શરુ કર્યો. એક દિવસ દીકરાને પરેશાન હાલતમાં જોઈ એમણે કહ્યું, ""જો હવે આપણે ભાગીદાર છીએ. તારી કોઈ પણ મુસીબત તારી એકલાની નહિ, પણ આપણા બંનેની સહિયારી છે. આથી તું એકલો પરેશાન ન થા. આપણે સાથે મળીને તેનો ઉકેલ કરીશું.""
દીકરો સહેજ સંકોચભર્યા સવારે બોલ્યો, ""વાત એમ છે રાજુજી, કે આપની ટાઈપિસ્ટ ગર્ભવતી છે. એ ઈચ્છે છે કે આપણે એની સાથે લગ્ન કરી લઈએ."""
##############
"૮૦ વર્ષના એક વૃદ્ધ સજ્જન ડોક્ટર પાસે ગાય. ત્યાં સહેજ સકોચતા સવારે એમણે કહ્યું : ""ડોક્ટર સાહેબ, હવે મને એવું લાગે છે કે મારામાં પત્નીને પ્રેમ કરવાની ઈચ્છા કે ક્ષમતા નથી રહી.""
ડોકટરે હસતા-હસતા હળવી શૈલીમાં કહ્યું, ""આ તો ઉમરને કરને એવું લાગે.""
""મારો એક મિત્ર મારાથી મોટી ઉમરનો છે, છતાં એ કહે છે કે એ રોજ તારે એની પત્નીને પ્રેમ કરે છે.""
""કહે છે ને ? તો તમે પણ કહી શકો છો."" ડોકટરે કહ્યું."
##############
"બે આદિવાસી સ્ત્રીઓ પહેલીવાર ટ્રેનમાં સફર કરી રહી હતી. સ્ટેશન પર બધા કઈક ને કઈક ખરીદતા રહ્યા હતા.
બંને સ્ત્રીઓએ પણ કઈક ખરીદવાનું વિચાર્યું. તેમણે પૈંડા ખરીદ્યા. ટ્રેન ઉપાડતા તેમણે પૈંડા ખાવનું વિચાર્યું. એક સ્ત્રીએ પેંડો મોમાં મૂક્યો ત્યાં જ ટ્રેન બોગદામાં પ્રવેશી. ડબ્બામાં અંધારું થઇ ગયું. પેલી સ્ત્રીએ જોરથી બીજી સ્ત્રીના હાથ પર તરાપ મારી પેંડો ફેકી દેતા કહ્યું, ""આ પેંડો ન ખાતી. હું તો એ ખાતાની સાથે જ આંધળી થઇ ગઈ."""
##############
"ઉનાળાની ભરબપોરે સુમિત્રાની કામવાળી સુમિત્રાના ગોગલ્સ પહેરી ખરીદી કરવા જઈ રહી હતી. એટલામાં સામેથી સુમિત્રાને આવતી જોઈ એ ઝડપથી ગોગલ્સ કાઢવા લાગી. સુમિત્રાએ ગુસ્સે થઈને કહ્યું, ""મારા ગોગલ્સ પહેરવાની તારી હિંમત કેવી રીતે ચાલી ?""
કામવાળી ગભરાઈને બોલી, ""બહેન, ખરેખર તો મેં તમારા કિમતી લેન્સ પહેર્યા હતા. એ તાપથી બગાડે નહિ, એટલે મેં ગોગલ્સ પહેર્યા છે."""
##############
"મારા પિતાશ્રીને કબજીયાતની તકલીફ છે. ગઈ કાલે એકાએક પેટમાં દુઃખાવો ઉપડ્યો એટલે મેં મારા ઘરના રામને કહ્યું કે... ""જા... જલ્દી ડોક્ટર સાહેબને ફોન કર ને કહે 'એનીમા' લઈને આવે... ""
થોડીક જ વારમાં અમારા ફેમીલી ડોક્ટર આવી પહોચ્યા. દરવાજાની ઘંટડી વાગી ને મેં દરવાજો ખોલ્યો તો દોકારે સાહેબ એમની ઘરડી માને સાથે લઈને આવેલા દેખાયા... એટલે મેં સમો પ્રશ્ન કર્યો, ""ડોક્ટર સાહેબ... આજ તો માજીને સાથે લઈને આવ્યા છો ને... ભલા ! કેમ એમણે લઇ આવ્યા...?""
ડોક્ટર કહે : ...""અરે, તમારા ઘેરથી જે ભાઈએ ફોન કરેલો એમણે જ કહેલું કે..."" ""તમારી માને લઈને આવજો. શેઠની તબિયત ખરાબ છે..."" એટલે માને લઈને આવ્યો. ને મારા મગજમાં બત્તી થઇ..., મેં ડોકટરને બોલાવવા માટે રામાને ""એનિમા"" લઈને આવવા કહ્યું હતું ને તે મૂરખે... ફોનમાં ""તમારી માને લઈને આવજો, એમ બાફી માર્યું... હતું...."""
##############
"બે સરદારજી મોબાઈલથી કંટાળ્યા, એમણે સંદેશા માટે કબૂતરો વાપરવાનું નક્કી કર્યું. એક દિવસ કબૂતર કોઈ પણ જાતના સંદેશા વગર ખાલી ચાંચે આવ્યું. પેલો સરદાર ગુસ્સે થઇ ગયો. એણે તરત બીજા સરદારને ફોન કરીને પૂછ્યું : ""અલ્યા આવું કેમ ?""
બીજો સરદાર કહે : ""ઓયે મૂરખ, એટલુંય ના સમજ્યો, એ મિસકોલ હતો !"""
##############
"ચાલતી ટ્રેને ટી.સી. કહી રહ્યો હતો : ટિકિટ બતાવો, ટિકિટ બતાવો.
સરદાર : લો, દેખો.
ટી.સી. : અબે, એ તો પ્લેટફોર્મ ટિકિટ હૈ....
સરદાર : હમ કો ભી તો પ્લેટફોર્મ પર હી ઉતરના હૈ તો વહી ટિકિટ લેંગે ના !"
##############
"એક સરદારજી બળતા મકાનમાંથી જીવની બાજી લગાવીને પાંચ માણસને માંડ માંડ બહાર કાઢયા, તો પણ તેને માર પડયો ને જેલ પણ થઇ, બોલો કેમ ?
કારણ કે એ પાંચેય ફાયરબિગ્રેડવાળા હતા !"
##############
"સરદાર ઝાડ પર ચડયા. ત્યાં બેઠેલા વાંદરાએ પૂછયું : તું કેમ ઉપર ચડયો ?
સરદાર : સફરજન ખાવા.
વાંદરો : અરે મુરખના સરદાર, આ તો આંબો છે !'
સરદાર : મને ખબર છે. એટલે જ તો હું સફરજન સાથે લઈને ચડયો છું. બોલો તારારારારમમ..."
##############
"સંતાસિંહ રાષ્ટ્રધ્વજ ખરીદવા ગયા. દુકાનદારે નાના-મોટા બે ચાર ઝંડા બતાવ્યા.
સંતાસિંહ કહે : જરા બીજા કલર, અલગ પેટર્ન બતાવશો ?"
##############
"સરદાર : અરે, અરે ! તું ઈતની સ્પીડ સે કાર કયું ચલાતી હૈ ?
પત્ની : ઓજી, કાર કી બ્રેક ફેઈલ હો ગઈ હૈ.... એક્સિડન્ટ હો ઇસસે પહલે ઘર પહોંચ જાતે હૈ...!!"
##############
"સંતાસિંહ હાઈ-વે પર કાર ચલાવી રહ્યા હતા. ત્યાં એમની પત્નીને મોબાઈલ પર કોલ આવ્યો : સાંભળો, હમણાં ટી.વી. ઉપર ન્યુઝ હતા કે એક ચક્રમ હાઈ-વે ઉપર રોંગ-સાઈડ ગાડી ચલાવી રહ્યો છે. મને થયું તમને ચેતવી દઉં.
સંતાસિંહ : અરે ભગવાન, એક નહી અહી તો બસો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે ! હું ભગવાનનું નામ લઈને માંડ બચતાં બચતાં ચલાવું છું."
##############
સરદારજી ટેલીફોન બૂથ પર ગયા, ત્યાં લખ્યું હતું : નંબર ડાયલ કરને સે પહલે દો લગાવો !' સરદારે ત્યાં બેઠેલા માણસને બે અડબોથ લગાવીને પછી નંબર ડાયલ કરવા માંડયો...
##############
"સરદારજી શા માટે કેપ્સ્યુલ ગળતા પહેલા બેઉ સાઈડથી એને કાપી નાખે ?
સિમ્પલ : સાઈડ ઈફેક્ટસ (આડઅસર)થી બચવા માટે."
##############
"બંતાસિંહને પંજાબ STD ફોન કરવો હતો પણ એને ફોનના પૈસા બચાવવા હતા... એણે શું કર્યું હશે એ વિશે અનુમાન કરો જોઈએ...
અરે ભાઈ, સાવ સાદી વાત છે... એ પંજાબ જઈને ત્યાંથી લોકલ ફોન કરશે !"
##############
"સરદારજી પેરેશુટ વેચતા હતા. ૧૦૦૦ ફૂટશે કુદીએ, બટન દબાઇએ, પેરેશુટ ખૂલ જાયેગા ઓર આપ ધીરે સે જમીન પર ઉતર જાયેંગે.
ગ્રાહક : અને જો પેરેશુટ ન ખુલ્યું તો ?
સરદાર : પૈસા વાપસ... નહી, ઈમાન સે કહેતા હૂં, પૈસા વાપસ..."
##############
"સંતાએ બંતાને કહ્યું : અબે યાર, કબ તક અકેલા રહેગા. અબ તો ઘર મેં બીવી લા...
બંતા : તેરી બાત તો સચ્ચી હૈ... મેં ભી સોચતા હૂં કબસે... પર મુશ્કેલી એ હૈ કી બીવી લાઉં તો કિસકી લાઉં ?'"
##############
"એક સરદારજી સાવ દિગંબર હાલતમાં હાથમાં ફાઈલ લઈને ચાલ્યા જતા હતા. રસ્તામાં કોઈએ એમને પૂછયું : અરે સરદારજી, આમ આવી હાલતમાં ક્યાં ચાલ્યા ?'
સરદારે જવાબ આપ્યો : અરે યાર ! આજ એક જગહ ઓપન ઈન્ટરવ્યું હૈ ના, વહાં જા રહા હૂં."
##############
"સરદારજી દ્વારા ચાર હાઈટેક શોધ :
(૧) વોટર પ્રૂફ ટોવેલ (૨) સૂર્યપ્રકાશથી ચાલતી ટોર્ચ (૩) વાંચવા શીખવા માટેની ચોપડી (૪) પેડલથી ચાલતી વ્હીલચેર"
##############
"સરદાર : ઓયે, મેં કાલે સચિન તેંડુલકરને ફોન કર્યો અને એની સાથે વાત પણ કરી.
બીજો સરદાર : એણે શું કહ્યું ?
પહેલો સરદાર : એણે કહ્યું, રોંગ નંબર."
##############
"એક સરદાર પોપટને ખભા પર બેસાડીને બજારમાં ફરતા હતા. બાજુમાંથી પસાર થનારાએ પૂછયું : ક્યાંથી લાવ્યા ?
સરદાર બોલે એ પહેલા પોપટે જવાબ દીધો : સાલ્લાને પંજાબથી લાવ્યો."
##############
"એક માણસે સરદારજીને પૂછયું : સરદારજી, તમારો જન્મ ક્યાં ?
સરદાર : પંજાબ.
માણસ : કયો પાર્ટ ? (Which Part ?)
સરદાર : ઓયે, પાર્ટવાર્ટ ક્યાં લગા રખ્ખી હૈ ? Whole body is born in Panjab હું આખ્ખેઆખ્ખો પંજાબમાં જન્મ્યો છું."
##############
એક સરદાર.... હેરાન પરેશાન... સોચ સોચ કે પાગલ હો ગયા... યાર, મેરી બહેન કે દો ભાઈ હૈ તો મેરા એક હી ભાઈ કૈસે ?
##############
એક સરદારને બે કોરા કાગળ જોઈતા હતા પણ એમની પાસે એક જ હતો. એમણે શું કર્યું ? કઈ નહી. પોતાની પાસેના કોરા કાગળની એક ઝેરોક્ષ કરાવી આવ્યા...! બોલો તારારરરરમ...
##############
"સરદાર એક આર્ટગેલેરીમાં : હું માનું છું કે આ ભયાનક દેખાતી ચીજોને જ તમે મોર્ડન આર્ટ કહો છો ?
આર્ટ ડીલર : માફ કરજો સાહેબ, પણ તમે જે બતાવી રહ્યા છો એ ચીજ અરીસો છે !"
##############
"સરદાર : ઓ ભાઈ, જરા કમ્પ્યુટર કે લિયે પર્દે કા કપડા દિખાના.
દુકાનદાર : પાજી, મૈને કભી કમ્પ્યુટર કે પર્દે કે બારે મેં નહી સૂના હૈ, ઉસકે થોડે ન પર્દે હોતે હૈ ?
સરદાર : પર મેરે કમ્પ્યુટર મેં તો 'વિન્ડો' હૈ યાર... ફિર પર્દે તો..."
##############
એક આકાશ વિજ્ઞાની (એસ્ટ્રોનોમર) ટેલીસ્કોપ દ્વારા આકાશનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એક સરદારજી ક્યારના બેઠા બેઠા એને જોઈ રહ્યા હતા. અચાનક એક તારો ખર્યો. એ જોતાવેંત સરદાર તાળી પાડી બોલી ઊઠ્યા : વાહ ! ક્યાં નિશાના લગાયા...!!
##############
"બંતાસિંહ લશ્કરમાં. એને AK-47 આપવામાં આવી. એ મૂંઝાયા. એણે મેજરને પૂછયું : સર, આ બંદૂકની નળી (બેરલ) સામેની બાજુ રાખું કે મારી બાજુ રાખું ?
મેજરે કહ્યું : કોઈ પણ બાજુ રાખ, દેશને તો ફાયદો જ છે."
##############
સરદાર હેલીકોપ્ટર શીખતા હતા. એમનો અકસ્માત થયો. ઈજા પણ થઇ. ખબર પૂછવા આવેલામાંથી કોઈએ એમને અકસ્માત કઈ રીતે થયો એ બાબતે પૂછયું : સરદારે જવાબ આપ્યો : મારાથી અવાજ અને ઠંડી જરા પણ સહન ન થાય, એટલે પછી મેં પંખો બંધ કરી દીધો...
##############
છાપામાં સમાચાર હતા : ૫૦% સરદારજી અક્કલ અક્કલ વગરના હોય છે. સરદારો આ સમાચારથી દુઃખી દુઃખી થઇ ગયા. એમણે વિરોધ નોધાવ્યો. છાપાએ માફી માગી સુધારો કર્યો : ૫૦% સરદારજી અક્કલવાળા હોય છે. સરદારો ખુશ થઈને બોલી ઊઠયા : દેખા, યે હુઈ ના બાત !!'
##############
સરદાર અને એની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી, ન્યાયાધીશે પૂછયું : બીજું બધું તો ઠીક, પણ તમે આ ત્રણ બાળકોને કઈ રીતે વહેચશો ?' સરદારે પત્નીનો હાથ પકડીને કહ્યું : ચલ, અગલે સાલ આયેંગે... બોલો તારારારારરમ...
##############
સરદારજી પરીક્ષા વખતે અરીસા સામે બેસીને વાંચી રહ્યા હતા. પૂછો કેમ ? સાથે સાથે રિવિઝન પણ થઈ જાય ને એટલે...!
##############
સરદાર એના દોસ્તાર સાથે લડી પડયો. એના મતે ચંદ્ર સૂર્ય કરતાં ચડિયાતો છે, કારણ કે ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે જયારે પ્રકાશની ખરેખર જરુર હોય છે. જયારે સૂર્ય દિવસે પ્રકાશ આપે છે. જયારે પ્રકાશની જરાય જરુર હોતી નથી. બોલો તારારારારરમ...
##############
"બોસ : હું તને ડ્રાઈવરની નોકરી આપું છું. તારી સ્ટાટિંગ સેલરી ૨,૦૦૦ રૂપિયા રહેશે ને ?
સંતાસિંહ : સ્ટાટિંગ સેલરી તો બરાબર છે, સાહેબ પણ ડ્રાઈવિંગ સેલરી કેટલી ?"
##############
"પ્રેમિકા : તું વેવિશાળ વખતે મને રિંગ આપીશ ને ?
બંતાસિંહ : Yes, તું નંબર આપી રાખ. હું ચોક્કસ જ તને રિંગ આપીશ."
##############
"સરદાર ગુસ્સે થઈને દુકાનવાળાને કહે : તમે લોકોને છેતરો છો. વસ્તુ ઉપર 'ફ્રી' લખો છો ખરા પણ આપતા નથી.
દુકાનદાર : સાહેબ, એવું ન બને... અમે લખ્યું ત્યાં ફ્રી વસ્તુ આપીએ જ છીએ.
સરદારજી : ખોટું... સાવ ખોટું... જુઓ આના પર 'કોલેસ્ટરોલ 'ફ્રી' લખ્યું છે, આપ્યું તમે કોલેસ્ટરોલ ?"
##############
એક માણસે સરદારને પૂછયું : અક્કલ બડી કે ભેંસ ? સરદારે કેટલી બધી વાર સુધી માથું ખંજવાળ્યું, દાઢી પર હાથ ફેરવ્યો. પછી બોલ્યા : ઓયે, પહેલે દોનું કી જન્મતારીખ તો બતા દે યાર...!
##############
એક સરદારજીની પત્ની મરી ગઈ. એનો પતિ તો શાંત બેઠો હતો પણ એનો પ્રેમી રડ્યે જ જતો હતો. શાંત થવાનું નામ જ નહોતો લેતો. આખરે થાકીને સરદાર ઊભા થયા. પેલા પાસે બેસીને એને આશ્વાસન આપતા કહ્યું : 'ઓયે યાર, રબકે વાસ્તે અબ બસ કરા, મેં દુસરી બાર શાદી કરુંગા, બસ...!
##############
એક છોકરી અને દસ સરદારજી બચાવ હેલીકોપ્ટર નીચે દોરડા પર લટકી રહ્યા હતા. પાઈલટે બૂમ મારીને કહ્યું : ઓવરલોડ હોવાને કારણે કોઈપણ એક વ્યક્તિએ દોરડું છોડવું પડશે. થોડીવાર બધા ચૂપ થઈ ગયા. છોકરીએ જરાકવાર રહીને કહ્યું : ઓ. કે. હું બલિદાન આપીશ. હું કૂદી જઈને તમને બધાને બચાવીશ ને આટલું સાંભળતાની સાથે જ બધા સરદારજી એટલા બધા ખુશ થઈ ગયા કે હરખના માર્યા તાળીઓ પાડવા માંડયા... બોલો તારારારામ....
##############
"સરદારજી નવો મોબાઈલ લઈને પોસ્ટઓફીસ ગયા : આનું વજન કરી આપો એમણે કહ્યું. પોસ્ટવાળાએ વજન કરીને કહ્યું : ૮૫ ગ્રામ.
સરદાર કહે : હવે મને એ કહો કે પટણા SMS મોકલવા માટે મારે કેટલા પૈસાની ટિકિટ લગાવવી પડશે. ?"
##############
"સરદાર ઘરમાં બે ફૂટ ઊંડો ખાડો ખોદીને બેઠા હતા. કોઈએ એમને પૂછયું : આંખો મીંચીને અહી ખાડામાં કેમ બેઠા છો ?
સરદારે કહ્યું : Deep Thinking કરું છું."
##############
"સરદાર બારણાના પ્રવેશદ્વાર પાસે બેસીને વાંચી રહ્યા હતા. કોઈએ એમને પૂછયું : કેમ અહી બેઠા છો ?
સરદાર ઉવાચ : અરે યાર, કાલે એન્ટ્રન્સ ટેસ્ટ છે ને એટલે ? !"
##############
સંતાસિંહ : એન્ટિક શોપ (જૂની-પુરાણી ચીજોની દુકાન) પર ગયા ને પૂછયું : ઓયે ! કોઈ નવી ચીજ આવી છે કે નહી ?
##############
"દેડકો : સરદાર કા દિમાગ હોતા હૈ ?
સરદાર : હોતા હૈ...
દેડકો : નહી હોતા.
સરદાર : હોતા હૈ...
દેડકો : નહી હોતા... નહી હોતા... આમ બોલીને દેડકો કૂવામાં ઠેકડો મારી ગયો.
સરદાર : અરે યાર, ચલ માન લેતા મૈ તેરી બાત... લેકિન ઈસમેં સુસાઈડ કરને કી ક્યાં જરૂરત થી ?'"
##############
સંતાસિંહ એની પ્રેગનન્ત બીવીને પીઝા હટ કેમ લઈ ગયા ? કેમ કે ત્યાં બહાર પાટિયા પર લખ્યું હતું : ફ્રી ડીલીવરી.
##############
"સરદાર : ડોક્ટર, મારે એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે !
ડોક્ટર : શું થયું ?
સરદાર : વાત કરતી વખતે સામેના માણસનો અવાજ સંભળાય છે પણ જોઈ શકાતો નથી એને...
ડોક્ટર : આવું કેટલા વખતથી થાય છે ?
સરદાર : જ્યારથી ઘરમાં ટેલીફોન આવ્યો છે !"
##############
"બંતાસિંહની પત્ની : તમે બહુ ઝડપે વળાંક લો છો ત્યારે મને બહુ બીક લાગે છે.
બંતાસિંહ : ઓયે ! એટલે તું ય મારા જેવી જ ડરપોક નીકળી ને ? એક કામ કર... મારી જેમ તું ય તે સ્કૂટર વળે ત્યારે આંખ મીંચી લે... પછી બીક નહી લાગે."
##############
સરદાર અને તેની પત્ની ટ્રેનની રાહ જોતા હતા ત્યાં જાહેરાત થઈ : પંજાબ મેલ આવી ગયો છે સરદાર દોડીને ચડી ગયા ને પત્નીને બૂમ મારીને કહેતા ગયા : ઓયે ! દેખ પંજાબ ફિમેલ આયે તો ચડ જાના.
##############
"સરદારજીને આખો દિવસ વ્યસ્ત રાખવા હોય તો શું કરવાનું ?
કઈ નહી, એક ગોળાકાર ઓરડામાં લઈ જઈ 'એક ખૂણામાં બેસ' એવું કહી દેવાનું !!!"
##############
"દુકાનદાર સંતાને : સાહેબ, તમારે પોકેટ કેલ્ક્યુલેટર ખરીદવું છે ?
સંતા : ના, મને ખબર છે કે મારે કેટલા ખિસ્સા છે, એટલું ગણતા તો મને આવડે છે !!!"
##############
"પોસ્ટમેન : મારે આ પાર્સલ આપવા પાંચ માઈલ આવવું પડયું.
સરદાર : ઓયે, સરદારજી જેસી ઘાલ મત કર.... પાર્સલ કો તૂને પોસ્ટ કયું નહી કર દિયા ! ચલકે કયું આયા ?"
##############
પંજાબમાં બે સીટવાળું એક વિમાન કબ્રસ્તાનમાં તૂટી પડયું. ત્યાના સ્થાનિક રહેવાસીઓ અત્યાર સુધીમાં ૫૦ બોડી કાઢી ચુક્યા છે અને વધારે મળવાની શ્રદ્ધાથી હજુ પણ ત્યાં ખોદકામ ચાલુ છે !!!!
##############
"સંતાસિંહ ફાઈલ, એટેચી બધું લઈને ઝાડની ડાળ પર ચડી રહ્યા હતા. કોઈએ પૂછયું : અબે ઓયે, ત્યાં શું દાટયું છે ?
જવાબ : ઓયે, યાર, હું બ્રાંચ મેનેજર છું !"
##############
"સંતાસિંહ પીત્ઝાનો ઓર્ડર આપ્યો. વેઈટરે પૂછયું : સરદારજી, ચાર ટુકડા કરું કે આઠ ?
સરદારે જરાક વિચારીને પછી કહ્યું : અબે યાર, ચાર જ કર, આઠ તો હું ખાઈ નહિ શકું..."
##############
અંતિમ વિધિના ફંકશનમાં મૃતદેહના ચહેરા પર કેમેરાનું ફોકસ કરી બંતાસિંહ ફોટો પાડવાની તૈયારીમાં હતા ને અચાનક જ બધા સગાવહાલા એને મારવા માંડયા. બોલો કેમ ? કારણ કે બંતાસિંહ કહી રહ્યા હતા : સ્માઈલ પ્લીઝ !
##############
"સંતાએ દૂધવાળા પાસે જઈને કહ્યું : આમાં એક લિટર ભેંસનું દૂધ આપો.
ભરવાડ : આમાં એક લિટર ભેંસનું દૂધ ન આવે.
સંતા : કંઈ નહીં તો બકરીનું આપો."
##############
"સંતાએ એક સ્ત્રી સાથે સાઈકલ અથડાવી. ગુસ્સે થઈને પેલીએ કહ્યું : કેમ અલ્યા, ઘંટડી મારતા તને શું થાય છે ?
સંતા : આખેઆખી સાઈકલ તો મારી દીધી. હવે ઘંટડી શું અલગથી મારવી પડશે ?"
##############
"સરદાર કારની બેટરી બદલવા ગયા. મિકેનિકે પૂછયું : Exide ની નાખું ?
સરદાર કહે : એક સાઈડની શું કામ ? તું તારે બેઉ સાઈડની નાખી દેને..."
##############
"સરદાર : આ રૂમનું બધું જ ફર્નીચર સાબુ પર મફત યોજનામાં આવ્યું છે.
મહેમાન : બાકીના ત્રણ રૂમ બંધ કેમ છે ?
સરદાર : એ ત્રણેય રૂમમાં સાબુ ભર્યા છે !!!"
##############
"એક ઈન્ટરવ્યુંમાં સરદારને પૂછવામાં આવ્યું : ફોર્ડ એટલે શું ?
જવાબ : અરે ભાઈ, સાવ સહેલું છે. ફોર્ડ એટલે ગાડી...
બીજો સવાલ : અને ઓક્સફર્ડ એટલે ?
સરદાર : યાર, એય સહેલું છે... ઓક્સ-ફોર્ડ એટલે બળદગાડી !"
##############
સંતાએ MBBS પૂરું કર્યા પછી પ્રેક્ટિસ શરુ કરી. પહેલા દર્દીને તપાસ્યો. આંખ, કાન, જીભને ટોર્ચથી તપાસ્યા બાદ એણે નિર્ણય જણાવ્યો : બેટરી બરાબર કામ કરે છે !!!
##############
સરદારજી સન્ડેના દિવસે હોળી રમતા હતા, બોલો કેમ ? કારણ કે કોઈએ એમને કહેલું કે હર સન્ડે હોલીડે હોતા હૈ ઈસલીયે...!!
##############
સરદારજી સિંહને મારવા શું કરે ? એ વિચારે : હું આ ઝેર પી જાઉં પછી ભલે સિંહ મને ખાઈ જતો, સાલો મરી જ જવાનોને ? બોલો તારારારમ...
##############
સંતાસિંહને એકવાર કોઈએ SMS મોકલ્યો : ભેજનેવાલા મહાન, પાનેવાલા ગધા. સંતાને એટલો તો ગુસ્સો આવ્યો કે એણે તરત વળતો SMS ફટકાર્યો : ભેજનેવાલા ગધા, પાનેવાલા મહાન...
##############
"સંતાસિંહ બંતાને કહે : યાર ગઈકાલે ઇન્ડિયાની મેચ પર ૪૦૦૦ રૂપિયા લગાવ્યા હતા પણ હારી ગયો.
બંતા : યાર, હું તો ૮૦૦૦ હારી ગયો.
સંતા : એવું કંઈ રીતે થયું ? શરત તો તેય ૪૦૦૦ ની જ મારેલીને ?
બંતા : હા યાર, પણ હું ફરી રાતે હાઈલાઈટમાં ૪૦૦૦ હારી ગયો..."
##############
"સરદારજીએ એક માણસને પૂછયું : ટાઈમ શું થયો છે ?
પેલાએ જવાબ આપ્યો : છ વાગ્યા છે.
સરદારજી બોલી ઉઠયા : કમાલ છે, સમજમાં નથી આવતું કે સાલું સવારથી બધા લોકો મને અલગ અલગ સમય કેમ કહે છે ?"
##############
"વિડિયો લાઈબ્રેરીવાળાને સંતાસિહે ફોન કર્યો : હું કાલે જે ઇંગ્લિશ ફિલ્મની કેસેટ લઇ ગયો હતો એ ખરાબ છે. કઈ દેખાતું કે સંભળાતું નથી.
કેસેટવાળાએ કહ્યું : ફિલ્મનું નામ જરા કહેશો ?
સંતા : હેડક્લિનર."
##############
"કોઈએ બંતાસિંહને ફોન કરીને કહ્યું : સર, તમે અમારું સૌથી મોટું ઈનામ એક લાખ ડોલર જીતી શકો. જો તમે મારા પ્રથમ પ્રશ્નનો જવાબ 'ના' એવો આપી શકો, તમે તૈયાર છો ?'
બંતા : Yes, Yes..."
##############
એકવાર સંતાસિંહે એક અંગ્રેજને લંચ માટે બોલાવ્યો. ટેબલ પર દહીં હતું. અંગ્રેજે પૂછયું 'આ શું છે ?' હવે સંતાને દહીને અંગ્રેજીમાં શું કહેવાય એ નહોતી ખબર. એણે કહ્યું : Milk Sleeping in night, morning become tight.
##############
એક દરજી લોકોના કપડા લઈને ભાગી ગયો. બધા રડે. કોઈ કહે મારું પેન્ટ લઇ ગયો. કોઈ કહે મારું શર્ટ.... બંતાસિંહ જોરથી રડતા બોલ્યા : અરે યાર, સાલ્લા મેરા તો નાપ લે કે ભાગ ગયા... અબ મેં ક્યાં કરુંગા યારા ?
##############
"સરદારજી લાખ રૂપિયાના પ્રશ્નનો જવાબ મળી ગયો. મૂર્ગી પહેલા કે ઈંડું ?
સરદારજી કહે : અરે યાર, જેનો ઓર્ડર પહેલો આપો તે જ પહેલું આવે ને ?"
##############
સરદાર સૂતા પહેલા પાણીના બે ગ્લાસ બાજુમાં રાખીને સુઈ જાય. એક ભરેલો ને બીજો ખાલી. બોલો કેમ ? વિચારો, જરા વિચારો.... કારણ કે ભાઈ ઊંઘમાં તરસ લાગે પણ ખરી અને ન પણ લાગે !!! વ્યવસ્થા રાખવી સારી !
##############
"સંતા અને બંતા બેઉ ઈજિપ્તમાં મમી જોઈ રહ્યા હતા.
સંતા : અલ્યા જો તો ખરો... કેટલા બધા બેન્ડેજીસ... (પાટા) નક્કી ટ્રક એક્સીડેન્ટનો કેસ જ હશે.
બંતા : અરે હા, જો જો ટ્રકનો નંબર પણ લખ્યો છે. BC 1760 !!"
##############
"સંતા : આ મિસકોલ એટલે શું ?
બંતા : કોઈ કુંવારી છોકરી ફોન કરે એને મિસકોલ કહેવાય, બુદ્ધુ !"
##############
"સંતાસિંહ કહે : વિમાનની સીટમાં મારી બાજુમાં બેઠેલા ભાઈએ મને ચેસ રમવા કહ્યું : મેં ના પાડી. હું એને ઓળખી ગયો હતો. એ વિશ્વનાથ આનંદ હતો. મેં એને બહુ ના પાડી પણ એ માન્યો જ નહી. મને કહે હું ડાબા હાથે રમીશ... એટલે પછી હું માની ગયો... પણ એક, બે અને ત્રીજી ચાલે તો એણે મને હરાવી દીધો...
બંતાસિંહ : તું પણ મૂરખ છે ને ? માર્યો ને લોચો ! તને ખબર નથી વિશ્વનાથન આનંદ ડાબોડી છે ? છેતરી ગયોને તને ?"
##############
સરદારજી એકદમ જ ગુસ્સામાં બોલી રહ્યા હતા : મેં જિંદગીભર કભી શાદી નહી કરુંગા ઔર અપને બચ્ચો કો ભી યહી સલાહ દુંગા.
##############
"સરદારજી સ્કૂટર પર જતા હતા. રસ્તામાં કોઈએ કોમેન્ટ કરી : વાહ સરદારજી, આપકી બીવી બડી ખૂબસૂરત હૈ...
સરદાર ગુસ્સે થઈને બરાડયા : બીવી હોગી તેરી... મેરી તો બહન હૈ..."
##############
"સરદારજી કૂતરાને લઈને 'શોલે' જોવા ગયા... વચ્ચે ડાયલોગ આવ્યો : બસંતી, ઇન કુત્તો કે સામને મત નાચના...
સરદાર ઊભા થઈને બરાડયા : કૈસે નહી નાચેગી ભાઈ... કુત્તે કી ભી ટિકિટ લી હૈ..."
##############
"સરદાર હોટેલ મેનેજરને કહે : ચલો, મેરી બીવી ખિડકી સે કુદકર જાન દેનેવાલી હૈ...
મેનેજર : લેકિન પાજી, મેં ઈસમે ક્યાં કર સકતા હૂં ?
સરદાર : તું હી કુછ કર સકતા હૈ ભાઈ, વો તેરી ખિડકી હૈ ના, વો ખૂલ નહી રહી હૈ... તું ચલ યાર..."
##############
"સંતા : હરભજન મેઈલ હૈ કિ ફિમેઈલ ?
બંતા : ફિમેઈલ
સંતા : તુજે કૈસે પતા ચલા ?
બંતા : સીધી બાત હૈ, કોમેન્ટેટરને અભી રેડિયો પે કહા કિ વોટ અ વંડરફૂલ ડિલિવરી બાય હરભજન..."
##############
"સંતા : I got a brand new mercedes for my wife.
બંતા : વાવ ! આ તો અક્કલ કામ ન કરે એવી Exchange offer છે યાર..!!!"
##############
"એક સરદાર કી મોત બિજલી ગિરને સે હુઈ પર ઉસકી લાશ મુસ્કુરા રહી થી.
ભગવાનને નવાઈ લાગી. એમણે પૂછયું : પાજી, આપ હસ કયું રહે થે ?
સરદાર : ભગવાનજી, મેનુ લગા કિ કોઈ મેરા ફોટુ ખિંચ રહા હૈ...!"
##############
વહેલી સવારે કડકડતી ઠંડીમાં સંતાસિંહનું ટાબરિયું કઈ રીતે નહાય ? એ અરીસા સામે ઊભું રહે, અરીસા ઉપર પાણી ફેંકે અને પછી કહે : લો, નહા લો સરદારજી...!
##############
"બંતાસિંહ પત્ની સાથે કોફી પીવા ગયા... વેઈટર કોફી મૂકી ગયો કે તરત બંતાસિંહ ઉતાવળ કરવા માંડયા, મેનુ કહાં જરા જલદી સે ખતમ કર... બે ત્રણ વાર સાંભળ્યા પછી પત્ની ખીજવાઈ, એજી, એસી ભી ક્યાં જલદી હૈ જી...
બંતા : તું સામને દેખ જરા... હોટ કોફી ૧૦ રુ. કોલ્ડ કોફી : ૨૫ રુ. ઈસલીયે કહેતા હૂં ભાગ્યવાન ઠંડી પડે ઇસસે પહલે ખતમ કર..."
##############
"સંતાને બંતાએ પૂછયું : તું આજે ડોક્ટર પાસે જવાનો હતો, તેનું શું થયું ?
સંતા : જવા દેને યાર... આજે નહી, આજે મારી તબિયત બરાબર નથી, કાલે ઠીક લાગશે તો જઈશ."
##############
"બંતાસિંહ એમના ભાઈની સ્મશાનયાત્રામાં નાચતા હતા. કોઈકે ટોક્યો : ભાઈ જેવો ભાઈ ગયો ને તું નાચે છે ?
બંતાસિંહ : અરે કયું નહીં નાચું ? તેરેકુ પતા હૈ કિ મેરા ભાઈ બ્રેઈન હેમરેજ મેં ગયા...!"
##############
"શિક્ષકે સંતાસિંહને પૂછયું : તારો જન્મ ક્યાં ?
સંતા : તિરુવંતપૂરમ
શિક્ષક : સ્પેલિંગ લખ.
સંતા : સોરી સર, હું ભૂલી ગયો, હું તો ગોવામાં જન્મ્યો હતો !"
##############
પ્લીઝ, તમે મને ૨૦૦૦ રૂ. આપશો ? હું તમને કાલે જ આપી દઈશ. પ્લીઝ મને બહુ જરૂર છે, પ્લીઝ ના ન પાડશો, તમારી પાસે ઘણા છે એની મને ખબર છે. પ્લીઝ, પ્લીઝ... થોભો, રખે આ વાંચીને કોઈને પૈસા આપવા તૈયાર થઇ જતા... આ તો કાલે બંતાસિંહ ATM મશીનને કહી રહ્યા હતા.
##############
"સંતાસિંહ હેલ્મેટ પહેરીને રસ્તા પર નીકળ્યા. પોલીસે પકડયા અને કહ્યું : ચાલ ૫૦ રૂ દંડ કાઢ.
સંતા : અબે, લેકિન મૈને તો હેલ્મેટ પહેની હૈ.
પોલીસવાળો : વો તો સબ ઠીક હૈ, પર તેરા સ્કૂટર કહા હૈ ?"
##############
"અમેરિકાથી આવેલા બંતાસિંહ સંતાને કહે : હમારે યહા શાદિયા ઇમેલ સે હોતી હૈ.
સંતા કહે : ભાઈ, હમારે ભારત મે તો શાદિયા સિર્ફ ફિમેલ સે હોતી હૈ..."
##############
"સંતાસિંહ એક મકાનને હોટેલ માની અંદર ઘૂસ્યા અને જોરથી ઓર્ડર આપ્યો : એક લસ્સી લાના...
ટેબલ પાછળ બેઠેલા માણસે કહ્યું : શીસસ... આ લાઈબ્રેરી છે.
સંતાએ માફી માગી અને સાવ ધીમેથી કહ્યું : એક લસ્સી લાના..."
##############
"સંતાને કોઈએ પૂછયું : માખી અને મચ્છર વચ્ચે ભેદ શો ?
સંતાએ કહ્યું : A fly Can fly but a mosquito cannot mosquito."
##############
"સંતાસિંગ રસ્તા પર ગમે તેમ વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડયો.
સંતા : સાહેબ હું તો હજી શીખું છું.
પોલીસે : પણ અલ્યા શીખવાડનારા વગર જ ?
સંતા : સાહેબ, આ Correspondance Course છે."
##############
"બંતાસિંહ : અલ્યા તું બધા SMS મને બે-બે વાર કેમ મોકલે છે ?
સંતાસિંહ : એ તો એટલા માટે કે તું કદાચને એક Forword કરી દે તો બીજો તારી પાસે રહેને એટલા માટે..."
##############
"આશાવાદની પરાકાષ્ઠા કઈ ?
સૈનિક : સર, આપણે ચારેબાજુથી દુશ્મનો દ્વારા ઘેરાઈ ચૂક્યા છીએ.
મેજર બંતાસિંહ : Excellent ! હવે આપણે કોઈપણ દિશામાં આક્રમણ કરી શકીશું !!"
##############
"સંતાસિંહ બેંકમાં પૈસા લેવા ગયા. કેશિયરે પૂછયું : સો સો કે ચલેંગે ?
સંતા : અરે સાહબ, ખડે ખડે ભી ચલેંગે..."
##############
"શિક્ષકે પૂછયું : Cyclone એટલે ?
બંતાસિંહ : સાઈકલ ખરીદવા માટે જ લોન આપે તેને Cyclone કહેવાય."
##############
"સંતાસિંહ એક કલાકથી મેરેજ સર્ટિફિકેટને આમતેમ ફેરવીને જોઈ રહ્યા હતા. પત્નીએ પૂછયું : તુસી ઇતની દેર સે ક્યાં દેખ રહે હો જી ?
સંતા : અજી, એક્સપાયરી ડેટ ઢુંઢ રહા હૂ જી..."
##############
"રશીયાવાળો : અમે સૌથી પહેલા અવકાશમાં ગયા...
અમેરિકન : અમે સૌથી પહેલા ચંદ્ર પર પગ મૂક્યો...
સંતાસિંહ : અમે સૌથી પહેલા સૂર્ય પર જઈશું જી....
પેલા બેઉ એક સાથે : તમે સૂર્ય પર ઊતરી જ ના શકો... ત્યાં સળગી જવાય એટલી ગરમી હોય...
સંતા : અમે કઈ ગાંડા થોડા છીએ ? અમે રાતે જઈશું..."
##############
"સંતાસિંહ કાયમ એના કૂતરા સાથે કોલેજ જતો...
થોડાક વર્ષો પછી બિચારો એકલો કોલેજ જતો થઇ ગયો.
બોલો કેમ ? કારણ કે એનો કૂતરો ગ્રેજ્યુએટ થઇ ગયો !!!"
##############
An ass, behind it another ass, behind that I, behind I the whole nation.... સંતાસિંહ એના દીકરાને assassination નો સ્પેલિંગ શીખવાડતા હતા...!
##############
"સંતાસિંહના મા મરી ગયા. કોઈ વાતે રડતા બંધ જ ન થાય. મિત્રે માંડ માંડ શાંત પાડયા ત્યાં એક ફોન આવ્યો. સંતાસિંહ ફરી રડવા માંડયા.
મિત્ર હવે અકળાઈને બોલ્યો : વળી શું થયું ? ફરીથી કાં રડવા માંડયો ?
સંતા : મારી બહેનનો ફોન હતો... યાર... એની મા પણ મરી ગઈ...!!"
##############
"બંતાસિંહ ફરિયાદ નોધાવવા પોલિસસ્ટેશને ગયા : કોઈ મુઝે ફોન પર ધમકાતા હૈ...
પોલિસ : કોણ ધમકાવે છે ?
બંતા : BSNL વાલે... કહતે હૈ બિલ નહીં દિયા તો કાટ ડાલેંગે..."
##############
"બંતા : અલ્યા ડ્રાઈવિંગ લાઈસન્સને દાટે છે કેમ ?
સંતા : Because it is expired... દાટુ નહીં તો ચાટું ?"
##############
"જસવિંદર : મેં તેરે સે એક સાલ બડી હું ઈસલીયે તેરે સાથ શાદી નહીં કર શકતી.
બંતા : કોઈ બાત નહીં, મેં અગલે સાલ તુમસે શાદી કરુંગા...."
##############
સંતા મો ખોલી ટયુબલાઈટ સામે ઊભો હતો, કેમ ? કારણ કે ડોકટરે સલાહ આપી હતી કે Today's dinner should be light
##############
સંતાસિંહ દરેક સ્ટેશને ઊતરીને પછીના સ્ટેશનની ટિકિટ ખરીદતા હતા. સામેની સીટમાં બેઠેલા મગને પૂછયું : તમે કેમ આમ દરેક સ્ટેશને ટિકિટ ખરીદો છો ? સંતાસીહે જવાબ આપ્યો : ડોકટરે મને લાંબી મુસાફરી કરવાની ના પાડી છે.
##############
"દુકાનદાર : આ મશીન તમારું ૫૦% કામ ઓછું કરી દેશે.
બંતાસિંહ : મને જરા બે મશીન આપશો ?"
##############
"સંતાસિંહ : તમારી પાસે રંગીન ટી. વી. છે ?
દુકાનદાર : છે ને ભાઈ... જાતભાતના છે.
સંતા : મારા ઘરની દીવાલ સાથે મેચ થાય એવું ઘેરા લીલા રંગનું આપજોને જરા..."
##############
"સંતા : તું ક્યારનો બેઠો બેઠો નદીમાં ઈંટો કેમ ફેંકી રહ્યો છે ?
બંતા : હું એક રહસ્ય ઉકેલવા માટે આવું કરી રહ્યો છું. તું જો... આ ઈંટ લંબચોરસ છે ને ? તો પછી આ પાણીમાં વમળ કેમ વર્તુળાકાર પેદા થાય છે ?"
##############
"સંતા : હું કાલે ટ્રેનમાં આખી રાત સુઈ ના શક્યો.
બંતા : કેમ ?
સંતા : ઉપલી સીટ મળેલી ને એટલે.
બંતા : પણ કોઈને વિનંતી કરીને બદલી લેવી હતી ને ?
સંતા : એ જ તો કઠણાઈ હતી ને... કોની સાથે બદલું ? નીચેની સીટ પર કોઈ હોય તો બદલું ને ?"
##############
સંતાએ એક છોકરીને કહ્યું : રાત્રે મારા ઘરે આવજે. કોઈ જ નહીં હોય ને છોકરી ગઈ તો ખરેખર ઘરે તાળું હતું. કોઈ જ નો'તું !!!
##############
બેંકમાં ખાતું ખોલાવવા ગયેલા સંતાસિંહ ફોર્મ લઇ સીધા દિલ્હી ઉપડયા, બોલો કેમ ? કારણ કે ફોર્મમાં લખ્યું હતું : Fill up in the Capital.
##############
"સંતા પાછળ એક કૂતરો દોડતો હતો. સંતા હસતો જતો હતો. એની પાસેથી પસાર થનારે પૂછયું : તમે આમ હસો છો કેમ ?
સંતા : મારી પાસે હવે એરટેલ નેટવર્ક છે તોય આ હચવાળા પીછો નથી છોડતા એટલે હસું નહીં તો શું કરું ?"
##############
સંતાએ એના સસરાએ માર્યો, કેમ ? એની પત્નીને દીકરી આવી. ડોકટરે સંતાને SMS કર્યો : મુબારક હો, આપ બાપ બન ગયે અને સંતાએ એ SMS બાકીના બધાને ફોરવર્ડ કરી દીધો...!!
##############
"પેટ્રોલ કે દામ બઢને સે આપકો ક્યાં ફર્ક પડેગા ?
સંતા : કોઈ ફર્ક નહીં પડતા પાજી, મેં તો કલ ભી ૫૦૦ રૂ કા ડલવાતા થા ઔર આજ ભી ૫૦૦ રૂ કા હી ડલવાતા હૂ."
##############
"સંતા ગાલીબના ઘરે ગયો. બારણું ખખડાવ્યું : ગાલિબે પૂછયું : કૌન ?
સંતા : મેં
ગાલિબ : મેં કૌન ?
સંતા : અરે યાર, તું તો ગાલિબ હૈ ! પૂછતા કયું હૈ ?"
##############
"બંતા મૈસૂર પેલેસ જોવા ગયો. ટુરિસ્ટ ગાઈડે એને પૂછયું : સર, પ્લીઝ એ ખુરશી પર ના બેસતા, એ ટીપું સુલતાનની છે.
બંતા : અરે યાર, તું ગભરા મત... વો જબ આયેગા તબ મેં ખડા હો જાઉગા... ફિકર મત કર યાર...!!!"
##############
"ડોકટરે સંતાના હાથમાં એનું તરતનું જન્મેલું બાળક પકડાવ્યું. સંતાએ તેડયું એ સાથે જ બાળકે સંતાને પલાળ્યો.
સંતાએ નર્સના હાથમાં બાળક પાછું આપીને કહ્યું : Please change this piece આ લીક થાય છે."
##############
"નેપોલિયન સંતાને કહ્યું : મારી ડિક્ષનરીમાં 'Impossible' જેવો કોઈ શબ્દ જ નથી.
સંતા અરે ! તો ડિક્ષનરી જરા દેખકે લેની ચાહિયે ને યાર ! ઐસે હી લેલી..."
##############
"અંગ્રેજી શીખવાના વર્ગમાં જનારા બંતાને શિક્ષકે કહ્યું : I Kill a Person નું ભવિષ્ય કર.
બંતા : You go to jail."
##############
"દોડવાની હરીફાઈમાં ભાગ લેનારાને બંતાએ પૂછયું : તમે કેમ દોડો છો ?
એક કહે : જીતનારને કપ મળવાનો છે.
બંતા : જીતનારને કપ મળવાનો છે ને ? તો પછી તમે બધા શા માટે દોડો છો ?"
##############
"અધ્યાપક : ગાંધીજયંતિ વિશે નોંધ લખો.
સંતાએ લખ્યું : ગાંધી એક મહાપુરુષ હતા પણ આ સાલો જયંતિ કોણ હતો તે મને નથી ખબર..."
##############
"સરદારજી હોટલમાં ખાલી વાટકીમાં રોટલી બોળી બોળીને ખાઈ રહ્યા હતા.
વેઈટરે પૂછયું : આમ કેમ ખાઓ છો ?
સરદાર : મેં મેથેમેટિક્સ કા અધ્યાપક હૂ. દાલ મેને સપોઝ કી હુઈ હૈ..."
##############
"પાણીમાં રહેતા પાંચ પ્રાણીના નામ આપો.
છોટા બંતાસિંહ : ફિશ
શિક્ષક : શાબાશ ! હવે બીજા ચાર કહે.
છોટા બંતા : ફિશ દા પુત્તર, ફિશ દી કુડી, ફિશ દા પાપા ઔર ફિશ દી માં."
##############
ન્યુયોર્કના એક બાર પર સંતાસિંહ ઊભા હતા. એની જમણી બાજુએ ઊભેલા માણસે બારવાળાને કહ્યું : જ્હોનીવોકર સિંગલ, ડાબી બાજુએ ઊભેલા માણસે પૂછયું : પીટર સ્કોચ સિંગલ સંતાસિંહે કહ્યું : ઓયે સંતાસિંહ મેરીડ !
##############
"બંતાસિંહને નોકરી મળી ગઈ. પહેલા જ દિવસે એ મોડી રાત સુધી ઓફિસમાં કામ કરતો રહ્યો. બોસ ખુશ થઇ ગયો એમણે બીજા દિવસે એને બોલાવ્યો : તે કર્યું શું આટલી મોડી રાત સુધી ?
બંતા : કમ્પ્યુટરના કી-બોર્ડ પર એબીસીડી આડીઅવળી લખેલી હતી. તે એને સીધી કરવામાં મારો દમ નીકળી ગયો !"
##############
"સરદારજી એકદમ દુઃખી હતા. કોઈએ પૂછયું : કયું ? કિસ ચીજ કા ટેન્શન હૈ ?
સરદાર : યાર એક દોસ્ત કો પ્લાસ્ટિક સર્જરી કે લિયે દો લાખ દિયે થે, લેકિન અબ મેં ઉસકો પહેચાન નહિ રહા હૂ મેં કી કરું યારા ! મેરી કૂછ સમાજ મેં નહીં આતા..."
##############
"સંતા છોકરી જોવા ગયો. માં-બાપે બેઉને એકલા છોડયા એટલે સંતાએ પૂછયું : બહેનજી, આપ કિતને ભાઈબહન હો ?
છોકરી : પહેલે દો બહન એક ભાઈ થે પર અબ દો ભાઈ હો ગયે."
##############
ત્રણ સરદારજી મોટર સાઈકલ પર બેસીને જતા હતા. ટ્રાફિક પોલીસે રોક્યા. એમાંના એકે બૂમ પાડી : ઓ યે પહેલે સે તીન બૈઠે હૈ, તું કહા બૈઠેગા !
##############
સરદારે સપનું જોયું કે એને કોઈએ મારી નાખ્યા. બીજા દિવસે ઊઠીને પહેલું કામ એણે બેંકનું ખાતું બંધ કરવાનું કર્યું, કેમ ? બેંકનું સૂત્ર હતું : We Make Your dream true.
##############
પ્રામાણીક્તાનું પ્રમાણ (height of honesty) : પરીક્ષા ખંડમાં બેઠેલા સંતાસિંહ કાપલી કાઢી, બરાબર પાકી કરી, મૂકી દીધી અને પછી જવાબ લખ્યો !
##############
"સંતા અને બંતા જંગલમાં ભૂલા પડયા. સામેથી સિંહ આવ્યો. સંતાએ સિંહની આંખમાં ધૂળ ઉડાડી અને ભાગવા લાગ્યા. બંતાસિંહ ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. ભાગતા સંતાએ પાછળ જોયું બૂમ પાડી : અબે ભાગ...
બંતા : મેં કયું ભાગું ? મીટ્ટી તો તૂને ડાલી હૈ..."
##############
"સંતાસિંહના ઘરે દીકરીનો જન્મ થયો. બંતાએ ચિંતાથી કહ્યું 'યાર, યે બડી હોગી, લડકે છેડેંગે... કિ કરેગા યાર !'
સંતા : મૈંને પહેલે સે ઈન્તઝામ કર રખા હૈ. મેં ઈસકા નામ રખૂંગા, દીદી."
##############
સરદાર રેડિયોની દુકાન પર જી બરાડા પાડવા લાગ્યા : નાલાયકો, મેં ફીલીપ્સનો રેડિયો માંગ્યો હતો. આને ચાલુ કર્યો તો આમાં તો કહ્યું કે 'યે ઓલ ઇન્ડિયા રેડિયો હૈ' તમે શું મને મૂરખ સમજો છો ?
##############
"સંતા : આ મૈંને પાની કો ઉલ્લુ બનાયા.
બંતા : કૈસે ?
સંતા : મૈંને પાની ગરમ કિયા લેકિન નહાયા ઠંડે પાનીસે !"
##############
"એક માણસ ગાડીમાંથી ઊતરીને સંતાસિંહને પૂછી બેઠો : ભાઈ, આ કયું સ્ટેશન છે ?
સંતા : રેલવે સ્ટેશન."
##############
સંતા પર એક બ્લેન્ક મેસેજ આવ્યો. એણે તરત જ SMS ઠપકાર્યો, 'તુમ્હારે મોબાઈલ કી શાહી ખતમ હો ગઈ હૈ, પાજી, ભરવા લેના !
##############
"સંતા અને બંતાને ત્રણ ટાઈમબોમ્બ મળ્યા. બેઉ એને લઈને પોલિસ સ્ટેશન ચાલ્યા. સંતાએ કહ્યું : ધારો કે આમાંથી એકાદ બોમ્બ રસ્તામાં ફાટી જાય તો ?
બંતા : તો શું ? ખોટું બોલીશું કે બે જ બોમ્બ મળ્યા હતા !"
##############
"સંતા : બચપન મેં માં કી બાત સૂની હોતી તો આજ એ દિન ના દેખને પડતે...
ન્યાયધિશ : ક્યાં કહેતી થી તુમ્હારી માં !
સંતા : જબ બાત હી નહિ સૂની તો કૈસે બતાઉં, માં ક્યાં કહેતી થી ?"
##############
"સંતા : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો પૂનામાં.
બંતા : યાર, તને નિશાળે જવા-આવવામાં કેટલી બધી વાર લાગતી હશે નહીં ?"
##############
"પોલિસ : તુમ્હે કલ સુબહ પાંચ બજે ફાંસી દી જાયેગી,
સંતા : હા... હા.... હા.... હા....
પોલિસ : અરે ! તું હસતા કાયકુ હૈ ?
સંતા : મેં તો હંમેશા આઠ બજે હી ઊઠતા હૂં !!"
##############
"વેઈટરે સંતાસિંહ ને બિલ આપ્યું. બદલામાં સંતાએ એના હાથમાં રેશનકાર્ડ પકડાવ્યું. વેઈટર બાપડો બાઘો થઇ ગયો.
સંતાએ આંગળી ચીંધીને પાટિયું દેખાડયું : જો ત્યાં જો.... તમે જ લખ્યું છે કે All Cards Accepted"
##############
સંતાસિંહ લગ્નમાં જતી વખતે બાયનોક્યુંલર લઈને નીકળ્યા. એક દોસ્તારે એનું કારણ પૂછયું તો જવાબ આપતા સંતાએ કહ્યું : "To See my distant relatives !!!"
##############
"બોસ : તમારો જન્મદિવસ ક્યારે ?
સંતા : ૧૩ ઓક્ટોબર.
બોસ : કયું વર્ષ ?
સંતા : અજીબ હૈ યારા.... અરે હર સાલ..."
##############
"બંતા : હવે બધા મને ભગવાન માને છે.
સંતા : તને કેવી રીતે ખબર પડી ?
બંતા : કાલે હુ બગીચામાં ગયો ત્યારે ત્યાં બેઠેલા બધા બોલી ઉઠયા : ઓ ભગવાન તું પાછો આવ્યો ?"
##############
"સંતાએ પોલિસ સ્ટેશને જઈને ફરિયાદ કરી : સાહેબ, ચોર મેરે ઘર સે સબ લે ગયા... ટી વી કો છોડકે સબકુછ લે ગયા સાબ...
પોલિસ : પણ અલ્યા એવું કઈ રીતે ? ચોર ટી વી કેમ છોડતા ગયા ?
સંતા : વો ટી વી તો મેં દેખ રહા થા ના...."
##############
"સંતાને એના દીકરાએ પૂછયું : પપ્પા ૫ + ૫ કેટલા થાય ?
સંતા : ગધેડા, મૂરખા, નાલાયક આટલુંય નથી આવડતું ? જા અંદરથી કેલ્ક્યુલેટર લઈ આવ..."
##############
"સરદારજી નિરાંતે અમેરિકામાં દરિયાકાંઠે બેઠા હતા. એક અમેરિકને પૂછયું : Are you relaxing ?
સરદાર : No, I am Santasingh.
થોડીકવાર પછી બીજા અમેરિકને પૂછયું : Are you relaxing ?
હવે સરદાર અકળાઈને બોલ્યા : No, I am Santasingh.
ગુસ્સે થઈને સરદાર આગળ ચાલવા માંડયા. આગળ જતા કિનારા પર લાંબા થઈને પડેલા એક અમેરિકનને એમણે પૂછયું : Are you relaxing ?
અમેરિકને કહ્યું : Yes.
સરદારે એને એક તમાચો ઠોકીને કહ્યું : All Are Searching for you."
##############
બે સરદાર બેંક લુંટવા ગયા પણ બંદૂક ભૂલી ગયા ને તોય બેંક તો લૂંટી જ. બોલો કેવી રીતે ? બેંક મેનેજર પણ સરદારજી જ હતા. એણે કહ્યું : ઓયે લાલે, બંદૂક કલ દિખા દેના યારા...
##############
"બંતાએ દુકાનદારને કહ્યું : કાળા રંગનો બલ્બ આપો.
દુકાનવાળાએ પૂછયું : કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?
બંતા : બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે."
##############
"સંતા : મરતે હુએ આદમી કે મુંહ મેં ક્યાં ડાલના ચાહિએ ?
બંતા : બિરલા સિમેન્ટ.
સંતા : કયો ?
બંતા : ક્યોકિ ઇસમેં જાન હૈ..."
##############
"અમિતાભ બચ્ચન : અબ આખરી સવાલ... એક કરોડ કા.... જીત લો પાજી..... પૂરે એક કરોડ... સવાલ એકદમ આસાન... આપકે પિતાજી કા નામ ક્યાં હૈ ?
સંતાસિંહ જવાબ આપવાને બદલે બસ અમિતાભની સામે જોઇને હસતા જ રહ્યા.
અમિતાભ : પાજી, હસ કયો રહે હો ? જવાબ દો...
સંતાસિંહ : અજી, આપ ઓપ્શન દેના તો ભૂલ ગયે જી... પહલે આપ ઓપ્શન દો તો મેં જવાબ દૂ ના ?"
##############
"સંતા અને બંતા કારમાં બોમ્બ ગોઠવતા હતા.
સંતા : યારા, અગર યે બોમ્બ અભી ફટ જાએ તો તૂ ક્યાં કરેગા ?
બંતા : તૂ મુઝે ઇતના કચ્ચા ખિલાડી માનતા હૈ ? મેં દૂસરા બોમ્બ સાથ લાયા હૂ...!"
##############
"ગ્રાહક : આ અરીસાની ગેરંટી શી ?
દુકાનદાર : ૧૦૦ ફૂટની ઊંચાઈએથી ફેંકો. ૯૯.૯૯ ફૂટ સુધી કઈ નહીં થાય તેની ગેરંટી."
##############
"પ્રશ્ન : ભાઈ ! તમને ઠંડી લાગે તો તમે શું કરો ?
કંજૂસ : હું મીણબત્તી પાસે બેસી જાઉં.
પ્રશ્ન : તોય ઠંડી લાગે તો શું કરો ?
કંજૂસ : તો પછી હું મીણબત્તી સળગાવું બીજું શું ?"
##############
"પરદેશની મુસાફરી પરથી પાછા ફર્યા બાદ એક સીદીએ પત્નીને પૂછયું : જરા જોને, શું હું તને ફોરેનર જેવો લાગુ છું ?
પત્ની : ના, કેમ એવું પૂછો છો ?
સીદી : લંડનમાં એક સ્ત્રીએ મને પૂછયું હતું કે : તમે ફોરેનર છો ? એટલે મને થયું કે તને પૂછીને પાકું કરી લઉં !"
##############
પોતે ખોટી હોય અને સરન્ડર થાય એ વ્યક્તિને પ્રામાણિક કહેવાય, જેને પોતાની વાત બાબતે ખાતરી ન હોય અને સરન્ડર થાય એને ડાહી કહેવાય પણ જે વ્યક્તિ સાચી હોય છતાં સરન્ડર થઇ જાય એને પતિ કહેવાય.
##############
"ફિલ્મી જિંદગી અને વાસ્તવિક જિંદગીમાં કોઈ ફરક ખરો ?
ખરોને... ફિલ્મમાં ઢગલાબંધ મુશ્કેલી પછી લગ્ન થાય છે જયારે વાસ્તવિક જિંદગીમાં લગ્ન પછી ઢગલાબંધ મુશ્કેલી તમારી રાહ જોતી હોય છે."
##############
"સદ્દામ હુસેન ભગવાન પાસે ગયા અને પૂછયું : અમેરિકા ક્યારે હરશે ?
ભગવાને કહ્યું : તારા જીવનકાળ દરમિયાન નહીં.
સદ્દામ રડવા માંડયો.
મુશરફે પૂછયું : કાશ્મીર ક્યારે પાકિસ્તાનમાં ભળી જશે ?
ભગવાને કહ્યું : તારા જીવનકાળ દરમિયાન નહીં....
મુશરફ પણ રડવા બેઠા.
લાલુપ્રસાદ યાદવે પૂછયું : ભગવાન બિહારનો સર્વાંગી વિકાસ ક્યારે થશે ?
હવે ભગવાન રડવા માંડયા. રડતા રડતા ભગવાને કહ્યું : મારા જીવનકાળ દરમિયાન થાય એવું દેખાતું નથી."
##############
"પ્રોફેસરને ટિફિન ચેક કરતા જોઇને એક તોફાની વિધ્યાર્થીએ પૂછયું : સર શું શોધો છો ?
પ્રોફેસરે કહ્યું : હું ચેક કરું છું કે મારે ઘરે જવાનું છે કે કોલેજ ?"
##############
"આજના જમાનામાં પપ્પા એના સ્માર્ટ દીકરાને સમજાવી રહ્યા હતા કે જો બેટા, ભગવાન-ગોડ... સ્ત્રી નથી, પુરુષ નથી. શ્વેત કે અશ્વેત નથી, એ લીલાધારી છે. પોતાનું રૂપ બદલતા રહે છે...
બાપને અટકાવીને છોકરો કહે : સમજી ગયો, ભગવાનનું પણ માઈકલ જેક્સન જેવું જ લાગે છે...!!"
##############
"લીનાએ રીટાને પૂછયું : લાયન્સ કઈ રીતે લડે છે તને ખબર છે ?
રીટાએ કહ્યું : ના, મારા પિતા તથા પતિના બધા જ મિત્રો 'રોટેરિયન' છે."
##############
"ભગવાન કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત અને ગાંધીજી આ ત્રણેયમાં શું સમાનતા છે ? શિક્ષકે પૂછયું :
મનિયો ઊભો થઈને કહે ત્રણેય છેને... તે... છે ને... ત્રણેય રજાના દિવસે જન્મ્યા'તા સાહેબ...!"
##############
લેક્ચરરની વ્યાખ્યા : એક એવી વ્યક્તિ જેને કોઈક સુતું હોય ત્યારે બોલ્યે રાખવાની કુટેવ હોય !
##############
"મા : બોલ બેટે, તુઝે કેસી બહુ ચાહિયે ?
બેટા : મા, મુઝે ચાંદ જૈસી બહૂ ચાહિયે. જો રાત કો આયે ઔર સુબહ ચલી જાયે."
##############
"એક સવાલનો જવાબ 'હા' કે 'ના' મા આપો.
તમને ગાંડપણના હુમલા બંધ થઇ ગયા કે હજી ચાલુ છે ?"
##############
તમારે કદી પણ કોઈ પ્રશ્ન હોય તો મારી પાસે આવી જવું. હું તમને મદદ કરીશ. તમારે કોઈ સમસ્યા ન હોય તો પણ મારી પાસે આવી જવું... હું તમારા માટે સમસ્યા ઊભી કરી આપીશ... અરે ભાઈ... આખરે મિત્રો હોય છે શેના માટે ?
##############
"મગને એના મોટાભાઈને કહ્યું : આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઇ જઈશું.
મોટોભાઈ : કેવી રીતે ?
મગન : આવતીકાલે અમારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કઈ રીતે ફેરવાય તે શિખવાડવાના છે."
##############
એક કીડી ને હાથી પરણ્યા. હાથીના મૃત્યુ સમયે કીડી રડતી બંધ જ ન થાય. બધા છાની રાખે પણ એ રડ્યે જ ગઈ. જરાક છાની રહીને કહે : હું એના મરવાને કારણે નથી રડતી પણ મારી આખી જિંદગી હવે એની કબર ખોદવામાં જશે એ વિચારીને રડું છું.
##############
"કીડી દરજી પાસે ફ્રોક સીવડાવવા જતી હતી.
રસ્તામાં હાથી મળ્યો. કપડું જોઈ મોહી પડ્યો. બોલી ઉઠયો : કીડીબહેન, કાપડ વધે તો મારા માટે પણ સીવડાવજોને..."
##############
આ દિવાળીએ તમારી ખુશીઓ પેટ્રોલ ડિઝલના ભાવની જેમ વધે અને તમારા દુઃખ મલ્લિકા શેરાવતના કપડાની જેમ ઘટે તેવી શુભેચ્છા !!!
##############
"ગ્રાહક : તમારી પાસે પેલું પુસ્તક છે ? Man - The Master of Woman ?
વેપારી : ફિક્શન (કાલ્પનિક) પુસ્તકો ત્યાં પેલી બાજુના કબાટમાં છે."
##############
"બિઝનેસ સ્કૂલના પ્રોફેસરે પૂછયું : નવો ધંધો શરુ કરવા માટે પૈસા ઊભા કરવાનો સૌથી મહત્વનો સ્રોત કયો ?
એક વિધાર્થીએ ફટાક દઈને જવાબ આપ્યો : ફાધર ઇન લો (સસરા)"
##############
બ્રુસ લી નું પ્રિય શાક ? મૂ-લી, નાસ્તો, ઈડ-લી. પ્રિય એક્ટ્રેસ ? સોના-લી, પ્રિય પ્રાણી ? બિલ-લી, હથિયાર ? ગો-લી, ટાઈમપાસ ? ખુજ-લી.
##############
"તમે એક સાચા સંગીતપ્રેમીની ઓળખ કઈ રીતે આપશો ?
એક માણસ જયારે કોઈ એક સ્ત્રીને બાથરૂમમાં ગીત ગાતી સાંભળે ત્યારે કી-હોલ પર આંખને બદલે કાન લગાવે તે સાચો સંગીતપ્રેમી."
##############
હિટલર મરી ગયો, સદ્દામ પકડાઈ ગયો. બિન લાદેનના ખબર પણ મળી ગયા અને તમે પણ દેખાતા નથી... લાગે છે કે ધરતી પર સારા દિવસો આવી ગયા છે.
##############
"દર્દી : ડોક્ટર, મને શ્વાસોશ્વાસમાં બહુ તકલીફ થાય છે.
ડોક્ટર : ચિંતા ના કરો. મારી દવા લીધા પછી એ બંધ થઈ જશે."
##############
"ન્યાયધીશ : ઓર્ડર ! ઓર્ડર ! ખબરદાર જો કોઈએ અવાજ કર્યો છે તો... કોર્ટની બહાર કાઢી મૂકવામાં આવશે...
આરોપી : હિપહિપ હુરરરે....!"
##############
"'તમે કામની શોધમાં છો ?'
'ના, નોકરીની શોધમાં છું."
##############
"શિક્ષક : પેટનું કાર્ય જણાવો.
મગન : પેન્ટને પકડી રાખવાનું."
##############
"કંજૂસ પિતા : સગાઈ પહેલા જ છોકરી પાછળ હજાર રૂપિયા ખર્ચી નાખ્યા ? તું મારો દીકરો છે કે પછી ??
દીકરો : પણ શું કરું ? એની પાસે ૧૦૦૦ રૂપિયા જ હતા !"
##############
સિંહની જાનમાં બધા સિંહની વચ્ચે એક કુતરો પણ નાચતો હતો. એને પૂછ્યું : તમે અહી કેવી રીતે ? એ તરત જ બોલી ઊઠયો : શાદી સે પહલે હમ ભી શેર થે !!
##############
ખુદી કો કર બુલંદ ઈતના કી હિમાલય કી ચોટી પે જા પહોંચે. ઔર ખુદા તુમસે ખુદ પૂછે : બેટા, આ તો ગયા અબ ઊતરેગા કૈસે ?
##############
શેતાનો મારા બેડરૂમમાં આવ્યા. એ બધા કોઈ સારા માણસને હેરાન કરવાના મૂડમાં હતા. મેં એમને તમારું નામ આપ્યું. એ લોકોએ કહ્યું : ઓહ નો, અમે અમારા બોસને હેરાન ન કરી શકીએ.
##############
"છોકરી : ડિયર, આપને ક્યાં જઈ રહ્યા છીએ ?
છોકરો : લોંગ ડ્રાઈવ પર.
છોકરી : તે મને પહેલેથી કેમ ન કહ્યું ?
છોકરો : મને પણ હમણાં બ્રેક ફેઈલ થઇ પછી જ ખબર પડી."
##############
"છોકરો : જાનેમન, મેરે દિલમે આજા !
છોકરી : સેન્ડલ નીકાલું ક્યાં ?
છોકરો : પગલી, યે મંદિર થોડા હી હૈ ? સેન્ડલ પહન કે હી આજા !"
##############
"પિતા દીકરીના પ્રેમીને કહે : હુ નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.
પ્રેમી : એટલા માટે જ તો હુ એને અહીંથી લઇ જવા માંગું છું."
##############
"નેતા એના પી.એ.ને : આટલા બધા ખેલાડી ફૂટબોલને કેમ લાત મારે છે ?
પી. એ : ગોલ કરવા.
નેતા : ધત્ત તેરે કી, બોલ તો પહલે સે હી ગોલ હૈ ઔર કિતના ગોલ કરેંગે ?"
##############
વ્યક્તિ લગ્ન પહેલા 'એરટેલ' જેવી હોય છે. ઐસી આઝાદી ઔર કહા ? ને લગ્ન પછી ? 'હચ' જેવી : Wherever you go, network follows.
##############
જેકી ચેંકી સાસ ક નામ ક્યાં હે ? ડી કોલ્ડ ટોટલ. ચેન કી સાસ
##############
'ગાઈડ'માં વહીદા રહેમાને સારી કેમ ના બદલી ! કેવી રીતે બદલે ? દેવઆનંદે એને કહ્યું હતું : ઓ મેરે હમરાહી, મેરે બાહ ઠામે ચલના, બદલે દુનિયા "સારી" તુમ ના બદલના.... પછી બિચારી કઈ રીતે બદલે ?
##############
ઈજિપ્તના બાળકો ગૂંચવાયેલા જ કેમ રહે છે ? કારણ કે એ બિચારાઓને એ જ નથી સમજાતું કે એમના ડેડી મર્યા પછી 'મમી' કેવી રીતે બની જાય છે ?
##############
"એક ફેશન શોમાં એક મોડેલે જાતભાતના પાંદડા પહેર્યા હતા. શો પૂરો થયા પછી બધા જતા રહ્યા પણ એક યુવાન બેસી રહ્યો. કોઈએ પૂછું : કેમ અલ્યા, તું કોની રાહ જુએ છે ?
પેલો યુવાન કહે 'પાનખરની'."
##############
"મુશરફ અને લાલુપ્રસાદ કાશ્મીરના ઉકેલ અંગે મળ્યા. એક જ મુલાકાતમાં મુશરફ કાશ્મીર ભારતને આપવા તૈયાર થઇ ગયા, એ પણ વિના શરતે. બધાને બહુ નવાઈ લાગી પત્રકારો પૂછયા વિના રહે ?
લાલુપ્રસાદે જવાબ આપ્યો : હમને બોલ દિયા, કાશ્મીર તો દેંગે, લેકિન સાથ મેં બિહાર કો ભી લેના પડેગા... ઔર વો માં ગયા...
જાય હો લાલુપ્રસાદ..."
##############
"લાલુપ્રસાદ એકવાર રલવેમાં બેસીને નરકમાં પહોંચી ગયા. એણે યમરાજને પૂછયું : હુ બિહાર ફોન કરી શકું ? યમરાજે 'હા' પાડી. ફોન પર વાત થઇ ગયા પછી લાલુએ પૂછયું : મારે કેટલા પૈસા આપવાના ?
યમરાજ કહે : કઈ નહીં આપવાનું. Hell to Hell is free"
##############
"મગનને નોકરી મળી. એણે બોસ પાસે ૫૦ હજાર પગાર, કાર અને ફ્લેટની માગણી કરી. બોસે કહ્યું : જાવ ડબલ આપીશું આંખો પહોળી કરી મગને કહ્યું : સાહેબ, તમે મજાક કરો છો ?
સાહેબ : ભાઈ, મજાકની શરૂઆત તમે કરી હતી !!!"
##############
"મૂરખના સરદારોથી ભરેલી સબમરીનનો નાશ કરવો હોય તો શું કરવું જોઈએ ?
ખાસ કશું નથી. તમે બારણું ખખડાવો. એમાંથી એકાદ મૂરખ ચોક્કસ જ બારણું ખોલશે."
##############
અંડરવર્ડના દાદાનો દીકરો પરીક્ષામાં નાપાસ થાય ત્યારે એવા વખતે શું કહે ? ડેડ, એ સાલ્લા સતત ત્રણ કલાક સુધી મને પ્રશ્નો પૂછતા રહ્યા પણ મેં મોઢું ખોલ્યું જ નહીં... એકેય જવાબ આપું તો તમારો દીકરો જ નહીં ને ?
##############
"મુઝમે ઔર અમિતાભ બચ્ચનમેં ક્યાં સમાનતા હૈ ? નહીં પતા ?
બહોત આસાન હૈ... વાહ મેરે ઘર નહીં આતે, મેં ઉનકે ઘર નહીં જાતા... Attitude Problem you see....!!!"
##############
"શિક્ષક : ઓક્સિજન શ્વાસ માટે અનિવાર્ય છે. એના વગર જીવી ન શકાય. ઓક્સિજનની શોધ ૧૭૭૩ માં થઇ હતી.
મગન : હાશ ભગવાન ! સારું થયું હુ મોડો જન્મ્યો ! નહીતર મારું શું થાત ?"
##############
"ન્યાયધીશ : તારી આ સ્થિતિ માટે એક માત્ર દારુ જવાબદાર છે.
આરોપી : હાશ ! નામદાર તમે કેટલા સમજદાર છો ! અત્યાર સુધી બધા મને જ જવાબદાર માનતા હતા."
##############
"એવી કઈ વસ્તુ છે કે જે ફૂટે છે પણ અવાજ વગર ?
પરીક્ષાનું પેપર."
##############
"ડોક્ટર મગન નર્સના પ્રેમમાં પડયા એણે નર્સને પ્રથમ પ્રેમપત્ર લખ્યો.
'I Love u Sister.'"
##############
"દેવદૂતો હિટલરને નરકમાં લઇ ગયા તો ત્યાં ગાંધીજી ડાયના સાથે નૃત્ય કરતા હતા. હિટલરને નવાઈ લાગી. એણે પૂછયું : કેમ, ગાંધીજીને આવી મજા પડે એવી સજા કરી ?
દેવદૂત : આ સજા ડાયેનાને માટે છે."
##############
"મૂરખ : ક્યાં સુધી ભણ્યા છો ?
મગન : બી.એ.
મૂરખ : કમાલ કરો છો યાર ! માત્ર બે જ અક્ષર ભણ્યા ? ને તે પણ પાછા ઊંધા ?"
##############
"એક આદમી કબર પર બેઠો હતો. રસ્તે જતા મુસાફરે એને પૂછયું : ભાઈ, તને અહી બેસવામાં ડર નથી લાગતો ?
આદમી : ઈસમે ડરને કી ક્યાં બાત હૈ ? આ કબર કે અંદર બહોત ગરમી લગ રહી થી ઈસલિયે થોડી દેર હવા ખાને બહાર આ ગયા..."
##############
"સાધુ : હે ભગવાન ! તું મને દુઃખ દે, દર્દ દે, આખી દુનિયાની પીડાઓ દે, કષ્ટ દે, તકલીફ દે...
ચેલો : બાબા, આપ એક સાથ ઈતની સારી ડિમાંડ કયું કરતે હો ? એક બીવી હી માંગ લો ના... ફિર ભગવાન કો કુછ કરના નહીં પડેગા..."
##############
"ટિકિટ ચેકર : ટિકિટ બતાઓ...
સાધુ : હુ તો રામજન્મભૂમિ જાઉં છું. એમાં વળી ટિકિટ શાની લેવાની ?
ટિકિટ ચેકર : તમે રામજન્મભૂમિ પછી ક્યારેક જજો. અત્યારે તો હવે હુ તમને કૃષ્ણજન્મભૂમિના દર્શન મોકલી રહ્યો છું."
##############
"દીકરો : પપ્પા, લગ્ન કરવાની કિંમત કેટલી થાય ?
પિતા : મને ખબર નથી બેટા, કારણ કે હુ તો હજીયે ચૂકવું છું."
##############
"એક ઘનચક્કર કહે : ઓયે યાર ! મેં મનમોહનસિંહને કડી પણ સવારમાં નથી જોયા.
બીજો મૂરખ : અબે ગધેડા ! એ સવારે કેવી રીતે દેખાય ? એ તો PM છે AM થોડા જ છે ?"
##############
"એક શિક્ષક વસ્તીવધારા પર વ્યાખ્યાન આપતા હતા : ભારતમાં એક સ્ત્રી દર ૧૦ સેકન્ડે એક બાળકને જન્મ આપે છે.
મનીયાએ ઊભા થઈને તરત જ કહ્યું : સર, આપણે એ સ્ત્રીને શોધી કાઢીને અટકાવવી જોઈએ."
##############
"એલ પ્રોફેસરે પ્લમ્બરને બોલાવ્યો.
કેમ ?
પ્રશ્નપત્ર ક્યાંથી લીક થાય છે તે જાણવા માટે."
##############
"એક મરાઠી માણસે એની મહાન પરનાનીની યાદ માં ખોલેલી બેન્કનું નામ શું ?
જવાબ : આઈ ચી આઈ ચી આઈ બેંક..."
##############
"શંકર પાર્વતી કમ્પ્યુટર કેમ ન શીખી શક્ય ?
કારણ કે ગણેશ 'માઉસ' લઈને નાસી ગયા."
##############
"ભારતમાં કઈ દેવીના કયા પ્રસાદ જાણીતા છે ?
રાબડીદેવીના લાલુપ્રસાદ"
##############
"૧૯૪૭ માં ગાંધીએ નાં પાડી એટલે સરદાર PM નાં થઈ શક્યા.
૨૦૦૪ માં ગાંધીએ નાં પાડી એટલે સરદાર PM થઈ શક્યા....
વક્ત વક્ત કી બાત હૈ..."
##############
"બિહાર રલવે સ્ટેશન પર નવું સાઈન બોર્ડ :
આના ફ્રી, જાના ફ્રી, પકડે ગયે તો ખાના ફ્રી."
##############
ઓસ્ટ્રેલીયાની ટીમ ઈન્ડિયા સામે છેલ્લી ઘડીએ જીતી કેમ જાય છે ? આ બધો ચમત્કાર આ છેલ્લા બે અક્ષરોનો છે. ઓસ્ટ્રેલીયા કહે 'લિયા' અને ઈન્ડિયા કહે 'દિયા'.
##############
"રાતે કબ્રસ્તાન પાસેથી પસાર થનાર મગને દૂરથી જોયું કે એક માણસ કબર પરના પાટિયા પર ઠોકમઠોક કરતો હતો. મગને જરા હિંમત એકઠી કરીને પૂછયું : અલ્યા આટલી રાતે તું અહી બેઠો છે તે તને બીક નથી લાગતી ?
પેલો કહે : જુઓને, આ લોકોએ મારું નામ ખોટું લખ્યું છે તે જરા બરાબર કરતો હતો."
##############
તમને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મળી જશે. જો તમે CT Scan નો Report જોડે રાખો. જેમાં લખ્યું હોય કે નુકસાન થઈ શકે એવું આ માથાની અંદર કશું નથી.
##############
"પ્રશ્ન : ભૂલકણાપણાની પરાકાષ્ટા કઈ ?
જવાબ : તમે અરીસા સામે ત્રણ-ચાર કલાક ઊભા રહીને યાદ કરવાની કોશિશ કરો કે આ માણસને ક્યાંક જોયેલો છે, પણ ક્યાં ?"
##############
હોશિયાર, બુધ્ધિશાળી, સુંદર, પ્રેમાળ, સમજુ, સ્વાદિષ્ટ ભોજન બનાવનારી ધર્મપત્ની મળી છે એવું કોઈ કહે તો એ ઘટનાને તમે શું કહો ? કઈ નહીં.... અફવા કહું, બીજું શું કહું ?
##############
શાહજહાએ તાજમહેલને અંદર, બહાર ફરીને ધ્યાનથી જોયો. દીવાલો અને છત... બધું જોઇને પછી બબડયો : મજાક મજાક મેં બહોત ખર્ચા કર ડાલા....
##############
"ભગવાને નક્કી કર્યું કે પૃથ્વીલોકમાં જે સૌથી વધુ દુઃખી હોય તેને સ્વર્ગમાં સ્થાન આપવું. બહુ રખડયા ભગવાન. ગંદકીમાં આળોટતા, માંડ ખાવાનું પામતા ડુક્કર એમને સૌથી વધુ દુઃખી લાગ્યા. ભગવાને પૂછયું : સ્વર્ગમાં આવવું છે ?
ડુક્કરે સામું પૂછયું : સ્વર્ગમાં ગટર છે ? તો આવું."
##############
કેવું આશ્ચર્ય છે ? માં ૨૦ વર્ષની મહેનત પછી એના દીકરાને બુધ્ધિશાળી બનાવે છે ને પત્ની પાંચ જ મિનિટમાં એને 'બુદ્ધુ' નું બિરુદ આપી દે છે !
##############
છોકરાઓ કોલેજમા કેમ જાય છે ? Brain development માટે. અને છોકરીઓ ? છોકરાઓ મગજનો વિકાસ કરવામાં સફળ બને તે પહેલા એમને પકડી પાડવા માટે.
##############
"આચાર્યશ્રીએ મગનને સ્ટેશને ટિકિટ લેવા મોકલ્યો. ટિકિટ કલાર્કે પૂછયું : કયા વર્ગની આપું ?
મગને કહ્યું : સાહેબ અમારો એકેય વર્ગ નથી જવાનો. ગાડીમાં આચાર્ય સાહેબ એકલા જવાના છે, એટલે એક જ આપો."
##############
"સિંધીઓના નસકારા આટલા મોટા કેમ હોય છે ?
કારણ કે હવા મફતમાં મળે છે !"
##############
કોઈ ગુજરાતી જયારે એમ કહે કે મારો દીકરો સ્ટેટમાં ગયો ત્યારે શો અર્થ કરવાનો ? Simple. એનો દીકરો નાપાસ થયો એવો અર્થ.
##############
"કામ કરતા બંગાળીને જોઇને તમે શું કહો ?
A Work of fiction...!"
##############
"કાળા કલેડા બંગાળીને જોઇને શું કહો ?
Kali Das.
અને જો એ ક્યાંક ગુફામાં રહેતો હોય તો ?
Kali Das Guha"
##############
"પોલીસ કોન્સ્ટેબલે દીકરાને ખખડાવ્યો : આટલા ઓછા માર્ક્સ કેમ લાવ્યો ? જોને, હું તારું રખડવાનું, ટીવી જોવાનું... બધું બંધ કરી દેવાનો છું...
દીકરાએ ખિસ્સામાંથી ૫૦ રૂ. ની નોટ કાઢીને લંબાવી : પપ્પા, આ લઇ લો અને, વાતને અહી જ પૂરી કરો તો કેવું ?"
##############
"એક ધોબી એના ગધેડાને રોજ ધોકાવે. પડોશનો ગધેડો એક દિવસ પૂછે : અલ્યા, તું રોજ આટલો માર ખાય છે તે ભાગી જતો હોય તો ?
ગધેડો : મારો માલિક એની રૂપાળી દીકરીને જયારે જયારે ધોકાવે છે ત્યારે બરાડા પાડતો ધમકી આપતો જાય છે : હવે જો તું મને પૂછયા ક્યાંક જઈશ તો આ ગધેડા જોડે જ પરણાવી દઈશ... યાદ રાખજે... ને ભાઈ, એ આશામાં હું માર ખાધે જાઉં છું..."
##############
"જો ડોક્ટર ફિલ્મ બનાવે તો કેવા શીર્ષકો રાખે ?
ઓપીડી સે ઘર તક / દો પેશન્ટ બારહ ડોક્ટર / કાશ એ પેશન્ટ હમારા હોતા... / ઓટી કે ઉસ પાર / મુઝે પેશન્ટ મિલ ગયા... / મેરા પ્રિસ્ક્રીપ્શન તુમ્હારે પાસ હૈ... / મેરા સ્ટેથો તેરા દિલ... / હમ આપકે લંગ્ઝ મેં રહતે હૈ."
##############
"દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, તો અસફળ પુરુષ પાછળ કોણ હોય છે ?
જવાબ : ઘણી બધી સ્ત્રીઓ..."
##############
શરાબી : મેં મેરી દોનો આંખ ડોનેટ કરને કે લિયે તૈયાર હું. લેકિન જિસકો ભી યે આંખ લગાવો.... ઉસકો બસ ઈતના બતા દેના કિ યે આંખ ચાર પેગ પીને કે બાદ હી ખૂલતી હૈ....!
##############
"સરકારી ઓફિસની પરીક્ષામાં એક પાટિયું મારેલું હતું : અહી અવાજ ના કરવો. કોઈ અટકચાળાએ નીચે એક લીટી ઉમેરી દીધી :
નહીતર કદાચ અમે ઊંઘમાંથી ઊઠી જઈએ."
##############
"રાવણને થયું : બહુ થયું.... દર વર્ષે બળી બળીને કંટાળી ગયો...
એના કરતા રામની માફી માગી જ લઉં... એ ગયો રામને ત્યાં રમે બારણું ખોલ્યું.
રાવણે કહ્યું : પ્રભુ, હું આપની કયા મોઢે માફી માંગું ?"
##############
"છગન બીડી પિતા હતા, મગને પૂછયું : છગન, ધુમાડા કાં નો નીકળે ?
છગન : અલ્યા, આ અસ્સલ CNG બીડી છે, ડફોળ !..."
##############
"મગન : છગન, બાકી તમારો કૂતરો એટલે કહેવું પડે હો... સિંહ જેવો લાગે છે.
છગન : તારો ડોહો, ઈ સિંહ જ છે, પણ ખાધાપીધા વગરનો કુતર્યા જેવો થઈ ગયો છે."
##############
"રમેશ : દિનેશ, તારા પેન્ટના ડાબા ખિસ્સામાંથી ૧૦૦ની નોટ નીકળે અને જમણામાંથી ૫૦૦ની નોટ નીકળે તો તમે શું કરો ?
દિનેશ : પેલા તો શોધું કે આ પેન્ટ છે કોનું ?"
##############
"છગન પિતૃશ્રાદ માટે બેઠો. બ્રાહ્મણ કહે : છગન નવ જાતના ધાન લાવો, કંકુ, ચોખા ને સોપારી લાવો...
છગન : અલ્યા ડફોળ, નવ જાતના ધાન જો ઘરમાં હોત તો આ બધાય પિતૃ હજી જીવતા ના હોત ?"
##############
"મગન અને છગન પાનાં રમતા હતા. છગને રાડય નાખી : હું જીતી ગયો, મગન હું જીતી ગયો....
મગન : કેમનો જીત્યો તું ?
છગન : જોઈ લ્યો આ ત્રણ એક્કા...
મગન : તે તું ય જોઈ લે, આ દુડી, તીડી, બાદશાહ અને આ ભરેલી બંદૂક....
છગન : મગન, હું તો બે ઘડી ગમ્મત કરતો'તો.... ઈ તો તમે જ જીતો ને..."
##############
સંતા એ ઘોડાઓ વિશે ૨૦૦ પાનાની ચોપડી લખી. શીર્ષક હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? પ્રથમ પાના પર લખ્યું હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? ...બાકીના ૧૯૯ પાના પર લખ્યું હતું : તબડક... તબડક... તબડક...
##############
"સંતાને કોઈએ પૂછયું : ક્યાં સુધી ભણ્યા ?
સંતા કહે : બપોર સુધી...."
##############
એક અમેરિકન દેશી કાંકરિયાના કાંઠે ઊભો રહીને બે-ત્રણ વાર બોલ્યો : Wow ! Wow... બાજુમાં ઊભેલા કાકાએ પેલાને કહે : બુધ્ધિના બળદિયા, આને તારું ડોહું તળાવ કહેવાય... વાવ નહીં સમજ્યો ?
##############
"સંતાએ સાચા દિલથી પ્રાર્થના કરી : હે ભગવાન, મને એક પૈસા ભરેલી બેગ દેજે, નોકરી દેજે, એક મોટું વાહન પણ દેજે... ને એમાં બઉ બધી છોકરીઓ બેસે એવું કરજે...
ભગવાન જરાક નવરા હશે તે સંતાને મહિલા કોલેજની બસના કંડકટર બનાવી દીધા."
##############
"એક માણસ રામમંદિરે જઈ પગે પડયો અને પ્રાર્થના કરી : હે ભગવાન, મારી પત્ની ખોવાઈ ગઈ છે. જરા શોધી આપોને...
રામ : બાજુમાં હનુમાનનું મંદિર છે ત્યાં જા... મારી પત્ની ખોવાઈ ગયેલી ત્યારે એ જ શોધી લાવેલ."
##############
"પત્ની : તમને મારામાં સૌથી સારું શું લાગેલું ? મારી બુદ્ધિ કે પછી મારું સૌંદર્ય ?
પતિ : મને તો તારી આ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે."
##############
"એક સ્ત્રીએ પૂછયું : બાળકોને વગર ટીકીટે મુસાફરીની છૂટ છે ?
કંડકટર : હા મેડમ, પણ પાંચની નીચેનાને જ...
સ્ત્રી : હાશ ! મારે ચાર જ છે !!"
##############
"શિક્ષક : એડલ્ટ મૂવીની વ્યાખ્યા શી ?
વિધ્યાર્થી : એવી ફિલ્મ જેને કુટુંબના બધા લોકો જુવે પણ એકબીજાથી સંતાડીને..."
##############
"શિક્ષક : આપણા દેશનો સૌથી મૂંઝવણભર્યો દિવસ ક્યારે આવશે ?
૧૨મા ધોરણનો વિધ્યાર્થી કહે : સાહેબ, જયારે રક્ષાબંધન ૧૪ ફેબ્રુઆરીના દિવસે આવશે ને ત્યારે..."
##############
"મુન્ના : અરે સર્કીટ, યાર, એ બારીશ કે વક્ત બીજલી કયું ચમકતી હૈ ?
સર્કીટ : ભાઈ, બોલે તો ઉપરવાલા ટોર્ચ માર કે દેખ રેલા હોગા કિ કહી સુખા તો નહી રહ ગયાના..."
##############
"થોડીક પરાકાષ્ઠા... Heights.
ફેશનની પરાકાષ્ઠા : કોઈને કોરું વિઝીટીંગ કાર્ડ આપવું તે..."
##############
મુર્ખાઈની પરાકાષ્ઠા : કાચના બારણાના કી-હોલમાંથી જોવું તે.
##############
"પ્રોફેસરે વિધ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીના નામ લખવા કહ્યું.
૨૦ સેકન્ડ પછી છોકરીઓએ કહ્યું : સર, લખાઈ ગયું.
૧૦ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : સપ્લીમેન્ટરી પ્લીઝ !!!"
##############
"શિક્ષક : એક વર્ષમાં કેટલી રાત્રિ આવે ?
મગન : દસ.
શિક્ષક : અલ્યા, દસ કેવી રીતે ?
મગન : નવ નવરાત્રિ અને એક શિવરાત્રિ, થઇ ગઈને દસ !"
##############
ધારો કે તમે પત્ની સાથેની દલીલબાજીમાં જીતી ગયા. હવે શું કરશો ? એની માફી માગી લો ભાઈ, જો શાંતિથી જીવવું હોય તો.
##############
"પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની કાળઝાળ થઈ ઊઠી. પતિએ એને સમજાવી. માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય તેને જ મારે ને ?
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?"
##############
"મનુ : સાહેબે મને લાફો માર્યો.
પિતા : કેમ ?
મનુ : સાહેબે મને પૂછયું કે ૨ * ૩ = ?
મેં કીધું : ૬.
પછી સાહેબે પૂછયું ૩ * ૨ = ?
પિતા : ગધેડા, એ બેઉ સરખું જ થાય ને ?
મનુ : મેં પણ સાહેબને તમે કહ્યું એવું જ કહ્યું પણ મને એણે ગાલ પર ચચરાવી દીધું...."
##############
"'કોફી વિથ કરણ' જો કાઠીયાવાડમાં બનાવે તો નામ શું પાડે ?
ના આવડયું : અરે ભાઈ, 'છાશ વિથ છગન...'"
##############
"એક જાહેર દીવાલ પર લખ્યું હતું : વાંચવાવાળો ગધેડો...
ગુસ્સે થયેલા મગને લખાણ ભૂંસી નાખ્યું અને લખ્યું 'લખવાવાળો ગધેડો..."
##############
"શિક્ષક : તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલા શાકભાજી આંખ માટે બહુ સારા છે ?
મગન : સાહેબ, તમે જ કહોને... તમે કોઈ ગાય કે ભેંસને કડી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ?"
##############
"૭ ચટ્ટાઈ પર સાત સાધુ બેઠા હતા. મગને જી પ્રણામ કર્યા. સૌથી મોટા સાધુ સામે જોઈ કહ્યું : બાબા, મારા લગન નથી થતા.. કાંઈક ઉપાય કરો...
મોટા સાધુએ નાનાને કહ્યું : એક ચટ્ટાઈ ઓર લગા દે બચ્ચા..."
##############
"મુન્નાભાઈ : અરે સર્કીટ, અગર, બસ પે તું ચડે ય ફિર બસ તુજ પે ચડ જાએ તો ક્યાં હોગા ?
સર્કીટ : બોલે તો ભાઈ, દોનો બાર ટિકટ તો અપની હી કટેગી નાં ભાઈ !"
##############
"પતિ : હું મરી જાઉં તો તું શું કરે ?
પત્ની : હું મારી બહેન સાથે રહું પણ મરી જાઉં તો તમે શું કરો ?
પતિ : હું પણ તારી બહેન સાથે જ રહું..."
##############
"બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછયું : આ કયું પક્ષી છે ?
મગનને જવાબ ન આવડયો એટલે એને પરીક્ષામાં નાપાસ કર્યો.
શિક્ષકે માર્ક મૂકતા પહેલા એને પૂછયું : તારું નામ ?
મગને પગ ઊંચો કર્યો : તમને આવડે તો લખી લ્યો."
##############
"છોકરી : હે ભગવાન, કોઈ સમજદાર છોકરા સાથે લગ્ન થાય એવું કરજે...
ભગવાન પ્રગટ થઈને કહે : બેટા, પ્રાર્થના બદલ... સમજદાર હોઈ ઈ પરણે જ નહીં..."
##############
"એક હતાશ, નિરાશ પ્રેમીએ એની પ્રિયતમાને ત્યાં પહોંચીને કહ્યું : તારા ને મારા સંબંધો હવે આજથી પુરા....
તું મને મારા પ્રેમપત્રો પાછા આપી દે....
પ્રેમિકા ઘરમાં ગઈ, કોથળો ઘસડતી પાછી આવી અને બોલી : લે આમાંથી જેટલા તારા હોય એટલા જાતે શોધી લે !!!"
##############
"સસલાને ૯૦% આવ્યા અને કાચબાને ૭૫% ને તોય એડમીશન કાચબાને મળ્યું, બોલો કેવી રીતે ?
સ્પોર્ટ્સ કવોટામાં... નાનપણમાં કાચબો રેસ જીતી ગયેલોને...?"
##############
"શિક્ષક : જો તમે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરો તો તે સાચી પડે જ...
તુષાર : સાવ ખોટું સાહેબ... એવું હોય તો તમે અત્યાર સુધી જીવતા જ ન હોત..."
##############
"દર્દી : ડોક્ટર સાહેબ, મારી સમસ્યા એ છે કે હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છું...
ડોક્ટર : પણ એવું ક્યારથી થાય છે ?
દર્દી : જ્યારથી મેં આ દુનિયા બનાવીને ત્યારથી..."
##############
"ગુજરાતી પ્રેમી : પ્રિયે, મારા કાનમાં કઈક હળવું, કઈક નરમ, જરાક, નમકીન, કઈક ખટમીઠું કહેને...
પ્રેમિકા : ઢોકળા...!"
##############
"અંગ્રેજી માધ્યમમાં ભણતા એક છોકરાએ એના પિતાને પૂછયું : ડેડી, હું એડમીશન ફોર્મમાં 'મધરટંગ'વાળા ખાનામાં શું લખું ?
પિતા : બેટા, લખ કે 'Very Long'"
##############
પત્ની એને કહેવાય જે લગ્ન પછી ૧૦-૧૫ વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતોને બદલતી રહે અને પછી પાછી એની એ જ આવું કહે : 'તમે હવે પહેલા જેવા નથી રહ્યા.'
##############
'પતિ જોઈએ છે' એવી જાહેરાતના જવાબમાં એક હજાર સ્ત્રીઓએ લખ્યું : અમારો લઈ જાઓ.
##############
"પત્નીએ એના બીજા પતિને કહ્યું : પેલો બારમાં પી રહ્યો છે એ મારો પ્રથમ પતિ છે. મેં એને ૭ વર્ષ પહેલા છોડયો ત્યારથી બસ એ પીધે જ રાખે છે.
પતિએ કહ્યું : નોનસેન્સ, કોઈ આટલા બધા વર્ષ સુધી ખુશી ના ઊજવી શકે..."
##############
"એક દોસ્તારે બીજાને પૂછયું : યાર, આ ખુશી એટલે શું ?
બીજો દોસ્ત : યાર મને તો નથી ખબર. મારા તો નાનપણમાં જ લગન થઈ ગયેલા."
##############
"ડોક્ટર : તમાર પતિને આરામની જરૂર છે. હું થોડી ઊંઘની ગોળીઓ લખી આપું છું.
પત્ની : એમને આ દવાઓ દિવસમાં ક્યારે આપવાની ?
ડોક્ટર : આ દવા તમારા પતિએ નથી લેવાની, તમારે લેવાની છે !!"
##############
"મગન પત્ની માટે નવી કાર લઈ આવ્યો. બીજા દિવસે ઓફિસમાં પત્નીનો ફોન આવ્યો : સાંભળો છો ? આ કાર્બોરેટરમાં તો પાણી છે ?
મગન : હે નાં હોય ! કર ક્યાં છે ?
પત્ની : તળાવમાં..."
##############
પોતે ખોટી હોય ત્યારે પત્ની હંમેશા પતિને માફ કરી દે છે !
##############
"તમારા પત્નીનો જન્મદિવસ યાદ રાખવાનો અસરકારક કીમિયો બતાવું ?
બસ એકવાર ભૂલી જવાની હિંમત કરી જુઓ... પછી કદી નહીં ભૂલો.."
##############
"એક માણસ દવાવાળાની દુકાને ગયો, કહ્યું : મને ઝેર આપો.
કેમિસ્ટે ના પાડી. 'હું તને ઝેર ના વેચી શકું.'
માણસે ખિસ્સામાંથી પત્નીનો ફોટો કાઢીને બતાવ્યો.
કેમિસ્ટ : ઓહ ! સોરી હ.... મને ખબર નો'તી કે તમે પ્રિસ્ક્રીપ્શન પણ લાવ્યા છો !"
##############
"પત્ની : હું પિયર જાઉં છું અને પછી તને છુટાછેડાની નોટીસ મોકલી આપું છું.
પતિ : જા જા હવે, આવી મીઠી મીઠી વાતો કરીને હમેશની જેમ મને ખુશ કરવાની કોશિશ ના કર. હવે હું તારી વાતમાં નથી આવવાનો."
##############
"પતિ : તું આટલી સુંદર હોવા છતાં આટલી મૂરખ કેમ છે ?
પત્ની : સુંદર એટલા માટે કે તને હું ગમું અને મૂરખ એટલા માટે કે હું તને પસંદ કરી શકું."
##############
"નાટક જોવા જતા પહેલા પતિએ પત્નીને પ્રેમથી પાન ખવડાવ્યું.
પત્નીએ પતિનો હાથ પકડી પ્રેમથી પૂછયું : તમે કેમ પાન ન ખાધું ?
પતિ : હું તો પાન ખાધા વગર પણ મૂંગો રહી શકીશ."
##############
"પતિ-પત્ની લગ્નના દિવસે એકમેકના હાથ કેમ પકડે ?
માત્ર ઔપચારિક્તા ખાતર... એક રિવાજ... જે રીતે બે બોક્સર મેદાનમાં ઊતરતા પહેલા હાથ મેળવે છે એવું જ કઈક..."
##############
"પત્ની : કાશ હું છાપું હોત તો આખો દિવસ હું તમારા હાથમાં હોત !!
પતિ : કાશ; તું છાપું હોત તો મને રોજેરોજ નવું તો મળત !"
##############
"પત્ની : શાહજહાની જેમ તમે મારી યાદમાં તાજમહેલ બનાવશો ?
પતિ : ડાર્લિંગ, મેં તો જમીન પણ ખરીદી રાખી છે. બાકીની જવાબદારી તું પૂરી કરે તો તાજમહેલ ચણાવું ને ?"
##############
પતિ જમવા બેસેને પત્ની રોજ છુટું વેલણ ફેંકે. મિત્રે સલાહ આપી : તું એની રસોઈના વખાણ કર તો નહીં મારે. પતિએ જમતા જમતા 'વાહ શું દાળ છે, શું શાક છે ? બોલવાનું શરુ કર્યું ત્યાં તો રસોડામાંથી રમરમતું વેલણ આવ્યું : 'રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરો છો ને આજે પડોશણ આપી ગઈ છે ત્યારે વખાણ કરો છો ?'
##############
"પત્ની : તમે આટલા વહેલા ઘરે કેવી રીતે આવી ગયા ?
મગન : મારા બોસે મને કહ્યું કે go to hell... તે પછી બીજે ક્યાં જાઉં ?"
##############
"શિક્ષિકા : વ્હેલ માછલી ભલે ગમે તેટલી મોટી હોય તો પણ તે માણસને ના ગળી શકે કારણ કે એનું ગળું સાંકડું હોય.
બીજા ધોરણમાં ભણતી મર્સી બોલી : ખોટું ટીચર, વ્હેલ જોનાહને ગળી ગયેલી...
શિક્ષિકા ગુસ્સામાં : વ્હેલ કદી ગળી ના શકે, એ અશક્ય છે.
મર્સી : સારું ટીચર, હું સ્વર્ગમાં જઈશ ત્યારે જોનાહને પૂછી જોઇશ.
શિક્ષિકા : અને જો જોનાહ નર્કમાં ગયો હશે તો ?
મર્સી : તો તમે પૂછી જોજો !"
##############
"બાલમંદિરના એક શિક્ષિકાએ બાળકોને ચિત્રો દોરવાનું કહ્યું : એમને જોયું તો પાંચ વર્ષની પલક મગ્ન થઈને કઈક દોરી રહી હતી.
શિક્ષિકા : પલક, તું શું દોરે છે ?
પલક : હું ભગવાન દોરું છું.
શિક્ષિકા : પણ પલક, ભગવાન કેવા દેખાય છે એતો કોઈને જ નથી ખબર...
પલક : હમણાં પાંચ મીનીટમાં બધાને ખબર પાડી જશે !!!"
##############
"ચોથા ધોરણવાળાને શિક્ષક ગ્રુપફોટો પડાવવા સમજાવતા હતા : ગ્રુપફોટો હોય તો મોટા થઈને તમે કહી શકો કે જુઓ, આ રાજેશ જે હવે ડોક્ટર છે, આ લીલા એ હવે વકીલ છે, આ મહેશ..
પાછળથી એક તોફાની બોલ્યો : અને આ ટીચર કે જે હવે સ્વર્ગમાં છે !"
##############
"એક નિશાળમાં સવારના નાસ્તા માટે ટેબલના એક છેડે સફરજન મૂકેલા હતા અને બીજા છેડે ચોકલેટ. સફરજન પાસે લખ્યું હતું : એક જ લેવું, ભગવાન જોઈ રહ્યા છે.
ચિરાગે ચોકલેટ પાસે લખ્યું : જેટલી લેવી હોય તેટલી લો, કારણ, ભગવાન સફરજનનું ધ્યાન રાખી રહ્યા છે !!!"
##############
"એક શિક્ષકે રુધીરાભિસરણતંત્ર વિષે સમજાવતા કહ્યું : જો હું શીર્ષાસન કરું તો મારો ચહેરો લાલ થઈ જાય, આંખમાં લોહી ઘસી આવે પણ હું પગ પર ઊભી રહું ત્યારે કેમ કશું નથી થતું ?
પ્રતિક ઊભો થઈને કહે : એનું કારણ એ છે કે સર, તમારા પગ ખાલી નથી. મગજમાં ભરાવા માટે લોહીને જગ્યા મળી રહે છે !"
##############
"સંતા : અરે ઊઠ, ઊઠ. ભૂકંપ આયા હૈ... સારા ઘર હિલ રહા હૈ... જલદી ઊઠ...
બંતા : સોને દેને યાર... ઔર તું ભી સો જા... ઘર ગિરેગા તો મકાન માલિક ક ગિરેગા... અપના ક્યાં હૈ ? હમ તો ભાડુઆત હૈ..."
##############
સંતાને સાઈકલનું પેંડલ જડયું ક્યાંકથી... એણે ઘરે જઈ પત્નીને આપ્યું અને કહ્યું : લે ઇસે સંભાલ કે રખ... કભી ઇસમે સાઈકલ ડલવાયેંગે...
##############
સંતાએ ઘર બંધાવ્યું ને એય પાછું બે માળનું... એણે ઉપરના માળે રંગ કર્યો... ને પછી નીચેના માળે લખી લીધું... 'Same as above' ઉપર પ્રમાણે...
##############
"પ્રાણીઘરમાં કામ કરતા સંતાએ એક દિવસ સિંહનું પિંજરું ખુલ્લું જ છોડી દીધું. અધિકારી આવીને એકદમ ગરમ થઇ ગયા : આ પાંજરું કેમ બંધ નથી કર્યું ?
સંતાએ જવાબ આપ્યો : પિંજરા કયું રોજ બંધ કરને કા ? ઈસે કૌન બાપ ચોરી કરેગા ?"
##############
"સંતા : યારા લગતા હૈ મૈનુ બર્ડ ફ્લ્યુ હો ગયા હૈ...
બંતા : તેનું કૈસે પતા ચલા ?
સંતા : યારા, મેરા ના કલસે ઉડને કો જી કરતા હૈ..."
##############
"સંતા : ઘર મેં આગ લગ ગઈ, આગ લગ ગઈ...
બંતા : તો ઇસમેં મુઝે ક્યાં ?
સંતા : બેવકૂફ, તેરે હી ઘરમે આગ લગી હૈ
બંતા : તો ફિર ઉસમેં તુઝે ક્યાં ?"
##############
"વોડકા + વોટર = કિડનીને નુકસાન
રમ + વોટર = લિવરને નુકસાન
વ્હિસ્કી + વોટર = હૃદયને નુકસાન
જિન + વોટર = મગજને નુકસાન
આ વાંચી સંતાસિંહ બબડયા : લગતા હૈ સાલા પાની મેં હી કુછ ગરબડ હૈ..."
##############
"સંતાના માથામાંથી ધડધડ લોહી વહેતું જોઇને કોઈએ પૂછયું : અરે ભાઈ, આ વાગ્યું કેવી રીતે ?
સંતા : હું હાથથી પત્થર તોડતો હતો ત્યાં પેલા મૂરખ નવજોતે કહ્યું : પાજી કભી તો અપના સર ઇસ્તેમાલ કરો... તો મૈને કિયા..."
##############
સંતા : ગેલીલિયો દીવાના અજવાળે વાંચતા, ન્યૂટન મીણબત્તીમાં વાંચતો, આઇન્સ્તાઇન શેરીના દીવા હેઠળ વાંચતો. મુઝે યહ સમજ મેં નહિ આતા કી યે સાલે સબ દિન મેં ક્યાં કરતે થે ?
##############
"સંતા : અરે ભગવાન, ગદ્દી મેં પેટ્રોલ ખતમ હો ગયા.... અબ યે આગે નહી જાયેગી...
બંતા : તું ભી નાં યાર. જરા પેટ્રોલ ચેક કરકે નિકાલના ચાહિયે ના... સારા મૂડ ચોપટ કર દિયા... ચલ અબ પીછે લે લે... ઓર ક્યાં, વાપસ ચલેંગે..."
##############
"સંતાએ ટેક્ષી ડ્રાઈવરને પૂછયું : ભૈયા સુવર્ણમંદિર ચલોગે ?
ડ્રાઈવર : કરુર ચલુગા પાજી... કયું નહી જાઉંગા ?
સંતાએ ડ્રાઈવરને ૧૦ રૂ. ની નોટ આપીને કહ્યું : અગર જાઓ તો મેરે લિએ ૧૦ રૂ કા પ્રસાદ જરૂર લેકે આના."
##############
"ટીચર : આજ તુમ ફિર લેઇટ હો ગયે ? સ્કૂલ ૭ બજે શરુ હોતી હૈ ઔર તુમ અબ આ રહે હો...
સંતાસિંહનું ટાબરિયું : સર, આપ ના, મેરી ફિકર ના કિયા કરો... આપ બસ સ્કૂલ શુરુ કરવા દિયા કરો..."
##############
"સંતા : જેલ કો હવાલાત કયું કહતે હૈ ?
બંતા : કયું કિ જેલ મેં સિર્ફ હવા ઓર લાત દો હી ચીજે મિલતી હૈ ઈસલિયે..."
##############
"માણસ ચારથી કદી સંતુષ્ટ નથી થતો :
(૧) મોબાઈલ (૨) ઓટોમોબાઈલ (૩) ટી. વી. (૪) બી. વી. કારણ ? કારણ કે પડોશી પાસે હંમેશા સારું મોડેલ હોવાનું જ."
##############
"પત્ની પતિ ને કહે : તમે મારા કાનમાં અંગ્રેજીમાં મીઠું મીઠું બોલોને...
પતિ : Salt, Salt, Salt"
##############
"સંતાસિંહ : યાર, તુમ ઇતને બડે હો ગયે ફિર ભી દાઢી-મૂછ નહી હૈ, બાત ક્યાં હૈ યાર...
બંતા : કુછ નહી યાર, મેં ઇસ બાત મેં અપની માં પર ગયા હું."
##############
"સંતા એની રીક્ષામાંથી મહામહેનતે પૈડું કાઢતા હતા તે જોઇને કોઈએ પૂછયું : અરે સરદારજી, આ શું કરો છો ?
સંતા : દેખતા નહી ક્યાં ? વહાં પે લિખા હૈ Only for two wheelers."
##############
"ઈન્ટરવ્યું લેનાર : Good નું વિરોધી ?
સંતા : Bad
સવાલ પૂછનાર : Come ?
સંતા : Go
સવાલ : Ugly ?
સંતા : પિછલી.
સવાલ : Ugly ?
સંતા : બોલાના પિછલી...
સવાલ : Shut up.
સંતા : Keep talking
સવાલ પૂછનાર : Get out
સંતા : Come in
સવાલ પૂછનાર : Oh my god
સંતા : Oh you are devil
સવાલ પૂછનાર : You are rejected
સંતા : I am Selected... હૈ બલ્લે બલ્લે."
##############
"એક મશીન એવું હતું કે જેની પાસે કોઈ ખોટું બોલે તો એમાંથી ટ્રીંગ ટ્રીંગ એવો અવાજ આવે.
અમેરિકન : હું ધારું છું કે હું ૨૦ બોટલ બીયર પી શકું.
અવાજ આવ્યો : ટ્રીંગ ટ્રીંગ
રશિયન : હું વિચારું છું કે હું ૫ કિલો ચિકન ખાઈ શકું.
અવાજ : ટ્રીંગ ટ્રીંગ
સંતા : હું વિચારું છું કે.... અવાજ આવ્યો : ટ્રીંગ ટ્રીંગ ટ્રીંગ......"
##############
"સંતા માત્ર શર્ટ પહેરીને આંટા મારતો હતો. બંતાએ પૂછયું : કયો સિર્ફ શર્ટ પહના હૈ ?
સંતા : કોઈ આ જાએ તો ? હા પર પેન્ટ કયું નહી પહના ?
સંતા : અગર કોઈ ના આયે તો ? ખામખા પેન્ટ ખરાબ કયું કરને કા..."
##############
"સંતા : બસ સ્ટેન્ડ જાણે કે કિતને પૈસે ?
રીક્ષાવાળો : ૧૦ રૂ.
સંતા : દો રૂપિયે મેં જાયેગા ?
રીક્ષાવાળો : દો રૂપિયે મેં કૌન લેકે જાયેગા ?
સંતા : ચલ, તું પીછે બૈઠ જા, મેં લેકે જાઉંગા."
##############
"સંતા : ATMમાંથી પૈસા કાઢતો હતો. બંતાએ પાછળથી ડોકું કાઢીને કહ્યું, મૈને તેરા PIN NO દેખ લિયા **** હૈના ?
સંતા : ગલત, બિલકુલ ગલત, તુને ક્યાં ખાક દેખા, મેરા નંબર તો ૬૫૪૮ હૈ, બોલો તારારારમ...."
##############
"કેમ ૧૮ સરદાર ફિલ્મ જોવા ગયા ?
Because below 18 was not allowed !"
##############
"સંતાએ ૧લી એપ્રિલે બંતાને જમવા બોલાવ્યો. બંતા પહોચ્યો તો બારણે તાળું ને ચિઠ્ઠી : હેય, કૈસે ઉલ્લુ બનાયા ?
બંતાએ બારણે ચિઠ્ઠી મૂકી : હેય ! મેં તો આયા હી નહી થા !"
##############
"સંતા : જબ મેં મર જાઉં તો સામનેવાલી ફેમિલી કો જરૂર બુલાના.
બંતા : કયો ?
સંતા : યાર ઉનકે ઘરકી લેઇઝ મુર્દે કો લિપટ કે રોતી હૈ !"
##############
"નાસાને તીન સરદાર ચાંદ પે ભેજે. તીનો આધે રાસ્તે સે વાપસ આ ગયે.
નીચે આને પે પૂછા ગયા : વાપસ કયો આયે ?
તીનોને કહા : આજ અમાવસ્યા હૈ તો ચાંદ તો હોગા નહી. કલ જાયેંગે."
##############
"પ્રોફેસર : તમને જે ન ખબર હોય તે મને પૂછો.
સંતા : What is the meaning of I don't know ?
પ્રોફેસર : મુઝે માલુમ નહી હૈ.
સંતા : જબ ઈતના નહી માલૂમ તો ફિર આપસે ક્યા પૂછના...."
##############
"લાઈટ જતી રહી. સંતાએ બૂમ પાડી : અરે યાર કોઈ ફેન તો ચલાવો.
બંતા : અરે યારા કિ ના બિલકુલ સરદારોવાલી બાત... ફેન ચલેગા તો યે કેન્ડલ બુઝ નહી જાયેગી ?"
##############
"દોસ્તીની પરાકાષ્ઠા કઈ ? (Height of friendship)
સંતા આપઘાત કરી રહ્યા હતા. કોઈએ કારણ પૂછયું.
એમને કહ્યું : યાર મેરી બીવી મેરે દોસ્ત કે સાથ ચલી ગઈ ઔર મેં મેરે યાર કે બગૈર જી નહી સકતા."
##############
"સંતા : યે રાખી કા ત્યોહાર કયું બનાયા હોગા ?
પરમજીત : તુમ્હે યાદ દિલને કે લિએ કે કૌનસા હાથ બાંયા હૈ ઔર કૌનસા દાયા...."
##############
"સંતાસિંહનું ટાબરિયું અર્ધોલિટર પેટ્રોલ પી ગયું. સંતાએ લાફો મારીને પૂછયું : કયું પીયા પેટ્રોલ ?
ટાબરિયું : ટીચરને બોલા કી મેરી એવરેજ કમ હૈ તો પી લિયા..."
##############
"શિક્ષકે પૂછયું : ઓ તમે ૦૦૧ ડાયલ કરો તો શું થાય ?
સંતાસિંહ : પોલિસજીપ રિવર્સગીયરમાં આવે બીજું શું થાય ?"
##############
"સંતા : નયે ડિટરજન્ટ સે શર્ટ ધોઈ તો છોટી હો ગઈ. અબ કિ કરું યારા ? બડી મહેંગી શર્ટ હૈ...
બંતા : ઇસમેં ક્યા હૈ ? વહી ડિટરજન્ટ સે અબ તું ખુદ ભી નહા લે... ઝંઝટ ખતમ હો જાયેગી...!!!"
##############
"સંતા બસસ્ટેન્ડ પર બસની રાહ જોતો ઉભો હતો. એક કાર વાળા સજ્જને કાર ઊભી રાખીને પૂછયું : તમને લિફ્ટ જોઈએ છે ?
સંતા : ""No, Thanks, My House is on ground floor."""
##############
"સંતાસિંહ ક્યારના સૂર્યપ્રકાશમાં આઈસ ક્યુબ સામે તાકી રહ્યા હતા.
બંતાએ પૂછયું : તું ક્યા દેખ રહા હૈ કબ સે ?
સંતા : મેં ચેક કર રહા હૂં કિ આખિર યે કહાં સે લીક હો રહા હૈ ?"
##############
"દુકાનદાર : તમારી પાસે મોબાઈલ હતો તો પછી લેટર કેમ લખ્યો ?
સંતા : મૈંને ફોન કિયા તો જવાબ મિલા 'પ્લીઝ ટ્રાય લેટર' ફિર મેં ક્યા કરતા ?"
##############
"સંતા એક ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યો હતો. એણે ફિલ્મના હિરોને કહ્યું : સર, તમારે ૧૦૦ ફૂટ ઊંચેથી સ્વિમિંગ પુલમાં કુદકો મારવાનો છે.
હિરો : અરે યાર, પર મુઝે તૈરના નહી આતા....
સંતાસિંહ : કોઈ બાત નહી સરજી.... અરે કાલુ... પુલ સે પાની ખાલી કરવા દો... અબ તો ઠીક હૈ પાજી..."
##############
"સરદારના ધાબા પર એક ગ્રાહકે સંતાને બૂમ પાડી : ઓયે સંતાસિંહ, તુમ્હારી લસ્સી મેં મખ્ખી હૈ બાદશાહો....
સંતા : ઓયે ચૂપ.... જરા દિલ બડા રખ્ખ... યે નન્હીં સી જાન બેચારી કિતની લસ્સી પીયેગી ?"
##############
એક સરદાર સાવ સુકાભટ્ટ ખેતરમાં હોડી ચલાવતો હતો. એ જોઇને સંતાસિંહને એટલો ગુસ્સો આવ્યો. એ ગુસ્સામાં બોલી ઊઠયો : ઐસે સરદારોને હી સરદારો કા નામ ખરાબ કિયા હૈ... અગર મુઝે તૈરના આતા તો મેં જાકર ઉસે બહોત મારતા...
##############
"સંતા : મારા બાળક માટે કંઈક વિટામીનની ગોળીઓ આપો.
દુકાનવાળો : ક્યા વિટામીન ? A, B, C, કે D, ?
સંતા : કોઈ પણ ચાલશે... હજી અને ABCD નથી આવડતી !"
##############
"સંતની પત્ની : મેં ઈસ્ત્રી કરતી થી તબ આપકી લાલ શર્ટ જલ ગઈ જી... સોરી જી...
સંતા : અરે, કોઈ બાત નહી જી... મેરે પાસ દૂસરી ઐસી હી લાલ શર્ટ હૈ... તું ગભરા મત મેરી જાન...
પત્ની : હાજી, મેનુ પતા હૈ દૂસરી શર્ટ કા... ઉસી શર્ટ સે તો મૈને બરાબર સાઈઝ કા ટુકડા કાટા ઔર યે જલી હુઈ શર્ટ કો સી ભી લી..."
##############
"સંતાને અકસ્માત પછી લોહીની જરૂર પડી. મારવાડીએ લોહી ડોનેટ કર્યું. સંતાને ખુશ થઈને મારવાડીને મોટર ભેટમાં આપી. મહિના પછી સંતાના દીકરાને લોહીની જરૂર પડી. પેલા મારવાડીએ ફરીથી બ્લડ ડોનેટ કર્યું. સંતાએ એને ચોકલેટ ભેટમાં આપી.
મારવાડીએ સામું જોયું. સંતાએ કહ્યું : અબ તો મુઝ મેં મારવાડી ક ખૂન બહેતા હૈ ભાયા..."
##############
એક ગધેડાએ બંતાને લાત મારી. બંતા એની પાછળ દોડયો. એને રસ્તામાં ઝીબ્રા મળી ગયું. બંતા ઝીબ્રાને મારતા જાય અને બૂમો પાડતા જાય "સાલે નાઈટ ડ્રેસ પહન કે મુઝે ઉલ્લુ બનાને ચલા હૈ ? લેકિન મેં ઉલ્લુ બનનેવાલો મેં સે નહી હૂં સમજ લેના.
##############
"સંતાસિંહ બહુ મહેનત કરે પણ એનાથી કદી પણ આઈસક્યુબ બને જ નહી, કેમ ?
એ હંમેશા રેસીપી ભૂલી જ જાય !"
##############
"સંતા : યાર, આ ઠંડીનો ફાયદો શો ?
બંતા : સીધી સી બાત હૈ યાર, ગરમી જો નહી લગતી !!"
##############
સંતાને વિમા એજન્ટે ફોર્મ ધર્યું Sign એવું લખ્યું હતું. સંતાએ ફટ દઈને લખી દીધું : Leo (સિંહ રાશિ)
##############
"સંતા : તું ગભરાતા કયું હૈ ? તું શેર દા પુતર હૈ.
છોકરો : ક્લાસ મેં ટીચર ભી યહી કહતી હૈ કી તું કિસી જાનવર કી ઔલાદ હૈ..."
##############
"એક માણસે રસ્તામાં ખટારો ઊભો રાખીને સંતાસિંહને વિનંતી કરી, આ બે ચિમ્પાન્ઝીને ઝૂમાં લઇ જશો ? મારે જરા બે ચાર કામ પતાવવાના છે.
સંતા તો ચિમ્પાન્ઝીને લઈને ગયો. સાંજે પેલો માણસ રસ્તામાં મળ્યો. સંતાને જોઇને નવાઈ પામ્યો : અરે સંતાસિંહ, તમે ચિમ્પાન્ઝીને ઝૂમાં ન પહોચાડ્યા ?
સંતા : ઝૂમાં લઇ તો ગયો હતો પણ ટીકીટ ના મળી એટલે હજીયે લઈને ફરું છું. સારું થયું તમે મળી ગયા...!!"
##############
"બંતાસિંહના બેઉ ટાબરિયાએ પરીક્ષામાં બાપનું નામ જુદું જુદું લખ્યું.
શિક્ષકે કાન પકડીને કારણ પૂછયું : કેમ અલ્યા ? આવું કેમ ?
છોટે બંતા : ફિર તુસી બોલતે હો કી કોપી કરતે હો... ઇસ લિયે..."
##############
"એક એવી જગ્યા બતાવો જ્યાં અમીરમાં અમીર માણસ પણ હાથમાં વાડકી લઇ લાઈનમાં ઉભો હોય અને બોલતો હોય : આપો આપો.
વિચારો વિચારો વિચારો.... બસ ? ન આવડયું ?
પાણીપુરીવાળાને ત્યાં હા..હા...હા...હા..."
##############
કંજુસીની પરાકાષ્ઠા કઈ ? મારવાડી સેકન્ડ હેન્ડ નેનો ખરીદવાની રાહ જુવે. એમાંય જો ગેસ કીટ ફીટ કરેલ હોય તો પેલી પસંદગી....
##############
"એક માણસ લોટરીની ટિકિટ ખરીદતો હોય અને બીજો પત્ની સાથે ઝઘડતો હોય. આ બે પુરુષો વચ્ચે ભેદ શો ?
જવાબ : જે પુરુષે લોટરીની ટિકિટ ખરીદી છે તેનો એકાદ ટકો જીતવાની શક્યતા ખરી પણ..."
##############
હવે ૫૦ રૂ.ના રીચાર્જ પર ૫૦૦૦ રૂ. નો ટોકટાઈમ ૧૦૦ વર્ષની ગેરંટી, ૦.૦૧ પૈસામાં એક મિનિટની વાતચીત... આ બધા માટે સંપર્ક કરો : www. જા અપના ટાવર ખુદ લગા લે. Com
##############
"વેઈટર : સર, આપકો બ્લેક કોફી ચાહિયે ?
સંતા : તેરે પાસ ઔર કૌન સે કલર કી કોફી હૈ, વો બતા દે પહલે..."
##############
"મગન : મારા દાદા ૯૬ વર્ષ જીવ્યા પણ એમણે કદી ગ્લાસીસ નોતા વાપર્યા.
સંતા : હા... મૈનું પતા હૈ... કુછ લોગના હંમેશા ડાયરેક્ટ બોતલ સે હી પીતે હૈ."
##############
"પતિ : તે આજે કેવું ખાવાનું બનાવ્યું છે ? છાણ ખાતા હોય એવું લાગે છે...
પત્ની : હે ભગવાન, આ માણસે કેવી કેવી ચીજો ચાખી છે !"
##############
"બોસે ઓફિસમાં એક પાટિયું લગાયું. એમાં લખ્યું હતું : 'I am the boss, Do not forget.'
એ બપોરે બહાર જઈ પાછા આવ્યા તો સેક્રેટરીએ કહ્યું : તમારા પત્નીનો ફોન આવેલો, એમને આ પાટિયું આજે ઘરે પાછું જોઈએ છે.'"
##############
"સંતા : અબે યારા, યે કૈસી માચીસ લે કે આ ગયા તૂ ? એક ભી નહીં જલ રહી હૈ...
બંતા : ક્યાં બાત કર રહા હૈ યારા... મૈ તો સબકી સબ ચેક કરકે લાયા હૂં..."
##############
"સંતાએ છાપામાં વાંચ્યું : માઈક્રોસોફ્ટવાળાએ ૪ લાખ ડોલરમાં યાહૂ મેસેન્જર ખરીધ્યું.
માથું ખંજવાળી સંતા બબડયો : અરે પાપે, ખરીદા કયું ? ડાઉનલોડ કર લેતા તો..."
##############
"દીકરો : પપ્પા, બાપ-દીકરામાં વધુ બુધ્ધિશાળી કોણ હોય ?
પિતા : સીધી વાત છે, બાપ જ હોય ને ?
દીકરો : ટેલીફોન કોણે શોધ્યો ?
પિતા : ગ્રેહામ બેલે
દીકરો : એના બાપે કેમ ના શોધ્યો ?"
##############
"શિક્ષક : મોગલોએ ક્યાંથી ક્યાં સુધી રાજ્ય કર્યું ?
સંતા : સર, પૂરી તરહ તો નહીં પતા હૈ ફિર ભી ઈતના યાદ હૈ કિ પેજ નં. ૭ સે ૪૭ તક રાજ કિયા થા.."
##############
"પતિ પત્નીના ફોટા પર ચપ્પુ ફેંકી રહ્યો હતો અને દરેક વખતે ચૂકી જતો હતો. બરાબર ત્યારે જ પત્નીનો ફોન આવ્યો 'હાય, શું કરે છે તું ?
પતિએ પ્રમાણિક જવાબ આપ્યો : 'Missing You'"
##############
"પતિ : આપણાં લગ્નની ૨૫મી તિથીની ઊજવણી માટે હૂં તમને આંદામાન નિકોબાર લઈ જઈશ...
પત્ની : વાહ રે વાહ... આજ સૂરજ કઈ દિશાએ ઊગ્યો છે ? તો ૫૦મી લગ્નતિથિએ શું કરશો ?
પતિ : તને લેવા આવીશ.... ઠેક આંદાબાર-નિકોબાર..."
##############
છગને છાપામાં જાહેરાત આપી. અમને જણાવતા ગર્વ થાય છે કે અમારા મોટાભાઈએ પાણીમાં શ્વાસ રોકીને ૩૫ મિનીટ રહેવાનો વિશ્વરેકોર્ડ સ્થાપ્યો છે. એમનું બેસણું ગુરુવારે રાખેલ છે !!
##############
"જજ : તારી સજા નક્કી થઈ ગઈ. તને કાલે સવારે ફાંસી પર ચડાવશે.
સંતા : વો સબ તો ઠીક હૈ... આપ બસ યે બતા દો કિ ઉતારેંગે કબ ? ક્યુંકિ ફિર ખાના ખતમ હો જાતા હૈ..."
##############
"સંતા : ઉડતી રકાબી જોવાનો સૌથી સરસ રસ્તો કયો ?
બંતા : કઈ નહીં... સાવ સહેલું છે... છોકરીઓ વેઈટ્રેસ હોય એવી હોટલમાં જવાનું, એને એક ચિંતીયો ભરવાનો... રકાબી શું ભલભલું ઊડતું જોવા મળશે."
##############
"સંતા : મારા માટે ડબલ બેડ્વાળો રૂમ બુક કરો.
હોટલ મેનેજર : યસ સર, આપ તો અકેલે આનેવાલે થે ?
સંતા : અકેલા હી આઉંગા... પર ભાઈ, મેં શાદીશુદા આદમી હૂં... પથારીના બીજા ભાગમાંથી મારે શાંતિનો અનુભવ કરવો છે."
##############
"શિક્ષક : આ પૃથ્વી પર એક દિવસ એવો આવશે જયારે પાણી ખતમ થઈ જશે, જીવજંતુ મરી જશે, પૃથ્વી મૃત:પ્રાય થઈ જશે.
મનિયો : એ બધું તો ઠીક સાહેબ, ખાલી એટલું કહી દો ને કે ઈ દિવસે નિશાળે આવવાનું કે નઈ ?"
##############
"એક બસની પાછળ આવું લખ્યું હતું :
અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દુંગા ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ, ખુદા સે હી મિલવા દુંગા."
##############
"ભિખારી : હે સુંદરી, અંધો કો પાંચ રૂપિયા દે દે.
પતિએ ૧૦ રૂપિયા આપ્યા. પત્ની ગરમ થઈ. કેમ પૈસા વધી ગયા છે ?
પતિ : ના, ના, પણ એ ખરેખર જ આંધળો છે."
##############
"સુરતી લાલો પંડિતને કહે : મને સંસ્કૃત શીખવો.
પંડિત : એ તો દેવોની ભાષા છે.
સુરતી : એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?
પંડિત : ને નરકમાં ગયો તો ?
સુરતી : તો ક્યાં વાંધો જ છે ? સુરતી તો આવડે જ છે ને ?"
##############
રજનીકાંત ગિટાર વગાડતો હતો.. અવકાશમાંથી એક એલિયને આવીને વિનંતી કરી : મારો દીકરો વાંચે છે, જરા ધીમેથી વગાડશો ભાઈ !
##############
"ઓબામાએ મનમોહનસિંહને ફોન કર્યો, 'હલ્લો... આ ગુજરાત અને સાઉથ વચ્ચે સફેદ પટ્ટા જેવું કેમ દેખાય છે ? બધું બરાબર છે ને ? અમારા અવકાશ વિજ્ઞાનીઓ ચિંતા કરે છે...
મનમોહન : ના, ના, ચિંતા જેવું કઈ નથી એ તો રજનીકાંત અને નરેશ કનોડિયા નેટ બાંધીને બેડમિન્ટન રમતા હશે..."
Post a Comment
Post a Comment